Matthew 21 : 1 (IRVGU)
યરુશાલેમમાં વિજયવંત પ્રવેશ જયારે તેઓ યરુશાલેમની નજીક આવ્યા અને તેઓ જૈતૂન નામના પહાડ પાસે બેથફાગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યોને મોકલીને
Matthew 21 : 2 (IRVGU)
કહ્યું કે, તમે સામેના ગામમાં જાઓ, તેમાં પ્રવેશતા જ તમને બાંધેલી એક ગધેડી તથા તેની પાસે બચ્ચું જોવા મળશે; તેઓને છોડીને મારી પાસે લાવો.
Matthew 21 : 3 (IRVGU)
જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે, 'પ્રભુને તેઓની જરૂર છે, એટલે તે તેઓને તરત જ મોકલી દેશે.'
Matthew 21 : 4 (IRVGU)
હવે આ એટલા માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે,
Matthew 21 : 5 (IRVGU)
'સિયોનની દીકરીને એમ કહો કે, જુઓ, તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે, તથા ગધેડા પર, હા, ખોલા પર, એટલે ગધેડીના વછેરા પર, સવાર થઈને આવે છે.'
Matthew 21 : 6 (IRVGU)
ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને જે ફરમાવ્યું હતું તેમ કર્યું;
Matthew 21 : 7 (IRVGU)
તેઓ ગધેડીને બચ્ચા સહિત લાવ્યા અને પોતાના કપડાં તેઓ પર નાખ્યાં; અને ઈસુ તેના પર સવાર થયા.
Matthew 21 : 8 (IRVGU)
લોકોમાંના ઘણાંખરાએ પોતાના કપડાં રસ્તામાં પાથર્યા, બીજાઓએ વૃક્ષો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી.
Matthew 21 : 9 (IRVGU)
હવે આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું કે, 'દાઉદના દીકરાને હોસાન્ના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના.'
Matthew 21 : 10 (IRVGU)
તેઓ જયારે યરુશાલેમમાં આવ્યા ત્યારે આખા નગરે ખળભળી ઊઠીને કહ્યું કે, 'એ કોણ છે?'
Matthew 21 : 11 (IRVGU)
ત્યારે લોકોએ કહ્યું કે, 'ઈસુ પ્રબોધક કે, જે ગાલીલના નાસરેથના, તે એ છે.'
Matthew 21 : 12 (IRVGU)
ઈસુ ભક્તિસ્થાને જાય છે પછી ઈસુ ઈશ્વરના ભક્તિસ્થાનમાં ગયા, ત્યાં જેઓ વેચતા તથા ખરીદતા હતા, તે સર્વને તેમણે કાઢી મૂક્યા; અને નાણાવટીઓનાં બાજઠ, તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધા વાળ્યાં;
Matthew 21 : 13 (IRVGU)
ઈસુએ તેઓને કહ્યું કે, “મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે, એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે.”
Matthew 21 : 14 (IRVGU)
ત્યાર પછી અંધજનો તથા અપંગો તેમની પાસે ભક્તિસ્થાનમાં આવ્યા અને તેમણે તેઓને સાજાં કર્યા.
Matthew 21 : 15 (IRVGU)
પણ જે ચમત્કારો તેમણે કર્યા, તથા જે બાળકો ભક્તિસ્થાનમાં મોટા અવાજે 'દાઉદના દીકરાને હોસાન્ના' પોકારતા હતાં, તેઓને જયારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ જોયા, ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા.
Matthew 21 : 16 (IRVGU)
તેઓએ ઈસુને કહ્યું કે, 'તેઓ શું કહે છે, તે શું તું સાંભળે છે?' ત્યારે ઈસુ તેઓને કહે છે કે, 'હા, “બાળકોના તથા નવજાત શિશુઓના મુખથી તેં સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું?”
Matthew 21 : 17 (IRVGU)
પછી તેઓને મૂકીને નગર બહાર બેથાનિયામાં જઈને ઈસુએ રાતવાસો કર્યો.
Matthew 21 : 18 (IRVGU)
ઈસુએ અંજીરીને શાપ આપ્યો હવે સવારે નગરમાં પાછા આવતા ઈસુને ભૂખ લાગી.
Matthew 21 : 19 (IRVGU)
રસ્તાની બાજુમાં એક અંજીરી જોઈને ઈસુ તેની પાસે ગયા, પણ તેના પર એકલાં પાંદડાં વગર બીજું કંઈ ન મળવાથી તેમણે તેને કહ્યું કે, 'હવેથી તારા પર કદી ફળ ન લાગો; અને એકાએક તે અંજીરી સુકાઈ ગઈ.'
Matthew 21 : 20 (IRVGU)
તે જોઈને શિષ્યો આશ્ચર્ય પામીને બોલ્યા કે, અંજીરી કેવી રીતે એકાએક સુકાઈ ગઈ?
Matthew 21 : 21 (IRVGU)
ત્યારે ઈસુએ ઉત્તર આપતા તેઓને કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને વિશ્વાસ હોય અને સંદેહ ન લાવો, તો આ અંજીરીને જે થયું તે તમે કરશો, એટલું જ નહિ પણ જો તમે આ પહાડને કહેશો કે, 'તું ઊંચકાઈને સમુદ્રમાં પડ. તો તેમ જ થશે.'
Matthew 21 : 22 (IRVGU)
જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માગશો, તે સઘળું તમે પામશો.
Matthew 21 : 23 (IRVGU)
ઈસુના અધિકારનો પ્રશ્ન પછી ભક્તિસ્થાનમાં આવીને ઈસુ બોધ કરતા હતા, એટલામાં મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ તેમની પાસે આવીને કહ્યું કે, 'તું કયા અધિકારથી એ કામો કરે છે? અને તે અધિકાર તને કોણે આપ્યો?'
Matthew 21 : 24 (IRVGU)
ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, 'હું પણ તમને એક વાત પૂછીશ, તેનો જવાબ જો તમે આપશો તો હું કયા અધિકારથી એ કામો કરું છું, તે હું પણ તમને કહીશ.'
Matthew 21 : 25 (IRVGU)
જે બાપ્તિસ્મા યોહાન આપતો હતો તે ક્યાંથી હતું સ્વર્ગથી કે માણસોથી?' ત્યારે તેઓએ પરસ્પર વિચાર કરીને કહ્યું, 'જો આપણે કહીએ કે સ્વર્ગથી, તો ઈસુ આપણને કહેશે કે, ત્યારે તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહિ?
Matthew 21 : 26 (IRVGU)
અથવા જો આપણે કહીએ કે માણસોથી, તો લોકોથી આપણને બીક છે, કેમ કે સહુ યોહાનને પ્રબોધક માને છે.'
Matthew 21 : 27 (IRVGU)
પછી તેઓએ ઈસુને ઉત્તર આપતાં કહ્યું કે, 'અમે નથી જાણતા. તેમણે પણ તેઓને કહ્યું કે, 'હું કયા અધિકારથી એ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી.
Matthew 21 : 28 (IRVGU)
બે દીકરાનું દ્રષ્ટાંત પણ તમે શું ધારો છો? એક વ્યક્તિને બે દીકરા હતા; તેણે પહેલાની પાસે આવીને કહ્યું કે, દીકરા, તું આજ દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર.
Matthew 21 : 29 (IRVGU)
ત્યારે તેણે ઉત્તર આપ્યો કે, હું નથી જવાનો; તોપણ પછીથી તે પસ્તાઈને ગયો.
Matthew 21 : 30 (IRVGU)
અને બીજા પાસે આવીને તેણે તેમ જ કહ્યું, ત્યારે તેણે ઉત્તર આપ્યો કે “હું જાઉં છું, સાહેબ,” તોપણ તે ગયો નહિ.
Matthew 21 : 31 (IRVGU)
તો તે બન્નેમાંથી કોણે પોતાના પિતાની ઇચ્છા પ્રમાણે કર્યું? તેઓ ઈસુને કહે છે કે, પહેલાએ. ઈસુ તેઓને કહે છે કે, હું તમને નિશ્ચે કહું છું કે, દાણીઓ તથા કસબણો તમારી અગાઉ ઈશ્વરના રાજ્યમાં જાય છે.
Matthew 21 : 32 (IRVGU)
કેમ કે યોહાન ન્યાયીપણાને માર્ગે તમારી પાસે આવ્યો, તોપણ તમે તેના ઉપર વિશ્વાસ ન કર્યો પણ દાણીઓએ તથા વારંગનાઓ તેના પર વિશ્વાસ કર્યો; એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહિ કે તમે તેના પર વિશ્વાસ કરો.
Matthew 21 : 33 (IRVGU)
ખેડૂતોને ભાડે આપેલી દ્રાક્ષાવાડીનું દ્રષ્ટાંત 'એક બીજું દ્રષ્ટાંત સાંભળો. એક ઘરનો માલિક હતો, તેણે દ્રાક્ષાવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો અને બુરજ બનાવ્યો, પછી ખેડૂતોને તે ઈજારે આપી, તે પરદેશ ગયો.
Matthew 21 : 34 (IRVGU)
ફળની ઋતુ પાસે આવી ત્યારે તેણે ફળ લેવા સારુ પોતાના ચાકરોને તે ખેડૂતો પાસે મોકલ્યા.
Matthew 21 : 35 (IRVGU)
ત્યારે ખેડૂતોએ તેના ચાકરોને પકડીને એકને માર્યો, બીજાને મારી નાખ્યો અને ત્રીજાને પથ્થરે માર્યો.
Matthew 21 : 36 (IRVGU)
પછી તેણે અગાઉ કરતાં બીજા વધારે ચાકરોને મોકલ્યા, પણ તેઓએ તેઓને એવું જ કર્યું.
Matthew 21 : 37 (IRVGU)
પછી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલતાં કહ્યું કે, તેઓ મારા દીકરાનું માન રાખશે.'
Matthew 21 : 38 (IRVGU)
પણ ખેડૂતોએ દીકરાને જોઈને પરસ્પર કહ્યું કે, એ તો વારસ છે, ચાલો, આપણે એને મારી નાખીએ અને તેનો વારસો લઈ લઈએ.
Matthew 21 : 39 (IRVGU)
ત્યારે તેઓએ તેને પકડ્યો અને દ્રાક્ષાવાડીમાંથી બહાર કાઢીને તેને મારી નાખ્યો.
Matthew 21 : 40 (IRVGU)
એ માટે જયારે દ્રાક્ષવાડીનો માલિક આવશે ત્યારે તે ખેડૂતોનું શું કરશે?'
Matthew 21 : 41 (IRVGU)
તેઓએ ઈસુને કહ્યું કે, 'તે દુષ્ટોનો પૂરો નાશ કરશે; અને બીજા ખેડૂતો કે જેઓ મોસમે તેને ફળ પહોંચાડે, તેઓને દ્રાક્ષાવાડી ઈજારે આપશે.'
Matthew 21 : 43 (IRVGU)
ઈસુએ તેઓને કહ્યું કે, 'જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયા તે પ્રભુથી બન્યું અને આપણી નજરમાં આશ્ચર્યકારક છે, 'એ શું તમે શાસ્ત્રવચનોમાં કદી નથી વાંચ્યું? એ માટે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે અને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને તે અપાશે.
Matthew 21 : 44 (IRVGU)
આ પથ્થર પર જે પડશે તેના ટુકડેટુકડાં થઈ જશે, પણ જેનાં પર તે પડશે, તેનો તે ભૂકો કરી નાખશે.'
Matthew 21 : 45 (IRVGU)
મુખ્ય યાજકો તથા ફરોશીઓ તેમના દ્રષ્ટાંતો સાંભળીને સમજ્યા કે તેઓ અમારા સંબંધી બોલે છે.
Matthew 21 : 46 (IRVGU)
પણ જયારે તેઓએ ઈસુને પકડવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ લોકોથી ડરી ગયા, કેમ કે લોકો ઈસુને પ્રબોધક માનતા હતા.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46