Joshua 15 : 1 (IRVGU)
યહૂદાપુત્રોના કુળને, તેઓનાં કુટુંબો પ્રમાણે, જે વારસો સોંપવામાં આવેલો હતો તે દક્ષિણે અદોમની સરહદ સુધી વિસ્તરેલો હતો. એટલે દક્ષિણ તરફ સીનના અરણ્ય સાથે, જે સરહદનો છેવાડો ભાગ હતો ત્યાં સુધી.
Joshua 15 : 2 (IRVGU)
તેની સીમા દક્ષિણના ખારા સમુદ્રના છેડાથી, એટલે દક્ષિણના અખાતથી શરુ થતી હતી.
Joshua 15 : 3 (IRVGU)
ત્યાંથી સરહદ આક્રાબ્બીમના ઘાટની દક્ષિણે થઈને આગળ સીન સુધી ગઈ. અને કાદેશબાર્નેઆની દક્ષિણે થઈને ઉપર ગઈ. ત્યાંથી હેસ્રોન થઈને આદ્દારથી ચકરાવો ખાઈને કાર્કા સુધી ગઈ.
Joshua 15 : 4 (IRVGU)
ત્યાંથી આસ્મોન સુધી ગઈ. ત્યાંથી મિસરના ઝરણાંથી પસાર થઈને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો. આ તેમની દક્ષિણ તરફની સરહદ હતી.
Joshua 15 : 5 (IRVGU)
યર્દનના છેડા તરફ, ખારો સમુદ્ર પૂર્વ તરફની સરહદ હતી. યર્દનના છેડા તરફ સમુદ્રની ખાડીથી ઉત્તર તરફની સરહદથી શરુ થતી હતી.
Joshua 15 : 6 (IRVGU)
તે સરહદ બેથ-હોગ્લા અને બેથ-અરાબાની ઉત્તર તરફ પસાર થઈને આગળ ગઈ. પછી તે સરહદ બોહાનની શિલા, રુબેનના દીકરા સુધી ગઈ.
Joshua 15 : 7 (IRVGU)
પછી તે સરહદ આખોરની ખીણથી દબીર સુધી ગઈ, તે જ પ્રમાણે ઉત્તર તરફ ગિલ્ગાલના વળાંક સુધી, કે જે નદીની દક્ષિણ બાજુ પર, અદુમ્મીમના ઘાટની સામે છે ત્યાં સુધી ગઈ. પછી તે સરહદ એન શેમેશનાં ઝરણાંથી પસાર થઈ અને એન-રોગેલ આગળ પૂરી થઈ.
Joshua 15 : 8 (IRVGU)
પછી તે સરહદ હિન્નોમના પુત્રની ખીણ પાસે થઈને યબૂસીઓના નગરની દક્ષિણ તરફ (એટલે યરુશાલેમ) સુધી ગઈ. પછી તે હિન્નોમની ખીણની સામે પશ્ચિમે આવેલા પર્વતના શિખર પર, જે રફાઈમની ખીણના ઉત્તરના છેડા સુધી તે સરહદ ગઈ.
Joshua 15 : 9 (IRVGU)
પછી તે સરહદ પર્વતના શિખરથી તે નેફતોઆના ઝરણાં સુધી ગઈ, ત્યાંથી એફ્રોન પર્વતનાં નગરો સુધી ગઈ. પછી તે સરહદ બાલા (એટલે કિર્યાથ-યારીમ) સુધી અંકાયેલી હતી.
Joshua 15 : 10 (IRVGU)
પછી તે સરહદ ત્યાંથી વળીને પશ્ચિમ તરફ બાલાથી સેઈર પર્વત સુધી ગઈ, પછી આગળ વધીને ઉત્તર તરફ યારીમ પર્વતની (એટલે કસાલોન) ની બાજુથી પસાર થઈ અને બેથ-શેમેશ સુધી નીચે થઈને તિમ્નાથી પસાર થઈને આગળ વધી.
Joshua 15 : 11 (IRVGU)
તે સરહદ ઉત્તર તરફ એક્રોનની બાજુએ ગઈ, પછી શિક્કરોનથી વળીને, બાલા પર્વતથી પસાર થઈને યાબ્નએલ સુધી ગઈ. તે સરહદનો અંત સમુદ્ર પાસે આવ્યો.
Joshua 15 : 12 (IRVGU)
પશ્ચિમી સરહદ મોટા સમુદ્ર તથા તેના કિનારા સુધી હતી. આ યહૂદાના કુળની તેમનાં કુટુંબો પ્રમાણે ચારેબાજુની સરહદ હતી.
Joshua 15 : 13 (IRVGU)
યહોશુઆએ યહોવાહની આજ્ઞાનું પાલન કર્યું, તેણે યફૂન્નેના દીકરા કાલેબને યહૂદા કુળની વચ્ચે જમીન સોંપી, કિર્યાથ-આર્બા, જે હેબ્રોન છે તે આપ્યું, આર્બા આનાકનો પિતા હતો.
Joshua 15 : 14 (IRVGU)
અને કાલેબે અનાકના વંશનાં ત્રણ કુળોને એટલે શેશાય, અહીમાન તથા તાલ્માય જે અનાકના પુત્રો હતા તેઓને ત્યાંથી કાઢી મૂક્યા.
Joshua 15 : 15 (IRVGU)
તેણે ત્યાંથી દબીરના રહેવાસીઓ પર ચઢાઈ કરી. દબીરનું નામ તો પૂર્વે કિર્યાથ-સેફેર હતું.
Joshua 15 : 16 (IRVGU)
કાલેબે કહ્યું, “જે કોઈ માણસ કિર્યાથ-સેફેર પર હુમલો કરશે અને તેને કબજે કરશે, તેને હું મારી દીકરી આખ્સાહ સાથે પરણાવીશ.”
Joshua 15 : 17 (IRVGU)
કાલેબના ભાઈ કનાઝના દીકરા ઓથ્નીએલે કિર્યાથ-સેફેર જીતી લીધું. તેથી કાલેબે તેની દીકરી આખ્સાહનાં લગ્ન તેની સાથે કરાવ્યાં.
Joshua 15 : 18 (IRVGU)
Joshua 15 : 19 (IRVGU)
જયારે આખ્સાહ ઓથ્નીએલ પાસે આવી, ત્યારે એમ થયું કે, તેણે તેને તેના પિતા પાસેથી ખેતર માગવાની વિનંતી કરી. અને આખ્સા તેના જાનવર પરથી ઊતરી. અને કાલેબે તેને કહ્યું કે, “તારે શું જોઈએ છે?”
Joshua 15 : 20 (IRVGU)
આખ્સાહએ ઉત્તર આપ્યો, “મારા પર વિશેષ કરીને કૃપા કર. તેં મને નેગેબની જમીન તો આપી જ છે, પાણીના થોડા ઝરા પણ મને આપ.” અને કાલેબે તેને ઉપરના ભાગના અને નીચાણના ભાગના ઝરા આપ્યાં.
Joshua 15 : 21 (IRVGU)
આ યહૂદાપુત્રોના કુળનું વતન તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે. અને નેગેબમાં અદોમની સરહદની તરફ યહૂદાપુત્રોના કુળનાં છેવાડાં નગરો કાબ્સએલ, એદેર તથા યાગૂર,
Joshua 15 : 22 (IRVGU)
કિના, દીમોના, આદાદા,
Joshua 15 : 23 (IRVGU)
કેદેશ, હાસોર, પિથ્નાન,
Joshua 15 : 24 (IRVGU)
ઝીફ, ટેલેમ, બેઆલોથ;
Joshua 15 : 25 (IRVGU)
હાસોર-હદાત્તા, કરીયોથ-હેસ્રોન (એટલે હાસોર),
Joshua 15 : 26 (IRVGU)
અમામ, શેમા, મોલાદા,
Joshua 15 : 27 (IRVGU)
હસાર-ગાદ્દાહ, શ્હેમોન, બેથ-પેલેટ,
Joshua 15 : 28 (IRVGU)
હસાર-શૂઆલ, બેર-શેબા, બિઝયોથ્યા.
Joshua 15 : 29 (IRVGU)
બાલા, ઈયીમ તથા એસેમ,
Joshua 15 : 30 (IRVGU)
એલ્તોલાદ, કસીલ તથા હોર્મા,
Joshua 15 : 31 (IRVGU)
સિકલાગ, માદમાન્ના તથા સાન્સાન્ના,
Joshua 15 : 32 (IRVGU)
લબાઓથ, શિલ્હીમ, આઈન અને રિમ્મોન. તેઓના તાબાના ગામો સહિત કુલ ઓગણત્રીસ નગરો હતાં.
Joshua 15 : 33 (IRVGU)
પશ્ચિમ તરફના નીચાણના પર્વતીય પ્રદેશમાં, એશ્તાઓલ, સોરા તથા આશના;
Joshua 15 : 34 (IRVGU)
ઝાનોઆ, એન-ગાન્નીમ, તાપ્પૂઆ તથા એનામ,
Joshua 15 : 35 (IRVGU)
યાર્મૂથ, અદુલ્લામ, સોખો તથા અઝેકા,
Joshua 15 : 36 (IRVGU)
શારાઈમ, અદીથાઈમ, ગદેરા ગદરોથાઈમ; તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ ચૌદ નગરો હતાં.
Joshua 15 : 37 (IRVGU)
સનાન, હદાશા તથા મિગ્દાલ-ગાદ,
Joshua 15 : 38 (IRVGU)
દિલાન, મિસ્પા તથા યોક્તએલ,
Joshua 15 : 39 (IRVGU)
લાખીશ, બોસ્કાથ તથા એગ્લોન.
Joshua 15 : 40 (IRVGU)
કાબ્બોન, લાહમામ તથા કિથ્લીશ.
Joshua 15 : 41 (IRVGU)
ગદેરોથ, બેથ-દાગોન, નામા તથા માક્કેદા. તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ સોળ નગરો હતાં.
Joshua 15 : 42 (IRVGU)
લિબ્ના, એથેર તથા આશાન,
Joshua 15 : 43 (IRVGU)
યફતા, આશના તથા નસીબ,
Joshua 15 : 44 (IRVGU)
કઈલા, આખ્ઝીબ તથા મારેશા, તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ નવ નગરો હતા.
Joshua 15 : 45 (IRVGU)
એક્રોન, તેનાં નગરો અને ગામો સહિત;
Joshua 15 : 46 (IRVGU)
એટલે એક્રોનથી તે મહાસમુદ્ર સુધી આશ્દોદની નજીક જે સર્વ નગરો હતા તે તેઓનાં ગામો સહિત.
Joshua 15 : 47 (IRVGU)
Joshua 15 : 48 (IRVGU)
આશ્દોદની, આસપાસના નગરો તથા ગામો; ગાઝા, આસપાસનાં નગરો તથા ગામો; મિસરનું નાળું તથા મહાસમુદ્ર તેનો દરિયાકિનારો ત્યાં સુધીનાં. પહાડી પ્રદેશમાં શામીર, યાત્તીર તથા સોખો,
Joshua 15 : 49 (IRVGU)
દાન્ના તથા કિર્યાથ-સાન્ના, (એટલે દબીર),
Joshua 15 : 50 (IRVGU)
અનાબ, એશ્તમો તથા આનીમ,
Joshua 15 : 51 (IRVGU)
ગોશેન, હોલોન તથા ગીલોહ. તેઓના તાબાના ગામો સહિત કુલ આ અગિયાર નગરો હતા.
Joshua 15 : 52 (IRVGU)
અરાબ, દૂમા તથા એશાન,
Joshua 15 : 53 (IRVGU)
યાનીમ, બેથ-તાપ્પૂઆ તથા અફેકા,
Joshua 15 : 54 (IRVGU)
હુમ્ટા, કિર્યાથ-આર્બા (એટલે હેબ્રોન) તથા સીઓર. તેઓના તાબાના ગામો સહિત કુલ આ નવ નગરો હતાં.
Joshua 15 : 55 (IRVGU)
માઓન, કાર્મેલ, ઝીફ, યૂટા,
Joshua 15 : 56 (IRVGU)
યિઝ્રએલ, યોકદામ, ઝાનોઆ,
Joshua 15 : 57 (IRVGU)
કાઈન, ગિબયા તથા તિમ્ના તેઓના ગામો સહિત આ દસ નગરો.
Joshua 15 : 58 (IRVGU)
હાલ્હૂલ, બેથ-સૂર, ગદોર,
Joshua 15 : 59 (IRVGU)
મારાથ, બેથ-અનોથ તથા એલ્તકોન તેઓનાં ગામો સહિત આ છ નગરો.
Joshua 15 : 60 (IRVGU)
Joshua 15 : 61 (IRVGU)
કિર્યાથ-બાલ (એટલે કિર્યાથ-યારીમ) તથા રાબ્બા, તેઓનાં ગામો સહિત આ બે નગરો. અરણ્યમાં બેથ-અરાબા, મિદ્દીન તથા સખાખા,
Joshua 15 : 62 (IRVGU)
નિશ્બાન, ખારાનું નગર તથા એન-ગેદી; તેઓનાં ગામો સહિત આ છ નગરો.
Joshua 15 : 63 (IRVGU)
પણ યરુશાલેમના રહેવાસી યબૂસીઓને યહૂદા કુળના લોકો કાઢી શક્યા નહિ; તેથી યબૂસીઓ આજ સુધી યહૂદા કુળની સાથે યરુશાલેમમાં રહે છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63