John 7 : 1 (IRVGU)
{#1ઈસુ અને તેમના ભાઈઓ } [PS]અને પછી ઈસુ ગાલીલમાં ફર્યા, કેમ કે યહૂદીઓ તેમને મારી નાખવા શોધતાં હતા, માટે યહૂદિયામાં ફરવાને તે ચાહતા નહોતા.
John 7 : 2 (IRVGU)
હવે યહૂદીઓનું માંડવાપર્વ પાસે આવ્યું હતું. [PE]
John 7 : 3 (IRVGU)
[PS]માટે તેમના ભાઈઓએ તેને કહ્યું કે, 'અહીંથી યહૂદિયામાં જાઓ કે, તમે જે કામો કરો છો તે તમારા શિષ્યો પણ જુએ.
John 7 : 4 (IRVGU)
કેમ કે કોઈ પોતે પ્રસિદ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઈ કરતો નથી; જો તમે એ કામો કરો છો, તો દુનિયાની આગળ પોતાને જાહેર કરો.' [PE]
John 7 : 5 (IRVGU)
[PS]કેમ કે તેમના ભાઈઓએ પણ તેમના પર વિશ્વાસ કર્યો ન હતો.
John 7 : 6 (IRVGU)
ત્યારે ઈસુ તેઓને કહે છે કે, 'મારો સમય હજી આવ્યો નથી; પણ તમારા માટે સર્વ સમય એક સમાન છે.
John 7 : 7 (IRVGU)
જગત તમારો દ્વેષ કરી નથી શકતું, પણ મારો તો તે દ્વેષ કરે છે; કેમ કે તે વિષે હું એવી સાક્ષી આપું છું કે, તેનાં કામ દુષ્ટ છે. [PE]
John 7 : 8 (IRVGU)
[PS]તમે આ પર્વમાં જાઓ; મારો સમય હજી પરિપૂર્ણ થયો નથી, માટે હું આ પર્વમાં જતો નથી.'
John 7 : 9 (IRVGU)
ઈસુ તેઓને એ વાત કહીને ગાલીલમાં જ રહ્યા. [PE]
John 7 : 10 (IRVGU)
{#1માંડવા પર્વમાં ઈસુ } [PS]પરંતુ ઈસુના ભાઈઓ પર્વમાં ગયા, તે પણ જાહેરમાં નહિ, પણ ખાનગી રીતે ગયા.
John 7 : 11 (IRVGU)
ત્યારે યહૂદીઓએ પર્વમાં તેમની શોધ કરતાં કહ્યું કે, 'તે ક્યાં છે?' [PE]
John 7 : 12 (IRVGU)
[PS]તેમને વિષે લોકોમાં ઘણી ચર્ચા ચાલી; કેમ કે કેટલાકે કહ્યું કે, 'તે સારો માણસ છે;' બીજાઓએ કહ્યું કે, 'એમ નથી, પણ લોકોને તે ગેરમાર્ગે દોરે છે.'
John 7 : 13 (IRVGU)
તોપણ યહૂદીઓના ડરને લીધે તેમને વિષે કોઈ ખુલ્લી રીતે કંઈ બોલ્યું નહિ. [PE]
John 7 : 14 (IRVGU)
[PS]પણ પર્વ અર્ધું થવા આવ્યું ત્યારે ઈસુએ ભક્તિસ્થાનમાં જઈને ઉપદેશ કર્યો.
John 7 : 15 (IRVGU)
ત્યારે યહૂદીઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે, 'એ માણસ કદી પણ શીખ્યો નથી, તેમ છતાં તે વિદ્યા ક્યાંથી જાણે છે?'
John 7 : 16 (IRVGU)
માટે ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 'મારો ઉપદેશ મારો પોતાનો નથી, પણ જેમણે મને મોકલ્યો તેમનો છે. [PE]
John 7 : 17 (IRVGU)
[PS]જો કોઈ તેમની ઇચ્છા પૂરી કરવા ચાહે, તો આ બોધ વિષે તે સમજશે કે, તે ઈશ્વરથી છે કે હું પોતાથી બોલું છું.
John 7 : 18 (IRVGU)
જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે; પણ જે પોતાના મોકલનારનો મહિમા શોધે છે, તે જ સત્ય છે અને તેનામાં કંઈ અન્યાય નથી. [PE]
John 7 : 19 (IRVGU)
[PS]શું મૂસાએ તમને નિયમશાસ્ત્ર આપ્યું નથી? પણ તમારામાંનો કોઈ તે નિયમશાસ્ત્ર પાળતો નથી. તમે મને મારી નાખવાની કેમ કોશિશ કરો છો?'
John 7 : 20 (IRVGU)
લોકોએ જવાબ આપ્યો કે, 'તારામાં ભૂત છે; કોણ તને મારી નાખવાની કોશિશ કરે છે?' [PE]
John 7 : 21 (IRVGU)
[PS]ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 'મેં એક કાર્ય કર્યું અને તમે સર્વ આશ્ચર્ય પામ્યા છો.
John 7 : 22 (IRVGU)
આ કારણથી મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો છે (તે મૂસાથી છે એમ તો નહિ, પણ પૂર્વજોથી છે); અને તમે વિશ્રામવારે માણસની સુન્નત કરો છો. [PE]
John 7 : 23 (IRVGU)
[PS]મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન ન થાય, માટે જો કોઈ માણસની સુન્નત વિશ્રામવારે કરવામાં આવે છે; તો મેં વિશ્રામવારે એક માણસને પૂરો સાજો કર્યો, તે માટે શું તમે મારા પર ગુસ્સે થયા છો?
John 7 : 24 (IRVGU)
દેખાવ પ્રમાણે ન્યાય ન કરો, પણ સચ્ચાઈપૂર્વક ન્યાય કરો.' [PE]
John 7 : 25 (IRVGU)
{#1શું એ ખ્રિસ્ત છે? } [PS]ત્યારે યરુશાલેમમાંના કેટલાકે કહ્યું કે, 'જેમને તેઓ મારી નાખવાનો પ્રયત્ન કરે છે, તે શું એ જ નથી?
John 7 : 26 (IRVGU)
પણ જુઓ, તે તો જાહેર રીતે બોલે છે અને તેઓ તેમને કંઈ કહેતાં નથી! અધિકારીઓ શું ખરેખર જાણતા હશે કે એ ખ્રિસ્ત જ છે?
John 7 : 27 (IRVGU)
તોપણ અમે તે માણસને જાણીએ છીએ કે તે ક્યાંથી [આવેલો] છે; પણ જયારે ખ્રિસ્ત આવશે ત્યારે કોઈ જાણશે નહિ કે તે ક્યાંથી [આવ્યો] છે.' [PE]
John 7 : 28 (IRVGU)
[PS]એ માટે ઈસુએ ભક્તિસ્થાનમાં બોધ કરતાં બૂમ પાડીને કહ્યું કે, 'તમે મને જાણો છો અને હું ક્યાંથી [આવ્યો] છું તે પણ તમે જાણો છો; અને હું તો મારી પોતાની રીતે નથી આવ્યો, પણ જેમણે મને મોકલ્યો છે તે સત્ય છે, તેમને તમે જાણતા નથી.
John 7 : 29 (IRVGU)
હું તેમને જાણું છું; કેમ કે હું તેમની પાસેથી [આવ્યો] છું અને તેમણે મને મોકલ્યો છે.' [PE]
John 7 : 30 (IRVGU)
[PS]માટે તેઓએ ઈસુને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તેમનો સમય હજી સુધી આવ્યો ન હતો, માટે કોઈએ તેમના પર હાથ નાખ્યો નહિ.
John 7 : 31 (IRVGU)
પણ લોકોમાંથી ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો અને તેઓએ કહ્યું કે, 'ખ્રિસ્ત આવશે, ત્યારે આ માણસે જે ચમત્કારિક ચિહ્નો કર્યા છે તે કરતાં શું તેઓ વધારે કરશે?'
John 7 : 32 (IRVGU)
તેમને વિષે લોકો એવી કચકચ કરતા હતા, તે ફરોશીઓએ સાંભળ્યું, ત્યારે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ તેમને પકડવાને અધિકારીઓ મોકલ્યા. [PE]
John 7 : 33 (IRVGU)
{#1ઈસુને પકડવા સિપાઈઓ મોકલ્યા } [PS]ત્યારે ઈસુએ કહ્યું કે, 'હજી થોડો સમય હું તમારી સાથે છું, પછી જેમણે મને મોકલ્યો છે તેમની પાસે હું જાઉં છું.
John 7 : 34 (IRVGU)
તમે મને શોધશો, પણ હું તમને મળીશ નહિ; અને જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી.' [PE]
John 7 : 35 (IRVGU)
[PS]ત્યારે યહૂદીઓએ અંદરોઅંદર કહ્યું કે, 'આ માણસ ક્યાં જશે કે આપણને જડશે જ નહિ? શું ગ્રીકોમાં વેરાઈ ગયેલાઓની પાસે જઈને તે ગ્રીકોને બોધ કરશે?
John 7 : 36 (IRVGU)
'તમે મને શોધશો, પણ હું તમને મળીશ નહિ અને જ્યાં હું જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી એવી જે વાત તેણે કહી તે શી છે?' [PE]
John 7 : 37 (IRVGU)
{#1જીવનજળનાં ઝરણાં } [PS]હવે પર્વના છેલ્લાં તથા મહાન દિવસે ઈસુએ ઊભા રહીને ઊંચા અવાજે કહ્યું કે, 'જો કોઈ તરસ્યો હોય, તો તે મારી પાસે આવીને પીએ.
John 7 : 38 (IRVGU)
શાસ્ત્રવચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે, તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે.' [PE]
John 7 : 39 (IRVGU)
John 7 : 40 (IRVGU)
[PS]પણ તેમના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિષે તેમણે એ કહ્યું; કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યા ન હતા, માટે પવિત્ર આત્મા હજી [આપવામાં આવ્યો] ન હતો. [PE]{#1લોકોમાં ભાગલા } [PS]તે માટે લોકોમાંથી કેટલાકે તે વાતો સાંભળીને કહ્યું કે, '[આવનાર] પ્રબોધક ખરેખર તે જ છે.'
John 7 : 41 (IRVGU)
બીજાઓએ કહ્યું, 'એ જ ખ્રિસ્ત છે.' પણ કેટલાકે કહ્યું કે, 'શું ગાલીલમાંથી ખ્રિસ્ત આવવાનો છે?'
John 7 : 42 (IRVGU)
શું શાસ્ત્રવચનોમાં એવું નથી લખેલું કે, દાઉદના વંશમાંથી તથા બેથલેહેમ ગામમાં દાઉદ હતો ત્યાંથી ખ્રિસ્ત આવવાનો છે?' [PE]
John 7 : 43 (IRVGU)
[PS]એ માટે તેને વિષે લોકોમાં ભાગલાં પડ્યાં.
John 7 : 44 (IRVGU)
તેઓમાંના કેટલાકે તેને પકડવા ચાહ્યું; પણ તેમના પર કોઈએ હાથ નાખ્યો નહિ. [PE]
John 7 : 45 (IRVGU)
{#1યહૂદી અધિકારીઓનો અવિશ્વાસ } [PS]ત્યારે અધિકારીઓ મુખ્ય યાજકોની તથા ફરોશીઓની પાસે આવ્યા; અધિકારીઓએ તેઓને પૂછ્યું કે, 'તમે તેને કેમ લાવ્યા નહિ?'
John 7 : 46 (IRVGU)
ત્યારે અધિકારીઓએ ઉત્તર આપ્યો કે 'એમના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી.' [PE]
John 7 : 47 (IRVGU)
[PS]ત્યારે ફરોશીઓએ તેઓને ઉત્તર આપ્યો કે, 'શું, તમે પણ ગેરમાર્ગે ખેંચાયા?
John 7 : 48 (IRVGU)
અધિકારીઓ અથવા ફરોશીઓમાંથી શું કોઈએ તેના પર વિશ્વાસ કર્યો છે?
John 7 : 49 (IRVGU)
પણ આ જે લોકો નિયમશાસ્ત્ર નથી જાણતા તેઓ શાપિત છે.' [PE]
John 7 : 50 (IRVGU)
[PS]નિકોદેમસ (તેઓમાંનો એક, જે અગાઉ ઈસુની પાસે આવ્યો હતો, તે) તેઓને પૂછે છે,
John 7 : 51 (IRVGU)
'માણસનું સાંભળ્યાં અગાઉ અને જે તે કરે છે તે જાણ્યાં વિના, આપણું નિયમશાસ્ત્ર શું તેનો ન્યાય કરે છે?'
John 7 : 52 (IRVGU)
તેઓએ તેને ઉત્તર આપ્યો કે, 'શું તું પણ ગાલીલનો છે? શોધ કરીને જો, કેમ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી ઉત્પન્ન થવાનો નથી.' [PE]
John 7 : 53 (IRVGU)
[PS]પછી તેઓ પોતપોતાને ઘરે ગયા; [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53

BG:

Opacity:

Color:


Size:


Font: