Mark 14 : 1 (IRVGU)
ઈસુની વિરુદ્ધ કાવતરું હવે બે દિવસ પછી પાસ્ખા તથા બેખમીર રોટલીનું પર્વ હતું; અને કેવી રીતે ઈસુને દગાથી પકડીને મારી નાખવા એ વિષે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ શોધ કરતા હતા.
Mark 14 : 2 (IRVGU)
તેઓએ કહ્યું કે, 'પર્વમાં નહિ કેમ કે રખેને ત્યાં લોકોમાં હુલ્લડ થાય.'
Mark 14 : 3 (IRVGU)
બેથાનિયામાં ઈસુને અત્તર ચોળ્યું જયારે ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા અને જમવા બેઠા હતા, ત્યારે એક સ્ત્રી શુદ્ધ જટામાંસીનું અતિ મૂલ્યવાન અત્તર ભરેલી સંગેમરમરની ડબ્બી લઈને આવી; અને એ ડબ્બી ભાંગીને તેણે ઈસુના માથા પર અત્તર રેડ્યું.
Mark 14 : 4 (IRVGU)
પણ કેટલાક પોતાના મનમાં રોષે ભરાઈને કહેવા લાગ્યા કે, 'અત્તરનો બગાડ શા માટે કર્યો?
Mark 14 : 5 (IRVGU)
કેમ કે એ અત્તર ત્રણસો દીનાર કરતાં વધારે કિંમતે વેચી શકાત. અને એ પૈસા ગરીબોને અપાત.' તેઓએ તેની વિરુદ્ધ કચકચ કરી.
Mark 14 : 6 (IRVGU)
પણ ઈસુએ તેઓને કહ્યું કે, 'તેને રહેવા દો; તેને કેમ સતાવો છો? તેણે મારા પ્રત્યે સારુ કામ કર્યું છે.
Mark 14 : 7 (IRVGU)
કેમ કે ગરીબો સદા તમારી સાથે છે. જયારે તમે ચાહો ત્યારે તેઓનું ભલું કરી શકો છો; પણ હું સદા તમારી સાથે નથી.
Mark 14 : 8 (IRVGU)
જે તેનાથી થઈ શક્યું તે તેણે કર્યું છે; દફનને સારુ અગાઉથી તેણે મારા શરીરને અત્તર લગાવ્યું છે.
Mark 14 : 9 (IRVGU)
વળી હું તમને નિશ્ચે કહું છું કે, આખી દુનિયામાં, જ્યાં કંઈ સુવાર્તા પ્રગટ કરાશે, ત્યાં આ સ્ત્રીએ જે સેવા કરી છે તે તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.'
Mark 14 : 10 (IRVGU)
ઈસુને પકડાવી દેવાની યહૂદાની સંમતિ બારમાંનો એક, એટલે યહૂદા ઇશ્કારિયોત, મુખ્ય યાજકોની પાસે ગયો, એ સારુ કે તે ઈસુને તેઓના હાથમાં પકડાવે.
Mark 14 : 11 (IRVGU)
તેઓ તે સાંભળીને ખુશ થયા; અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. ત્યારથી તે ઈસુને પરસ્વાધીન કરવાની તક શોધતો રહ્યો.
Mark 14 : 12 (IRVGU)
ઈસુ પોતાના શિષ્યો સાથે પાસ્ખાનું ભોજન લે છે બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે, જયારે લોકો પાસ્ખાનું બલિદાન કરતા હતા, ત્યારે ઈસુના શિષ્યો તેમને પૂછે છે કે, 'તમે પાસ્ખા ખાઓ માટે અમે ક્યાં જઈને તૈયારી કરીએ, એ વિષે તમારી શી ઇચ્છા છે?'
Mark 14 : 13 (IRVGU)
ઈસુએ પોતાના શિષ્યોમાંના બે શિષ્યોને મોકલ્યા અને તેઓને કહ્યું કે, 'શહેરમાં જાઓ, પાણીનો ઘડો લઈને જતો એક માણસ તમને મળશે; તેની પાછળ જજો.
Mark 14 : 14 (IRVGU)
અને જે ઘરમાં તે જાય તેના માલિકને પૂછજો કે, “ઉપદેશક કહે છે કે, મારી ઊતરવાનો ઓરડી ક્યાં છે કે, જેમાં હું મારા શિષ્યો સાથે પાસ્ખા ખાઉં?”
Mark 14 : 15 (IRVGU)
તે પોતે તમને એક મોટી મેડી શણગારેલી અને તૈયાર કરેલી બતાવશે. ત્યાં આપણે સારું પાસ્ખા તૈયાર કરો.'
Mark 14 : 16 (IRVGU)
શિષ્યો શહેરમાં આવ્યા અને જેવું ઈસુએ તેઓને કહ્યું હતું તેવું તેઓને મળ્યું; અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યુ.
Mark 14 : 17 (IRVGU)
સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે તે આવ્યા.
Mark 14 : 18 (IRVGU)
અને તેઓ બેસીને ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું કે, 'હું તમને નિશ્ચે કહું છું કે, તમારામાંનો એક, જે મારી સાથે ખાય છે, તે મને પરસ્વાધીન કરશે.'
Mark 14 : 19 (IRVGU)
તેઓ દુ:ખી થઈ ગયા; અને એક પછી એક ઈસુને કહેવા લાગ્યા કે, 'શું તે હું છું?'
Mark 14 : 20 (IRVGU)
તેમણે તેઓને કહ્યું કે, 'બારમાંનો એક, જે મારી સાથે થાળીમાં રોટલી બોળે છે તે જ તે છે.
Mark 14 : 21 (IRVGU)
કેમ કે માણસના દીકરા સંબંધી જેમ લખ્યું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસના દીકરાની ધરપકડ કરાવે છે, તે માણસને અફસોસ. જો તે માણસ જન્મ્યો ન હોત, તો તે તેને માટે સારું હોત.'
Mark 14 : 22 (IRVGU)
પ્રભુભોજનની સ્થાપના તેઓ જમતા હતા, ત્યારે ઈસુએ રોટલી લઈને આશીર્વાદ માગીને ભાંગી અને તેઓને આપી; અને કહ્યું કે, 'લો, આ મારું શરીર છે.'
Mark 14 : 23 (IRVGU)
પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેમણે તેઓને આપ્યો; અને બધાએ તેમાંથી પીધું.
Mark 14 : 24 (IRVGU)
ઈસુએ તેઓને કહ્યું કે, નવા કરારનું આ મારું રક્ત છે, જે ઘણાંને માટે વહેવડાવેલું આવ્યું છે.
Mark 14 : 25 (IRVGU)
હું તમને નિશ્ચે કહું છું કે, જે દિવસે હું ઈશ્વરના રાજ્યમાં નવો દ્રાક્ષારસ નહિ પીઉં, તે દિવસ સુધી હું ફરી દ્રાક્ષનો રસ પીનાર નથી.'
Mark 14 : 26 (IRVGU)
Mark 14 : 27 (IRVGU)
તેઓ ગીત ગાયા પછી જૈતૂનનાં પહાડ પર ગયા. પિતરના નકારની ઈસુએ કરેલી આગાહી
Mark 14 : 28 (IRVGU)
ઈસુ તેઓને કહે છે કે, 'તમે સઘળા ઠોકર ખાશો, કેમ કે એવું લખેલું છે કે, હું પાળકને મારીશ અને ઘેટાં વિખેરાઈ જશે. પરંતુ મારા પાછા ઊઠ્યાં પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.'
Mark 14 : 29 (IRVGU)
પણ પિતરે ઈસુને કહ્યું કે, 'જોકે બધા ભલે ઠોકર ખાય. હું તો નહિ ભૂલું.'
Mark 14 : 30 (IRVGU)
ઈસુ તેને કહે છે, કે 'હું તને નિશ્ચે કહું છું કે, આજે રાત્રે જ મરઘો બે વાર બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ.'
Mark 14 : 31 (IRVGU)
પણ તેણે વધારે હિંમતથી કહ્યું કે, 'મારે તમારી સાથે મરવું પડે, તોપણ હું તમારો નકાર નહિ કરું'. બીજા બધાએ પણ એમ જ કહ્યું.
Mark 14 : 32 (IRVGU)
ગેથસેમાનેમાં ઈસુ પ્રાર્થના કરે છે તેઓ ગેથસેમાને નામે એક જગ્યાએ આવે છે; ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, 'હું પ્રાર્થના કરું, ત્યાં સુધી અહીં બેસો.'
Mark 14 : 33 (IRVGU)
ઈસુ પોતાની સાથે પિતરને, યાકૂબને તથા યોહાનને લઈ ગયા અને ઈસુ બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યા.
Mark 14 : 34 (IRVGU)
ઈસુ તેઓને કહે છે, 'મારો જીવ મરવા જેવો અતિ શોકાતુર છે; અહીં રહીને જાગતા રહો.'
Mark 14 : 35 (IRVGU)
તેમણે થોડેક આગળ જઈને જમીન પર પડીને પ્રાર્થના કરી કે, શક્ય હોય તો આ ક્ષણ મારાથી દૂર કરાય.'
Mark 14 : 36 (IRVGU)
તેમણે કહ્યું કે, 'અબ્બા, પિતા, તમને સર્વ શક્ય છે; આ પ્યાલો મારાથી દૂર કરો. તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.'
Mark 14 : 37 (IRVGU)
ઈસુ પાછા આવે છે, અને તેઓને ઊંઘતા જુએ છે અને પિતરને કહે છે, 'સિમોન શું તું ઊંઘે છે? શું એક ઘડી સુધી તું જાગતો રહી શકતો નથી?
Mark 14 : 38 (IRVGU)
જાગતા રહો અને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.'
Mark 14 : 39 (IRVGU)
ફરી તેમણે જઈને એ જ શબ્દો બોલીને પ્રાર્થના કરી.
Mark 14 : 40 (IRVGU)
ફરી પાછા આવીને ઈસુએ તેઓને ઊંઘતા જોયા; તેઓની આંખો ઊંઘથી ઘણી ભારે હતી; અને તેમને શો જવાબ દેવો, એ તેઓને સમજાતું ન હતું.
Mark 14 : 41 (IRVGU)
ઈસુ ત્રીજી વાર આવીને તેઓને કહે છે કે, 'શું તમે હજુ ઊંઘ્યા કરો છો અને આરામ લો છો? બસ થયું. તે ઘડી આવી ચૂકી છે, જુઓ, માણસના દીકરાને પાપીઓના હાથમાં સોંપી દેવાશે.
Mark 14 : 42 (IRVGU)
ઊઠો, આપણે જઈએ; જુઓ, મને જે પકડાવનાર છે તે આવી પહોંચ્યો છે.'
Mark 14 : 43 (IRVGU)
ઈસુની ધરપકડ તરત, તે હજી બોલતા હતા, એટલામાં બારમાંનો એક, એટલે યહૂદા અને તેની સાથે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા વડીલોએ મોકલેલા ઘણાં લોકો તરવારો તથા લાકડીઓ લઈને ઈસુની પાસે આવ્યા.
Mark 14 : 44 (IRVGU)
હવે ઈસુને પકડાવનારે તેઓને એવી નિશાની આપી હતી કે, 'જેને હું ચૂમીશ તે જ તે છે, તેમને પકડજો અને ચોકસાઈ લઈ જજો.'
Mark 14 : 45 (IRVGU)
ઈસુ આવ્યા કે તરત તેમની પાસે જઈને યહૂદા કહે છે કે, 'ગુરુજી.' અને તે તેમને ચૂમ્યો.
Mark 14 : 46 (IRVGU)
ત્યારે તેઓએ ઈસુને પકડી લીધા.
Mark 14 : 47 (IRVGU)
પણ પાસે ઊભા રહેનારાઓમાંના એકે તરવાર ઉગામીને પ્રમુખ યાજકના ચાકરને મારી અને તેનો કાન કાપી નાખ્યો.
Mark 14 : 48 (IRVGU)
ઈસુએ તેઓને કહ્યું કે, 'જેમ લૂંટારાની સામે આવતા હો તેમ તરવારો તથા લાકડીઓ લઈને મને પકડવાને આવ્યા છો શું?
Mark 14 : 49 (IRVGU)
હું દરરોજ તમારી પાસે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો, ત્યારે તમે મને પકડ્યો નહિ; પણ શાસ્ત્રવચન પૂરાં થાય, માટે આમ થાય છે.
Mark 14 : 50 (IRVGU)
બધા ઈસુને મૂકીને નાસી ગયા.
Mark 14 : 51 (IRVGU)
એક જુવાન જેણે પોતાના ઉઘાડા અંગ પર શણનું વસ્ત્ર ઓઢેલું હતું તે તેમની પાછળ આવતો હતો; અને તેઓએ તેને પકડ્યો;
Mark 14 : 52 (IRVGU)
પણ તે વસ્ત્ર મૂકીને તે તેઓ પાસેથી ઉઘાડા શરીરે નાસી ગયો.
Mark 14 : 53 (IRVGU)
ન્યાયસભા આગળ ઈસુ તેઓ ઈસુને પ્રમુખ યાજકની પાસે લઈ ગયા; અને સર્વ મુખ્ય યાજકો, વડીલો તથા શાસ્ત્રીઓ તેમની સાથે ભેગા થયા.
Mark 14 : 54 (IRVGU)
પિતર ઘણે દૂર રહીને તેમની પાછળ ચાલતો છેક પ્રમુખ યાજકના ચોકની અંદર આવ્યો હતો; અને ચોકીદારોની સાથે બેસીને અંગારાની તાપણીમાં તે તાપતો હતો.
Mark 14 : 55 (IRVGU)
હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ ઈસુને મારી નંખાવવા સારુ તેની વિરુદ્ધ સાક્ષી શોધી, પણ તે તેઓને જડી નહિ.
Mark 14 : 56 (IRVGU)
કેમ કે ઘણાંઓએ તેની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરી; પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી.
Mark 14 : 57 (IRVGU)
કેટલાકે ઊભા રહીને તેમની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરતાં કહ્યું કે,
Mark 14 : 58 (IRVGU)
અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, 'હાથે બનાવેલા આ ભક્તિસ્થાનને હું પાડી નાખીશ અને ત્રણ દિવસમાં વગર હાથે બનાવેલું હોય એવું ભક્તિસ્થાન બાંધીશ.'
Mark 14 : 59 (IRVGU)
આમાં પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી.
Mark 14 : 60 (IRVGU)
પ્રમુખ યાજકે વચમાં ઊભા થઈને ઈસુને પૂછ્યું કે, 'શું તારે કશો જવાબ આપવો નથી? તેઓ તારી વિરુદ્ધ આ કેવી સાક્ષી પૂરે છે?'
Mark 14 : 61 (IRVGU)
પણ ઈસુ મૌન રહ્યા. તેમણે કશો જવાબ ન આપ્યો. ફરી પ્રમુખ યાજકે તેમને પૂછ્યું કે, 'શું તું સ્તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે?'
Mark 14 : 62 (IRVGU)
ઈસુએ કહ્યું કે, 'હું છું; તમે માણસના દીકરાને પરાક્રમનાં જમણા હાથ તરફ બેઠેલા તથા આકાશનાં વાદળાંપર આવતા જોશો.
Mark 14 : 63 (IRVGU)
પ્રમુખ યાજકે પોતાનાં વસ્ત્રો ફાડીને કહ્યું કે, 'હવે આપણને બીજી સાક્ષીની શી જરૂર છે?
Mark 14 : 64 (IRVGU)
તમે આ દુર્ભાષણ સાંભળ્યું છે, તમને શું લાગે છે?' બધાએ ઈસુને મૃત્યુદંડને યોગ્ય ઠરાવ્યાં.
Mark 14 : 65 (IRVGU)
કેટલાક તેમના પર થૂંકવા તથા તેમનું મોં ઢાંકવા લાગ્યા તથા તેમને મુક્કીઓ મારીને તેમને કહેવા લાગ્યા કે, 'તું પ્રબોધક છે તો કહી બતાવ કે કોણે તને માર્યો? અને ચોકીદારોએ તેમને તમાચા મારીને તેમને સકંજામાં લીધા.
Mark 14 : 66 (IRVGU)
પિતર ઈસુનો નકાર કરે છે હવે પિતર નીચે ચોકમાં હતો ત્યારે પ્રમુખ યાજકની એક દાસી આવી.
Mark 14 : 67 (IRVGU)
અને પિતરને તાપતો જોઈને તે કહે છે કે, 'તું પણ નાસરેથના ઈસુની સાથે હતો.'
Mark 14 : 68 (IRVGU)
પણ પિતરે ઇનકાર કરીને કહ્યું કે, 'તું શું કહે છે, તે હું જાણતો નથી તેમ જ સમજતો પણ નથી.' તે બહાર પરસાળમાં ગયો અને મરઘો બોલ્યો.
Mark 14 : 69 (IRVGU)
તે દાસી તેને જોઈને પાસે ઊભા રહેનારાઓને ફરીથી કહેવા લાગી કે, 'એ તેઓમાંનો છે.'
Mark 14 : 70 (IRVGU)
પણ તેણે ફરી ઇનકાર કર્યો. થોડીવાર પછી ત્યાં ઊભેલાઓએ પિતરને કહ્યું કે, 'ખરેખર તું તેઓમાંનો છે; કેમ કે તું ગાલીલનો છે.'
Mark 14 : 71 (IRVGU)
પણ પિતર શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, 'જે માણસ વિષે તમે કહો છો, તેને હું ઓળખતો નથી.'
Mark 14 : 72 (IRVGU)
તરત મરઘો બીજી વાર બોલ્યો; અને ઈસુએ પિતરને જે વાત કહી હતી કે, મરઘો બે વાર બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ, તે તેને યાદ આવ્યું; અને તે પર મન પર લાવીને તે ખૂબ રડ્યો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72