John 9 : 1 (IRVGU)
જન્મથી આંધળો દેખાતો થયો ઈસુ રસ્તે જતા હતા તેવામાં તેમણે જન્મથી અંધ એવા એક માણસને જોયો.
John 9 : 2 (IRVGU)
તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે, 'ગુરુજી, જે પાપને લીધે તે માણસ અંધ જનમ્યો, તે પાપ કોણે કર્યું? તેણે કે તેનાં માતાપિતાએ?'
John 9 : 3 (IRVGU)
ઈસુએ ઉત્તર આપ્યો કે, 'તેણે કે તેનાં માતાપિતાએ તે પાપ કર્યું, તેથી નહિ; પણ ઈશ્વરનાં કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું.
John 9 : 4 (IRVGU)
જ્યાં સુધી દિવસ છે, ત્યાં સુધી જેમણે મને મોકલ્યો છે તેમના કામ આપણે કરવાં જોઈએ; રાત આવે છે કે, જયારે કોઈથી કામ કરી શકાતું નથી.
John 9 : 5 (IRVGU)
જયારે હું દુનિયામાં છું ત્યારે હું માનવજગતનું અજવાળું છું.'
John 9 : 6 (IRVGU)
આ પ્રમાણે બોલીને ઈસુ જમીન પર થૂંક્યાં અને થૂંકથી કાદવ બનાવીને, તેમણે તે કાદવ તેની આંખો પર લગાડીને
John 9 : 7 (IRVGU)
તેને કહ્યું કે, “તું જઈને આંખોને શિલોઆહ એટલે 'મોકલેલા' ના હોજમાં ધો.” તે ગયો અને આંખોને ધોઈને દેખતો થઈને ઘરે આવ્યો.
John 9 : 8 (IRVGU)
પછી તેના પડોશીઓએ તથા જેઓએ તેને અગાઉ ભિખારી જોયો હતો તેઓએ કહ્યું કે, 'જે બેસીને ભીખ માગતો હતો, તે શું એ જ નથી?'
John 9 : 9 (IRVGU)
કેટલાકે કહ્યું, 'હા તે એ જ છે;' બીજાઓએ કહ્યું, 'ના, પણ તે તેના જેવો છે;' પણ તેણે પોતે કહ્યું, 'હું તે જ છું.'
John 9 : 10 (IRVGU)
તેઓએ તેને કહ્યું કે, 'ત્યારે તારી આંખો શી રીતે ઊઘડી?'
John 9 : 11 (IRVGU)
તેણે ઉત્તર આપ્યો કે, 'જે માણસ ઈસુ કહેવાય છે તેમણે કાદવ બનાવ્યો અને મારી આંખો પર લગાવીને મને કહ્યું કે, તું શિલોઆહમાં જઈને ધો; તેથી હું ગયો અને આંખો ધોઈને દેખતો થયો.'
John 9 : 12 (IRVGU)
તેઓએ તેને કહ્યું કે, 'તે ક્યાં છે?' તેણે કહ્યું, 'હું જાણતો નથી.'
John 9 : 13 (IRVGU)
આ ચમત્કાર વિષે ફરોશીઓએ કરેલી તપાસ જે અગાઉ અંધ હતો, તેને તેઓ ફરોશીઓની પાસે લાવ્યા.
John 9 : 14 (IRVGU)
હવે જે દિવસે ઈસુએ કાદવ બનાવીને તેની આંખો ઉઘાડી હતી, તે દિવસ વિશ્રામવાર હતો.
John 9 : 15 (IRVGU)
માટે ફરોશીઓએ ફરીથી તેને પૂછ્યું કે, 'તું શી રીતે દેખતો થયો?' તેણે તેઓને કહ્યું કે, 'તેમણે મારી આંખો પર કાદવ લગાડ્યો અને હું આંખો ધોઈને દેખતો થયો છું.'
John 9 : 16 (IRVGU)
ફરોશીઓમાંના કેટલાકે કહ્યું કે, 'તે માણસ ઈશ્વરની પાસેથી આવ્યો નથી, કેમ કે તે વિશ્રામવાર પાળતો નથી;' પણ બીજાઓએ કહ્યું કે, 'પાપી માણસ એવા ચમત્કારિક ચિહ્નો શી રીતે કરી શકે?' એમ તેઓમાં બે ભાગલા પડ્યા.
John 9 : 17 (IRVGU)
ત્યારે તેઓએ ફરીથી તે અંધને પૂછ્યું કે, 'તેણે તારી આંખો ઉઘાડી, માટે તેને વિષે તું શું કહે છે?' ત્યારે તેણે કહ્યું કે, 'તે પ્રબોધક છે.'
John 9 : 18 (IRVGU)
પણ યહૂદીઓએ તે દેખતા થયેલાનાં માતાપિતાને બોલાવ્યા ત્યાં સુધી તેઓ તેને વિષે માનતા ન હતા કે, તે અંધ હતો અને દેખતો થયો છે.
John 9 : 19 (IRVGU)
તેઓએ તેમને પૂછ્યું કે, 'શું આ તમારો દીકરો છે, જેને વિષે તમે કહો છો કે, તે જન્મથી અંધ હતો? તો પછી તે કેવી રીતે દેખતો થયો છે?'
John 9 : 20 (IRVGU)
તેનાં માતાપિતાએ ઉત્તર આપ્યો કે, 'તે અમારો દીકરો છે અને જન્મથી અંધ હતો, તે અમે જાણીએ છીએ.
John 9 : 21 (IRVGU)
પણ હમણાં તે કેવી રીતે દેખતો થયો છે, તે અમે જાણતા નથી; અને તેની આંખો કોણે ઉઘાડી તે પણ અમે જાણતા નથી; તે જુવાન છે; તેને પૂછો, તે પોતે કહેશે.'
John 9 : 22 (IRVGU)
તેનાં માતાપિતા યહૂદીઓથી ડરતા હતાં માટે તેઓએ તેમ કહ્યું; કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે, 'તે ખ્રિસ્ત છે' એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો.
John 9 : 23 (IRVGU)
માટે તેનાં માતાપિતાએ કહ્યું કે, 'તે પુખ્તવયનો છે, તેને પૂછો.'
John 9 : 24 (IRVGU)
તેથી અગાઉ જે અંધ હતો, તેને તેઓએ બીજી વાર બોલાવીને કહ્યું, 'ઈશ્વરની સ્તુતિ કર; અમે જાણીએ છીએ કે તે માણસ તો પાપી છે.'
John 9 : 25 (IRVGU)
ત્યારે તેણે ઉત્તર આપ્યો, 'તે પાપી છે કે નહિ, તે હું જાણતો નથી; પણ એક વાત હું જાણું છું કે, હું અંધ હતો અને હવે હું દેખતો થયો છું.'
John 9 : 26 (IRVGU)
ત્યારે તેઓએ તેને કહ્યું કે, 'તેણે તને શું કર્યું? તારી આંખો તેણે શી રીતે ઉઘાડી?'
John 9 : 27 (IRVGU)
તેણે તેઓને ઉત્તર આપ્યો કે, 'મેં હમણાં જ તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ; તમે શા માટે ફરીથી સાંભળવા માગો છો? શું તમે પણ તેમના શિષ્યો થવા ચાહો છો?'
John 9 : 28 (IRVGU)
ત્યારે તેઓએ તેની મશ્કરી કરતાં કહ્યું કે, 'તું તેમનો શિષ્ય છે; પણ અમે તો મૂસાના શિષ્યો છીએ.
John 9 : 29 (IRVGU)
ઈશ્વર મૂસાની સાથે બોલ્યા, તે અમે જાણીએ છીએ; પણ અમે નથી જાણતા કે, તે માણસ તો ક્યાંનાં છે.'
John 9 : 30 (IRVGU)
તે માણસે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, 'એ તો અજાયબ જેવું છે કે, તેમણે મારી આંખો ઉઘાડી તે છતાં પણ તે ક્યાંનાં છે, તે તમે જાણતા નથી.
John 9 : 31 (IRVGU)
આપણે જાણીએ છીએ કે, ઈશ્વર પાપીઓનું સાંભળતાં નથી; પણ જો કોઈ ઈશ્વરને ભજનાર હોય અને તેમની ઇચ્છા પ્રમાણે કરતો હોય, તો તે તેમનું સાંભળે છે.
John 9 : 32 (IRVGU)
સૃષ્ટિના આરંભથી એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે, જન્મથી અંધ માણસની આંખો કોઈએ ઉઘાડી હોય.
John 9 : 33 (IRVGU)
જો તે મનુષ્ય ઈશ્વરની પાસેથી આવ્યા ન હોય, તો તે કંઈ કરી શકતા નથી.'
John 9 : 34 (IRVGU)
તેઓએ તેને ઉત્તર આપ્યો કે, 'તું તો તદ્દન પાપોમાં જનમ્યો છે અને શું તું અમને બોધ કરે છે?' પછી તેઓએ તેને સભાસ્થાનમાંથી બહાર કાઢી મૂક્યો.
John 9 : 35 (IRVGU)
આત્મિક અંધાપો તેઓએ તેને બહાર કાઢી મૂક્યો છે, એવું ઈસુએ સાંભળ્યું ત્યારે તેમણે તેને શોધીને કહ્યું કે, 'તું શું માણસના દીકરા પર વિશ્વાસ કરે છે?'
John 9 : 36 (IRVGU)
તેણે ઉત્તર આપ્યો કે, 'હે પ્રભુ, તે કોણ છે કે, હું તેમના પર વિશ્વાસ કરું?'
John 9 : 37 (IRVGU)
ઈસુએ તેને કહ્યું કે, 'તેં તેમને જોયા છે અને જે તારી સાથે વાત કરે છે, તે જ તે છે.'
John 9 : 38 (IRVGU)
તેણે કહ્યું કે, 'પ્રભુ, હું વિશ્વાસ કરું છું.' પછી તેણે તેમનું ભજન કર્યું.
John 9 : 39 (IRVGU)
ઈસુએ કહ્યું કે, 'જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય અને જેઓ દેખતા છે તેઓ અંધ થાય, માટે ન્યાયને સારુ હું આ દુનિયામાં આવ્યો છું.'
John 9 : 40 (IRVGU)
જે ફરોશીઓ તેમની પાસે હતા તેઓએ તે વાતો સાંભળીને તેમને પૂછ્યું, 'તો શું અમે પણ અંધ છીએ?'
John 9 : 41 (IRVGU)
ઈસુએ તેઓને કહ્યું કે, “જો તમે અંધ હોત તો તમને પાપ ન લાગત; પણ હવે તમે કહો છો કે, 'અમે દેખતા છીએ,' માટે તમારું પાપ કાયમ રહે છે.”
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41