લૂક 9 : 1 (IRVGU)
{ઈસુ બાર પ્રેરિતોને મોકલે છે} [PS] ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને તેઓને સઘળા દુષ્ટાત્માઓને તાબે કરવાની, તથા રોગો મટાડવાની શક્તિ અને અધિકાર આપ્યાં;
લૂક 9 : 2 (IRVGU)
ઈશ્વરના રાજ્યની ઘોષણા તથા માંદાઓને સાજાં કરવા ઈસુએ તેઓને મોકલ્યા. [PE][PS]
લૂક 9 : 3 (IRVGU)
ઈસુએ તેઓને કહ્યું કે, 'તમારી મુસાફરીને સારુ કંઈ લેતા નહિ; લાકડી, થેલી, રોટલી કે નાણાં, વળી બે જોડી કપડાં પણ લેશો નહિ.
લૂક 9 : 4 (IRVGU)
જે ઘરમાં તમે જાઓ, ત્યાં જ રહો, અને ત્યાંથી જ બીજે સ્થળે જવા રવાના થજો. [PE][PS]
લૂક 9 : 5 (IRVGU)
તે શહેરમાંથી તમે નીકળો ત્યારે જેટલાંએ તમારો સત્કાર કર્યો ન હોય તેમની વિરુદ્ધ સાક્ષી તરીકે તમારા પગની ધૂળ ખંખેરી નાખજો.'
લૂક 9 : 6 (IRVGU)
અને શિષ્યો [ત્યાંથી] નીકળ્યા, અને ગામેગામ શુભસંદેશનો પ્રચાર કરતા અને બીમાર લોકોને સાજાં કરતા બધે ફરવા લાગ્યા. [PS]
લૂક 9 : 7 (IRVGU)
{હેરોદની મૂંઝવણ} [PS] જે થયું તે સઘળું સાંભળીને હેરોદ રાજા બહુ ગૂંચવણમાં પડ્યો, કેમ કે કેટલાક એમ કહેતાં હતા કે, મૃત્યુ પામેલો યોહાન ફરી પાછો આવ્યો છે.'
લૂક 9 : 8 (IRVGU)
કેટલાક કહેતાં હતા કે, 'એલિયા પ્રગટ થયો છે'; અને બીજાઓ કહેતાં હતા કે, 'પ્રાચીન પ્રબોધકોમાંનો એક પાછો ઊઠ્યો છે.'
લૂક 9 : 9 (IRVGU)
હેરોદે કહ્યું કે, 'યોહાનનું માથું મેં કાપી નંખાવ્યું; પણ આ કોણ છે કે જેને વિશે હું આવી બધી વાતો સાંભળું છું?' અને હેરોદ ઈસુને મળવા ઉત્સુક બની ગયો. [PS]
લૂક 9 : 10 (IRVGU)
{પાંચ હજારને જમાડે છે} [PS] પ્રેરિતોએ પાછા આવીને જે જે કર્યું હતું તે ઈસુને કહી સંભળાવ્યું. અને ઈસુ તેઓને સાથે લઈને બેથસાઈદા નામના શહેરમાં એકાંતમાં ગયા.
લૂક 9 : 11 (IRVGU)
લોકોને ખબર પડતાં જ તેઓનાં ટોળેટોળાં તેમની પાછળ ગયા; અને ઈસુએ તેઓને આવકાર કરીને તેઓને ઈશ્વરના રાજ્ય વિશે સંદેશ કહ્યો, અને જેઓને સાજાં થવાની ગરજ હતી તેઓને સાજાં કર્યા. [PE][PS]
લૂક 9 : 12 (IRVGU)
દિવસ પૂરો થવા આવ્યો, ત્યારે બાર [શિષ્યોએ] આવીને ઈસુને કહ્યું કે, 'લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં ગામોમાં તથા પરાંમાં જઈને ઊતરે, અને ખાવાનું મેળવે; કેમ કે આપણે અહીં ઉજ્જડ જગ્યાએ છીએ.'
લૂક 9 : 13 (IRVGU)
ઈસુએ તેઓને કહ્યું કે, 'તમે તેઓને ખાવાનું આપો.' શિષ્યોએ કહ્યું કે, 'અમારી પાસે તો જવની પાંચ રોટલી અને બે માછલી સિવાય બીજું કશું નથી. અમે જાતે જઈને આ લોકો માટે ખાવાનું ખરીદી લાવીએ તો જ તેમને આપી શકાય.'
લૂક 9 : 14 (IRVGU)
કેમ કે તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, આશરે પચાસ પચાસની પંગતમાં તેઓને બેસાડો. [PE][PS]
લૂક 9 : 15 (IRVGU)
શિષ્યોએ તે પ્રમાણે કર્યું, અને લોકોને બેસાડ્યા.
લૂક 9 : 16 (IRVGU)
પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લઈને સ્વર્ગ તરફ જોઈને તેઓને માટે ઈશ્વરની સ્તુતિ કરી અને તેના ટુકડાં કરીને લોકોને પીરસવા માટે શિષ્યોને આપી.
લૂક 9 : 17 (IRVGU)
તેઓ સર્વ જમ્યાં અને તૃપ્ત થયા; ભાણામાં વધી પડેલા ટુકડાંઓથી તેઓએ બાર ટોપલીઓ ભરી. [PS]
લૂક 9 : 18 (IRVGU)
{ઈસુ વિષે પિતરનો એકરાર} [PS] એમ થયું કે ઈસુ એકાંતમાં પ્રાર્થના કરતા હતા, ત્યારે શિષ્યો તેમની સાથે હતા; ઈસુએ શિષ્યોને પૂછ્યું કે, 'હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?'
લૂક 9 : 19 (IRVGU)
શિષ્યોએ ઉત્તર આપતાં કહ્યું કે, 'યોહાન બાપ્તિસ્મા કરનાર, પણ કેટલાક કહે છે કે, એલિયા; અને બીજા કહે છે કે, ભૂતકાળના પ્રબોધકોમાંના એક પાછો સજીવન થયેલ પ્રબોધક.' [PS]
લૂક 9 : 20 (IRVGU)
{ઈસુના મૃત્યુ અને દુઃખની પ્રથમ આગાહી} [PS] ઈસુએ તેઓને કહ્યું કે, 'પણ હું કોણ છું તે વિષે તમે શું કહો છો?' પિતરે ઉત્તર આપતા કહ્યું કે, 'ઈશ્વરના ખ્રિસ્ત.'
લૂક 9 : 21 (IRVGU)
પણ ઈસુએ તેઓને કડક આજ્ઞા આપી કે, 'એ વાત કોઈને કહેશો નહિ.'
લૂક 9 : 22 (IRVGU)
વળી, ઈસુએ તેઓને કહ્યું કે, 'માણસના દીકરાને ઘણું દુ:ખ સહેવું, વડીલોથી તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, મરવું, અને ત્રીજે દિવસે પાછા સજીવન થવું આવશ્યક છે.' [PE][PS]
લૂક 9 : 23 (IRVGU)
ઈસુએ બધાને કહ્યું કે, 'જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, અને રોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.
લૂક 9 : 24 (IRVGU)
કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે.
લૂક 9 : 25 (IRVGU)
જો કોઈ માણસ આખું ભૌતિક જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા તેને હાનિ પહોંચવા દે તો તેને શો લાભ? [PE][PS]
લૂક 9 : 26 (IRVGU)
કેમ કે જે કોઈ મારે લીધે તથા મારાં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો જયારે પોતે પોતાના તથા બાપના તથા પવિત્ર સ્વર્ગદૂતોનાં મહિમામાં આવશે ત્યારે શરમાશે.
લૂક 9 : 27 (IRVGU)
હું તમને નિશ્ચે કહું છું કે, અહીં જે ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે જેઓ ઈશ્વરનું રાજ્ય જોશે ત્યાં સુધી મૃત્યુ પામશે નહિ. [PS]
લૂક 9 : 28 (IRVGU)
{ઈસુનું રૂપાંતર} [PS] એ વચનો કહ્યાંને આશરે આઠ દિવસ પછી એમ થયું કે ઈસુ પિતર, યોહાન તથા યાકૂબને લઈને પ્રાર્થના કરવા માટે પહાડ ઉપર ગયા.
લૂક 9 : 29 (IRVGU)
ઈસુ પોતે પ્રાર્થના કરતા હતા તે સમયે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમના વસ્ત્ર ઊજળાં તથા ચળકતાં થયાં. [PE][PS]
લૂક 9 : 30 (IRVGU)
અને, જુઓ, બે પુરુષ, એટલે મૂસા તથા એલિયા, તેમની સાથે વાત કરતા હતા.
લૂક 9 : 31 (IRVGU)
તેઓ બન્ને મહિમાવાન દેખાતા હતા, અને ઈસુનું મૃત્યુ જે યરુશાલેમમાં થવાનું હતું તે સંબંધી વાત કરતા હતા. [PE][PS]
લૂક 9 : 32 (IRVGU)
હવે પિતર તથા જેઓ ઈસુની સાથે હતા તેઓ ઊંઘે ઘેરાયલા હતા; પણ જયારે તેઓ જાગ્રત થયા, ત્યારે તેઓએ ઈસુનું ગૌરવ જોયું અને પેલા બે પુરુષોને પણ જોયા.
લૂક 9 : 33 (IRVGU)
તેઓ ઈસુની પાસેથી વિદાય થતાં હતાં, ત્યારે પિતરે ઈસુને કહ્યું કે, ગુરુ, અહીં રહેવું આપણે માટે સારું છે; તો અમે ત્રણ મંડપ બનાવીએ, એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે; પણ તે પોતે શું કહી રહ્યો છે તે સમજતો નહોતો. [PE][PS]
લૂક 9 : 34 (IRVGU)
તે એમ કહેતો હતો, એટલામાં એક વાદળું આવ્યું, અને તેઓ પર તેની છાયા પડી; અને તેઓ વાદળમાં પ્રવેશ્યા ત્યારે શિષ્યો ભયભીત થઈ ગયા.
લૂક 9 : 35 (IRVGU)
વાદળામાંથી એવી વાણી થઈ કે, 'આ મારો પસંદ કરેલો દીકરો છે; તેનું સાંભળો.'
લૂક 9 : 36 (IRVGU)
તે વાણી થઈ રહી, ત્યારે ઈસુ એકલા દેખાયા. અને તેઓ મૌન રહ્યા, અને જે જોયું હતું તેમાંનું કંઈ તેઓએ તે દિવસોમાં કોઈને કહ્યું નહિ. [PS]
લૂક 9 : 37 (IRVGU)
{દુષ્ટાત્મા વળગેલા છોકરાંને ઈસુ સાજો કરે છે} [PS] બીજે દિવસે તેઓ પહાડ પરથી ઊતર્યા, ત્યારે ઘણાં લોકો ઈસુને મળ્યા.
લૂક 9 : 38 (IRVGU)
અને, જુઓ, લોકો વચ્ચેથી એક માણસે બૂમો પાડીને કહ્યું કે, 'ઉપદેશક, હું તમને વિનંતી કરું છું કે, મારા દીકરા પર દ્વષ્ટિ કરો. કેમ કે તે મારો એકનો એક પુત્ર છે;
લૂક 9 : 39 (IRVGU)
એક દુષ્ટાત્મા તેને વળગે છે, અને એકાએક તે બૂમ પાડે છે; અને તે તેને એવો મરડે છે કે તેને ફીણ આવે છે, અને તેને ઘણી ઈજા કરીને માંડમાંડ તેને જતો કરે છે.
લૂક 9 : 40 (IRVGU)
તેને કાઢવાની મેં તમારા શિષ્યોને વિનંતી કરી, પણ તેઓ તેને કાઢી શક્યા નહિ.' [PE][PS]
લૂક 9 : 41 (IRVGU)
ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, 'ઓ અવિશ્વાસી તથા ભ્રષ્ટ પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ, અને તમારું સહન કરીશ? તારા દીકરાને અહીં લાવ.'
લૂક 9 : 42 (IRVGU)
તે આવતો હતો એટલામાં દુષ્ટાત્માએ તેને પછાડી નાખ્યો, અને તેને બહુ મરડ્યો પણ ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવ્યો, છોકરાંને સાજો કર્યો, અને તેને તેના બાપને પાછો સોંપ્યો. [PE][PS]
લૂક 9 : 43 (IRVGU)
ઈશ્વરના મહા પરાક્રમથી તેઓ બધા ચકિત થઈ ગયા. પણ ઈસુએ જે જે કર્યું તે સઘળું જોઈને બધા આશ્ચર્યમાં ડૂબેલા હતા, ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, [PS]
લૂક 9 : 44 (IRVGU)
{પોતાના મૃત્યુની બીજી આગાહી} [PS] 'આ વચનો તમારા મનમાં ઊતરવા દો; કેમ કે માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે.'
લૂક 9 : 45 (IRVGU)
પણ એ વચન તેઓ સમજ્યા નહિ, અને તેઓથી તે ગુપ્ત રખાયું, એ માટે કે તેઓ તે સમજે નહિ અને આ વચન સંબંધી ઈસુને પૂછતાં તેમને બીક લાગતી હતી. સૌથી મોટું કોણ ? [PE][PS]
લૂક 9 : 46 (IRVGU)
શિષ્યોમાં ચર્ચા શરૂ થઈ કે, 'આપણામાં સૌથી મોટો કોણ છે?'
લૂક 9 : 47 (IRVGU)
પણ ઈસુએ તેઓના મનના વિચાર જાણીને એક બાળકને લઈને તેને પોતાની પાસે ઊભું રાખ્યું,
લૂક 9 : 48 (IRVGU)
ઈસુએ તેઓને કહ્યું કે, 'જે કોઈ મારે નામે આ બાળકનો સ્વીકાર કરે છે, તે મારો સ્વીકાર કરે છે અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે મને મોકલનારનો સ્વીકાર કરે છે.' [PS]
લૂક 9 : 49 (IRVGU)
{તમારી વિરુદ્ધ નથી તે તમારી સાથે છે} [PS] યોહાને ઉત્તર આપતા કહ્યું કે, ગુરુ, અમે એક માણસને તમારે નામે દુષ્ટાત્માઓ કાઢતાં જોયો; પણ તે અમારી સાથે આપનો અનુયાયી નહોતો એટલે અમે તેને મના કરી.'
લૂક 9 : 50 (IRVGU)
પણ ઈસુએ કહ્યું કે, 'તેને મના ન કરો, કેમ કે જે તમારી વિરુદ્ધ નથી તે તમારા પક્ષનો છે.' [PS]
લૂક 9 : 51 (IRVGU)
{એક સમરૂની ગામ ઈસુને આવકારતું નથી} [PS] એમ થયું કે ઈસુને ઉપર લઈ લેવાના દિવસો પૂરા થવા આવ્યા, ત્યારે તેમણે યરુશાલેમ જવાનો મક્કમ નિર્ણય કર્યો.
લૂક 9 : 52 (IRVGU)
ઈસુએ પોતાની આગળ સંદેશવાહકો મોકલી આપ્યા, તેઓ તેમને માટે વ્યવસ્થા કરવા માટે સમરૂનીઓના એક ગામમાં ગયા.
લૂક 9 : 53 (IRVGU)
પણ ઈસુ યરુશાલેમ જતા હતા એટલે ગામના લોકોએ તેમનો સ્વીકાર કર્યો નહિ. [PE][PS]
લૂક 9 : 54 (IRVGU)
તેમના શિષ્યો યાકૂબ તથા યોહાને એ જોઈને કહ્યું કે, 'પ્રભુ, શું, તમારી એવી ઇચ્છા છે કે અમે આજ્ઞા કરીએ કે સ્વર્ગથી આગ પડીને તેઓનો નાશ કરે?'
લૂક 9 : 55 (IRVGU)
ઈસુએ પાછા ફરીને તેઓને ધમકાવ્યાં.
લૂક 9 : 56 (IRVGU)
અને તેઓ બીજે ગામ ગયા. સાચા શિષ્યનું લક્ષણ: સંપૂર્ણ ત્યાગ [PE][PS]
લૂક 9 : 57 (IRVGU)
તેઓ માર્ગે ચાલતા હતા, તેવામાં કોઈ એકે ઈસુને કહ્યું કે, 'પ્રભુ, જ્યાં કહીં તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.'
લૂક 9 : 58 (IRVGU)
ઈસુએ તેને કહ્યું કે, 'શિયાળોને દર હોય છે અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે; પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી.' [PE][PS]
લૂક 9 : 59 (IRVGU)
ઈસુએ બીજાને કહ્યું કે, 'મારી પાછળ આવ.' પણ તેણે કહ્યું કે, 'પ્રભુ મને રજા આપ કે હું જઈને પહેલાં મારા પિતાને દફનાવીને આવું.'
લૂક 9 : 60 (IRVGU)
પણ તેમણે કહ્યું કે, 'મરણ પામેલાંઓને પોતાનાં મરણ પામેલાંઓને દફનાવવા દો. પણ તું જઈને ઈશ્વરના રાજ્યની વાત પ્રગટ કર.' [PE][PS]
લૂક 9 : 61 (IRVGU)
અને બીજાએ પણ કહ્યું કે, 'હે પ્રભુ, હું તમારી પાછળ આવીશ; પણ પહેલાં જે મારે ઘરે છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપો.'
લૂક 9 : 62 (IRVGU)
પણ ઈસુએ તેને કહ્યું કે, 'કોઈ માણસ હળ ઉપર હાથ મૂક્યા પછી પાછળ જુએ તો તે ઈશ્વરના રાજ્યને યોગ્ય નથી.' [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62

BG:

Opacity:

Color:


Size:


Font: