John 19 : 1 (IRVGU)
ત્યાર પછી પિલાતે ઈસુને કોરડા મરાવ્યા.
John 19 : 2 (IRVGU)
સિપાઈઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો અને તેમને જાંબુડા રંગનો ઝભ્ભો પહેરાવ્યો;
John 19 : 3 (IRVGU)
તેઓએ તેમની પાસે આવીને કહ્યું કે, 'ઓ યહૂદીઓના રાજા, સલામ!' અને તેઓએ તેમને મુક્કીઓ મારી.
John 19 : 4 (IRVGU)
પછી પિલાતે ફરીથી બહાર જઈને લોકોને કહ્યું કે, 'હું તેને તમારી પાસે બહાર લાવું છું, કે જેથી તમે જાણો કે, મને તેનામાં કંઈ અપરાધ જણાતો નથી.'
John 19 : 5 (IRVGU)
ત્યારે ઈસુ કાંટાનો મુગટ તથા જાંબુડા રંગનો ઝભ્ભો પહેરેલા જ બહાર નીકળ્યા. પછી પિલાત તેઓને કહ્યું કે, 'આ માણસને જુઓ!'
John 19 : 6 (IRVGU)
જયારે મુખ્ય યાજકોએ તથા અધિકારીઓએ તેમને જોયા, ત્યારે તેઓએ બૂમ પાડતાં કહ્યું કે, તેને વધસ્તંભે જડો, વધસ્તંભે જડો.' પિલાત તેઓને કહ્યું કે, 'તમે પોતે તેને લઈ જાઓ અને વધસ્તંભે જડો; કેમ કે મને તેનામાં કંઈ અપરાધ જણાતો નથી.'
John 19 : 7 (IRVGU)
યહૂદીઓએ પિલાતને ઉત્તર આપ્યો કે, 'અમારો એક નિયમ છે અને તે પ્રમાણે તેણે મૃત્યુદંડ ભોગવવો જોઈએ; કેમ કે તેણે પોતે ઈશ્વરનો દીકરો હોવાનો દાવો કર્યો છે.
John 19 : 8 (IRVGU)
તે વાત સાંભળીને પિલાત વધારે ગભરાયો;
John 19 : 9 (IRVGU)
અને તે ફરી દરબારમાં જઈને ઈસુને કહ્યું કે, 'તું ક્યાંનો છે?' પણ ઈસુએ તેને કંઈ જવાબ આપ્યો નહિ.
John 19 : 10 (IRVGU)
ત્યારે પિલાતે તેમને કહ્યું કે, 'શું તું મને કશું કહેતો નથી?' શું તું જાણતો નથી કે તને છોડવાનો અને વધસ્તંભે જડવાનો અધિકાર મને છે?'
John 19 : 11 (IRVGU)
ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, 'ઉપરથી અપાયા વિના તને મારા પર કંઈ પણ અધિકાર હોત નહિ; તે માટે જેણે મને તને સોંપ્યો છે તેનું પાપ વધારે મોટું છે.'
John 19 : 12 (IRVGU)
આથી પિલાતે તેમને છોડવાની કોશિશ કરી; પણ યહૂદીઓએ ઊંચા અવાજે કહ્યું કે, 'જો તમે આ માણસને છોડી દો, તો તમે કાઈસારનાં મિત્ર નથી; જે કોઈ પોતાને રાજા ઠરાવે છે, તે કાઈસારની વિરુદ્ધ બોલે છે.
John 19 : 13 (IRVGU)
ત્યારે તે સાંભળીને પિલાત ઈસુને બહાર લાવ્યો અને ફરસબંદી નામની જગ્યા જેને હિબ્રૂ ભાષામાં 'ગાબ્બાથા' કહે છે, ત્યાં ન્યાયાસન પર બેઠો.
John 19 : 14 (IRVGU)
હવે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો અને લગભગ બપોરનો એક વાગ્યો હતો. પિલાત યહૂદીઓને કહ્યું કે, 'જુઓ, તમારો રાજા!'
John 19 : 15 (IRVGU)
ત્યારે તેઓએ પોકારીને કહ્યું કે, 'તેને દૂર કરો, દૂર કરો, તેને વધસ્તંભે જડો.' પિલાત તેઓને કહે છે કે, 'શું હું તમારા રાજાને વધસ્તંભે જડાવું?' મુખ્ય યાજકોએ ઉત્તર આપ્યો કે, 'કાઈસાર સિવાય અમારે બીજો કોઈ રાજા નથી.'
John 19 : 16 (IRVGU)
ત્યારે ઈસુને વધસ્તંભે જડવાને પિલાતે તેઓને સોંપ્યાં. તેથી તેઓ ઈસુને પકડી લઈ ગયા.
John 19 : 17 (IRVGU)
ઈસુને વધસ્તંભે જડ્યાં પછી ઈસુ પોતાનો વધસ્તંભ ઊંચકીને ખોપરીની જગ્યા, જે હિબ્રૂ ભાષામાં 'ગલગથા' કહેવાય છે, ત્યાં બહાર ગયા.
John 19 : 18 (IRVGU)
તેઓએ ઈસુને તથા તેમની સાથે બીજા બેને વધસ્તંભે જડ્યાં; બંને બાજુએ એકને તથા વચમાં ઈસુને.
John 19 : 19 (IRVGU)
પિલાતે એવું લખાણ લખીને વધસ્તંભ પર ટિંગાળ્યું કે; 'નાસરેથનો ઈસુ, યહૂદીઓનો રાજા.'
John 19 : 20 (IRVGU)
જ્યાં ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા, તે જગ્યા શહેરની પાસે હતી અને તે લખાણ હિબ્રૂ, લેટિન તથા ગ્રીક ભાષામાં લખેલું હતું, માટે ઘણાં યહૂદીઓએ તે વાંચ્યું.
John 19 : 21 (IRVGU)
તેથી યહૂદીઓના મુખ્ય યાજકોએ પિલાતને કહ્યું કે, 'યહૂદીઓનો રાજા,' એમ ન લખો, પણ તેણે કહ્યું કે, 'હું યહૂદીઓનો રાજા છું.' એમ લખો.
John 19 : 22 (IRVGU)
પિલાતે ઉત્તર આપ્યો કે, 'મેં જે લખ્યું તે લખ્યું.'
John 19 : 23 (IRVGU)
સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેમના વસ્ત્રો લઈ લીધાં અને તેના ચાર ભાગ પાડ્યા, દરેક સિપાઈને માટે એક; ઝભ્ભો પણ લઈ લીધો હતો; તે ઝભ્ભો સાંધા વગરનો ઉપરથી આખો વણેલો હતો.
John 19 : 24 (IRVGU)
પછી તેઓએ પરસ્પર કહ્યું કે, 'આપણે તેને ફાડીએ નહિ; પણ તે કોને મળે તે જાણવા માટે ચિઠ્ઠીઓ નાખીએ!' 'તેઓએ પરસ્પર મારાં વસ્ત્રો વહેંચી લીધાં અને મારા ઝભ્ભા માટે ચિઠ્ઠીઓ નાખી.' એમ નિયમશાસ્ત્રમાં જે લખેલું છે તે પૂર્ણ થાય માટે આ બન્યું, તેથી એ કાર્ય સિપાઈઓએ કર્યુ.
John 19 : 25 (IRVGU)
પણ ઈસુના વધસ્તંભ પાસે તેમના મા, તેમના માસી, ક્લોપાસની પત્ની મરિયમ તથા મગ્દલાની મરિયમ ઊભા રહેલાં હતાં.
John 19 : 26 (IRVGU)
તેથી જયારે ઈસુએ પોતાની માને તથા જેનાં પર પોતે પ્રેમ કરતા હતા તે શિષ્યને પાસપાસે ઊભા રહેલાં જોયાં, ત્યારે તેમણે પોતાની માને કહ્યું કે, 'બાઈ, જો તારો દીકરો!'
John 19 : 27 (IRVGU)
ત્યાર પછી તે પેલા શિષ્યને કહે છે કે, 'જો, તારી મા!' અને તે જ સમયથી તે શિષ્ય મરિયમને પોતાને ઘરે લઈ ગયો.
John 19 : 28 (IRVGU)
ઈસુનું મૃત્યુ તે પછી ઈસુ, હવે સઘળું પૂર્ણ થયું એ જાણીને, શાસ્ત્રવચન પૂર્ણ થાય તે માટે કહે છે કે, 'મને તરસ લાગી છે.'
John 19 : 29 (IRVGU)
ત્યાં દ્રાક્ષાસવથી ભરેલું એક વાસણ મૂક્યું હતું; તેઓએ એક વાદળી દ્રાક્ષાસવમાં ભીંજવીને લાકડી પર બાંધીને તેમના મોં આગળ ધરી.
John 19 : 30 (IRVGU)
ત્યારે ઈસુએ દ્રાક્ષાસવ ચાખ્યાં પછી કહ્યું કે, 'સંપૂર્ણ થયું;' અને માથું નમાવીને તેમણે પ્રાણ છોડ્યો.
John 19 : 31 (IRVGU)
તે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો, (અને તે વિશ્રામવાર મહત્ત્વનો દિવસ હતો), એ માટે વિશ્રામવારે તેઓના મૃતદેહ વધસ્તંભ પર રહે નહિ માટે યહૂદીઓએ પિલાતને વિનંતી કરી કે, 'તેઓના પગ ભાંગીને તેઓને નીચે ઉતારવામાં આવે.'
John 19 : 32 (IRVGU)
એ માટે સિપાઈઓએ આવીને ઈસુની સાથે વધસ્તંભે જડાયેલા બંને જણાનાં પગ ભાંગ્યાં.
John 19 : 33 (IRVGU)
જયારે તેઓ ઈસુની પાસે આવ્યા ત્યારે તેમને મૃત જોઈને તેમના પગ ભાંગ્યા નહિ.
John 19 : 34 (IRVGU)
તોપણ સિપાઈઓમાંના એકે ભાલાથી તેમની કૂખ વીંધી અને તરત તેમાંથી લોહી તથા પાણી નીકળ્યાં.
John 19 : 35 (IRVGU)
જેણે એ જોયું છે તેણે જ આ સાક્ષી આપી છે જેથી તમે પણ વિશ્વાસ કરો, તેની સાક્ષી સાચી છે. તે સત્ય કહે છે, એ તે જાણે છે.
John 19 : 36 (IRVGU)
કેમ કે, 'તેમનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ' એ શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે એમ થયું;
John 19 : 37 (IRVGU)
વળી બીજું શાસ્ત્રવચન કહે છે કે, 'જેમને તેઓએ વીંધ્યા તેમને તેઓ જોશે.'
John 19 : 38 (IRVGU)
ઈસુનું દફન આ બાબતો બન્યા પછી આરીમથાઈનો યૂસફ, જે યહૂદીઓની બીકને લીધે ગુપ્ત રીતે ઈસુનો શિષ્ય હતો, તેણે ઈસુનો પાર્થિવ દેહ લઈ જવાની પિલાત પાસે માગણી કરી; અને પિલાતે તેને પરવાનગી આપી. તેથી તે આવીને તેમનો પાર્થિવ દેહ ઉતારીને લઈ ગયો.
John 19 : 39 (IRVGU)
જે અગાઉ એક રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે નિકોદેમસ પણ બોળ અને અગરનું આશરે ૫૦ કિલોગ્રામ (મિશ્રણ) લઈને આવ્યો.
John 19 : 40 (IRVGU)
ત્યારે યહૂદીઓની દફનાવવાની રીત પ્રમાણે તેઓએ ઈસુનો પાર્થિવ દેહ લઈને, સુગંધીદ્રવ્યો સહિત શણના કપડાંમાં લપેટ્યો.
John 19 : 41 (IRVGU)
હવે જ્યાં તેમને વધસ્તંભે જડ્યાં હતા ત્યાં એક વાડી હતી અને તે વાડીમાં એક નવી કબર હતી કે જેમાં કોઈને કદી દફનાવવામાં આવ્યો ન હતો.
John 19 : 42 (IRVGU)
તે કબર પાસે હતી અને તે દિવસ યહૂદીઓના પાસ્ખાની તૈયારીનો હતો માટે ઈસુને ત્યાં જ દફનાવવામાં આવ્યા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42