John 20 : 1 (IRVGU)
ખાલી કબર હવે અઠવાડિયાને પહેલે દિવસે રવિવારે વહેલી સવારે અંધારું હતું તેવામાં મગ્દલાની મરિયમ કબરે આવી અને તેણે કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો.
John 20 : 2 (IRVGU)
ત્યારે તે દોડીને સિમોન પિતર તથા બીજો શિષ્ય, જેનાં પર ઈસુ પ્રેમ રાખતા હતા, તેમની પાસે આવીને તેઓને કહે છે કે, 'તેઓએ પ્રભુને કબરમાંથી ઉઠાવી લીધા છે અને તેઓએ તેમને ક્યાં મૂક્યાં છે તે અમે જાણતા નથી.'
John 20 : 3 (IRVGU)
તેથી પિતર તથા તે બીજો શિષ્ય કબર તરફ જવા રવાના થયા.
John 20 : 4 (IRVGU)
તેઓ બંને સાથે દોડ્યા; પણ તે બીજો શિષ્ય પિતરથી વધારે ઝડપથી દોડીને કબર આગળ પહેલો પહોંચ્યો.
John 20 : 5 (IRVGU)
તેણે નમીને અંદર જોયું તો શણનાં વસ્ત્રો પડેલાં તેના જોવામાં આવ્યા; પણ તે અંદર ગયો નહિ.
John 20 : 6 (IRVGU)
પછી સિમોન પિતર પણ તેની પાછળ આવ્યો અને તે કબરની અંદર ગયો; તેણે શણના વસ્ત્રો પડેલાં જોયાં;
John 20 : 7 (IRVGU)
અને જે રૂમાલ તેમના માથા પર વીંટાળેલો હતો, તે શણનાં વસ્ત્રોની પાસે પડેલો ન હતો, પણ વાળીને એક જગ્યાએ અલગથી મૂકેલો હતો.
John 20 : 8 (IRVGU)
પછી બીજો શિષ્ય કે જે કબર પાસે પહેલો આવ્યો હતો, તેણે પણ અંદર જઈને જોયું અને વિશ્વાસ કર્યો.
John 20 : 9 (IRVGU)
કેમ કે ઈસુએ મૃત્યુ પામેલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ, તે શાસ્ત્રવચન ત્યાં સુધી તેઓ સમજતા ન હતા.
John 20 : 10 (IRVGU)
ત્યારે શિષ્યો ફરી પોતાને ઘરે પાછા ગયા.
John 20 : 11 (IRVGU)
મગ્દાલાની મરિયમને ઈસુનું દર્શન જોકે મરિયમ બહાર કબરની પાસે રડતી ઊભી રહી. તે રડતાં રડતાં નમીને કબરમાં વારંવાર જોયા કરતી હતી;
John 20 : 12 (IRVGU)
અને જ્યાં ઈસુનો પાર્થિવ દેહ દફનાવેલો હતો ત્યાં પ્રકાશિત વસ્ત્ર પહેરેલા બે સ્વર્ગદૂતોને, એકને માથા બાજુ અને બીજાને પગ બાજુ, બેઠેલા તેણે જોયા.
John 20 : 13 (IRVGU)
તેઓ તેને કહે છે કે, 'બહેન, તું કેમ રડે છે?' તે તેમને કહે છે, 'તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેઓએ તેમને ક્યાં મૂક્યા છે તે હું જાણતી નથી, માટે હું રડું છું;'
John 20 : 14 (IRVGU)
એમ કહીને તેણે પાછા વળીને જોયું તો ઈસુને ઊભેલા જોયા; પણ તેઓ ઈસુ છે, એમ તેને ખબર પડી નહિ.
John 20 : 15 (IRVGU)
ઈસુ તેને કહે છે કે, 'બહેન, તું કેમ રડે છે?' તું કોને શોધે છે?' તે માળી છે એમ ધારીને તેણે તેને કહ્યું કે, 'ભાઈ, જો તમે તેમને અહીંથી લઈ ગયા છો, તો તમે તેમને ક્યાં મૂક્યા છે તે મને કહો, એટલે હું તેમને લઈ જઈશ.'
John 20 : 16 (IRVGU)
ઈસુ તેને કહે છે કે, 'મરિયમ;' અને તેણે પાછા ફરીને તેમને હિબ્રૂ ભાષામાં કહ્યું કે, 'રાબ્બોની!' એટલે 'ગુરુજી.'
John 20 : 17 (IRVGU)
ઈસુ તેને કહે છે કે, 'હજી સુધી હું પિતા પાસે સ્વર્ગમાં ગયો નથી, માટે મને સ્પર્શ ન કર; પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે, 'જે મારા પિતા તથા તમારા પિતા અને મારા ઈશ્વર તથા તમારા ઈશ્વર, તેમની પાસે હું જાઉં છું.'
John 20 : 18 (IRVGU)
મગ્દલાની મરિયમે આવીને શિષ્યોને જણાવ્યું કે, 'મેં પ્રભુને જોયા છે અને તેમણે મને એ વાતો કહી છે.
John 20 : 19 (IRVGU)
પોતાના શિષ્યોને ઈસુનું દર્શન તે જ દિવસે, એટલે અઠવાડિયાને પહેલે દિવસે સાંજે, શિષ્યો જ્યાં એકઠા થયા હતા ત્યાંનાં બારણાં યહૂદીઓના ભયથી બંધ રાખવામાં આવ્યાં હતા, ત્યારે ઈસુએ આવીને તેઓની મધ્યે ઊભા રહીને કહ્યું કે, 'તમને શાંતિ થાઓ.'
John 20 : 20 (IRVGU)
એમ કહીને તેમણે પોતાના હાથ તથા ફૂખ તેઓને બતાવ્યાં. માટે શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામ્યા.
John 20 : 21 (IRVGU)
ઈસુએ ફરી તેઓને કહ્યું કે, 'તમને શાંતિ હો;' જેમ પિતાએ મને મોકલ્યો છે, તેમ હું તમને પણ મોકલું છું.
John 20 : 22 (IRVGU)
પછી ઈસુએ તેઓ પર શ્વાસ ફૂંકીને કહ્યું કે, 'તમે પવિત્ર આત્મા પામો.
John 20 : 23 (IRVGU)
જેઓનાં પાપ તમે માફ કરો છો, તેઓના પાપ માફ કરવામાં આવે છે; અને જેઓનાં પાપ તમે રાખો છો, તેઓના પાપ રહે છે.'
John 20 : 24 (IRVGU)
ઈસુ અને થોમા જયારે ઈસુ આવ્યા ત્યારે થોમા, બારમાંનો એક, જે દીદીમસ કહેવાતો હતો, તે તેઓની સાથે ન હતો.
John 20 : 25 (IRVGU)
તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું કે, 'અમે પ્રભુને જોયા છે.' તેણે તેઓને કહ્યું કે, 'તેમના હાથમાં ખીલાઓના ઘા જોયા સિવાય, મારી આંગળી ખીલાઓના ઘામાં મૂક્યા સિવાય તથા તેમની ફૂખમાં મારો હાથ નાખ્યા સિવાય, હું વિશ્વાસ કરવાનો નથી.'
John 20 : 26 (IRVGU)
આઠ દિવસ પછી ફરી તેમના શિષ્યો અંદર હતા; અને થોમા પણ તેઓની સાથે હતો; ત્યારે બારણાં બંધ હોવા છતાં ઈસુએ આવીને વચમાં ઊભા રહીને કહ્યું કે, 'તમને શાંતિ હો.'
John 20 : 27 (IRVGU)
પછી તેઓ થોમાને કહે છે કે, 'તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો; અને તારો હાથ લાંબો કરીને મારી ફૂખમાં નાખ; અવિશ્વાસી ન રહે, પણ વિશ્વાસી થા.'
John 20 : 28 (IRVGU)
થોમાએ ઉત્તર આપતાં તેમને કહ્યું કે, 'મારા પ્રભુ અને મારા ઈશ્વર!'
John 20 : 29 (IRVGU)
ઈસુએ તેને કહ્યું કે, 'તેં વિશ્વાસ કર્યો કારણ કે તેં મને જોયો છે, જેઓએ મને જોયો નથી અને છતાં પણ વિશ્વાસ કર્યો છે તેઓ આશીર્વાદિત છે.'
John 20 : 30 (IRVGU)
આ પુસ્તકનો હેતુ ઈસુએ બીજા ઘણાં ચમત્કારિક ચિહ્નો શિષ્યોની સમક્ષ કર્યા, કે જેનું વર્ણન આ પુસ્તકમાં કરેલું નથી.
John 20 : 31 (IRVGU)
પણ ઈસુ તે જ ખ્રિસ્ત, ઈશ્વરના દીકરા છે, એવો તમે વિશ્વાસ કરો અને વિશ્વાસ કરીને તેમના નામથી જીવન પામો, માટે આટલી વાતો લખેલી છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31