યહોશુઆ 12 : 1 (IRVGU)
હવે આ દેશના રાજાઓ જેમના પર ઇઝરાયલના માણસોએ વિજય મેળવ્યો. યર્દનની પેલે પાર જ્યાંથી સૂર્યોદય થાય છે, આર્નોન નદીની ખીણથી હેર્મોન પર્વત તથા પૂર્વ તરફનો સઘળો અરાબા સુધીનો સઘળો દેશ કબજે કરી લીધો.
યહોશુઆ 12 : 2 (IRVGU)
સિહોન જે અમોરીઓનો રાજા હેશ્બોનમાં રહેતો હતો. તેણે આર્નોન ખીણની સરહદ પર આવેલા અરોએરથી ખીણની મધ્યેના શહેર અને અર્ધ ગિલ્યાદથી તે આમ્મોનીઓની સરહદ ઉપરની યાબ્બોક નદી સુધી રાજ કર્યું.
યહોશુઆ 12 : 3 (IRVGU)
સિહોને પૂર્વ તરફ કિન્નેરોથ સમુદ્ર સુધી અરાબા સુધી તથા પૂર્વ તરફ અરાબાના સમુદ્ર (ખારા સમુદ્ર) સુધી, બેથ-યશીમોથને રસ્તે અને દક્ષિણ તરફ, પિસ્ગાહ પર્વતની તળેટી સુધી રાજ કર્યું હતું.
યહોશુઆ 12 : 4 (IRVGU)
રફાઈઓના બાકી રહેલામાંનો બાશાનનો રાજા ઓગ, કે જે આશ્તારોથ તથા એડ્રેઇમાં રહેતો હતો.
યહોશુઆ 12 : 5 (IRVGU)
તેણે હેર્મોન પર્વત, સાલખા, આખા બાશાન, ગશૂરના લોકોની અને માખાથીઓની હદ સુધી અને અર્ધ ગિલ્યાદ, હેશ્બોનના રાજા સિહોનની હદ સુધી, રાજ કર્યું.
યહોશુઆ 12 : 7 (IRVGU)
યહોવાહનાં સેવક મૂસાએ અને ઇઝરાયલના લોકોએ તેઓને હરાવ્યા. યહોવાહનાં સેવકે મૂસાએ રુબેનીઓને, ગાદીઓને અને મનાશ્શાના અર્ધકુળને તે દેશ વતન તરીકે આપ્યો. યહોશુઆએ તથા ઇઝરાયલના લોકોએ જે રાજાઓને મારી નાખ્યા તેઓનો દેશ યર્દનની પશ્ચિમ બાજુએ, લબાનોનની ખીણમાંના બાલ-ગાદથી અદોમની પાસેના હાલાક પર્વત સુધી હતો. યહોશુઆએ ઇઝરાયલનાં કુળોને તે દેશ તેમના હિસ્સા પ્રમાણે વતન તરીકે આપ્યો.
યહોશુઆ 12 : 8 (IRVGU)
આ વિસ્તારમાં પહાડી પ્રદેશ, નીચાણવાળો પ્રદેશ, અરાબા, પર્વતોના ઢોળાવનો પ્રદેશ, અરણ્ય અને નેગેબનો સમાવેશ થતો હતો. તેમાં હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓનો વસવાટ હતો.
યહોશુઆ 12 : 9 (IRVGU)
મારી નંખાયેલા રાજાઓમાં યરીખોનો રાજા, બેથેલની પાસેના આયનો રાજા,
યહોશુઆ 12 : 10 (IRVGU)
યરુશાલેમનો રાજા, હેબ્રોનનો રાજા,
યહોશુઆ 12 : 11 (IRVGU)
યાર્મૂથનો રાજા, લાખીશનો રાજા,
યહોશુઆ 12 : 12 (IRVGU)
એગ્લોનનો રાજા, ગેઝેરનો રાજા,
યહોશુઆ 12 : 13 (IRVGU)
દબીરનો રાજા, ગેદેરનો રાજા,
યહોશુઆ 12 : 14 (IRVGU)
હોર્માનો રાજા, અરાદનો રાજા,
યહોશુઆ 12 : 15 (IRVGU)
લિબ્નાનો રાજા, અદુલ્લામનો રાજા,
યહોશુઆ 12 : 16 (IRVGU)
માક્કેદાનો રાજા, બેથેલનો રાજા,
યહોશુઆ 12 : 17 (IRVGU)
તાપ્પૂઆનો રાજા, હેફેરનો રાજા,
યહોશુઆ 12 : 18 (IRVGU)
અફેકનો રાજા, લાશ્શારોનનો રાજા,
યહોશુઆ 12 : 19 (IRVGU)
માદોનનો રાજા, હાસોરનો રાજા,
યહોશુઆ 12 : 20 (IRVGU)
શિમ્રોન-મરોનનો રાજા, આખ્શાફનો રાજા,
યહોશુઆ 12 : 21 (IRVGU)
તાનાખનો રાજા, મગિદ્દોનો રાજા,
યહોશુઆ 12 : 22 (IRVGU)
કેદેશનો રાજા, કાર્મેલમાંના યોકનામનો રાજા,
યહોશુઆ 12 : 23 (IRVGU)
દોરના પર્વત પરના દોરનો રાજા, ગિલ્ગાલમાંના ગોઈમનો રાજા,
યહોશુઆ 12 : 24 (IRVGU)
અને તિર્સાનો રાજા હતો. એ મળીને રાજાઓની કુલ સંખ્યા એકત્રીસ હતી.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24