યોહાન 6 : 1 (IRVGU)
પાંચ હજારને જમાડ્યા પછી ઈસુ ગાલીલનો સમુદ્ર જે તિબેરિયસ કહેવાય છે, તેની સામે બાજુએ ગયા.
યોહાન 6 : 2 (IRVGU)
ત્યાં લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો; કેમ કે તેમણે જે ચમત્કારિક ચિહ્નો બીમાર લોકો પર કર્યા હતા, તે તેઓએ જોયા હતા.
યોહાન 6 : 3 (IRVGU)
પછી ઈસુ પહાડ પર ગયા અને ત્યાં પોતાના શિષ્યો સાથે બેઠા.
યોહાન 6 : 4 (IRVGU)
હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું.
યોહાન 6 : 5 (IRVGU)
માટે ઈસુ ઊંચી નજર કરીને પોતાની પાસે આવતા મોટા સમુદાયને જોઈને ફિલિપને પૂછે છે કે, 'તેમના ભોજનને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?'
યોહાન 6 : 6 (IRVGU)
જોકે ઈસુએ ફિલિપને પારખવા માટે એ પૂછ્યું હતું; કેમ કે ઈસુ પોતે શું કરવાના હતા તે તે પોતે જાણતા હતા.
યોહાન 6 : 7 (IRVGU)
ફિલિપે તેમને જવાબ આપ્યો, 'બસો દીનારની રોટલી તેઓને સારુ પૂરતી નથી કે, તેઓમાંના દરેકને થોડું થોડું મળે.'
યોહાન 6 : 8 (IRVGU)
તેમના શિષ્યોમાંના એક, એટલે સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા, તેમને કહે છે કે,
યોહાન 6 : 9 (IRVGU)
'એક જુવાન અહીં છે, તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે; પણ તે આટલાં બધાને કેવી રીતે પૂરાં પડે?'
યોહાન 6 : 10 (IRVGU)
ઈસુએ કહ્યું કે, 'લોકોને બેસાડો.' તે જગ્યાએ ઘણું ઘાસ હતું. અને તેઓ બેસી ગયા, પુરુષોની સંખ્યા આશરે પાંચ હજારની હતી.
યોહાન 6 : 11 (IRVGU)
ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને વહેંચી; માછલીઓમાંથી પણ જેટલું જોઈએ તેટલું વહેંચું.
યોહાન 6 : 12 (IRVGU)
તેઓ તૃપ્ત થયા પછી ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, 'કંઈ નકામું ન જાય માટે વધેલા ટુકડાં એકઠો કરો.'
યોહાન 6 : 13 (IRVGU)
માટે તેઓએ તે એકઠો કર્યો અને તે જવની પાંચ રોટલીમાંનો જે વધેલા ટુકડાં જમનારાંઓએ રહેવા દીધાં હતા, તેઓની બાર ટોપલી ભરી.
યોહાન 6 : 14 (IRVGU)
માટે તે લોકોએ ઈસુએ કરેલો એ ચમત્કારિક ચિહ્ન જોઈને કહ્યું કે, 'જે પ્રબોધક દુનિયામાં આવનાર છે, તે ખરેખર આ જ છે.'
યોહાન 6 : 15 (IRVGU)
લોકો આવીને મને રાજા બનાવવા માટે જબરદસ્તીથી પકડવાના છે, એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલા ચાલ્યા ગયા.
યોહાન 6 : 16 (IRVGU)
ઈસુ પાણી પર ચાલ્યા સાંજ પડી ત્યારે તેમના શિષ્યો સમુદ્રકિનારે ગયા.
યોહાન 6 : 17 (IRVGU)
હોડીમાં બેસીને તેઓ કપર-નાહૂમ જવાને સમુદ્રના સામેના કિનારે જતા હતા. તે સમયે અંધારું થયું હતું અને ઈસુ હજી તેઓની પાસે આવ્યા ન હતા.
યોહાન 6 : 18 (IRVGU)
ભારે પવન આવવાથી સમુદ્ર ઊછળતો હતો.
યોહાન 6 : 19 (IRVGU)
જયારે તેઓ હલેસાં મારીને આશરે પાંચ કે છ કિલોમિટર ગયા, ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતા અને હોડીની પાસે આવતા જોઈને તેઓ ગભરાઈ ગયા.
યોહાન 6 : 20 (IRVGU)
પણ ઈસુએ તેઓને કહ્યું કે, 'એ તો હું છું, ગભરાશો નહિ.'
યોહાન 6 : 21 (IRVGU)
ત્યારે આનંદથી તેઓએ ઈસુને હોડીમાં લીધા અને તેઓ જ્યાં જતા હતા તે જગ્યાએ હોડી તરત આવી પહોંચી.
યોહાન 6 : 22 (IRVGU)
લોકો ઈસુને શોધે છે બીજે દિવસે, જે લોકો સમુદ્રને પેલે કિનારે ઊભા રહ્યા હતા તેઓએ જોયું કે, એક હોડી વિના બીજી તે સ્થળે ન હતી. અને તે હોડીમાં ઈસુ પોતાના શિષ્યો સાથે ગયા ન હતા, પણ એકલા તેમના શિષ્યો ગયા હતા.
યોહાન 6 : 23 (IRVGU)
(તોપણ જ્યાં પ્રભુએ સ્તુતિ કર્યા પછી તેઓએ રોટલી ખાધી હતી, તે સ્થળ પાસેના તિબેરિયસથી *બીજી હોડીઓ આવી.)
યોહાન 6 : 24 (IRVGU)
માટે જયારે તે લોકોએ જોયું કે ઈસુ તેમ જ તેમના શિષ્યો તે સ્થળે નથી, ત્યારે તેઓ પોતે હોડીઓમાં બેસીને ઈસુની શોધ કરતા કરતા કપર-નાહૂમ આવ્યા.
યોહાન 6 : 25 (IRVGU)
ઈસુ જીવનની રોટલી પછી સમુદ્રને પેલે કિનારે તેઓએ તેમને મળીને પૂછ્યું કે, 'ગુરુજી, તમે અહીં ક્યારે આવ્યા?'
યોહાન 6 : 26 (IRVGU)
ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 'હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, તમે ચમત્કારિક ચિહ્નો જોયા તે માટે મને શોધતાં નથી, પણ તમે રોટલી ખાઈને તૃપ્ત થયા તે માટે શોધો છો.
યોહાન 6 : 27 (IRVGU)
જે ખોરાક નાશવંત છે તેને માટે નહિ, પણ જે ખોરાક અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, તેને માટે મહેનત કરો; કેમ કે ઈશ્વરપિતાએ તેના પર મહોર કરી છે.'
યોહાન 6 : 28 (IRVGU)
ત્યારે તેઓએ તેમને પૂછ્યું કે, 'અમે ઈશ્વરનાં કામ કરીએ તે માટે અમારે શું કરવું જોઈએ?'
યોહાન 6 : 29 (IRVGU)
ઈસુએ તેઓને કહ્યું કે, 'જેને તેમણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો, એ જ ઈશ્વરનું કામ છે.'
યોહાન 6 : 30 (IRVGU)
માટે તેઓએ તેમને કહ્યું, “તમે કયું ચમત્કારિક ચિહ્ન દેખાડો છો કે અમે તે જોઈને તમારા પર વિશ્વાસ કરીએ? તમે શું કામ કરો છો?
યોહાન 6 : 31 (IRVGU)
અમારા પૂર્વજોએ તો અરણ્યમાં માન્ના ખાધું, જેમ લખેલું છે કે, તેમણે સ્વર્ગમાંથી તેઓને ખાવાને રોટલી આપી.”
યોહાન 6 : 32 (IRVGU)
ત્યારે ઈસુએ તેઓને કહ્યું, 'હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, 'તે રોટલી મૂસાએ સ્વર્ગમાંથી તમને આપી નથી, પણ સ્વર્ગમાંથી જે ખરી રોટલી *આવે છે, તે મારા પિતા તમને આપે છે.
યોહાન 6 : 33 (IRVGU)
કેમ કે સ્વર્ગમાંથી જે ઊતરીને માનવજગતને જીવન આપે છે, તે ઈશ્વરની રોટલી છે.'
યોહાન 6 : 34 (IRVGU)
ત્યારે તેઓએ ઈસુને કહ્યું કે, 'પ્રભુ, તે રોટલી સદા અમને આપો.'
યોહાન 6 : 35 (IRVGU)
ઈસુએ તેઓને કહ્યું, 'જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે.
યોહાન 6 : 36 (IRVGU)
પણ મેં તમને કહ્યું કે, તમે મને જોયો છે, તોપણ વિશ્વાસ કરતા નથી.
યોહાન 6 : 37 (IRVGU)
પિતા મને જે આપે છે તે સર્વ મારી પાસે આવશે અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહિ જ મૂકીશ.
યોહાન 6 : 38 (IRVGU)
કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પૂરી કરવાને સ્વર્ગથી ઊતર્યો છું.
યોહાન 6 : 39 (IRVGU)
જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા એ છે કે, તેમણે મને જે સર્વ આપ્યું છે, તેમાંથી હું કંઈ ખોઉં નહીં, પણ છેલ્લાં દિવસે તેને પાછું ઉઠાડું.
યોહાન 6 : 40 (IRVGU)
કેમ કે મારા પિતાની ઇચ્છા એ છે કે, જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે, તેને અનંતજીવન મળશે; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.'
યોહાન 6 : 41 (IRVGU)
એ માટે યહૂદીઓએ તેમને વિષે બડબડાટ કર્યો; કેમ કે તેમણે કહ્યું હતું કે, 'સ્વર્ગમાંથી ઊતરેલી રોટલી હું છું.'
યોહાન 6 : 42 (IRVGU)
તેઓએ કહ્યું કે, 'યૂસફનો દીકરો, ઈસુ જેનાં માતાપિતાને અમે ઓળખીએ છીએ, તે શું એ જ નથી? ત્યારે તે હમણાં એમ કેમ કહે છે કે, સ્વર્ગમાંથી હું ઊતર્યો છું?'
યોહાન 6 : 43 (IRVGU)
ઈસુએ જવાબ આપ્યો કે, 'તમે અંદરોઅંદર બડબડાટ ન કરો.
યોહાન 6 : 44 (IRVGU)
જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેમના તેડ્યાં વગર કોઈ મનુષ્ય મારી પાસે આવી શકતો નથી; અને છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.
યોહાન 6 : 45 (IRVGU)
પ્રબોધક *ના પુસ્તક માં એમ લખેલું છે કે, 'તેઓ સઘળા ઈશ્વરથી શીખેલા થશે. તો જે કોઈ પિતાની પાસેથી સાંભળીને શીખ્યો છે, તે મારી પાસે આવે છે.
યોહાન 6 : 46 (IRVGU)
કેમ કે કોઈ માણસે પિતાને જોયા નથી; ઈશ્વરની પાસેથી જે આવ્યો છે; તેણે જ પિતાને જોયા છે.'
યોહાન 6 : 47 (IRVGU)
હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, 'જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે.
યોહાન 6 : 48 (IRVGU)
જીવનની રોટલી હું છું.
યોહાન 6 : 49 (IRVGU)
તમારા પૂર્વજોએ અરણ્યમાં માન્ના ખાધું, અને તેઓ મૃત્યુ પામ્યા.
યોહાન 6 : 50 (IRVGU)
પણ જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી છે, તે એ જ છે કે જો કોઈ તે ખાય તો તે મૃત્યુ પામે નહિ.
યોહાન 6 : 51 (IRVGU)
સ્વર્ગમાંથી ઊતરેલી જીવનની રોટલી હું છું; જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે; જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે માનવજગતના જીવનને માટે *હું આપીશ .'
યોહાન 6 : 52 (IRVGU)
તે માટે યહૂદીઓએ અંદરોઅંદર વાદવિવાદ કરતાં કહ્યું કે, 'એ માણસ પોતાનું માંસ આપણને ખાવાને શી રીતે આપી શકે?'
યોહાન 6 : 53 (IRVGU)
ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, 'હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું રક્ત ન પીઓ, તો તમારામાં જીવન નથી.
યોહાન 6 : 54 (IRVGU)
જે કોઈ મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તેને અનંતજીવન છે; છેલ્લાં દિવસે હું તેને પાછો સજીવન કરીશ.
યોહાન 6 : 55 (IRVGU)
કેમ કે મારું માંસ ખરેખરો ખોરાક છે અને મારું રક્ત ખરેખરું પીણું છે.
યોહાન 6 : 56 (IRVGU)
જે મારું માંસ ખાય છે અને મારું રક્ત પીવે છે, તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું.
યોહાન 6 : 57 (IRVGU)
જેમ જીવતા પિતાએ મને મોકલ્યો છે અને હું પિતા દ્વારા જીવું છું; તેમ જે મને ખાય છે, તે પણ મારે સહારે જીવશે.
યોહાન 6 : 58 (IRVGU)
જે રોટલી સ્વર્ગમાંથી ઊતરી તે એ જ છે; જેમ *તમારા પૂર્વજો ખાઈને મૃત્યુ પામ્યા તેવી રોટલી એ નથી; પણ આ રોટલી જે ખાય છે, તે સદા જીવતો રહેશે.'
યોહાન 6 : 59 (IRVGU)
તેમણે કપર-નાહૂમના સભાસ્થાનમાં બોધ કરતાં એ વાતો કહી.
યોહાન 6 : 60 (IRVGU)
અનંતજીવનના શબ્દો એ માટે તેમના શિષ્યોમાંના ઘણાંએ તે સાંભળીને કહ્યું કે, 'આ વાત કઠણ છે, તે કોણ સાંભળી શકે?'
યોહાન 6 : 61 (IRVGU)
પણ મારા શિષ્યો જ તે વિષે કચકચ કરે છે એ ઈસુએ પોતાના મનમાં જાણીને તેઓને કહ્યું કે, 'શું તે તમને ગેરમાર્ગે દોરે છે?
યોહાન 6 : 62 (IRVGU)
ત્યારે માણસનો દીકરો જ્યાં પહેલાં હતો ત્યાં જો તેને પાછો ચઢતાં તમે જુઓ તો કેમ?
યોહાન 6 : 63 (IRVGU)
જે જીવાડે છે તે આત્મા છે; શરીરથી કંઈ લાભ થતો નથી. જે બાબતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.
યોહાન 6 : 64 (IRVGU)
પણ તમારામાંના કેટલાક વિશ્વાસ કરતા નથી.' કેમ કે કોણ અવિશ્વાસી છે અને કોણ તેમને પરસ્વાધીન કરવાનો છે, તે ઈસુ પહેલેથી જાણતા હતા.
યોહાન 6 : 65 (IRVGU)
તેમણે કહ્યું કે, 'મેં એ જ કારણથી તમને કહ્યું કે, પિતા તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી.'
યોહાન 6 : 66 (IRVGU)
આ સાંભળીને તેમના શિષ્યોમાંના ઘણાં પાછા પડી ગયા. અને તેમની સાથે ચાલ્યા નહિ.
યોહાન 6 : 67 (IRVGU)
તે માટે ઈસુએ બાર *શિષ્યો ને પૂછ્યું કે, 'શું તમે પણ જતા રહેવા ચાહો છો?'
યોહાન 6 : 68 (IRVGU)
સિમોન પિતરે તેમને જવાબ આપ્યો કે, 'પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તમારી પાસે છે.
યોહાન 6 : 69 (IRVGU)
અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે, ઈશ્વરના પવિત્ર તે તમે છો.'
યોહાન 6 : 70 (IRVGU)
ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 'શું મેં તમો બારને પસંદ નહોતા કર્યા? પણ તમારામાંની એક વ્યક્તિ તો શેતાન છે.'
યોહાન 6 : 71 (IRVGU)
તેમણે તો સિમોનના *દીકરા યહૂદા ઇશ્કારિયોત વિષે તે કહ્યું; કેમ કે તે, બાર શિષ્યોમાંનો હોવા છતાં, તેમને પરાધીન કરનાર હતો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71