લૂક 17 : 1 (IRVGU)
ઈસુનાં બીજાં કેટલાક કથનો ૧. પાપ ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, 'ઠોકર ખાવાનાં પ્રસંગ ન આવે એમ બની શકતું નથી, પણ જેનાંથી ઠોકર આવે છે તેને અફસોસ છે!
લૂક 17 : 2 (IRVGU)
કોઈ આ નાનાઓમાંના એકને ઠોકર ખવડાવે, એ કરતાં તેના ગળે ઘંટી નો પથ્થર બાંધીને તેને સમુદ્રમાં ડુબાડવામાં આવે, તે તેને માટે સારુ છે.
લૂક 17 : 3 (IRVGU)
સાવચેત રહો; જો તમારો ભાઈ અપરાધ કરે, તો તેને ઠપકો આપો; અને જો તે પસ્તાવો કરે, તો તેને માફ કરો.
લૂક 17 : 4 (IRVGU)
જો તે એક દિવસમાં સાત વાર અપરાધ કરે, અને સાત વાર તમારી તરફ ફરીને કહે કે, હું પસ્તાઉં છું, તો તેને માફ કરો.
લૂક 17 : 5 (IRVGU)
૨. વિશ્વાસ પ્રેરિતોએ પ્રભુને કહ્યું કે, 'અમારો વિશ્વાસ વધારો.'
લૂક 17 : 6 (IRVGU)
પ્રભુએ કહ્યું કે, 'જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ ગુલ્લર ઝાડને કહો કે અહીંથી ઊખડીને સમુદ્રમાં રોપાઈ જા તો તે તમારું માનશે.
લૂક 17 : 7 (IRVGU)
૩. ચાકરની ફરજ પણ તમારામાંનો એવો કોણ છે કે જેનો ચાકર *ખેતર ખેડતો હોય અથવા ઘેટાં ચરાવતો હોય, અને તે ચાકર જયારે ખેતરમાંથી આવે, ત્યારે તેને કહે કે, આવીને તરત જમવા બેસ?
લૂક 17 : 8 (IRVGU)
તે કરતાં, શું તે એમ નહિ કહેશે કે, મારું ભોજન તૈયાર કર, અને હું ખાઈ પી રહું ત્યાં સુધી કમર બાંધીને મારી સેવા કર; અને તું પછી ખાજે પીજે?
લૂક 17 : 9 (IRVGU)
તે દાસે તેની આજ્ઞાઓ પાળી હોય તે માટે તે તેનો આભાર માને છે શું?
લૂક 17 : 10 (IRVGU)
તેમ જે આજ્ઞા તમને આપેલી છે તે સર્વ પાળ્યા પછી તમારે પણ એમ કહેવું કે, અમે નકામા ચાકરો છીએ, કેમ કે જે કરવાની અમારી ફરજ હતી એટલું જ અમે કર્યું છે.'
લૂક 17 : 11 (IRVGU)
દસ રક્તપિત્તિયાઓ શુદ્ધ થયા એમ થયું કે યરુશાલેમ જતા ઈસુ સમરૂન તથા ગાલીલમાં થઈને જતા હતા.
લૂક 17 : 12 (IRVGU)
એક ગામમાં ઈસુએ પ્રવેશ કર્યો, એટલામાં રક્તપિત્તી દસ દર્દીઓ તેમને સામે મળ્યા. તેઓએ દૂર ઊભા રહીને
લૂક 17 : 13 (IRVGU)
બૂમ પાડીને કહ્યું કે, 'ઓ ઈસુ, સ્વામી, અમારા પર દયા કરો.'
લૂક 17 : 14 (IRVGU)
અને તેઓને જોઈને તેમણે તેઓને કહ્યું કે, 'જાઓ, પોતાને યાજકોને બતાવો અને એમ થયું કે તેઓને રસ્તે ચાલતાં ચાલતાં શુદ્ધ કરવામાં આવ્યા.
લૂક 17 : 15 (IRVGU)
તેઓમાંનો એક, પોતે સાજો થયો છે તે જોઈને, મોટા અવાજે ઈશ્વરનો મહિમા કરતાં પાછો વળ્યો.
લૂક 17 : 16 (IRVGU)
તેણે ઈસુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેમનો આભાર માન્યો; તે સમરૂની હતો.
લૂક 17 : 17 (IRVGU)
ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, 'શું દસે જણને શુદ્ધ કરાયા નહોતા? તો બીજા નવ ક્યાં છે?
લૂક 17 : 18 (IRVGU)
ઈશ્વરને મહિમા આપવાને પાછો આવે, એવો આ પરદેશી વિના અન્ય કોઈ નથી શું?
લૂક 17 : 19 (IRVGU)
*ઈસુએ કહ્યું કે, 'તું ઊઠીને ચાલ્યો જા; તારા વિશ્વાસે તને બચાવ્યો છે.'
લૂક 17 : 20 (IRVGU)
ઈશ્વરના રાજનુ આગમન ફરોશીઓએ તેમને પૂછ્યું કે, ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે? ત્યારે તેમણે તેઓને ઉત્તર આપતા કહ્યું કે, ઈશ્વરનું રાજ્ય દૃશ્ય રીતે નથી આવતું.
લૂક 17 : 21 (IRVGU)
વળી એમ નહિ કહેવામાં આવશે કે, જુઓ, આ રહ્યું! કે, પેલું રહ્યું! કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારામાં છે.'
લૂક 17 : 22 (IRVGU)
તેમણે શિષ્યોને કહ્યું કે, 'એવા દિવસો આવશે કે માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવાની ઇચ્છા રાખશો, પણ તમે જોઈ શકશો નહિ.
લૂક 17 : 23 (IRVGU)
તેઓ તમને કહેશે હે 'જુઓ, પેલો રહ્યો, જુઓ, આ રહ્યો, તમે જતા ના, અને એમની પાછળ ચાલતા ના.
લૂક 17 : 24 (IRVGU)
કેમ કે વીજળી આકાશમાં ચમકે છે ને તે એક દિશાથી બીજી દિશા સુધી પ્રકાશે છે, તેમ માણસના દીકરાનું તેમના સમયમાં આગમન થશે.
લૂક 17 : 25 (IRVGU)
પણ તે પહેલાં તેમને ઘણું સહન કરવું પડશે, અને આ પેઢીથી તેમને નાપસંદ થવું પડશે.
લૂક 17 : 26 (IRVGU)
અને જેમ નૂહના દિવસોમાં થયું, તેમ જ માણસના દીકરાના દિવસોમાં પણ થશે.
લૂક 17 : 27 (IRVGU)
નૂહ વહાણમાં ગયો, અને જળપ્રલય આવીને બધાનો વિનાશ કર્યો તે દિવસ સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા.
લૂક 17 : 28 (IRVGU)
તેમ જ લોતના દિવસોમાં પણ થયું, તેઓ ખાતા, પીતા, વેચાતું લેતા, આપતા, રોપતા, બાંધતા હતા;
લૂક 17 : 29 (IRVGU)
પણ લોત સદોમમાંથી નીકળ્યો તે દિવસે આગ તથા ગંધક સ્વર્ગમાંથી વરસ્યાં, અને તેથી બધાનો વિનાશ થયો;
લૂક 17 : 30 (IRVGU)
જે દિવસે માણસનો દીકરો પ્રગટ થશે તે દિવસે તે પ્રમાણે જ થશે.
લૂક 17 : 31 (IRVGU)
તે દિવસે જેઓ ઘરની અગાશી પર હોય, તેઓએ સામાન લેવા સારુ નીચે ઊતરવું નહિ, અને જે ખેતરમાં હોય તેણે પણ ત્યાંથી પાછા આવવું નહિ.
લૂક 17 : 32 (IRVGU)
લોતની પત્નીને યાદ કરો.
લૂક 17 : 33 (IRVGU)
કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ તેને ગુમાવશે, તે તેને બચાવશે.
લૂક 17 : 34 (IRVGU)
હું તમને કહું છું કે, તે રાત્રે એક પથારીમાં બે જણ સૂતા હશે; તેઓમાંના એકને લઈ લેવાશે અને બીજાને પડતો મુકાશે.
લૂક 17 : 35 (IRVGU)
બે સ્ત્રીઓ સાથે દળતી હશે; તેમાંથી એકને લઈ લેવાશે, અને બીજીને પડતી મૂકવામાં આવશે.
લૂક 17 : 36 (IRVGU)
ખેતરમાં બે જણ હશે, તેઓમાંનો એક લેવાશે, અને બીજો પડતો મુકાશે,'
લૂક 17 : 37 (IRVGU)
અને તેઓએ તેમને ઉત્તર આપતાં કહ્યું કે, 'પ્રભુ, ક્યાં?' અને *ઈસુએ તેઓને કહ્યું કે, 'જ્યાં મૃતદેહ પડ્યો હશે ત્યાં ગીધો પણ એકઠાં થશે.'

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37