Lamentations 1 : 1 (IRVGU)
જે નગર વસ્તીથી ભરેલું હતું, તે એકલવાયું થઈ ગયું છે! [QBR] જે દેશવિદેશમાં મહાન ગણાતું હતું, તે વિધવા જેવું થઈ ગયું છે! [QBR] જે દેશવિદેશમાં મહારાણી જેવું હતું, તે બીજી પ્રજાઓનું ગુલામ થઈ ગયું! [QBR]
Lamentations 1 : 2 (IRVGU)
તે રાત્રે પોક મૂકીને રડે છે અને તેના ગાલ પર અશ્રુધારા વહે છે. [QBR] તેના પ્રેમીઓમાંથી તેને શ્વાસન આપનાર કોઈ નથી. [QBR] તેના સર્વ મિત્રોએ તેને દગો કર્યો છે. તેઓ તેના શત્રુઓ થયા છે. [QBR]
Lamentations 1 : 3 (IRVGU)
દુઃખને લીધે તથા કપરી ગુલામીને લીધે યહૂદા બંદીવાસમાં ગયો છે. [QBR] તે અન્ય દેશોમાં રહે છે અને તેને વિસામો મળતો નથી. [QBR] તેની પાછળ પડનારા સર્વએ તેને સંકળામણમાં લાવીને પકડી પાડ્યો છે. [QBR]
Lamentations 1 : 4 (IRVGU)
સિયોનના માર્ગો શોક કરે છે કેમ કે ત્યાંના ઉત્સવોમાં કોઈ આવતું નથી. [QBR] તેના સર્વ દરવાજા ઉજ્જડ થઈ ગયા છે. તેના યાજકો નિસાસા નાખે છે. [QBR] તેની કુમારિકાઓ અતિ ઉદાસ થઈ ગઈ છે અને તે નગર ખિન્નતા અનુભવે છે. [QBR]
Lamentations 1 : 5 (IRVGU)
નગરના શત્રુઓ તેના સત્તાધીશો થઈ ગયા; અને સમૃદ્ધ થયા. [QBR] તેના અસંખ્ય પાપોના કારણે યહોવાહે તેને શિક્ષા કરીને તેને દુ:ખ દીધું છે. [QBR] દુશ્મનો તેનાં બાળકોને ઢસડીને બંદીવાસમાં લઈ ગયા છે. [QBR]
Lamentations 1 : 6 (IRVGU)
અને સિયોનની દીકરીની સુંદરતા જતી રહી છે. [QBR] ત્યાંના સરદારો ચારા વગરનાં હરણો જેવા થયા છે; [QBR] અને તેની પાછળ પડનારાની આગળ તેઓ બળહીન થઈને ચાલ્યા ગયા છે. [QBR]
Lamentations 1 : 7 (IRVGU)
યરુશાલેમ નગર પોતાના દુ:ખ તથા વિપત્તિના દિવસોમાં અગાઉના દિવસોમાંની પોતાની સર્વ જાહોજલાલીનું સ્મરણ કરે છે. [QBR] જ્યારે તેના લોકો શત્રુના હાથમાં પડ્યા અને તેને સહાય કરનાર કોઈ નહોતું, [QBR] ત્યારે શત્રુઓએ તેને જોયું અને તેની પાયમાલી જોઈને તેની મશ્કરી કરી. [QBR]
Lamentations 1 : 8 (IRVGU)
યરુશાલેમે ઘોર અપરાધ કર્યો છે; તેથી તે તિરસ્કારપાત્ર થઈ ગયું છે. [QBR] જેઓ તેને માન આપતા હતા તેઓ હવે તેને તુચ્છ ગણે છે, કારણ કે તેઓએ નગ્નતા જેવી તેની અવસ્થા નિહાળી છે. [QBR] તે પોતે મુખ સંતાડીને નિસાસા નાખ્યા કરે છે. [QBR]
Lamentations 1 : 9 (IRVGU)
તેની અશુદ્ધતા તેના વસ્ત્રોમાં છે. તેણે પોતાના ભવિષ્યનો વિચાર કર્યો નહિ. [QBR] તેથી આશ્ચર્યકારક રીતે તેની અધોગતિ થઈ છે. તેને દિલાસો આપનાર કોઈ નથી. [QBR] હે યહોવા, મારા દુઃખ પર દ્રષ્ટિ કરો; કેમ કે શત્રુઓ ચઢી આવ્યા છે. [QBR]
Lamentations 1 : 10 (IRVGU)
શત્રુઓએ તેની સર્વ કિંમતી વસ્તુઓ પોતાને હસ્તગત કરી લીધી. [QBR] જેઓને તમારી ભક્તિસ્થાનમાં આવવાની તમે મના કરી હતી, [QBR] તે વિદેશીઓને તમારા પવિત્રસ્થાનમાં પેસતા તેણે જોયા છે. [QBR]
Lamentations 1 : 11 (IRVGU)
તેના સર્વ લોકો નિસાસા નાખે છે, તેઓ રોટલીને માટે અહીંતહીં ભટકે છે. [QBR] તેઓએ પોતાના જીવ બચાવવાને સારુ અન્ન મેળવવા માટે પોતાની કિંમતી વસ્તુઓ આપી દીધી છે. [QBR] હે યહોવા, નજર કરીને જુઓ કે, મારો કેવો તિરસ્કાર થાય છે. [QBR]
Lamentations 1 : 12 (IRVGU)
રે પાસે થઈને સર્વ જનારા અને જોનારા, શું આ બધી બાબતોમાં તમે જોયું ના જોયું કરો છો? [QBR] મારા પર જે દુ:ખ પડ્યું છે, તે ધ્યાન આપીને જુઓ, [QBR] જે વડે યહોવાહે પોતાના ભારે કોપના સમયે મને દુઃખી કર્યું છે, તેના જેવું અન્ય કોઈ દુઃખ છે ખરું? [QBR]
Lamentations 1 : 13 (IRVGU)
ઉપરથી ઈશ્વરે મારા હાડકાંમાં અગ્નિ મોકલ્યો અને તેમણે તેઓને નિર્બળ કર્યા છે. [QBR] તેમણે મારા પગને ફસાવવા માટે જાળ પાથરી છે અને મને પાછું ફેરવ્યું છે. [QBR] તેમણે મને એકલું છોડી દીધું છે અને આખો દિવસ નિર્બળ કર્યું છે. [QBR]
Lamentations 1 : 14 (IRVGU)
મારા અપરાધોની ઝૂંસરીને તેમના હાથે જકડી લીધી છે. [QBR] તેઓ અમળાઈને મારી ગરદન પર ચઢી બેઠા છે. તેમણે મારું બળ ઓછું કર્યું છે. [QBR] જેઓની સામે હું ઊભી રહી શકતી નથી, તેઓના હાથમાં પ્રભુએ મને સોંપી છે. [QBR]
Lamentations 1 : 15 (IRVGU)
પ્રભુએ મારામાંના સર્વ શ્રેષ્ઠ યોદ્ધાઓને તુચ્છકાર્યા છે. [QBR] મારા શ્રેષ્ઠ યોદ્ધાઓને કચડી નાખવા માટે તેમણે મારી વિરુદ્ધ સભા બોલાવી છે. [QBR] પ્રભુએ દ્રાક્ષાકુંડમાં યહૂદિયાની કુંવારી દીકરીને ખૂંદી નાખી છે. [QBR]
Lamentations 1 : 16 (IRVGU)
આને લીધે હું રડું છું. તેથી મારી આંખોમાંથી આંસુઓ વહી જાય છે. [QBR] કેમ કે મને દિલાસો આપનાર તથા મારો જીવ બચાવનાર મારાથી દૂર છે. [QBR] મારાં સંતાનો નિરાધાર છે, કારણ કે શત્રુઓએ તેમને હરાવ્યાં છે. [QBR]
Lamentations 1 : 17 (IRVGU)
સિયોન પોતાના હાથ લાંબા કરે છે; પણ તેને દિલાસો આપનાર કોઈ નથી. [QBR] યહોવાહે યાકૂબ વિષે એવી આજ્ઞા આપી છે કે તેની આસપાસના રહેનારા સર્વ તેના શત્રુઓ થાય. [QBR] તેઓમાં યરુશાલેમ તિરસ્કારપાત્ર વસ્તુ જેવું થયું છે. [QBR]
Lamentations 1 : 18 (IRVGU)
યહોવા ન્યાયી છે, મેં તેમની આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું છે. [QBR] હે સર્વ લોકો, કૃપા કરીને સાંભળો અને મારા દુઃખને જુઓ. [QBR] મારી કુંવારીઓ તથા મારા જુવાનો બંદીવાસમાં ગયા છે. [QBR]
Lamentations 1 : 19 (IRVGU)
મેં મારા પ્રેમીઓ બોલાવ્યા, પણ તેઓએ મારો વિશ્વાસઘાત કર્યો. [QBR] મારા યાજકો તથા મારા વડીલો પોતાના જીવ [QBR] બચાવવા માટે અન્નને માટે વલખાં મારતા હતા, એટલામાં તેઓ નગરમાં મરણ પામ્યા. [QBR]
Lamentations 1 : 20 (IRVGU)
હે યહોવા, જુઓ, કેમ કે હું ભારે દુ:ખમાં છું; મારી આંતરડી કકળે છે. [QBR] મારા હૃદયને ચેન પડતું નથી, કેમ કે મેં ભારે વિદ્રોહ કર્યો છે. [QBR] રસ્તા પર તરવાર મારાં સંતાનોનો સંહાર કરે છે; ઘરમાં પણ મરણ જેવું વાતાવરણ છે. [QBR]
Lamentations 1 : 21 (IRVGU)
મારા નિસાસા સાંભળો. મને દિલાસો આપનાર કોઈ નથી. [QBR] મારા સર્વ દુશ્મનોએ મારા દુ:ખ વિષે સાંભળ્યું છે. આ તમે જ કર્યું છે, માટે તેઓ ખુશ થાય છે. [QBR] જે દિવસ તમે નિર્માણ કર્યો, તે દિવસ તમે તેમના પર લાવો અને તેઓ મારા જેવા થાય. [QBR]
Lamentations 1 : 22 (IRVGU)
તેઓની સર્વ દુષ્ટતા તમારી નજર આગળ આવે, [QBR] મારા સર્વ અપરાધોને લીધે તમે મારા જેવા હાલ કર્યા છે; તેવા હાલ તેઓના કરો. [QBR] કેમ કે હું ઘણા નિસાસા નાખું છું અને મારું હૃદય પીડિત થઈ ગયું છે. [PE]
❮
❯