Joshua 11 : 1 (IRVGU)
જયારે હાસોરના રાજા, યાબીને આ સાંભળ્યું, ત્યારે તેણે માદોનના રાજા યોબાબને, શિમ્રોનના રાજાને તથા આખ્શાફના રાજાને
Joshua 11 : 2 (IRVGU)
અને જેઓ ઉત્તરે પર્વતીય દેશમાં, કિન્નેરોથની દક્ષિણે યર્દન નદીની ખીણમાં, નીચાણવાળા દેશોમાં અને પશ્ચિમે દોરના પર્વત પર હતા તે રાજાઓને સંદેશો મોકલ્યો.
Joshua 11 : 3 (IRVGU)
તેણે પૂર્વ અને પશ્ચિમના કનાનીઓ, અમોરીઓ, હિત્તીઓ, પરિઝીઓ, પર્વતીય દેશના યબૂસીઓને તથા મિસ્પાના દેશમાં હેર્મોન પર્વતથી હિવ્વીઓને પણ સંદેશ મોકલ્યો.
Joshua 11 : 4 (IRVGU)
તેઓની સાથે તેઓનાં સર્વ સૈન્ય, સૈનિકોની મોટી સંખ્યા, સમુદ્ર કાંઠા પરની રેતી સમાન સંખ્યામાં બહાર આવ્યા. તેઓની પાસે વિપુલ પ્રમાણમાં ઘોડા અને રથો હતા.
Joshua 11 : 5 (IRVGU)
આ બધા રાજાઓ ઠરાવેલા સમયે મળ્યા અને ઇઝરાયલ સાથે યુદ્ધ કરવાને તેઓએ મેરોમ સરોવર પાસે છાવણી કરી.
Joshua 11 : 6 (IRVGU)
યહોવાહે યહોશુઆને કહ્યું, “તેઓથી બીશ નહિ. કેમ કે આવતી કાલે, હું ઇઝરાયલને તેઓ સર્વને મૃત અવસ્થામાં સોંપીશ. તમે તેઓના ઘોડાઓનાં જાંઘની નસો કાપશો અને તેઓના રથ અગ્નિથી બાળશો.”
Joshua 11 : 7 (IRVGU)
યહોશુઆ અને યુદ્ધ કરનારા મેરોમ સરોવર પાસે તેઓ પર ઓચિંતા આવીને તૂટી પડ્યા.
Joshua 11 : 8 (IRVGU)
યહોવાહે શત્રુઓને ઇઝરાયલના હાથમાં સોંપ્યા, તેઓએ તરવારથી તેઓને માર્યા. તેઓ સિદોન, મિસ્રેફોથ-માઇમ, પૂર્વ તરફ મિસ્પાની ખીણ સુધી તેઓની પાછળ પડયા. તેઓએ તેમને તરવારથી એવા માર્યા કે તેઓમાંનો એક પણ જીવતો રહ્યો નહિ.
Joshua 11 : 9 (IRVGU)
યહોવાહે યહોશુઆને કહ્યું હતું તે પ્રમાણે તેણે તેઓની સાથે કર્યું. તેણે તેઓના ઘોડાઓનાં જાંઘની નસો કાપી અને તેઓના રથો અગ્નિથી બાળી નાખ્યા.
Joshua 11 : 10 (IRVGU)
તે સમયે યહોશુઆએ પાછા ફરીને હાસોર કબજે કર્યું. તેણે તરવારથી તેના રાજાને મારી નાખ્યો. હાસોર આ બધા રાજ્યોમાં મુખ્ય હતું.
Joshua 11 : 11 (IRVGU)
ત્યાંના તમામ સજીવ પ્રાણીઓને તેઓએ મારી નાખ્યાં. કોઈ પણ પ્રાણીને જીવિત રહેવા દેવામાં આવ્યું નહિ. પછી તેણે હાસોરને બાળી મૂક્યું.
Joshua 11 : 12 (IRVGU)
યહોશુઆએ આ બધા રાજાઓના નગરોને કબજે કર્યા. તેણે તે બધા રાજાઓને પણ તાબે કર્યા. યહોવાહનાં સેવક મૂસાએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે તેઓનો તરવારથી સંપૂર્ણપણે નાશ કર્યો.
Joshua 11 : 13 (IRVGU)
તે સિવાયના પર્વત પર બાંધેલા કોઈ નગરોને તેણે બાળ્યાં નહિ. યહોશુઆએ એકલા હાસોરને જ બાળ્યું.
Joshua 11 : 14 (IRVGU)
ઇઝરાયલના સૈન્યએ પોતાના માટે આ નગરોમાંથી જાનવરો સહિત બધું લૂંટી લીધું. તેઓએ તરવારથી દરેક માણસને મારી નાખ્યાં. તેઓએ કોઈને જીવિત રહેવા દીધાં નહિ.
Joshua 11 : 15 (IRVGU)
યહોવાહે પોતાના સેવક મૂસાને આજ્ઞા આપી હતી તે જ પ્રમાણે મૂસાએ યહોશુઆને આજ્ઞા આપી હતી. અને યહોવા મૂસાને જે કરવાની આજ્ઞા આપી હતી તે સઘળામાંથી યહોશુઆએ કોઈ પણ કામ કરવામાં કચાશ રાખી નહિ.
Joshua 11 : 16 (IRVGU)
યહોશુઆએ તે સર્વ દેશ, પર્વતીય દેશ, આખો નેગેબ, આખો ગોશેન દેશ, નીચાણની ટેકરીઓ, યર્દન નદીની ખીણ, ઇઝરાયલનો પર્વતીય દેશ અને નીચાણવાળો દેશ કબજે કર્યો.
Joshua 11 : 17 (IRVGU)
સેઈર પાસેના હાલાક પર્વતથી, તે હેર્મોન પર્વતની તળેટીના લબાનોનની નજીકની ખીણમાં બાલ-ગાદ જેટલા દૂર સુધી ઉત્તરે જતા, તેણે તેના સર્વ રાજાઓને પકડીને તેઓને મારી નાખ્યા.
Joshua 11 : 18 (IRVGU)
યહોશુઆએ તે સર્વ રાજાઓ સાથે લાંબા સમય સુધી યુદ્ધ કર્યું.
Joshua 11 : 19 (IRVGU)
હિવ્વીઓ કે જે ગિબ્યોનમાં રહેતા હતા તેમના સિવાય ઇઝરાયલ સાથે એકેય નગરે સંધિ કરી નહિ. ઇઝરાયલે બાકીનાં બધાં નગરોને યુદ્ધમાં કબજે કર્યાં.
Joshua 11 : 20 (IRVGU)
કેમ કે યહોવા તેઓનાં હૃદયોને કઠણ કર્યાં હતાં કે જેથી તેઓ આવે અને ઇઝરાયલ વિરુદ્ધ યુદ્ધ કરે જેથી તે તેઓનો સંપૂર્ણ નાશ કરે. તેમની દયાની અરજ સાંભળવામાં આવે નહિ. અને મૂસાને યહોવા જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેઓનો સંપૂર્ણ નાશ કરવામાં આવે.
Joshua 11 : 21 (IRVGU)
અને તે વખતે યહોશુઆએ જઈને પહાડી પ્રદેશમાંના, હેબ્રોનમાંના, દબીરમાંના, અનાબમાંના, યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાંના અને ઇઝરાયલના આખા પહાડી પ્રદેશમાંના અનાકીઓનો સંહાર કર્યો. યહોશુઆએ તેઓનો તથા તેઓના નગરોનો સંપૂર્ણ સંહાર કર્યો.
Joshua 11 : 22 (IRVGU)
કેવળ ગાઝા, ગાથ અને આશ્દોદમાં કેટલાક જીવતા રહ્યા. ઇઝરાયલ દેશમાં એક પણ અનાકીને રહેવા દીધો નહિ.
Joshua 11 : 23 (IRVGU)
જેમ યહોવાહે મૂસાને જે કહ્યું હતું તે પ્રમાણે યહોશુઆએ આખો દેશ કબજે કર્યો. યહોશુઆએ ઇઝરાયલને તેઓનાં કુળો પ્રમાણે તે વારસામાં આપ્યો. પછી દેશમાં યુદ્ધને બદલે શાંતિ પ્રસરેલી રહી.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23