Matthew 17 : 1 (IRVGU)
{ઈસુનું રૂપાંતર} [PS] છ દિવસ પછી ઈસુ પિતર, યાકૂબ તથા તેના ભાઈ યોહાનને એક ઊંચા પહાડ પર એકાંતમાં લઈ ગયા.
Matthew 17 : 2 (IRVGU)
તેઓની આગળ તેમનું રૂપાંતર થયું, એટલે તેમનું મુખ સૂર્યના જેવું તેજસ્વી થયું અને તેમના વસ્ત્ર અજવાળાનાં જેવા શ્વેત થયા. [PE][PS]
Matthew 17 : 3 (IRVGU)
જુઓ, મૂસા તથા એલિયા તેમની સાથે વાતો કરતાં તેઓને દેખાયા.
Matthew 17 : 4 (IRVGU)
પિતરે ઈસુને કહ્યું કે, 'પ્રભુ, આપણે અહીં રહીએ તે સારું છે. જો તમારી ઇચ્છા હોય તો હું અહીં ત્રણ મંડપ બાંધુ; એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે.' [PE][PS]
Matthew 17 : 5 (IRVGU)
તે બોલતો હતો એટલામાં, જુઓ, એક ચળકતી વાદળી તેઓ પર આચ્છાદિત થઈ; અને વાદળીમાંથી એવી વાણી થઈ કે, 'આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો.'
Matthew 17 : 6 (IRVGU)
શિષ્યો એ સાંભળીને બહુ ગભરાયા, અને ઊંધે મોઢે જમીન પર પડયા.
Matthew 17 : 7 (IRVGU)
ઈસુએ તેઓની પાસે આવીને તેઓને સ્પર્શ કરીને કહ્યું કે, 'ઊઠો, અને બીશો નહિ.'
Matthew 17 : 8 (IRVGU)
તેઓએ પોતાની નજર ઊંચી કરી તો એકલા ઈસુ વિના તેઓએ અન્ય કોઈને જોયા નહિ. [PE][PS]
Matthew 17 : 9 (IRVGU)
જયારે તેઓ પહાડ પરથી ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, 'આ જે તમે જોયું તે માણસનો દીકરો મરણમાંથી પાછો સજીવન થાય ત્યાં સુધી કોઈને કહેશો નહિ.'
Matthew 17 : 10 (IRVGU)
તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે, 'શાસ્ત્રીઓ કેમ કહે છે કે, એલિયાએ પ્રથમ આવવું જોઈએ?' [PE][PS]
Matthew 17 : 11 (IRVGU)
ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 'એલિયા ખરેખર આવશે અને સઘળું વ્યવસ્થિત કરશે;'
Matthew 17 : 12 (IRVGU)
પણ હું તમને કહું છું કે, 'એલિયા આવી ચૂક્યા છે, તોપણ તેઓએ તેને ઓળખ્યા નહિ, પણ જેમ તેઓએ ચાહ્યું તેમ તેઓએ તેને કર્યું; તેમ જ માણસનો દીકરો પણ તેઓથી દુઃખ સહન કરશે.'
Matthew 17 : 13 (IRVGU)
ત્યારે શિષ્યો સમજ્યા કે યોહાન બાપ્તિસ્મા કરનાર સંબંધી તેમણે તેઓને કહ્યું હતું. [PS]
Matthew 17 : 14 (IRVGU)
{દુષ્ટાત્મા વળગેલા એક છોકરાંને ઈસુ સાજો કરે છે} [PS] જયારે તેઓ લોકોની ભીડ પાસે આવ્યા, ત્યારે એક વ્યક્તિએ ઈસુની પાસે આવીને તેમની આગળ ઘૂંટણે પડીને કહ્યું કે,
Matthew 17 : 15 (IRVGU)
'ઓ પ્રભુ, મારા દીકરા પર દયા કરો; કેમ કે તેને વાઈનુ દર્દ છે, તેથી તે ઘણો પીડાય છે; અને તે ઘણીવાર અગ્નિમાં તથા પાણીમાં પડે છે.'
Matthew 17 : 16 (IRVGU)
તેને હું તમારા શિષ્યોની પાસે લાવ્યો હતો, પણ તેઓ તેને સાજો કરી શક્યા નહીં. [PE][PS]
Matthew 17 : 17 (IRVGU)
ત્યારે ઈસુએ જવાબ આપ્યો કે, 'ઓ અવિશ્વાસી તથા ભ્રષ્ટ પેઢી, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો.'
Matthew 17 : 18 (IRVGU)
પછી ઈસુએ તે દુષ્ટાત્માને ધમકાવ્યો; અને તે તેનામાંથી નીકળી ગયો; તે જ સમયે તે છોકરો સાજો થયો. [PE][PS]
Matthew 17 : 19 (IRVGU)
પછી શિષ્યો એકાંતમાં ઈસુની પાસે આવીને કહ્યું કે, 'અમે તેને કેમ કાઢી ન શક્યા?'
Matthew 17 : 20 (IRVGU)
ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'તમારા અવિશ્વાસને લીધે; કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે, “તું અહીંથી ત્યાં ખસી જા” અને તે ખસી જશે; અને તમારા માટે કંઈ અશક્ય નહિ હોય.'
Matthew 17 : 21 (IRVGU)
[પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી].' [PS]
Matthew 17 : 22 (IRVGU)
{ઈસુ પોતાના મૃત્યુ સંબંધી ફરી આગાહી કરે છે} [PS] જયારે તેઓ ગાલીલમાં રહેતા હતા ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે;
Matthew 17 : 23 (IRVGU)
તેઓ તેને મારી નાખશે, પણ ત્રણ દિવસ પછી તે પાછો ઊઠશે.' ત્યારે તેઓ બહુ દિલગીર થયા. [PS]
Matthew 17 : 24 (IRVGU)
{ભક્તિસ્થાનનો કર ભરે છે} [PS] પછી તેઓ કપરનાહૂમમાં આવ્યા ત્યારે કર લેનારાઓએ પિતરની પાસે આવીને કહ્યું કે, 'શું તમારો ઉપદેશક ભક્તિસ્થાનના કરનાં પૈસા નથી આપતો?'
Matthew 17 : 25 (IRVGU)
પિતરે કહ્યું કે, 'હા,' અને તે ઘરમાં આવ્યો ત્યારે તેના બોલવા અગાઉ ઈસુએ કહ્યું કે, 'સિમોન, તને શું લાગે છે, દુનિયાના રાજાઓ કોની પાસેથી જકાત અથવા કર લે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પરદેશીઓ પાસેથી?' [PE][PS]
Matthew 17 : 26 (IRVGU)
પિતરે ઈસુને કહ્યું કે, 'પરદેશીઓ પાસેથી. ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “તો પછી દીકરાઓ તો કરમુક્ત છે.”
Matthew 17 : 27 (IRVGU)
રખેને આપણે તેમને પાપમાં પાડીએ, તું સમુદ્રકિનારે જઈને ગલ નાખ; અને જે માછલી પહેલી આવે તેને પકડી લે, જયારે તું તેનું મુખ ઉઘાડશે ત્યારે તેમાંથી તને પૈસા મળશે, તે લઈને મારે અને તારે માટે તેઓને આપ.' [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27

BG:

Opacity:

Color:


Size:


Font: