Matthew 10 : 1 (IRVGU)
બાર પ્રેરિતોને અધિકાર આપ્યો
Matthew 10 : 2 (IRVGU)
પછી ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો, તથા દરેક પ્રકારનો મંદવાડ તથા દરેક જાતનો રોગ મટાડવાનો અધિકાર તેઓને આપ્યો. તે બાર પ્રેરિતોનાં નામ આ છે; પહેલો સિમોન જે પિતર કહેવાય છે તે, તેનો ભાઈ આન્દ્રિયા; ઝબદીનો દીકરો યાકૂબ, તથા તેનો ભાઈ યોહાન;
Matthew 10 : 3 (IRVGU)
ફિલિપ તથા બર્થોલ્મી; થોમા તથા માથ્થી દાણી; અલ્ફીનો દીકરો યાકૂબ તથા થદી;
Matthew 10 : 4 (IRVGU)
સિમોન જે કનાનનો તથા યહૂદા ઇશ્કારિયોત, જે ઈસુને પરસ્વાધીન કરનાર પણ હતો.
Matthew 10 : 5 (IRVGU)
બાર પ્રેરિતોને સોંપેલું સેવા કાર્ય ઈસુએ તે બાર શિષ્યોને મોકલીને એવી આજ્ઞા આપી કે, “તમે વિદેશીઓને માર્ગે ન જાઓ અને સમરૂનીઓના કોઈ નગરમાં ન પેસો;
Matthew 10 : 6 (IRVGU)
પણ તેના કરતાં ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાંની પાસે જાઓ.
Matthew 10 : 7 (IRVGU)
તમે જતા જતા એમ પ્રગટ કરો કે, 'સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.'
Matthew 10 : 8 (IRVGU)
માંદાઓને સાજાં કરો, રક્તપિત્તના રોગીઓને શુદ્ધ કરો, મૂએલાંઓને સજીવન કરો, દુષ્ટાત્માઓને કાઢો, તમે મફત પામ્યા છો, મફત આપો.
Matthew 10 : 9 (IRVGU)
સોનું, રૂપું કે પિત્તળ તમારા કમરબંધમાં ન રાખો.
Matthew 10 : 10 (IRVGU)
મુસાફરીને સારુ થેલો, બે અંગરખા, ચંપલ, લાકડી પણ ન લો; કેમ કે મજૂર પોતાના વેતનને યોગ્ય છે.
Matthew 10 : 11 (IRVGU)
જે જે નગરમાં કે ગામમાં તમે જાઓ, તેમાં યોગ્ય કોણ છે એની તપાસ કરો, ત્યાંથી નીકળતાં સુધી તેને ત્યાં રહો.
Matthew 10 : 12 (IRVGU)
ઘરમાં જઈને તેઓને સલામ કહો.
Matthew 10 : 13 (IRVGU)
જો તે ઘર યોગ્ય હોય તો તમારી શાંતિ તેના પર રહેશે, પણ જો તે ઘર યોગ્ય ન હોય તો તમારી શાંતિ તમારા પર પાછી રહેશે.
Matthew 10 : 14 (IRVGU)
જો કોઈ તમારો આવકાર નહિ કરે તથા તમારી વાતો નહિ સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતાં તમે તેની ધૂળ તમારા પગ પરથી ખંખેરી નાખો.
Matthew 10 : 15 (IRVGU)
હું તમને નિશ્ચે કહું છું કે, ન્યાયકાળે સદોમ તથા ગમોરા દેશના હાલ તે નગરના કરતાં સહેલ થશે.
Matthew 10 : 16 (IRVGU)
આવનાર સતાવણીઓ જુઓ, વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું; માટે તમે સાપના જેવા હોશિયાર, તથા કબૂતરનાં જેવા સાલસ થાઓ.
Matthew 10 : 17 (IRVGU)
તમે માણસોથી સાવધાન રહો; કેમ કે તેઓ તમને ન્યાયસભાને સોંપશે, અને તેઓનાં સભાસ્થાનોમાં તમને કોરડા મારશે.
Matthew 10 : 18 (IRVGU)
તેઓને તથા બિનયહૂદીઓને માટે સાક્ષીને અર્થે મારે લીધે તમને અધિકારીઓની તથા રાજાઓની આગળ લઈ જવાશે.
Matthew 10 : 19 (IRVGU)
પણ જયારે તેઓ તમને સોંપશે ત્યારે તમે ચિંતા ન કરો કે શી રીતે અથવા શું બોલીએ. કેમ કે શું બોલવું તે તે જ ઘડીએ તમને અપાશે.
Matthew 10 : 20 (IRVGU)
કેમ કે જે બોલે છે તે તો તમે નથી, પણ પિતાનો આત્મા તમારા દ્વારા બોલે છે.
Matthew 10 : 21 (IRVGU)
ભાઈ ભાઈને તથા પિતા બાળકને મારી નંખાવવાને સોંપી દેશે અને બાળકો માતાપિતાની સામે ઊઠીને તેઓને મારી નંખાવશે.
Matthew 10 : 22 (IRVGU)
મારા નામને કારણે સહુ તમારો દ્વેષ કરશે, પણ જે કોઈ અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે.
Matthew 10 : 23 (IRVGU)
જયારે તેઓ તમને એક નગરમાં સતાવણી કરે ત્યારે તમે બીજામાં ભાગી જાઓ, કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે માણસનો દીકરો આવે ત્યાં સુધી ઇઝરાયલનાં સઘળાં નગરોમાં તમે ફરી નહિ વળશો.
Matthew 10 : 24 (IRVGU)
શિષ્ય ગુરુ કરતાં મોટો નથી અને નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી.
Matthew 10 : 25 (IRVGU)
શિષ્ય પોતાના ગુરુ જેવો અને નોકર પોતાના શેઠ જેવો હોય તો તે જ ઘણું છે. જો ઘરના માલિકને તેઓએ બાલઝબૂલ કહ્યો છે, તો તેના ઘરના લોકોને કેટલું વિશેષે કરીને તેઓ એમ જ કહેશે!
Matthew 10 : 26 (IRVGU)
કોની બીક રાખવી? તે માટે તેઓથી તમે ગભરાશો નહિ, કેમ કે ઉઘાડું નહિ કરાશે એવું કંઈ ઢાંકેલું નથી, અને પ્રગટ નહિ થશે એવું કશું ગુપ્ત નથી.
Matthew 10 : 27 (IRVGU)
હું તમને અંધારામાં જે કહું છું તે તમે અજવાળામાં કહો, તમે કાને જે સાંભળો છો તે ધાબાઓ પરથી પ્રગટ કરો.
Matthew 10 : 28 (IRVGU)
શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો મા; પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્નેનો નાશ નર્કમાં કરી શકે છે તેનાથી ગભરાઓ.
Matthew 10 : 29 (IRVGU)
શું ચકલીઓ બે પૈસે વેચાતી નથી? તોપણ તમારા પિતાની ઇચ્છા વગર તેમાંથી એક પણ જમીન પર પડનાર નથી.
Matthew 10 : 30 (IRVGU)
તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે.
Matthew 10 : 31 (IRVGU)
તે માટે ગભરાશો નહિ; ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.
Matthew 10 : 32 (IRVGU)
માટે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને હું પણ મારા સ્વર્ગમાંનાં પિતાની આગળ કબૂલ કરીશ.
Matthew 10 : 33 (IRVGU)
પણ માણસોની આગળ જે કોઈ મારો ઇનકાર કરશે, તેનો હું પણ મારા સ્વર્ગમાંનાં પિતાની આગળ ઇનકાર કરીશ.
Matthew 10 : 34 (IRVGU)
શાંતિ નહિ, સંઘર્ષ લાવું છું એમ ન ધારોકે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું ; શાંતિ તો નહિ, પણ તરવાર લઈને આવ્યો છું.
Matthew 10 : 35 (IRVGU)
કેમ કે પુત્રને તેના પિતાની વિરુધ્ધ, દીકરીને તેની માની વિરુધ્ધ તથા પુત્રવધૂને તેની સાસુની વિરુધ્ધ કરવાને હું આવ્યો છું.
Matthew 10 : 36 (IRVGU)
માણસના દુશ્મન તેના ઘરનાં થશે.
Matthew 10 : 37 (IRVGU)
મારા કરતાં જે પોતાની મા અથવા પોતાના પિતા પર વધારે પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી; અને દીકરા કે દીકરી પર જે મારા કરતાં વધારે પ્રેમ કરે છે, તે પણ મારે યોગ્ય નથી.
Matthew 10 : 38 (IRVGU)
જે પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી તે મારે યોગ્ય નથી;
Matthew 10 : 39 (IRVGU)
જે પોતાનું જીવન બચાવે છે તે તેને ખોશે, મારે લીધે જે પોતાનું જીવન ગુમાવે છે તે તેને બચાવશે.
Matthew 10 : 40 (IRVGU)
બદલો જે તમારો આવકાર કરે છે તે મારો આવકાર કરે છે, જે મારો આવકાર કરે છે તે મારા મોકલનારનો પણ આવકાર કરે છે.
Matthew 10 : 41 (IRVGU)
પ્રબોધકોને નામે પ્રબોધકનો આવકાર જે કરે છે, તે પ્રબોધકનું બદલો પામશે; અને ન્યાયીને નામે ન્યાયીનો આવકાર જે કરે છે તે ન્યાયીનું બદલો પામશે.
Matthew 10 : 42 (IRVGU)
હું તમને નિશ્ચે કહું છું કે શિષ્યને નામે જે કોઈ આ નાનામાંના એકને માત્ર ઠંડા પાણીનું પ્યાલું પીવાને આપશે તે તેનું બદલો પામ્યા વિના રહેશે જ નહિ.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42