Luke 1 : 1 (IRVGU)
પ્રસ્તાવના આરંભથી જેઓ નજરે જોનારા તથા વચનના સેવકો હતા, તેઓએ આપણને કહ્યું છે તે પ્રમાણે,
Luke 1 : 2 (IRVGU)
આપણામાં પૂરી થયેલી વાતોનું વર્ણન કરવાને ઘણાંએ સ્વીકાર્યું છે;
Luke 1 : 3 (IRVGU)
માટે, ઓ માનનીય થિયોફિલ, મેં પણ શરૂઆતથી સઘળી વાતોની ચોકસાઈ કરીને, તને વિગતવાર લખવાનું નક્કી કર્યું,
Luke 1 : 4 (IRVGU)
કેમ કે જે વાતો તને શીખવવામાં આવી છે, તેઓની સત્યતા તું જાણે.
Luke 1 : 5 (IRVGU)
યોહાન બાપ્તિસ્તનાં જન્મની આગાહી યહૂદિયાના રાજા હેરોદની કારકિર્દીમાં અબિયાના વર્ગમાંનો ઝખાર્યા નામે એક યાજક હતો; તેની પત્ની હારુનની દીકરીઓમાંની હતી, તેનું નામ એલિસાબેત હતું.
Luke 1 : 6 (IRVGU)
તેઓ બન્ને ઈશ્વરની આગળ ન્યાયી હતાં, તથા પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે વર્તતાં હતાં.
Luke 1 : 7 (IRVGU)
તેઓ નિઃસંતાન હતાં કેમ કે એલિસાબેત જન્મ આપવાને અસમર્થ હતી. તેઓ બન્ને ઘણાં વૃદ્ધ હતાં.
Luke 1 : 8 (IRVGU)
તે છતાં ઝખાર્યા પોતાના ક્રમ પ્રમાણે ઈશ્વરની આગળ યાજકનું કામ કરતો હતો,
Luke 1 : 9 (IRVGU)
એટલામાં યાજકપદના રિવાજ પ્રમાણે પ્રભુના ભક્તિસ્થાનમાં જઈને અર્પણ કરવાનો તેનો સમય આવ્યો.
Luke 1 : 10 (IRVGU)
અર્પણ કરાતું હતું તે સમયે લોકોની સભા બહાર પ્રાર્થના કરતી હતી.
Luke 1 : 11 (IRVGU)
તે સમય દરમિયાન ધૂપવેદીની જમણી બાજુમાં પ્રભુનો એક સ્વર્ગદૂત ઊભેલો તેના જોવામાં આવ્યો.
Luke 1 : 12 (IRVGU)
સ્વર્ગદૂતને જોઈને ઝખાર્યા ગભરાઈ ગયો, અને તેને બીક લાગી.
Luke 1 : 13 (IRVGU)
સ્વર્ગદૂતે તેને કહ્યું કે, ઝખાર્યા, બીશ નહિ; કેમ કે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, તારી પત્ની એલિસાબેતને દીકરો થશે, તેનું નામ તું યોહાન પાડશે.
Luke 1 : 14 (IRVGU)
તને આનંદ પ્રાપ્ત થશે, ને તેના જન્મથી ઘણાં લોકો હરખાશે;
Luke 1 : 15 (IRVGU)
કેમ કે તે પ્રભુની દ્રષ્ટિમાં મહાન થશે, દ્રાક્ષાસવ પીશે નહિ; અને માતાના પેટમાં હશે ત્યારથી જ પવિત્ર આત્માથી ભરપૂર થશે.
Luke 1 : 16 (IRVGU)
તે ઇઝરાયલના ઘણાં વંશજોને તેઓના ઈશ્વર યહોવા તરફ ફેરવશે.
Luke 1 : 17 (IRVGU)
તે એલિયાના આત્માએ તથા પરાક્રમે ઈશ્વરની આગળ ચાલશે, એ માટે કે તે પિતાઓનાં મન બાળકો તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે ચાલવાને ફેરવે, તથા પ્રભુને માટે સિદ્ધ થયેલી પ્રજા તૈયાર કરે.
Luke 1 : 18 (IRVGU)
ઝખાર્યાએ સ્વર્ગદૂતને કહ્યું કે, 'એ મને કેવી રીતે જણાય? કેમ કે હું અને મારી પત્ની ઘણાં વૃદ્ધ છીએ.'
Luke 1 : 19 (IRVGU)
સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે, 'હું ઈશ્વરની સમક્ષતામાં રહેનાર ગાબ્રિયેલ છું; તારી સાથે વાત કરીને તને આ શુભસંદેશ આપવાને મને મોકલવામાં આવ્યો છે.'
Luke 1 : 20 (IRVGU)
એ વાત બનશે તે દિવસ સુધી તું બોલી શકશે નહિ, કેમ કે મારી વાતો જે ઠરાવેલા સમયે પૂર્ણ થશે તેં તેઓનો વિશ્વાસ કર્યો નહિ.
Luke 1 : 21 (IRVGU)
લોકો ઝખાર્યાની રાહ જોઈ રહયા હતા, તેને ભક્તિસ્થાનમાં વાર લાગી, માટે લોકો આશ્ચર્ય પામ્યા.
Luke 1 : 22 (IRVGU)
તે બહાર આવ્યો ત્યારે તેઓની સાથે તે બોલી શક્યો નહિ; ત્યારે લોકો એવું સમજ્યા કે અંદર ભક્તિસ્થાનમાં તેને કંઈ દર્શન થયું હશે; તે તેઓને ઈશારો કરતો હતો, અને બોલી શક્યો નહિ.
Luke 1 : 23 (IRVGU)
તેના સેવા કરવાના દિવસો પૂરા થયા ત્યારે એમ થયું કે તે પોતાના ઘરે પાછો ગયો.
Luke 1 : 24 (IRVGU)
તે દિવસ પછી તેની પત્ની એલિસાબેતને ગર્ભ રહ્યો, તે પાંચ મહિના સુધી ગુપ્ત રહી, અને તેણે કહ્યું કે,
Luke 1 : 25 (IRVGU)
'માણસોમાં મારું મહેણું દૂર કરવા મારા પ્રભુએ પોતાની કૃપાદષ્ટિનાં સમયમાં મને સારા દિવસો આપ્યા છે.'
Luke 1 : 26 (IRVGU)
ઈસુના જન્મની જાહેરાત છઠ્ઠે મહિને ગાબ્રિયેલ સ્વર્ગદૂતને ગાલીલના નાસરેથ નામે એક શહેરમાં એક કુમારિકાની પાસે ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યો હતો.
Luke 1 : 27 (IRVGU)
દાઉદના વંશના, યૂસફ નામે, એક પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી; તેનું નામ મરિયમ હતું.
Luke 1 : 28 (IRVGU)
સ્વર્ગદૂતે તેની પાસે આવીને કહ્યું કે, 'હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે!'
Luke 1 : 29 (IRVGU)
પણ એ વચન સાંભળીને તે ઘણી ગભરાઈ અને વિચાર કરવા લાગી કે, આ તે કઈ જાતની સલામ હશે!
Luke 1 : 30 (IRVGU)
સ્વર્ગદૂતે તેને કહ્યું કે, 'હે મરિયમ, બીશ નહીં; કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે.
Luke 1 : 31 (IRVGU)
જો, તને ગર્ભ રહેશે, તને દીકરો થશે, અને તું તેમનું નામ ઈસુ પાડશે.
Luke 1 : 32 (IRVGU)
તે મોટા થશે અને પરાત્પર ઈશ્વરના દીકરા કહેવાશે; અને ઈશ્વર પ્રભુ તેમને તેમના પિતા દાઉદનું રાજ્યાસન આપશે.
Luke 1 : 33 (IRVGU)
તે યાકૂબના વંશજો પર સર્વકાળ રાજ્ય કરશે, અને તેમના રાજ્યનો અંત આવશે નહિ.'
Luke 1 : 34 (IRVGU)
મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, 'એ કેમ કરીને થશે? કેમ કે હું કુંવારી છું, અને હું કોઈ પુરુષ સાથે સંબંધમાં આવી નથી.'
Luke 1 : 35 (IRVGU)
સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે, 'પવિત્ર આત્મા તારા પર આવશે, અને પરાત્પર ઈશ્વરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે; માટે જે તારાથી જન્મ લેશે તેને પવિત્ર ઈશ્વરનો દીકરો કહેવાશે.
Luke 1 : 36 (IRVGU)
જો, તારી સગી એલિસાબેતે પણ તેની વૃદ્ધાવસ્થામાં દીકરાનો ગર્ભ ધર્યો છે; અને જે નિ:સંતાન કહેવાતી હતી, તેને આ છઠ્ઠો મહિનો જાય છે.
Luke 1 : 37 (IRVGU)
'કેમ કે ઈશ્વર પાસેથી *આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું થશે નહિ.'
Luke 1 : 38 (IRVGU)
મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, 'જો, હું પ્રભુની સેવિકા છું, તારા કહ્યાં પ્રમાણે મને થાઓ.' ત્યારે સ્વર્ગદૂત તેની પાસેથી ગયો.
Luke 1 : 39 (IRVGU)
તે દિવસોમાં મરિયમ ઊઠીને પહાડી દેશમાં યહૂદિયાના એક શહેરમાં તરત જ ગઈ.
Luke 1 : 40 (IRVGU)
મરિયમ એલિસાબેતને મળવા જાય છે ઝખાર્યાને ઘરે જઈને એલિસાબેતને સલામ કહી.
Luke 1 : 41 (IRVGU)
એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું; અને એલિસાબેતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને.
Luke 1 : 42 (IRVGU)
તથા ઊંચા સ્વરથી કહ્યું કે, 'સ્ત્રીઓમાં તું આશીર્વાદિત છે, તારું બાળક પણ આશીર્વાદિત છે!'
Luke 1 : 43 (IRVGU)
એ કૃપા મને ક્યાંથી કે, મારા પ્રભુની મા મારી પાસે આવે?
Luke 1 : 44 (IRVGU)
કેમ કે, જો, તારી સલામનો અવાજ મારે કાને પડતાં બાળક મારા પેટમાં આનંદથી કૂદ્યું.
Luke 1 : 45 (IRVGU)
જેણે વિશ્વાસ કર્યો તે આશીર્વાદિત છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂર્ણ થશે.
Luke 1 : 46 (IRVGU)
મરિયમનું સ્તુતિગાન મરિયમે કહ્યું કે, મારો જીવ પ્રભુને મહાન માને છે,
Luke 1 : 47 (IRVGU)
અને ઈશ્વર, મારા ઉદ્ધારકમાં મારો આત્મા હરખાયો છે.
Luke 1 : 48 (IRVGU)
કારણ કે તેમણે પોતાની સેવિકાની દીનાવસ્થા પર દ્ર્ષ્ટિ કરી છે; કેમ કે, જો, હવેથી સઘળી પેઢીઓ મને આશીર્વાદિત કહેશે.
Luke 1 : 49 (IRVGU)
કેમ કે પરાક્રમી ઈશ્વરે મારે સારુ મહાન કૃત્યો કર્યા છે, તેમનું નામ પવિત્ર છે.
Luke 1 : 50 (IRVGU)
જેઓ તેમનું સન્માન કરે છે, તેઓ પર તેમની દયા પેઢી દરપેઢી રહે છે.
Luke 1 : 51 (IRVGU)
તેમણે પોતાના પરાક્રમી હાથો વડે ઘણાં પરાક્રમી કાર્યો કર્યાં છે, અભિમાનીઓને તેઓનાં હૃદયની કલ્પનામાં તેમણે વિખેરી નાખ્યા છે.
Luke 1 : 52 (IRVGU)
તેમણે રાજકર્તાઓને રાજ્યાસન પરથી ઉતારી નાખ્યા છે, અને ગરીબોને ઊંચા કર્યા છે.
Luke 1 : 53 (IRVGU)
તેમણે ભૂખ્યાંઓને સારાં વાનાંથી તૃપ્ત કર્યા છે; અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢ્યાં છે.
Luke 1 : 54 (IRVGU)
આપણા પૂર્વજોને તેમના કહ્યાં પ્રમાણે, ઇબ્રાહિમ પર તથા તેના વંશ પર
Luke 1 : 55 (IRVGU)
સદા દયા કરવાનું સંભારીને, તેમણે પોતાના સેવક ઇઝરાયલને સહાય કરી.'
Luke 1 : 56 (IRVGU)
Luke 1 : 57 (IRVGU)
મરિયમ આશરે ત્રણ મહિના સુધી તેની સાથે રહી, પછી પોતાને ઘરે પાછી ગઈ. યોહાન બાપ્તિસ્તનો જન્મ હવે એલિસાબેતના દિવસો પૂરા થયા, એટલે તેને દીકરો જનમ્યો.
Luke 1 : 58 (IRVGU)
તેના પડોશીઓએ તથા સગાંઓએ સાંભળ્યું કે, પ્રભુએ તેના પર મોટી દયા કરી છે, ત્યારે તેઓ તેની સાથે આનંદ કર્યો.
Luke 1 : 59 (IRVGU)
આઠમે દિવસે તેઓ છોકરાંની સુન્નત કરવા આવ્યાં, ત્યારે તેઓ તેના પિતાના નામ ઉપરથી તેનું નામ ઝખાર્યા પાડવા માંગતા હતા;
Luke 1 : 60 (IRVGU)
પણ તેની માએ તેઓને કહ્યું કે, 'એમ નહિ, પણ તેનું નામ યોહાન પાડવું.'
Luke 1 : 61 (IRVGU)
તેઓએ તેને કહ્યું કે, 'તારાં સગામાંના કોઈનું એવું નામ પાડેલું નથી.'
Luke 1 : 62 (IRVGU)
તેઓએ ઈશારો કરીને તેના પિતાને પૂછ્યું કે, 'તું તેનું શું નામ પાડવા ચાહે છે?'
Luke 1 : 63 (IRVGU)
તેણે પથ્થરપાટી માગીને તેના પર લખ્યું કે, 'તેનું નામ યોહાન છે.'
Luke 1 : 64 (IRVGU)
તેથી તેઓ સર્વ અચંબો પામ્યા. તરત ઝખાર્યાનું મુખ ઊઘડી ગયું, ને તેની જીભ છૂટી થઈ, તે ઈશ્વરની સ્તુતિ કરતો બોલવા લાગ્યો.
Luke 1 : 65 (IRVGU)
તેઓની આસપાસના સર્વ રહેવાસીઓને બીક લાગી, અને યહૂદિયાના આખા પહાડી દેશમાં એ વાતોની ચર્ચા ચાલી.
Luke 1 : 66 (IRVGU)
જેઓએ તે વાતો સાંભળી તે સર્વએ તે મનમાં રાખીને કહ્યું કે, ત્યારે આ છોકરો કેવો થશે? કેમ કે પ્રભુનો હાથ તેના પર હતો.
Luke 1 : 67 (IRVGU)
ઝખાર્યાનું ભવિષ્યકથન તેના પિતા ઝખાર્યાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એવો પ્રબોધ કર્યો કે,
Luke 1 : 68 (IRVGU)
ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન થાઓ; કેમ કે તેમણે પોતાના લોકની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે.
Luke 1 : 69 (IRVGU)
જગતના આરંભથી ઈશ્વરે પવિત્ર પ્રબોધકોના મુખથી કહ્યું હતું તે પ્રમાણે,
Luke 1 : 70 (IRVGU)
તેમણે પોતાના સેવક દાઉદના કુળમાં, આપણે સારુ એક પરાક્રમી ઉદ્ધારનાર આપ્યા છે,
Luke 1 : 71 (IRVGU)
એટલે તે આપણા શત્રુઓથી તથા આપણા પર દ્વેષ રાખનારા સર્વના હાથમાંથી આપણને બચાવે;
Luke 1 : 72 (IRVGU)
એ સારુ કે તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવે, તથા પોતાનો પવિત્ર કરાર યાદ કરે,
Luke 1 : 73 (IRVGU)
એટલે તેમણે આપણા પિતા ઇબ્રાહિમની સાથે જે સમ ખાધા તે;
Luke 1 : 74 (IRVGU)
એ માટે કે તે આપણે સારુ એવું કરે કે, આપણે પોતાના શત્રુઓના હાથમાંથી છૂટકો પામીને, નિર્ભયતાથી આપણા આખા આયુષ્યભર તેમની આગળ
Luke 1 : 75 (IRVGU)
પવિત્રાઈથી તથા ન્યાયીપણાથી તેમની સેવા કરીએ.
Luke 1 : 76 (IRVGU)
અને, ઓ પુત્ર, તું પરાત્પર ઈશ્વરનો પ્રબોધક કહેવાશે; કેમ કે તું પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તું પ્રભુનો માર્ગ તૈયાર કરે,
Luke 1 : 77 (IRVGU)
તથા તેમના લોકોને પાપની માફી મળવાથી જે ઉદ્ધાર મળે છે, તેનું જ્ઞાન તું તેઓને આપે.
Luke 1 : 78 (IRVGU)
અને આ માફી આપણા ઈશ્વરની ઘણી દયાથી સ્વર્ગમાંથી ઉદ્ધારનાર ઊગતાં સૂર્ય સમાન આપણી પાસે આવે છે,
Luke 1 : 79 (IRVGU)
એ માટે કે અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ આપે તથા આપણા પગલાંને શાંતિના માર્ગમાં દોરી જાય.
Luke 1 : 80 (IRVGU)
પુત્ર મોટો થયો, આત્મામાં બળવાન થતો ગયો, અને ઇઝરાયલમાં તેના જાહેર થવાનાં દિવસ સુધી તે અરણ્યમાં રહ્યો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80