માર્ક 5 : 1 (IRVGU)
{ઈસુ અશુદ્ધ આત્માઓ વળગેલાને સાજો કરે છે} [PS] તેઓ સમુદ્રને પાર ગેરાસાનીઓના દેશમાં ગયા.
માર્ક 5 : 2 (IRVGU)
ઈસુ હોડીમાંથી ઊતર્યા, એટલે કબ્રસ્તાનમાંથી અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ તેમને મળ્યો; [PE][PS]
માર્ક 5 : 3 (IRVGU)
તે કબ્રસ્તાનોમાં રહેતો હતો; અને સાંકળોથી પણ કોઈ તેને બાંધી શકતું ન હતું;
માર્ક 5 : 4 (IRVGU)
કેમ કે તે ઘણીવાર બેડીઓ તથા સાંકળો વડે બંધાયો હતો, પણ તેણે સાંકળો તોડી નાખી તથા બેડીઓ ભાંગી નાખી હતી; કોઈ તેને વશ કરી શકતું ન હતું. [PE][PS]
માર્ક 5 : 5 (IRVGU)
તે નિત્ય રાતદિવસ પહાડોમાં તથા કબરોમાં બૂમ પાડતો તથા પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો.
માર્ક 5 : 6 (IRVGU)
પણ ઈસુને દૂરથી જોઈને તે દોડી આવ્યો અને તેમને પગે પડ્યો, [PE][PS]
માર્ક 5 : 7 (IRVGU)
અને મોટે ઘાંટે પોકારીને બોલ્યો, 'ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે અને તમારે શું છે? હું તમને ઈશ્વરના સમ આપું છું કે, તમે મને પીડા ન આપો.'
માર્ક 5 : 8 (IRVGU)
કેમ કે તેમણે તેને કહ્યું હતું કે, 'અશુદ્ધ આત્મા, તું એ માણસમાંથી નીકળ.' [PE][PS]
માર્ક 5 : 9 (IRVGU)
તેમણે તેને પૂછ્યું કે, 'તારું નામ શું છે?' તેણે ઉત્તર આપતાં કહ્યું કે, 'મારું નામ સેના છે, કેમ કે અમે ઘણાં છીએ.'
માર્ક 5 : 10 (IRVGU)
તેણે તેમને ઘણી વિનંતી કરી, કે તે તેઓને દેશમાંથી કાઢી મૂકે નહિ. [PE][PS]
માર્ક 5 : 11 (IRVGU)
હવે ત્યાં પર્વતની બાજુ પર ભૂંડોનું એક મોટું ટોળું ચરતું હતું.
માર્ક 5 : 12 (IRVGU)
તેઓએ તેમને વિનંતી કરીને કહ્યું કે, 'તે ભૂંડોમાં અમે પ્રવેશીએ માટે અમને તેઓમાં મોકલો.
માર્ક 5 : 13 (IRVGU)
ઈસુએ તેઓને રજા આપી અને દુષ્ટાત્માઓ નીકળીને ભૂંડોમાં ગયા; તેઓ આશરે બે હજાર ભૂંડો હતાં. તે ટોળું કરાડા પરથી સમુદ્રમાં ધસી પડ્યું; અને સમુદ્રમાં ડૂબી મર્યું. [PE][PS]
માર્ક 5 : 14 (IRVGU)
તેઓના ચરાવનારા ભાગ્યા. અને તેમણે શહેરમાં તથા ગામડાંઓમાં ખબર આપી; અને શું થયું તે જોવા લોકો બહાર આવ્યા.
માર્ક 5 : 15 (IRVGU)
ઈસુની પાસે તેઓ આવ્યા ત્યારે દુષ્ટાત્મા વળગેલો હતો, એટલે જેનાંમાં સેના હતી, તેને તેઓએ બેઠેલો કપડાં પહેરેલો તથા હોશમાં આવેલો જોઈને તેઓ ગભરાઈ ગયા. [PE][PS]
માર્ક 5 : 16 (IRVGU)
દુષ્ટાત્મા વળગેલો કેવી રીતે તંદુરસ્ત થયો તેની તથા ભૂંડો સંબંધીની વાત જેઓએ જોઈ હતી તે તેઓએ લોકોને કહી.
માર્ક 5 : 17 (IRVGU)
તેઓ ઈસુને તેમના પ્રદેશમાંથી નીકળી જવાની વિનંતી કરવા લાગ્યા કે 'અમારા પ્રદેશમાંથી ચાલ્યા જાઓ.' [PE][PS]
માર્ક 5 : 18 (IRVGU)
તે વહાણમાં ચઢતાં હતા એટલામાં જેને દુષ્ટાત્મા વળગ્યો હતો તેણે તેમની સાથે રહેવા સારુ વિનંતી કરી.
માર્ક 5 : 19 (IRVGU)
પણ ઈસુએ તેને આવવા ન દીધો; પણ તેને કહ્યું કે, 'તારે ઘરે તારાં લોકોની પાસે જા, અને પ્રભુએ તારે સારુ કેટલું બધું કર્યું છે અને તારા પર દયા રાખી છે, તેની ખબર તેઓને આપ.'
માર્ક 5 : 20 (IRVGU)
તે ગયો અને ઈસુએ તેને સારુ કેટલું બધું કર્યું હતું તે દસનગરમાં પ્રગટ કરવા લાગ્યો; અને લોકો આશ્ચર્ય પામ્યા. [PS]
માર્ક 5 : 21 (IRVGU)
{યાઈરની દીકરી અને રક્તપિત સ્ત્રી} [PS] જયારે ઈસુ ફરી હોડીમાં બેસીને પેલે પાર ગયા, ત્યારે અતિ ઘણાં લોકો તેમની પાસે ભેગા થયા; અને ઈસુ સમુદ્રની પાસે હતા.
માર્ક 5 : 22 (IRVGU)
સભાસ્થાનનાં અધિકારીઓમાંનો યાઈરસ નામે એક જણ આવ્યો અને તેમને જોઈને તેમના પગે પડયો;
માર્ક 5 : 23 (IRVGU)
તેણે તેમને ઘણી વિનંતી કરીને કહ્યું કે, 'મારી નાની દીકરી મરણતોલ માંદી છે; માટે આવીને તેને હાથ લગાડો એ સારુ કે તે સાજી થઈને જીવે.'
માર્ક 5 : 24 (IRVGU)
ઈસુ તેની સાથે ગયા; અને અતિ ઘણાં લોકો તેમની પાછળ ચાલ્યા અને તેમના પર પડાપડી કરી. [PE][PS]
માર્ક 5 : 25 (IRVGU)
એક સ્ત્રી જેને બાર વર્ષોથી લોહીવા થયેલો હતો
માર્ક 5 : 26 (IRVGU)
અને તેણે ઘણાં વૈદોથી ઘણું સહ્યું હતું, પોતાનું બધું ખરચી નાખ્યું હતું અને તેને કંઈ ફરક પડ્યો નહોતો, પણ તેથી ઊલટું વધારે બીમાર થઈ હતી,
માર્ક 5 : 27 (IRVGU)
તે ઈસુ સંબંધીની વાતો સાંભળીને ભીડમાં તેમની પાછળ આવી અને તેમના ઝભ્ભાને અડકી. [PE][PS]
માર્ક 5 : 28 (IRVGU)
કેમ કે તેણે ધાર્યું કે, 'જો હું માત્ર તેમના ઝભ્ભાને અડકું તો હું સાજી થઈશ.'
માર્ક 5 : 29 (IRVGU)
તે જ ઘડીએ તેનો રક્તસ્રાવ બંધ થઈ ગયો અને શરીરમાં તેને લાગ્યું કે 'હું બીમારીથી સાજી થઈ છું.' [PE][PS]
માર્ક 5 : 30 (IRVGU)
મારામાંથી પરાક્રમ નીકળ્યું છે એવું પોતાને ખબર પડવાથી, ઈસુએ તરત લોકોની ભીડમાં પાછળ ફરીને કહ્યું કે, 'કોણે મારા વસ્ત્રને સ્પર્શ કર્યો?'
માર્ક 5 : 31 (IRVGU)
તેના શિષ્યોએ તેમને કહ્યું કે, 'તમે જુઓ છો કે, ઘણાં લોકો તમારા પર પડાપડી કરે છે અને શું તમે કહો છો કે, કોણે મને સ્પર્શ કર્યો?'
માર્ક 5 : 32 (IRVGU)
જેણે એ કામ કર્યું તેને જોવા સારુ તેમણે આસપાસ નજર ફેરવી. [PE][PS]
માર્ક 5 : 33 (IRVGU)
તે સ્ત્રી ડરતી તથા ધ્રૂજતી, તેને જે થયું તે જાણીને આવી, અને તેમની આગળ નમીને તેણે તેમને બધું સાચે સાચું કહ્યું.
માર્ક 5 : 34 (IRVGU)
ઈસુએ તેને કહ્યું કે, 'દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિએ જા અને તારી બીમારીથી મુક્ત થા.' [PE][PS]
માર્ક 5 : 35 (IRVGU)
તે હજી બોલતા હતા એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી લોકો આવીને કહે છે કે, 'તારી દીકરી તો મરી ગઈ છે, તું હવે ઉપદેશકને તકલીફ શું કરવા આપે છે?' [PE][PS]
માર્ક 5 : 36 (IRVGU)
પણ ઈસુ તે વાત પર ધ્યાન ન આપતાં સભાસ્થાનનાં અધિકારીને કહે છે કે, 'ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ રાખ.'
માર્ક 5 : 37 (IRVGU)
અને પિતર, યાકૂબ, તથા યાકૂબના ભાઈ યોહાન સિવાય, તેમણે પોતાની સાથે કોઈને આવવા ન દીધાં.
માર્ક 5 : 38 (IRVGU)
સભાસ્થાનના અધિકારીના ઘરમાં તેઓ આવે છે; અને કલ્પાંત, રુદન તથા વિલાપ કરનારાઓને જુએ છે. [PE][PS]
માર્ક 5 : 39 (IRVGU)
તે અંદર આવીને તેઓને કહે છે કે, 'તમે કેમ કલ્પાંત કરો છો અને રડો છો? છોકરી મરી નથી ગઈ; પણ ઊંઘે છે.'
માર્ક 5 : 40 (IRVGU)
તેઓએ તેમને હસી કાઢ્યાં. પણ બધાને બહાર મોકલીને, છોકરીનાં માબાપને તથા જેઓ પોતાની સાથે હતા તેઓને લઈને, જ્યાં છોકરી હતી ત્યાં તે અંદર ગયા. [PE][PS]
માર્ક 5 : 41 (IRVGU)
છોકરીનો હાથ પકડીને તેઓ તેને કહે છે કે, 'ટલિથા કૂમ, જેનો અર્થ એ છે કે, છોકરી, હું તને કહું છું, ઊઠ.'
માર્ક 5 : 42 (IRVGU)
તરત છોકરી ઊઠીને ચાલવા લાગી; કેમ કે તે બાર વર્ષની હતી; અને તેઓ ઘણાં વિસ્મિત થયાં.
માર્ક 5 : 43 (IRVGU)
ઈસુએ તેઓને તાકીદ કરી કે, 'કોઈ એ ન જાણે;' અને તેમણે તેને કંઈ ખાવાનું આપવાની આજ્ઞા કરી. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43

BG:

Opacity:

Color:


Size:


Font: