યર્મિયાનો વિલાપ 3 : 1 (IRVGU)
હું એક એવો પુરુષ છું કે જેણે યહોવાહના કોપની સોટીથી દુઃખ ભોગવ્યું.
યર્મિયાનો વિલાપ 3 : 2 (IRVGU)
તેમણે મને પ્રકાશમાં નહિ પણ અંધકારમાં દોરીને ચલાવ્યો.
યર્મિયાનો વિલાપ 3 : 3 (IRVGU)
તેઓ ચોક્કસ આખો દિવસ મારી વિરુદ્ધ અવારનવાર પોતાનો હાથ ફેરવે છે.
યર્મિયાનો વિલાપ 3 : 4 (IRVGU)
તેમણે મારું માંસ તથા મારી ચામડીને નુકશાન પહોંચાડ્યું છે; તેમણે મારાં હાડકાં ભાંગી નાખ્યાં છે.
યર્મિયાનો વિલાપ 3 : 5 (IRVGU)
દુ:ખ અને સંતાપની કોટડીમાં પૂરીને તેમણે મને બાંધીને ઘેરી લીધો છે.
યર્મિયાનો વિલાપ 3 : 6 (IRVGU)
તેમણે મને પુરાતન કાળના મરણ પામેલા એક પુરુષની જેમ અંધકારમાં પૂરી રાખ્યો છે.
યર્મિયાનો વિલાપ 3 : 7 (IRVGU)
તેમણે મને દીવાલથી ઘેરી લીધો છે, જેથી મારાથી બહાર નીકળાય નહિ. તેમણે ભારે સાંકળોથી મને બાંધી દીધો છે.
યર્મિયાનો વિલાપ 3 : 8 (IRVGU)
જ્યારે હું પોકાર કરીને સહાય માગુ છું, ત્યારે તેઓ મારી પ્રાર્થના પાછી વાળે છે.
યર્મિયાનો વિલાપ 3 : 9 (IRVGU)
તેમણે ઘડેલા પથ્થરોથી મારા માર્ગોને બંધ કર્યા છે; તેમણે મારા રસ્તાને વાંકાચૂંકા કર્યા છે.
યર્મિયાનો વિલાપ 3 : 10 (IRVGU)
તેઓ રીંછની જેમ સંતાઈને મારી રાહ જુએ છે અને ગુપ્તમાં રહેનાર સિંહની જેમ મને પકડવા સંતાઈ રહે છે.
યર્મિયાનો વિલાપ 3 : 11 (IRVGU)
તેમણે મારા માર્ગો મરડી નાખ્યા છે. તેમણે મને ફાડીને નિરાધાર કર્યો છે.
યર્મિયાનો વિલાપ 3 : 12 (IRVGU)
તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે અને મને તીરના નિશાન તરીકે ઊભો રાખ્યો છે.
યર્મિયાનો વિલાપ 3 : 13 (IRVGU)
તેમણે પોતાના ભાથાનાં બાણ મારા અંતઃકરણમાં માર્યા છે.
યર્મિયાનો વિલાપ 3 : 14 (IRVGU)
હું મારા લોકો સમક્ષ હાંસીપાત્ર થયો છું અને તેઓ આખો દિવસ મને ચીડવતાં ગીતો ગાય છે.
યર્મિયાનો વિલાપ 3 : 15 (IRVGU)
તેમણે મારા જીવનને કડવાશથી ભરી દીધું છે અને મને કટુઝેરથી ભરી દીધો છે.
યર્મિયાનો વિલાપ 3 : 16 (IRVGU)
વળી તેમણે મારા દાંત કાંકરાથી ભાંગી નાખ્યા છે; તેમણે મને રાખથી ઢાંકી દીધો છે.
યર્મિયાનો વિલાપ 3 : 17 (IRVGU)
તમે મારો જીવ સુખશાંતિથી દૂર કર્યો છે; સમૃદ્ધિ શું છે તે હું ભૂલી ગયો છું.
યર્મિયાનો વિલાપ 3 : 18 (IRVGU)
તેથી મેં કહ્યું, “મારું બળ ખૂટી ગયું છે, એટલે યહોવા તરફથી મારી આશા નષ્ટ થઈ ગઈ છે!”
યર્મિયાનો વિલાપ 3 : 19 (IRVGU)
મારું કષ્ટ તથા મારું દુઃખ, મારી કટુતા તથા કડવાસનું સ્મરણ કરો!
યર્મિયાનો વિલાપ 3 : 20 (IRVGU)
મારો જીવ તેમનું સ્મરણ કરીને મારામાં દીન થઈ ગયો છે.
યર્મિયાનો વિલાપ 3 : 21 (IRVGU)
પણ હું તેનું મારા હૃદયમાં સ્મરણ કરું છું; મારે મને આશા છે.
યર્મિયાનો વિલાપ 3 : 22 (IRVGU)
યહોવાહની કૃપાને લીધે આપણે નાશ પામ્યા નથી, કેમ કે તેમની દયાનો કદી અંત નથી!
યર્મિયાનો વિલાપ 3 : 23 (IRVGU)
દરરોજ સવારે તમારી કૃપા નવી થાય છે, તમારું વિશ્વાસુપણું મહાન છે!
યર્મિયાનો વિલાપ 3 : 24 (IRVGU)
મારો જીવ કહે છે, “યહોવા મારો હિસ્સો છે;” તેથી હું તેમનામાં મારી આશા મૂકું છું.
યર્મિયાનો વિલાપ 3 : 25 (IRVGU)
જેઓ તેમની રાહ જુએ છે અને જે માણસ તેમને શોધે છે તેઓ પ્રત્યે યહોવા ભલા છે.
યર્મિયાનો વિલાપ 3 : 26 (IRVGU)
યહોવાહના ઉદ્ધારની આશા રાખવી અને શાંતિથી તેમના આવવાની રાહ જોવી તે સારું છે.
યર્મિયાનો વિલાપ 3 : 27 (IRVGU)
જુવાનીમાં ઝૂંસરી ઉપાડવી એ માણસને માટે સારું છે.
યર્મિયાનો વિલાપ 3 : 28 (IRVGU)
યહોવાહે તેના પર ઝૂંસરી મૂકી છે, તેથી તે એકાંતમાં બેસીને શાંત રહે.
યર્મિયાનો વિલાપ 3 : 29 (IRVGU)
તે પોતાનું મુખ ધૂળમાં નાખે, કદાચિત તેને આશા ઉત્પન્ન થાય.
યર્મિયાનો વિલાપ 3 : 30 (IRVGU)
જે તેને મારે છે તેના તરફ તે પોતાનો ગાલ ધરે. તે અપમાનથી ભરપૂર થાય.
યર્મિયાનો વિલાપ 3 : 31 (IRVGU)
કેમ કે પ્રભુ આપણને કદી પણ નકારશે નહિ!
યર્મિયાનો વિલાપ 3 : 32 (IRVGU)
કેમ કે જો કે તેઓ દુઃખ આપે, તોપણ પોતાની પુષ્કળ કૃપા પ્રમાણે તેઓ દયા કરશે.
યર્મિયાનો વિલાપ 3 : 33 (IRVGU)
કેમ કે તેઓ રાજીખુશીથી કોઈને પણ દુ:ખ દેતા નથી અને માણસોને ખિન્ન કરતા નથી.
યર્મિયાનો વિલાપ 3 : 34 (IRVGU)
પૃથ્વીના સર્વ કેદીઓને પગ નીચે કચડી નાખવા,
યર્મિયાનો વિલાપ 3 : 35 (IRVGU)
પરાત્પરની સંમુખ કોઈનો હક પડાવી લેવો,
યર્મિયાનો વિલાપ 3 : 36 (IRVGU)
કોઈનો દાવો બગાડવો, એ શું પ્રભુ જોતાં નથી?
યર્મિયાનો વિલાપ 3 : 37 (IRVGU)
પ્રભુની આજ્ઞા ન છતાં કોના કહ્યા પ્રમાણે થાય?
યર્મિયાનો વિલાપ 3 : 38 (IRVGU)
પરાત્પર ઈશ્વરના મુખમાંથી દુઃખ તથા સુખ બન્ને નીકળે કે નહિ?
યર્મિયાનો વિલાપ 3 : 39 (IRVGU)
જીવતો માણસ શા માટે ફરિયાદ કરે છે, પોતાના પાપની સજા થવાથી તે શા માટે કચકચ કરે?
યર્મિયાનો વિલાપ 3 : 40 (IRVGU)
આપણે આપણા માર્ગો ચકાસીને તેમની કસોટી કરીએ અને આપણે યહોવા તરફ પાછા ફરીએ.
યર્મિયાનો વિલાપ 3 : 41 (IRVGU)
આપણે આકાશમાંના ઈશ્વરની તરફ આપણા હાથ અને આપણું હૃદય ઊંચાં કરીને પ્રાર્થના કરીએ.
યર્મિયાનો વિલાપ 3 : 42 (IRVGU)
“અમે અપરાધ તથા દંગો કર્યો છે અને તમે અમને માફ કર્યા નથી.
યર્મિયાનો વિલાપ 3 : 43 (IRVGU)
તમે અમને કોપથી ઢાંકી દીધા તથા સતાવ્યા છે. તમે અમારી કતલ કરી અને દયા રાખી નથી.
યર્મિયાનો વિલાપ 3 : 44 (IRVGU)
અમારી પ્રાર્થના પેલે પાર જાય નહિ, માટે તમે વાદળથી પોતાને ઢાંકી દીધા.
યર્મિયાનો વિલાપ 3 : 45 (IRVGU)
તમે અમને પ્રજાઓની વચમાં કચરા અને ઉકરડા જેવા બનાવી મૂક્યા છે.
યર્મિયાનો વિલાપ 3 : 46 (IRVGU)
અમારી વિરુદ્ધ મુખ ઉઘાડીને અમારા સર્વ શત્રુઓએ અમારી હાંસી કરી છે.
યર્મિયાનો વિલાપ 3 : 47 (IRVGU)
ભય તથા ખાડો, પાયમાલી તથા નાશ, અમારા પર આવી પડ્યાં છે.”
યર્મિયાનો વિલાપ 3 : 48 (IRVGU)
મારા લોકોની દીકરીના નાશને લીધે મારી આંખમાંથી આંસુની નદીઓ વહે છે.
યર્મિયાનો વિલાપ 3 : 49 (IRVGU)
મારી આંખોમાંથી આંસુ વહ્યા કરશે અને બંધ નહિ થાય, કેમ કે તેનો અંત નથી
યર્મિયાનો વિલાપ 3 : 50 (IRVGU)
જ્યાં સુધી યહોવા આકાશમાંથી દ્રષ્ટિ કરીને જુએ નહિ ત્યાં સુધી,
યર્મિયાનો વિલાપ 3 : 51 (IRVGU)
મારા નગરની સર્વ કુમારિકાઓની દશા જોઈને મારી આંખો સૂજી ગઈ છે.
યર્મિયાનો વિલાપ 3 : 52 (IRVGU)
તેઓ કારણ વગર મારા શત્રુ થયા છે અને પંખીની જેમ મારો શિકાર કર્યો છે.
યર્મિયાનો વિલાપ 3 : 53 (IRVGU)
તેઓએ મને જીવતો ખાડામાં નાખ્યો છે અને તેમણે મારા પર પથ્થરો ફેંક્યા છે.
યર્મિયાનો વિલાપ 3 : 54 (IRVGU)
મારા માથા પર પાણી ફરી વળ્યાં; મેં કહ્યું, “હું મરી ગયો છું!”
યર્મિયાનો વિલાપ 3 : 55 (IRVGU)
હે યહોવા, કારાગૃહના નીચલા ભોંયરામાંથી મેં તમારા નામનો પોકાર કર્યો.
યર્મિયાનો વિલાપ 3 : 56 (IRVGU)
જ્યારે મેં કહ્યું, ત્યારે તમે મારું સાંભળ્યું, “હું મદદ માટે હાંક મારું, ત્યારે તમે તમારા કાન બંધ ન કરશો.”
યર્મિયાનો વિલાપ 3 : 57 (IRVGU)
જે દિવસે મેં તમને હાંક મારી ત્યારે તમે મારી પાસે આવ્યા અને મને કહ્યું, “ગભરાઈશ નહિ!”
યર્મિયાનો વિલાપ 3 : 58 (IRVGU)
હે પ્રભુ, તમે મારો બચાવ કર્યો છે અને મારો ઉદ્ધાર કર્યો છે.
યર્મિયાનો વિલાપ 3 : 59 (IRVGU)
હે યહોવા, તમે મને થયેલા અન્યાય જોયા છે. તમે મારો ન્યાય કરો.
યર્મિયાનો વિલાપ 3 : 60 (IRVGU)
મારા પ્રત્યેની તેમની વેરવૃત્તિ અને મારી વિરુદ્ધના સર્વ કાવતરાં તમે જોયા છે.
યર્મિયાનો વિલાપ 3 : 61 (IRVGU)
હે યહોવા, તેઓએ કરેલી મારી નિંદા તથા તેઓએ મારી વિરુદ્ધ કરેલા સર્વ કાવતરાં તમે સાંભળ્યાં છે.
યર્મિયાનો વિલાપ 3 : 62 (IRVGU)
મારા વિરોધીઓ આખો દિવસ મારી વિરુદ્ધ બોલે છે. તમે તેમના ષડ્યંત્રો જાણો છો.
યર્મિયાનો વિલાપ 3 : 63 (IRVGU)
પછી ભલે તેઓ બેઠા હોય કે ઊભા હોય, તેઓ મારી મશ્કરી ઉડાવ્યે રાખે છે.
યર્મિયાનો વિલાપ 3 : 64 (IRVGU)
હે યહોવા, તમે તેમના હાથની કરણી પ્રમાણે તેઓને બદલો આપજો.
યર્મિયાનો વિલાપ 3 : 65 (IRVGU)
તમે તેઓની બુદ્ધિ જડ બનાવી દેજો અને તેઓના પર શાપ વરસાવજો.
યર્મિયાનો વિલાપ 3 : 66 (IRVGU)
ક્રોધે ભરાઈને પીછો કરીને તમે તેઓનો નાશ કરજો અને હે યહોવા, તમે તેઓનો પૃથ્વી પરથી સંહાર કરજો!

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66