Matthew 26 : 1 (IRVGU)
ઈસુની વિરુદ્ધ કાવતરું ઈસુએ સર્વ વાતો પૂરી કરી ત્યારે એમ થયું કે તેમણે પોતાના શિષ્યોને કહ્યું,
Matthew 26 : 2 (IRVGU)
'તમે જાણો છો બે દિવસ પછી પાસ્ખાપર્વ છે; અને માણસના દીકરા ઈસુને વધસ્તંભે જડાવા સારુ પરાધીન કરાશે.'
Matthew 26 : 3 (IRVGU)
પછી મુખ્ય યાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકત્ર થયા.
Matthew 26 : 4 (IRVGU)
ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ સંકલ્પ કર્યો.
Matthew 26 : 5 (IRVGU)
પણ તેઓએ કહ્યું કે, 'પર્વમાં નહિ, રખેને લોકોમાં હુલ્લડ થાય.'
Matthew 26 : 6 (IRVGU)
બેથાનિયામાં ઈસુનો અભિષેક ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા,
Matthew 26 : 7 (IRVGU)
ત્યારે અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી લઈને એક સ્ત્રી ઈસુની પાસે આવી, તેઓ જમવા બેઠા હતા ત્યારે ઈસુના માથા ઉપર તેણે અત્તર રેડ્યું.
Matthew 26 : 8 (IRVGU)
જયારે તેમના શિષ્યોએ તે જોયું ત્યારે તેઓએ ગુસ્સે થઈને કહ્યું કે, 'એ બગાડ શા માટે?'
Matthew 26 : 9 (IRVGU)
કેમ કે એ અત્તર ઘણે મૂલ્યે વેચાત અને ગરીબોને અપાત.
Matthew 26 : 10 (IRVGU)
ત્યારે ઈસુએ તે જાણીને તેઓને કહ્યું કે, 'એ સ્ત્રીને તમે કેમ સતાવો છો? કેમ કે તેણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કર્યું છે.'
Matthew 26 : 11 (IRVGU)
કેમ કે ગરીબો સદા તમારી સાથે છે, પણ હું સદા તમારી સાથે નથી.
Matthew 26 : 12 (IRVGU)
તેણે અત્તર મારા શરીર પર રેડ્યું તે કામ તો મારા દફનની તૈયારીને સારુ કર્યું છે.
Matthew 26 : 13 (IRVGU)
હું તમને નિશ્ચે કહું છું કે, 'આ સુવાર્તા આખી દુનિયામાં જ્યાં કહીં પ્રગટ કરાશે ત્યાં એણે જે કર્યું છે તે પણ તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.'
Matthew 26 : 14 (IRVGU)
ઈસુને પકડાવી દેવા યહૂદાની સમંતિ ત્યારે યહૂદા ઇશ્કારિયોત નામે બાર શિષ્યોમાંના એકે મુખ્ય યાજકોની પાસે જઈને
Matthew 26 : 15 (IRVGU)
કહ્યું કે, 'તેને હું તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો?' તેઓએ તેને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવી આપ્યા.
Matthew 26 : 16 (IRVGU)
ત્યારથી તે ઈસુને પરસ્વાધીન કરવાની તક શોધતો રહ્યો.
Matthew 26 : 17 (IRVGU)
પોતાના શિષ્યો સાથે પાસ્ખા-ભોજન બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, 'અમે તમારે માટે પાસ્ખા ખાવાની તૈયારી ક્યાં કરીએ? તમારી શી ઇચ્છા છે?'
Matthew 26 : 18 (IRVGU)
ત્યારે ઈસુએ કહ્યું કે, 'નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે કે મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સુદ્ધાં તારે ઘરે પાસ્ખા પાળીશ.'
Matthew 26 : 19 (IRVGU)
ઈસુએ શિષ્યોને જેવી આજ્ઞા આપી હતી, તેવું તેઓએ કર્યું અને પાસ્ખા તૈયાર કર્યું.
Matthew 26 : 20 (IRVGU)
સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે ઈસુ જમવા બેઠા હતા.
Matthew 26 : 21 (IRVGU)
તેઓ જમતા હતા ત્યારે તેમણે કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, 'તમારામાંથી એક મને પરસ્વાધીન કરશે.'
Matthew 26 : 22 (IRVGU)
ત્યારે તેઓ ઘણાં દુઃખી થયા અને તેઓમાંનો દરેક તેમને કહેવા લાગ્યો કે, 'પ્રભુ, શું તે હું છું?'
Matthew 26 : 23 (IRVGU)
ઈસુએ ઉત્તર દેતાં કહ્યું કે, 'જેણે મારી સાથે થાળીમાં હાથ મૂક્યો છે તે જ મને પરાધીન કરશે.
Matthew 26 : 24 (IRVGU)
માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસથી માણસનો દીકરો પરાધીન કરાય છે, તેને અફસોસ છે; જો તે માણસ જન્મ્યો ન હોત, તો તેને માટે સારું હોત.'
Matthew 26 : 25 (IRVGU)
ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહૂદાએ પૂછ્યું કે, 'ગુરુજી, શું તે હું છું?' ઈસુ તેને કહે છે કે, 'તેં પોતે જ કહ્યું.'
Matthew 26 : 26 (IRVGU)
પ્રભુ ભોજનની સ્થાપના
Matthew 26 : 27 (IRVGU)
તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને, આશીર્વાદ માગીને ભાંગી અને શિષ્યોને આપીને કહ્યું કે, લો, ખાઓ, આ મારું શરીર છે. પછી ઈસુએ પ્યાલો લઈને સ્તુતિ કરીને તેઓને આપતાં કહ્યું કે, 'તમે બધા એમાંથી પીઓ.'
Matthew 26 : 28 (IRVGU)
કેમ કે એ નવા કરારનું મારું રક્ત છે, જે પાપોની માફીને અર્થે ઘણાંઓને માટે વહેવડાવવામાં આવે છે.
Matthew 26 : 29 (IRVGU)
હું તમને કહું છું કે, 'હું મારા બાપના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષારસ નહિ પીઉં, તે દિવસ સુધી હું હવેથી તે પીનાર જ નથી.'
Matthew 26 : 30 (IRVGU)
પિતરના નકાર વિષે ઈસુની આગાહી તેઓ ગીત ગાયા પછી જૈતૂનનાં પહાડ પર ગયા.
Matthew 26 : 31 (IRVGU)
ત્યારે ઈસુ તેઓને કહે છે કે, 'તમે બધા આજ રાત્રે મારા સંબંધી ઠોકર ખાશો;' કેમ કે એમ લખેલું છે કે 'હું ઘેટાંપાળકને મારીશ અને ટોળાનાં ઘેટાં વિખેરાઈ જશે.'
Matthew 26 : 32 (IRVGU)
'પણ મારા ઉઠ્યાં પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.'
Matthew 26 : 33 (IRVGU)
ત્યારે પિતરે ઉત્તર દેતાં ઈસુને કહ્યું કે, 'જો બધા તમારા સંબંધી ઠોકર ખાશે, તોપણ હું કદી ઠોકર ખાઈશ નહિ.'
Matthew 26 : 34 (IRVGU)
ઈસુએ તેને કહ્યું, 'હું તને નિશ્ચે કહું છું કે, આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ, ત્રણ વાર તું મારો નકાર કરીશ.'
Matthew 26 : 35 (IRVGU)
પિતર તેને કહે છે કે, 'જો મારે તમારી સાથે મરવું પડે તોપણ હું તમારો નકાર નહિ જ કરીશ. બધાં શિષ્યોએ પણ તેમ જ કહ્યું'
Matthew 26 : 36 (IRVGU)
ગેથસેમાનેમાં ઈસુની પ્રાર્થના ત્યારે ઈસુ તેઓની સાથે ગેથસેમાને નામે એક જગ્યાએ આવે છે અને શિષ્યોને કહે છે કે, 'હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહીં બેસો.'
Matthew 26 : 37 (IRVGU)
પિતરને તથા ઝબદીના બે દીકરાઓને સાથે લઈને ઈસુ પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા;
Matthew 26 : 38 (IRVGU)
પછી ઈસુ તેઓને કહે છે કે, 'મારો જીવ મરવા જેવો ઘણો દુઃખી છે, તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.'
Matthew 26 : 39 (IRVGU)
પછી તેમણે થોડે દૂર જઈને મુખ નમાવીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “ઓ મારા બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”
Matthew 26 : 40 (IRVGU)
પછી શિષ્યોની પાસે ઈસુ આવે છે અને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહે છે, 'શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી નથી શકતા?
Matthew 26 : 41 (IRVGU)
તમે જાગતા રહો અને પ્રાર્થના કરો કે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.'
Matthew 26 : 42 (IRVGU)
બીજી વાર ઈસુએ જઈને પ્રાર્થના કરતા કહ્યું કે, 'ઓ મારા બાપ, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર થઈ ન શકે તો તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.'
Matthew 26 : 43 (IRVGU)
ઈસુએ બીજી વાર આવીને તેઓને ઊંઘતા જોયા; કેમ કે તેઓની આંખો ઊંઘથી ભારે થઈ હતી.
Matthew 26 : 44 (IRVGU)
ઈસુ ફરીથી શિષ્યોને મૂકીને પ્રાર્થના કરવા ગયા, અને ત્રીજી વાર એ જ વાત કહેતાં તેમણે પ્રાર્થના કરી.
Matthew 26 : 45 (IRVGU)
ત્યારે તે પોતાના શિષ્યોની પાસે આવીને તેઓને કહે છે કે, 'હવે ઊંઘ્યા કરો અને આરામ લો; જુઓ, સમય પાસે આવ્યો છે, માણસનો દીકરો પાપીઓના હાથમાં પરાધીન કરાય છે.
Matthew 26 : 46 (IRVGU)
ઊઠો આપણે જઈએ; જુઓ, મને પકડાવનાર આવી પહોંચ્યો છે.
Matthew 26 : 47 (IRVGU)
ઈસુની ધરપકડ તે હજી બોલતા હતા, એટલામાં જુઓ, બાર શિષ્યમાંનો એક, એટલે યહૂદા, આવ્યો; તેની સાથે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણાં લોક તરવારો તથા લાકડીઓ લઈને આવ્યા.
Matthew 26 : 48 (IRVGU)
હવે તેમને પરાધીન કરનારે તેઓને નિશાની આપી હતી કે, હું જેને ચુંબન કરું તે જ તે છે; તેને પકડી લેજો.
Matthew 26 : 49 (IRVGU)
તરત તેણે ઈસુ પાસે આવીને કહ્યું, 'ગુરુજી સલામ' અને તે તેમને ચૂમ્યો;
Matthew 26 : 50 (IRVGU)
ઈસુએ તેને કહ્યું કે, 'મિત્ર, જે કરવાને તું આવ્યો છે તે કર.' ત્યારે તેઓએ પાસે આવીને, ઈસુ પર હાથ નાખીને, તેમની ધરપકડ કરી.
Matthew 26 : 51 (IRVGU)
પછી જુઓ, ઈસુના સાથીઓમાંના એકે હાથ લાંબો કરીને પોતાની તરવાર કાઢી અને પ્રમુખ યાજકના ચાકરને મારીને તેનો કાન કાપી નાખ્યો.
Matthew 26 : 52 (IRVGU)
ત્યારે ઈસુ તેને કહે છે કે, 'તારી તરવાર મ્યાનમાં પાછી મૂક; કેમ કે જેઓ તરવાર પકડે છે તેઓ તરવારથી જ નાશ પામશે.'
Matthew 26 : 53 (IRVGU)
શું તું ધારે છે કે હું બાપની પાસે એવું નથી માગી શકતો કે તે હમણાં જ સૈન્યની બાર ટુકડીઓ કરતાં વધારે સ્વર્ગદૂતોને મારી પાસે મોકલી દે?
Matthew 26 : 54 (IRVGU)
તો શાસ્ત્રવચનોમાં જે લખેલું છે કે, 'એવું થવું જોઈએ, તે કેમ પૂરું થશે?'
Matthew 26 : 55 (IRVGU)
તે જ સમયે ઈસુએ લોકોને કહ્યું કે, 'તમે તરવારો તથા લાકડીઓ લઈને જેમ ચોરને તેમ મને પકડવા નીકળી આવ્યા છો શું? હું રોજ ભક્તિસ્થાનમાં બેસીને બોધ કરતો હતો; ત્યારે તમે મને પકડ્યો ન હતો.
Matthew 26 : 56 (IRVGU)
પણ પ્રબોધકોના લેખો પૂર્ણ થાય માટે આ બધું થયું છે. 'ત્યારે બધા શિષ્યો ઈસુને મૂકીને જતા રહ્યા.'
Matthew 26 : 57 (IRVGU)
ન્યાયાસભા સમક્ષ ઈસુ પછી જેઓએ ઈસુને પકડ્યા હતા, તેઓ જ્યાં શાસ્ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેમને લઈ ગયા.
Matthew 26 : 58 (IRVGU)
પિતર દૂરથી તેમની પાછળ પ્રમુખ યાજકની કચેરી સુધી ચાલ્યો અને અંદર જઈને ઈસુને શું કરશે તે જોવાને ચોકીદારોની સાથે બેઠો.
Matthew 26 : 59 (IRVGU)
મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ, ઈસુને મારી નાખવાને, તેમની વિરુદ્ધ જૂઠી શાહેદી શોધી;
Matthew 26 : 60 (IRVGU)
જોકે ઘણાં જૂઠા સાક્ષીઓ આવ્યા, પણ તેમની સાક્ષી મળતી આવી નહિ; પણ પાછળથી બે માણસો આવીને,
Matthew 26 : 61 (IRVGU)
બોલ્યા કે, ઈસુએ કહ્યું હતું કે, હું ઈશ્વરના ભક્તિસ્થાનને પાડી નાખવાને તથા ત્રણ દિવસમાં તેને પાછું બાંધવાને સમર્થ છું.'
Matthew 26 : 62 (IRVGU)
ત્યારે પ્રમુખ યાજકે ઊભા થઈને તેને કહ્યું, 'શું તું કંઈ ઉત્તર નથી દેતો? તેઓ તારી વિરુદ્ધ સાક્ષી આપે છે.'
Matthew 26 : 63 (IRVGU)
પણ ઈસુ મૌન રહ્યા. ત્યારે પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, 'હું તને જીવતા ઈશ્વરના સમ આપું છું કે, ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત તે તું જ છે કે નહિ, એ અમને કહે.'
Matthew 26 : 64 (IRVGU)
ઈસુ તેને કહે છે કે, તેં જ કહ્યું, પરંતુ હું તમને કહું છું કે, હવે પછી તમે માણસના દીકરાને પરાક્રમના જમણાં હાથ પર બેઠેલા તથા આકાશનાં વાદળો પર આવતા નિહાળશો.
Matthew 26 : 65 (IRVGU)
ત્યારે પ્રમુખ યાજકે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું કે, 'એણે દુર્ભાષણ કર્યું છે; આપણને બીજા સાક્ષીઓની શી જરૂર છે? જુઓ, હવે તમે એ દુર્ભાષણ સાંભળ્યું છે.
Matthew 26 : 66 (IRVGU)
તમે શું વિચારો છો?' તેઓએ ઉત્તર દેતાં કહ્યું કે, 'મૃત્યુદંડને પાત્ર છે.
Matthew 26 : 67 (IRVGU)
ત્યારે તેઓએ તેના મુખ પર થૂંકીને તેને મુક્કીઓ મારી; અને તેને થપ્પડો મારતાં
Matthew 26 : 68 (IRVGU)
કહ્યું કે, 'ઓ ખ્રિસ્ત, તને કોણે માર્યું એ અમને કહી બતાવ.'
Matthew 26 : 69 (IRVGU)
પિતરે કરેલો નકાર પિતર બહાર ચોકમાં બેઠો હતો, ત્યારે એક દાસીએ તેની પાસે આવીને કહ્યું કે, 'તું પણ ગાલીલના ઈસુની સાથે હતો.'
Matthew 26 : 70 (IRVGU)
પણ તેણે સહુની આગળ નકાર કરતાં કહ્યું કે, 'તું જે કહે છે તે હું જાણતો નથી.'
Matthew 26 : 71 (IRVGU)
તે બહાર પરસાળમાં ગયો ત્યારે બીજી દાસીએ તેને દેખીને જેઓ ત્યાં હતા તેઓને કહ્યું કે, 'એ પણ નાસરેથના ઈસુની સંગાથે હતો.'
Matthew 26 : 72 (IRVGU)
પણ તેણે સમ ખાતાં ફરીથી નકાર કર્યો કે, 'હું તે માણસને ઓળખતો નથી.'
Matthew 26 : 73 (IRVGU)
થોડીવાર પછી પાસે ઊભેલાઓએ આવીને પિતરને કહ્યું કે, 'ખરેખર તું પણ તેઓમાંનો એક છે, કેમ કે તારી બોલીથી તું ઓળખાય છે.
Matthew 26 : 74 (IRVGU)
ત્યારે તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, 'હું તે માણસને ઓળખતો નથી.' તરત જ મરઘો બોલ્યો.
Matthew 26 : 75 (IRVGU)
જે વાત ઈસુએ પિતરને કહી હતી કે, 'મરઘો બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ,' તે તેને યાદ આવી; ત્યારે બહાર જઈને તે બહુ રડ્યો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75