લૂક 21 : 1 (IRVGU)
{વિધવાનું બે દમડીનું દાન} [PS] ઈસુ ભક્તિસ્થાનમાં ઊંચું જોતાં હતા. ત્યાં તેમણે શ્રીમંતોને ધર્મ ભંડારમાં પોતાનાં દાન નાખતા જોયા.
લૂક 21 : 2 (IRVGU)
એક દરિદ્રી વિધવાને તેમાં નજીવા મૂલવાળા બે નાના સિક્કા નાખતા જોઈ,
લૂક 21 : 3 (IRVGU)
ત્યારે ઈસુએ કહ્યું કે, 'હું તમને સાચું કહું છું કે, આ ગરીબ વિધવાએ તે સર્વ કરતાં વધારે દાન આપ્યું છે.
લૂક 21 : 4 (IRVGU)
કેમ કે એ સહુએ પોતાની જરૂરીયાત કરતાં વધારે હતું તેમાંથી દાન પેટીમાં કંઈક આપ્યું છે, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાની પાસે જે હતું તે બધું જ આપી દીધું છે.' [PS]
લૂક 21 : 5 (IRVGU)
{ભક્તિસ્થાનના નાશની આગાહી} [PS] સુંદર પથ્થરોથી તથા ધર્મ દાનોથી ભક્તિસ્થાન કેવું સુશોભિત કરાયેલું છે તે વિષે કેટલાક વાત કરતા હતા, ત્યારે ઈસુએ કહ્યું કે,
લૂક 21 : 6 (IRVGU)
'આ બધું તમે જુઓ છો ખરા, પણ એવા દિવસો આવશે કે જયારે અહીં પાડી નંખાશે નહિ એવો એક પથ્થર બીજા પર રહેવા દેવાશે નહિ.' [PS]
લૂક 21 : 7 (IRVGU)
{સંકટોની સતાવણી} [PS] તેઓએ તેમને પૂછ્યું કે, 'ઉપદેશક, તો એ ક્યારે થશે? જયારે આ વાતો પૂરી થવાની હશે ત્યારે કઈ નિશાની દેખાશે?'
લૂક 21 : 8 (IRVGU)
ઈસુએ કહ્યું કે, 'કોઈ તમને ભુલાવે નહિ માટે સાવધાન રહો; કેમ કે મારે નામે ઘણાં આવીને કહેશે કે, તે હું છું; અને સમય પાસે આવ્યો છે; તો તમે તેઓને અનુસરશો નહિ.'
લૂક 21 : 9 (IRVGU)
જયારે તમે યુદ્ધોના તથા બળવાઓના સમાચાર સાંભળો ત્યારે ગભરાશો નહિ, કેમ કે આ બધું પ્રથમ થાય તે જરુરી છે; પણ એટલેથી અંત આવવાનો નથી. [PE][PS]
લૂક 21 : 10 (IRVGU)
ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે,' પ્રજા પ્રજા વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે;
લૂક 21 : 11 (IRVGU)
અને મોટા ધરતીકંપો થશે, તથા ઠેરઠેર દુષ્કાળ તથા મરકીઓ થશે; સ્વર્ગમાંથી ભયંકર ઉત્પાત તથા ભયાનક ચમત્કારિક ચિહ્નો થશે. [PE][PS]
લૂક 21 : 12 (IRVGU)
પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, તમને સતાવશે અને સભાસ્થાનો તથા જેલના અધિકારીઓને હવાલે કરશે, અને રાજાઓ તથા રાજ્યપાલ સમક્ષ લઈ જશે.
લૂક 21 : 13 (IRVGU)
એ તમારે સારુ સુવાર્તા સંભળાવવી તે તમારે સારુ સાક્ષીરૂપ બની રહેશે. [PE][PS]
લૂક 21 : 14 (IRVGU)
માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે, પ્રત્યુત્તર કેવી રીતે આપવો તે વિષે અગાઉથી ચિંતા કરવી નહિ.
લૂક 21 : 15 (IRVGU)
કેમ કે હું તમને એવું મુખ તથા એવી બુદ્ધિ આપીશ, કે તમારો કોઈ પણ વિરોધી તમારી સાથે વાદવિવાદ કરી શકશે નહિ અને તમારી સામે થઈ શકશે નહિ. [PE][PS]
લૂક 21 : 16 (IRVGU)
માબાપથી, ભાઈઓથી, સગાંથી તથા મિત્રોથી પણ તમે પરાધીન કરાશો; તમારામાંના કેટલાકને તેઓ મારી નંખાવશે.
લૂક 21 : 17 (IRVGU)
મારા નામને લીધે સઘળા તમારો દ્વેષ કરશે.
લૂક 21 : 18 (IRVGU)
પણ તેઓથી તમારા માથાનો એક વાળ પણ વાંકો કરી શકાશે નહિ.
લૂક 21 : 19 (IRVGU)
તમારી ધીરજથી તમારા જીવને તમે બચાવશો. [PS]
લૂક 21 : 20 (IRVGU)
{યરુશાલેમના વિનાશ અંગે આગાહી} [PS] પણ જયારે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો ઉજ્જડ થવાનો સમય પાકી ગયો છે.
લૂક 21 : 21 (IRVGU)
ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું; જેઓ શહેરમાં હોય તેઓએ બહાર નીકળી જવું; અને જેઓ ખેતરોમાં હોય તેઓએ શહેરમાં આવવું નહિ.
લૂક 21 : 22 (IRVGU)
કેમ કે એ વેર વાળવાના દિવસો છે, એ માટે કે જે લખેલું છે, તે બધું પૂરું થાય. [PE][PS]
લૂક 21 : 23 (IRVGU)
એ દિવસોમાં જેઓ સગર્ભા હશે તથા જેઓ સ્તનપાન કરાવતી હશે તેઓની હાલત કફોડી થશે. કેમ કે દેશ પર મોટી વિપત્તિ, અને આ લોકો પર કોપ આવી પડશે.
લૂક 21 : 24 (IRVGU)
તેઓ તરવારની ધારથી માર્યા જશે, અને કેટલાકને ગુલામ બનાવીને અન્ય દેશોમાં લઈ જવાશે; અને વિદેશીઓના સમયો પૂરા થશે, ત્યાં લગી યરુશાલેમ તેઓથી ખૂંદી નંખાશે. [PS]
લૂક 21 : 25 (IRVGU)
{માનવપુત્રનું આગમન} [PS] સૂર્ય તથા ચંદ્ર તથા તારાઓમાં ચમત્કારિક ચિહ્નો થશે; અને પૃથ્વી પર દેશજાતિઓ, સમુદ્રના મોજાંઓની ગર્જનાથી ત્રાસીને ગભરાઈ જશે.
લૂક 21 : 26 (IRVGU)
દુનિયા ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની ખાતરીથી માણસો થાકી જશે; કેમ કે આકાશમાં પરાક્રમો હલાવાશે. [PE][PS]
લૂક 21 : 27 (IRVGU)
ત્યારે તેઓ માણસના દીકરાને પરાક્રમ તથા મહામહિમાસહિત વાદળામાં આવતા જોશે.
લૂક 21 : 28 (IRVGU)
પણ આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચા કરો, કેમ કે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે, એવું સમજવું. [PS]
લૂક 21 : 29 (IRVGU)
{અંજીરી પરથી મળતો બોધપાઠ} [PS] ઈસુએ તેઓને દ્રષ્ટાંત કહ્યું કે, અંજીરી તથા સર્વ વૃક્ષોને જુઓ.
લૂક 21 : 30 (IRVGU)
હવે તેઓ જયારે ફૂટવા માંડે છે ત્યારે તમે તે જોઈને આપોઆપ સમજો છો કે ઉનાળો આવી રહ્યો છે.
લૂક 21 : 31 (IRVGU)
તેમ જ તમે પણ આ સઘળું થતાં જુઓ, ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ્ય પાસે છે. [PE][PS]
લૂક 21 : 32 (IRVGU)
હું તમને નિશ્ચે કહું છું કે, તે બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ.
લૂક 21 : 33 (IRVGU)
આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ. [PS]
લૂક 21 : 34 (IRVGU)
{સાવધાન રહેવાની જરૂર} [PS] તમે સાવધાન રહો, રખેને અતિશય ખાવાથી કે પીવાથી તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થાય, અને તે દિવસ જાળની જેમ તમારા પર ઓચિંતો આવી પડે.
લૂક 21 : 35 (IRVGU)
કેમ કે તે દિવસ આખી પૃથ્વી ઉપર વસનારાં સર્વ પર ફાંદારૂપ આવી પડવાનો છે. [PE][PS]
લૂક 21 : 36 (IRVGU)
તમે સતત જાગતા રહો અને પ્રાર્થના કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની સમક્ષ રજૂ થવા માટે તમે સક્ષમ થાઓ.' [PE][PS]
લૂક 21 : 37 (IRVGU)
ઈસુ દરરોજ દિવસે ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા અને રાતવાસો જૈતૂન પહાડ પર કરતા હતા.
લૂક 21 : 38 (IRVGU)
બધા લોકો તેમનું સાંભળવા સારુ વહેલી સવારે તેમની પાસે ભક્તિસ્થાનમાં આવતા હતા. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38

BG:

Opacity:

Color:


Size:


Font: