John 10 : 1 (IRVGU)
ઘેટાં અને ઘેટાંપાળક હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, 'જે દરવાજામાંથી ઘેટાંના વાડામાં પ્રવેશતો નથી, પણ બીજે કોઈ રસ્તેથી પ્રવેશે છે, તે ચોર તથા લૂંટારો છે.
John 10 : 2 (IRVGU)
પણ દરવાજામાંથી જે પ્રવેશે છે, તે ઘેટાંપાળક છે.
John 10 : 3 (IRVGU)
દ્વારપાળ તેને સારુ દ્વાર ઉઘાડે છે; અને ઘેટાં તેનો અવાજ સાંભળે છે; અને તે પોતાનાં ઘેટાંને નામ લઈને બોલાવે છે અને તેઓને બહાર દોરીને લઈ જાય છે.
John 10 : 4 (IRVGU)
જયારે તે પોતાનાં સર્વ ઘેટાંને બહાર લાવે છે, ત્યારે તે તેઓની આગળ ચાલે છે અને ઘેટાં તેની પાછળ પાછળ ચાલે છે; કેમ કે તેઓ તેનો અવાજ ઓળખે છે.
John 10 : 5 (IRVGU)
તેઓ અજાણ્યાની પાછળ ચાલશે નહિ, પણ તેની પાસેથી નાસી જશે; કેમ કે તેઓ અજાણ્યાનો અવાજ ઓળખતા નથી.'
John 10 : 6 (IRVGU)
ઈસુએ તેઓને દૃષ્ટાંતમાં કહ્યું, પણ જે વાતો તેમણે તેઓને કહી તે તેઓ સમજ્યા નહિ.
John 10 : 7 (IRVGU)
ઈસુ ઉત્તમ ઘેટાંપાળક તેથી ઈસુએ ફરીથી તેઓને કહ્યું કે, 'હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, ઘેટાંનું પ્રવેશદ્વાર હું છું.
John 10 : 8 (IRVGU)
જેટલાં મારી અગાઉ આવ્યા, તેઓ સર્વ ચોર તથા લૂંટારા છે; પણ ઘેટાંએ તેઓનું સાંભળ્યું નહિ.
John 10 : 9 (IRVGU)
પ્રવેશદ્વાર હું છું, મારા દ્વારા જે કોઈ પ્રવેશે, તે ઉદ્ધાર પામશે, તે અંદર આવશે અને બહાર જશે અને તેને ચરવાનું મળશે.
John 10 : 10 (IRVGU)
ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજાકોઈ મતલબથી ચોર આવતો નથી. પણ હું તો તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું.
John 10 : 11 (IRVGU)
ઉત્તમ ઘેટાંપાળક હું છું; ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને સારુ પોતાનો જીવ આપે છે.
John 10 : 12 (IRVGU)
જે નોકર છે અને ઘેટાંપાળક નથી, એટલે જે પોતે ઘેટાંનો માલિક નથી, તે વરુને આવતું જોઈને ઘેટાંને મૂકીને નાસી જાય છે; પછી વરુ તેઓને પકડીને વિખેરી નાખે છે.
John 10 : 13 (IRVGU)
તે નાસી જાય છે, કેમ કે તે નોકર છે અને ઘેટાંની તેને કંઈ ચિંતા નથી.
John 10 : 14 (IRVGU)
ઉત્તમ ઘેટાંપાળક હું છું અને પોતાનાં ઘેટાંને ઓળખું છું અને મારા પોતાનાં ઘેટાં મને ઓળખે છે.
John 10 : 15 (IRVGU)
જેમ પિતા મને ઓળખે છે અને હું પિતાને ઓળખું છું તેમ મારાં પોતાનાં મને ઓળખે છે; અને ઘેટાંને સારુ હું મારો જીવ આપું છું.
John 10 : 16 (IRVGU)
મારાં બીજાં ઘેટાં પણ છે, તેઓ આ વાડામાંના નથી; તેઓને પણ મારે લાવવાની જરૂર છે અને તેઓ મારો અવાજ સાંભળશે; અને એક ટોળું, એક ઘેટાંપાળક થશે.
John 10 : 17 (IRVGU)
પિતા મારા પર પ્રેમ કરે છે, કારણ કે હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં.
John 10 : 18 (IRVGU)
કોઈ મારી પાસેથી તે લેતો નથી, પણ હું મારી પોતાની જાતે તે આપું છું; તે આપવાનો મને અધિકાર છે અને પાછો લેવાનો પણ મને અધિકાર છે; તે આજ્ઞા મને મારા પિતા તરફથી મળી છે.'
John 10 : 19 (IRVGU)
આ વાતોને લીધે યહૂદીઓમાં ફરીથી ભાગલા પડ્યા.
John 10 : 20 (IRVGU)
તેઓમાંના ઘણાંએ કહ્યું કે, 'તેને ભૂત વળગેલું છે અને તે પાગલ છે; તમે તેનું કેમ સાંભળો છો?'
John 10 : 21 (IRVGU)
બીજાઓએ કહ્યું કે, 'ભૂત વળગેલા માણસની તે વાતો નથી. શું ભૂત અંધજનોની આંખો ઉઘાડી શકે છે?'
John 10 : 22 (IRVGU)
ઈસુનો અસ્વીકાર હવે યરુશાલેમમાં અર્પણ કરવાનું પર્વ હતું; અને તે શિયાળાનો સમય હતો.
John 10 : 23 (IRVGU)
ઈસુ ભક્તિસ્થાનમાં સુલેમાનની પરસાળમાં ફરતા હતા.
John 10 : 24 (IRVGU)
ત્યારે યહૂદીઓએ તેમની આસપાસ ફરી વળીને તેમને કહ્યું, 'તમે ક્યાં સુધી અમને સંદેહમાં રાખશો? જો તમે ખ્રિસ્ત હો તો તે અમને સ્પષ્ટ કહો.'
John 10 : 25 (IRVGU)
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, 'મેં તો તમને કહ્યું, પણ તમે વિશ્વાસ કરતા નથી. મારા પિતાને નામે જે કામો હું કરું છું, તેઓ મારા વિષે સાક્ષી આપે છે.
John 10 : 26 (IRVGU)
તોપણ તમે વિશ્વાસ કરતા નથી, કેમ કે તમે મારાં ઘેટાં નથી.
John 10 : 27 (IRVGU)
મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે, હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ આવે છે.
John 10 : 28 (IRVGU)
હું તેઓને અનંતજીવન આપું છું; કદી તેઓનો નાશ થશે નહિ અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહિ.
John 10 : 29 (IRVGU)
મારા પિતા, જેમણે મને તેઓને આપ્યાં છે, તે સહુથી મહાન છે; અને પિતાના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવા સમર્થ નથી.
John 10 : 31 (IRVGU)
*ત્યારે યહૂદીઓએ તેમને મારવાને ફરીથી પથ્થર હાથમાં લીધા.
John 10 : 32 (IRVGU)
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, 'મેં પિતા તરફથી તમને ઘણાં સારાં કામો બતાવ્યાં છે, તેઓમાંના કયા કામને લીધે મને પથ્થર મારો છો?'
John 10 : 33 (IRVGU)
યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો કે, 'કોઈ સારા કામને લીધે અમે તમને પથ્થર મારતા નથી, પણ દુર્ભાષણને કારણે; અને તમે માણસ હોવા છતાં પોતાને ઈશ્વર ઠરાવો છો, તેને કારણે.'
John 10 : 34 (IRVGU)
ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું કહું છું કે, 'તમે અન્ય દેવો છો' એ શું તમારા નિયમશાસ્ત્રમાં લખેલું નથી?
John 10 : 35 (IRVGU)
જેઓની પાસે ઈશ્વરનું વચન આવ્યું, તેઓને જો તેમણે દેવો કહ્યાં (તેથી શાસ્ત્રવચનનો ભંગ થતો નથી),
John 10 : 36 (IRVGU)
તો જેને પિતાએ અભિષિક્ત કરીને દુનિયામાં મોકલ્યા, તેમણે કહ્યું કે, હું ઈશ્વરનો દીકરો છું; તો શું તમે તેમને એમ કહો છો કે તમે દુર્ભાષણ કરો છો?
John 10 : 37 (IRVGU)
જો હું મારા પિતાનાં કામ કરતો નથી, તો મારા પર વિશ્વાસ ન કરો.
John 10 : 38 (IRVGU)
પણ જો હું કરું છું, તો જોકે તમે મારા પર વિશ્વાસ ન કરો, તોપણ તે કામો પર વિશ્વાસ કરો; જેથી તમે જાણો અને સમજો કે, પિતા મારામાં છે અને હું પિતામાં છું.'
John 10 : 39 (IRVGU)
ત્યારે તેઓએ ફરીથી તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ ઈસુ તેઓના હાથમાંથી સરકી ગયા.
John 10 : 40 (IRVGU)
પછી ઈસુ યર્દન નદીને સામે કિનારે, જ્યાં પહેલાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો, તે સ્થળે પાછા ગયા, અને ત્યાં રહ્યા.
John 10 : 41 (IRVGU)
ઘણાં લોકો તેમની પાસે આવ્યા; તેઓએ કહ્યું, 'યોહાને કંઈ ચમત્કારિક ચિહ્નો કર્યા ન હતા તે સાચું; પણ યોહાને એમને વિષે જે જે કહ્યું, તે બધું સત્ય હતું.'
John 10 : 42 (IRVGU)
ઘણાં લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42