લૂક 22 : 1 (IRVGU)
{ઈસુની વિરુધ્ધ કાવતરું} [PS] હવે બેખમીર રોટલીનું પર્વ જે પાસ્ખાપર્વ કહેવાય છે, તે પાસે આવ્યું.
લૂક 22 : 2 (IRVGU)
ઈસુને શી રીતે મારી નાખવા, તેની તજવીજ મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ કરતા હતા; કેમ કે તેઓ લોકોથી બીતા હતા. [PS]
લૂક 22 : 3 (IRVGU)
{ઈસુને પકડાવી દેવા યહૂદાની સંમતિ} [PS] યહૂદા જે ઇશ્કારિયોત કહેવાતો હતો, જે બાર શિષ્યોમાંનો એક હતો, તેનામાં શેતાને પ્રવેશ કર્યો.
લૂક 22 : 4 (IRVGU)
તેણે જઈને મુખ્ય યાજકો તથા સરદારોના હાથમાં ઈસુને શી રીતે સ્વાધીન કરવા, તે સંબંધી તેઓની સાથે મસલત કરી. [PE][PS]
લૂક 22 : 5 (IRVGU)
તેથી તેઓ ખુશ થયા, અને તેને લાંચ રૂપે પૈસા આપવાનું વચન આપ્યું;
લૂક 22 : 6 (IRVGU)
તે સહમત થયો, અને લોકો હાજર ન હોય ત્યારે ઈસુને તેઓના હાથમાં સોંપવાની તક તે શોધતો રહ્યો. [PS]
લૂક 22 : 7 (IRVGU)
{પાસ્ખાપર્વના ભોજનની તૈયારી} [PS] બેખમીર રોટલીનો દિવસ આવ્યો કે જયારે પાસ્ખાનું બલિદાન કરવાનું હતું.
લૂક 22 : 8 (IRVGU)
ઈસુએ પિતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા કે, 'જઈને આપણે સારુ પાસ્ખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ.'
લૂક 22 : 9 (IRVGU)
તેઓએ ઈસુને કહ્યું કે, 'અમે ક્યાં તૈયાર કરીએ એ વિષે તમારી શી ઇચ્છા છે?' [PE][PS]
લૂક 22 : 10 (IRVGU)
ઈસુએ તેઓને કહ્યું કે, 'જુઓ, તમને શહેરમાં પેસતાં પાણીનો ઘડો લઈને જતો એક પુરુષ મળશે, તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ જજો.'
લૂક 22 : 11 (IRVGU)
ઘરના માલિકને કહેજો કે,' ઉપદેશક તને કહે છે કે, જ્યાં મારા શિષ્યોની સાથે હું પાસ્ખા ખાઉં તે ઉતારાની ઓરડી ક્યાં છે? [PE][PS]
લૂક 22 : 12 (IRVGU)
તે પોતે તમને એક મોટી મેડી શણગારેલી અને તૈયાર કરેલી બતાવશે. ત્યાં આપણે સારું પાસ્ખા તૈયાર કરો.'
લૂક 22 : 13 (IRVGU)
તેઓ ગયા, જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું, અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યું. [PS]
લૂક 22 : 14 (IRVGU)
{પ્રભુભોજન} [PS] વખત થયો ત્યારે તે બેઠા, તથા બાર પ્રેરિતો તેમની સાથે બેઠા.
લૂક 22 : 15 (IRVGU)
ઈસુએ તેઓને કહ્યું કે, 'મરણ સહ્યાં પહેલાં આ પાસ્ખા તમારી સાથે ખાવાની મારી ઘણી ઇચ્છા હતી.
લૂક 22 : 16 (IRVGU)
કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરના રાજ્યમાં તે પૂરું થાય ત્યાં સુધી હું તે ફરી ખાઈશ નહિ.' [PE][PS]
લૂક 22 : 17 (IRVGU)
ઈસુએ પ્યાલો લઈને સ્તુતિ કરીને કહ્યું કે, 'આ લો, અને માંહોમાંહે વહેંચો.
લૂક 22 : 18 (IRVGU)
કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય આવે ત્યાં સુધી હું હવેથી દ્રાક્ષનો રસ પીનાર નથી.' [PE][PS]
લૂક 22 : 19 (IRVGU)
પછી ઈસુએ રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી, અને તેઓને આપીને કહ્યું કે, 'આ મારું શરીર છે જે તમારે સારુ આપવામાં આવે છે, મારી યાદગીરીમાં આ કરો.'
લૂક 22 : 20 (IRVGU)
તે પ્રમાણે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું કે, 'આ પ્યાલો તમારે સારુ વહેવડાવેલા મારા રક્તમાંનો નવો કરાર છે. [PE][PS]
લૂક 22 : 21 (IRVGU)
પણ જુઓ, જે મને પરાધીન કરે છે તેનો હાથ મારી સાથે મેજ પર છે.
લૂક 22 : 22 (IRVGU)
માણસનો દીકરો ઠરાવ્યાં પ્રમાણે જાય છે ખરો, પણ જે માણસથી તે પરાધીન કરાય છે તેને અફસોસ છે!'
લૂક 22 : 23 (IRVGU)
તેઓ અંદરોઅંદર પૂછપરછ કરવા લાગ્યા, કે' આપણામાંનો કોણ આ કામ કરવાનો હશે?' સૌથી મોટું કોણ ? વાદવિવાદ [PE][PS]
લૂક 22 : 24 (IRVGU)
આપણામાં કોણ મોટો ગણાય તે સંબંધી પણ તેઓમાં વાદવિવાદ શરૂ થયો.
લૂક 22 : 25 (IRVGU)
ઈસુએ તેઓને કહ્યું કે, 'વિદેશીઓના રાજાઓ તેમના પર સત્તા ચલાવે છે અને જેઓ તેમના પર અધિકાર ચલાવે છે તેઓ પરોપકારી કહેવાય છે. [PE][PS]
લૂક 22 : 26 (IRVGU)
પણ તમે એવા ન થાઓ; પણ તમારામાં જે મોટો હોય તેણે નાના જેવા થવું, અને જે આગેવાન હોય તેણે સેવક ના જેવા થવું.
લૂક 22 : 27 (IRVGU)
કેમ કે આ બેમાં કયો મોટો છે, જમવા બેસનાર કે સેવા કરનાર? શું જમવા બેસનાર મોટો નથી? પણ હું તમારામાં સેવા કરનારનાં જેવો છું. [PE][PS]
લૂક 22 : 28 (IRVGU)
પણ મારી કપરી કસોટીઓમાં મારી સાથે રહેનાર તમે થયા છો.
લૂક 22 : 29 (IRVGU)
જેમ મારા પિતાએ મને રાજ્ય ઠરાવી આપ્યું, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું;
લૂક 22 : 30 (IRVGU)
કે તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ અને પીઓ; અને તમે ઇઝરાયલનાં બાર કુળોનો ન્યાય કરતાં રાજ્યાસનો પર બિરાજો.' [PS]
લૂક 22 : 31 (IRVGU)
{પિતરના નકાર અંગે ઈસુની આગાહી} [PS] 'સિમોન, સિમોન, જો, શેતાને તમને ઘઉંની પેઠે ચાળવા સારુ [કબજે લેવા] માગ્યા.
લૂક 22 : 32 (IRVGU)
પણ મેં તારે સારુ પ્રાર્થના કરી કે, તારો વિશ્વાસ ખૂટે નહિ; અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે.' [PE][PS]
લૂક 22 : 33 (IRVGU)
તેણે તેમને કહ્યું કે, 'પ્રભુ, હું તમારી સાથે જેલમાં જવા તથા મરવા પણ તૈયાર છું.'
લૂક 22 : 34 (IRVGU)
પણ ઈસુએ કહ્યું કે, 'પિતર, હું તને કહું છું કે, આજે મરઘો બોલ્યા અગાઉ, 'હું તને ઓળખતો નથી', એમ કહીને તું ત્રણ વાર મારો નકાર કરશે.' થેલી, ઝોળી ને તરવાર રાખો [PE][PS]
લૂક 22 : 35 (IRVGU)
પછી તેણે તેઓને પૂછ્યું કે, 'જયારે થેલી તથા પગરખાં વિના મેં તમને મોકલ્યા ત્યારે તમને કશાની ખોટ પડી?' તેઓએ કહ્યું કે, 'કશાની નહિ.'
લૂક 22 : 36 (IRVGU)
ત્યારે તેમણે તેઓને કહ્યું, 'પણ હમણાં જેની પાસે નાણાં હોય તે રાખે, થેલી પણ રાખે, અને જેની પાસે તરવાર ના હોય તે પોતાનું કપડું વેચીને તરવાર ખરીદી રાખે. [PE][PS]
લૂક 22 : 37 (IRVGU)
કેમ કે હું તમને કહું છું કે, 'તે અપરાધીઓની સાથે ગણાયો', એવું જે લખેલું છે તે મારા સંદર્ભે હજી પૂરું થવું જોઈએ; કારણ કે મારા સંબંધીની વાતો પૂરી થાય છે.'
લૂક 22 : 38 (IRVGU)
તેઓએ કહ્યું કે, 'પ્રભુ, જો બે તરવાર આ રહી;' તેણે તેઓને કહ્યું કે, 'એ બસ છે.' [PS]
લૂક 22 : 39 (IRVGU)
{ઈસુ જૈતુન પહાડ પર પ્રાર્થના કરે છે} [PS] બહાર નીકળીને પોતાની રીત પ્રમાણે ઈસુ જૈતૂન પહાડ પર ગયા; શિષ્યો પણ તેમની પાછળ ગયા.
લૂક 22 : 40 (IRVGU)
ઈસુ તે જગ્યાએ આવ્યા, ત્યારે તેમણે તેઓને કહ્યું કે, 'પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.' [PE][PS]
લૂક 22 : 41 (IRVGU)
આશરે પથ્થર ફેંકાય તેટલે દૂર તે તેઓથી ગયા, અને ઘૂંટણ ટેકવીને તેમણે પ્રાર્થના કરતાં કહ્યું કે,
લૂક 22 : 42 (IRVGU)
'હે પિતા, જો તમારી ઇચ્છા હોય, તો આ પ્યાલો મારાથી દૂર કરો, તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.' [PE][PS]
લૂક 22 : 43 (IRVGU)
આકાશમાંથી ઈસુને બળ આપતો એક સ્વર્ગદૂત તેમને દેખાયો.
લૂક 22 : 44 (IRVGU)
તેમણે વેદના સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી, અને તેમનો પરસેવો જમીન પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો. [PE][PS]
લૂક 22 : 45 (IRVGU)
પ્રાર્થના કરીને ઊઠયા પછી ઈસુ પોતાના શિષ્યોની પાસે પાછા આવ્યા, ત્યારે તેઓને થાકને લીધે નિદ્રાવશ થયેલા જોયા,
લૂક 22 : 46 (IRVGU)
ઈસુએ તેઓને કહ્યું કે, 'કેમ ઊંઘો છો? ઊઠીને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો.' [PS]
લૂક 22 : 47 (IRVGU)
{ઈસુની ધરપકડ} [PS] તે હજી બોલતા હતા એટલામાં, જુઓ, ઘણાં લોકો આવ્યા, યહૂદા નામે બાર શિષ્યોમાંનો એક તેઓની આગળ ચાલતો હતો; તે ઈસુને ચુંબન કરવા સારુ તેમની પાસે આવ્યો.
લૂક 22 : 48 (IRVGU)
પણ ઈસુએ તેને કહ્યું, 'શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરાધીન કરે છે?' [PE][PS]
લૂક 22 : 49 (IRVGU)
જેઓ તેમની આસપાસ હતા તેઓએ શું થવાનું છે તે જોઈને તેમને પૂછ્યું, 'પ્રભુ, અમે તરવાર મારીએ શું?'
લૂક 22 : 50 (IRVGU)
તેઓમાંનાં એકે પ્રમુખ યાજકના ચાકરને તરવારનો ઝટકો માર્યો, અને તેનો જમણો કાન કાપી નાખ્યો.
લૂક 22 : 51 (IRVGU)
પણ ઈસુએ કહ્યું કે, 'હવે બસ કરો'. અને તેમણે ચાકરનાં કાનને સ્પર્શીને સાજો કર્યો. [PE][PS]
લૂક 22 : 52 (IRVGU)
જે મુખ્ય યાજકો તથા ભક્તિસ્થાનના સરદારો તથા વડીલો તેમની સામે આવ્યા હતા, તેઓને ઈસુએ કહ્યું, 'જેમ લૂંટારાની સામે આવતા હો તેમ તરવારો તથા લાકડીઓ લઈને કેમ આવ્યા છો?
લૂક 22 : 53 (IRVGU)
હું રોજ તમારી સાથે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો, ત્યારે તમે મને પકડ્યો નહિ; પણ હાલ તમારો અને અંધકારનાં અધિકારનો સમય છે.' [PS]
લૂક 22 : 54 (IRVGU)
{પિતરનો નકાર} [PS] તેઓ ઈસુની ધરપકડ કરીને લઈ ગયા. પ્રમુખ યાજકના ઘરમાં તેમને લાવ્યા. પણ પિતર દૂર રહીને તેમની પાછળ ચાલતો હતો.
લૂક 22 : 55 (IRVGU)
ચોકની વચમાં તાપણું સળગાવીને તેઓ તાપવા બેઠા ત્યારે પિતર તેઓની સાથે બેઠો હતો. [PE][PS]
લૂક 22 : 56 (IRVGU)
એક દાસીએ તેને અગ્નિના પ્રકાશમાં બેઠેલો જોઈને તેની તરફ સતત જોઈ રહીને કહ્યું કે, 'આ માણસ પણ તેમની સાથે હતો.'
લૂક 22 : 57 (IRVGU)
પણ પિતરે ઇનકાર કરીને કહ્યું કે, 'બહેન, હું તેમને ઓળખતો નથી.'
લૂક 22 : 58 (IRVGU)
થોડીવાર પછી બીજાએ તેને જોઈને કહ્યું કે, “તું પણ તેઓમાંનો છે.” પણ પિતરે કહ્યું, “અરે, ભાઈ, હું એમાંનો નથી.” [PE][PS]
લૂક 22 : 59 (IRVGU)
આશરે એક કલાક પછી બીજાએ ખાતરીથી કહ્યું કે, “ખરેખર આ માણસ પણ તેમની સાથે હતો, કેમ કે તે ગાલીલનો છે.”
લૂક 22 : 60 (IRVGU)
પણ પિતરે કહ્યું, “અરે ભાઈ, તું શું કહે છે તે હું જાણતો નથી.” અને તરત, તે બોલતો હતો એટલામાં મરઘો બોલ્યો. [PE][PS]
લૂક 22 : 61 (IRVGU)
પ્રભુએ ફરીને પિતરની સામે જોયું. અને પિતરને પ્રભુનું વચન યાદ આવ્યું કે, “ઈસુએ તેને કહ્યું હતું કે, આજ મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.”
લૂક 22 : 62 (IRVGU)
તે બહાર જઈને બહુ જ રડ્યો. [PS]
લૂક 22 : 63 (IRVGU)
{ઈસુની ઠઠ્ઠામશ્કરી અને માર} [PS] ઈસુ જે માણસોના હવાલે હતા તેઓએ તેમની ઠેકડી ઉડાવી અને તેમને માર માર્યો.
લૂક 22 : 64 (IRVGU)
તેઓએ તેમની આંખોએ પાટો બાંધીને તેને પૂછ્યું કે 'કહી બતાવ, તને કોણે માર્યુ?'
લૂક 22 : 65 (IRVGU)
તેઓએ દુર્ભાષણ કરીને તેમની વિરુદ્ધ બીજું ઘણું કહ્યું. [PS]
લૂક 22 : 66 (IRVGU)
{ઈસુ ન્યાયસભા સમક્ષ} [PS] દિવસ ઊગતાં જ લોકોના વડીલોની સભા, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ ભેગા થયા; અને તેમને પોતાની ન્યાયસભામાં લઈ જઈને તેઓએ કહ્યું કે,
લૂક 22 : 67 (IRVGU)
“જો તમે ખ્રિસ્ત હો, તો અમને કહો.” પણ ઈસુએ તેઓને કહ્યું કે, “જો હું તમને કહું, તો તમે વિશ્વાસ કરવાના નથી
લૂક 22 : 68 (IRVGU)
વળી જો હું પૂછીશ તો તમે મને જવાબ આપવાના નથી. [PE][PS]
લૂક 22 : 69 (IRVGU)
પણ હવે પછી માણસનો દીકરો ઈશ્વરના પરાક્રમને જમણે હાથે બિરાજશે.”
લૂક 22 : 70 (IRVGU)
લોકોએ કહ્યું, “તો શું, તમે ઈશ્વરના દીકરા છો?” તેમણે તેઓને કહ્યું કે, “તમે કહો છો તે મુજબ હું તે છું.”
લૂક 22 : 71 (IRVGU)
અને તેઓએ કહ્યું કે, “હવે આપણને પુરાવાની શી જરૂર છે? કેમ કે આપણે પોતે તેમના મુખથી જ સાંભળ્યું છે.” [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71

BG:

Opacity:

Color:


Size:


Font: