યોહાન 1 : 1 (IRVGU)
જીવનનો શબ્દ પ્રારંભમાં શબ્દ હતા. તે ઈશ્વરની સાથે હતા. તે (ઈસુ) ઈશ્વર હતા.
યોહાન 1 : 2 (IRVGU)
તે જ પ્રારંભમાં ઈશ્વરની સાથે હતા.
યોહાન 1 : 3 (IRVGU)
તેમણે સઘળું ઉત્પન્ન કર્યું; એટલે જે કંઈ ઉત્પન્ન થયું તે તેમના વિના થયું નહિ.
યોહાન 1 : 4 (IRVGU)
તેમનાંમાં જીવન હતું; તે જીવન માણસોનું અજવાળું હતું.
યોહાન 1 : 5 (IRVGU)
તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહિ.
યોહાન 1 : 6 (IRVGU)
ઈશ્વરે મોકલેલો એક માણસ આવ્યો, તેનું નામ યોહાન હતું.
યોહાન 1 : 7 (IRVGU)
તે સાક્ષી માટે આવ્યો કે અજવાળા વિષે સાક્ષી કરાવે, કે જેથી સર્વ તેના દ્વારા વિશ્વાસ કરે.
યોહાન 1 : 8 (IRVGU)
યોહાન પોતે તે અજવાળું ન હતો, પણ અજવાળા વિષે સાક્ષી આપવાને આવ્યો હતો.
યોહાન 1 : 10 (IRVGU)
ખરું અજવાળું તે (ઈસુ) હતા કે, જે દુનિયામાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે. તેઓ દુનિયામાં હતા અને દુનિયાને તેમણે ઉત્પન્ન કરી હતી અને મનુષ્યોએ તેમને ઓળખ્યા નહિ.
યોહાન 1 : 11 (IRVGU)
તે પોતાના લોકોની પાસે આવ્યા, પણ તેમણે તેમનો અંગીકાર કર્યો નહિ.
યોહાન 1 : 12 (IRVGU)
છતાં જેટલાંએ તેમનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેમના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેમણે ઈશ્વરનાં સંતાન થવાનો અધિકાર આપ્યો.
યોહાન 1 : 13 (IRVGU)
તેઓ લોહીથી નહિ કે, દેહની ઇચ્છાથી નહિ કે, મનુષ્યની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરથી જન્મ પામ્યા.
યોહાન 1 : 14 (IRVGU)
અને શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યા અને પિતાના એકનાએક પુત્રના મહિમા જેવો તેમનો મહિમા અમે જોયો; તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતા.
યોહાન 1 : 15 (IRVGU)
યોહાને તેમના વિષે સાક્ષી આપી અને પોકારીને કહ્યું કે, “જેમનાં વિષે મેં કહ્યું હતું કે, તેઓ એ જ છે, 'જે મારી પાછળ આવે છે પણ મારી આગળ થયા છે, કેમ કે તે મારી અગાઉ હતા.”
યોહાન 1 : 16 (IRVGU)
કેમ કે અમે સર્વ તેમની ભરપૂરીમાંથી કૃપા ઉપર કૃપા પામ્યા.
યોહાન 1 : 17 (IRVGU)
નિયમશાસ્ત્ર મૂસા દ્વારા આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્ત દ્વારા આવ્યાં.
યોહાન 1 : 18 (IRVGU)
ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી; તેમનો એકનો એક દીકરો, કે જે પિતાની ગોદમાં છે, તેણે તેમને (ઈશ્વરને) પ્રગટ કર્યા છે.
યોહાન 1 : 19 (IRVGU)
યોહાન બાપ્તિસ્તનો સંદેશ જયારે યહૂદીઓએ યરુશાલેમથી યાજકોને તથા લેવીઓને યોહાન પાસે એવું પૂછવા મોકલ્યા કે, તું કોણ છે? ત્યારે તેની સાક્ષી આ હતી;
યોહાન 1 : 20 (IRVGU)
એટલે તેણે નકાર કર્યો નહિ, પણ કબૂલ કર્યું કે, “હું તો ખ્રિસ્ત નથી.”
યોહાન 1 : 21 (IRVGU)
તેઓએ તેને પૂછ્યું, “તો શું? શું તું એલિયા છે?” તેણે કહ્યું, “હું તે નથી.” શું તું આવનાર પ્રબોધક છે? તેણે ઉત્તર આપ્યો કે, 'ના.'
યોહાન 1 : 22 (IRVGU)
માટે તેઓએ તેને પૂછ્યું કે, 'તું કોણ છે?' કે જેઓએ અમને મોકલ્યા તેઓને અમે ઉત્તર આપીએ. તું પોતાના વિષે શું કહે છે?
યોહાન 1 : 23 (IRVGU)
તેણે કહ્યું, “યશાયા પ્રબોધકે જે કહ્યું હતું કે 'પ્રભુનો માર્ગ તૈયાર કરો,' તે પ્રમાણે અરણ્યમાં પોકારનારની વાણી હું છું.”
યોહાન 1 : 24 (IRVGU)
ફરોશીઓ તરફથી તેઓને મોકલવામાં આવ્યા હતા.
યોહાન 1 : 25 (IRVGU)
તેઓએ તેને પૂછ્યું કે, 'જો તું તે ખ્રિસ્ત, એલિયા અથવા આવનાર પ્રબોધક નથી, તો તું બાપ્તિસ્મા કેમ આપે છે?'
યોહાન 1 : 26 (IRVGU)
યોહાને તેઓને ઉત્તર આપ્યો કે, “હું પાણીથી બાપ્તિસ્મા આપું છું, પણ તમારી મધ્યે એક ઊભા છે, જેમને તમે ઓળખતા નથી;
યોહાન 1 : 27 (IRVGU)
તેઓ એ જ છે જે મારી પાછળ આવે છે અને તેમના ચંપલની દોરી છોડવા હું યોગ્ય નથી.”
યોહાન 1 : 28 (IRVGU)
યર્દનને પેલે પાર બેથાનિયામાં (બેથબારા) જ્યાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો, ત્યાં એ ઘટનાઓ ઘટી.
યોહાન 1 : 29 (IRVGU)
ઈશ્વરનું હલવાન બીજે દિવસે તે પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે કે, “જુઓ, ઈશ્વરનું હલવાન, જે માનવજગતનું પાપ દૂર કરે છે!
યોહાન 1 : 30 (IRVGU)
તેઓ એ જ છે જેમનાં વિષે મેં કહ્યું હતું, 'મારી પાછળ જે એક પુરુષ આવે છે, તે મારી આગળ થયા છે, કેમ કે તે મારી અગાઉ હતા.
યોહાન 1 : 31 (IRVGU)
મેં તેમને ઓળખ્યા ન હતા; પણ તે ઇઝરાયલની આગળ પ્રગટ થાય, માટે હું પાણીથી બાપ્તિસ્મા આપતો આવ્યો છું.'
યોહાન 1 : 32 (IRVGU)
યોહાને સાક્ષી આપી કે, 'મેં પવિત્ર આત્માને કબૂતરની જેમ સ્વર્ગથી ઊતરતા જોયા; અને તે તેમના પર રહ્યા.
યોહાન 1 : 33 (IRVGU)
મેં તેમને ઓળખ્યા ન હતા; પણ જેમણે મને પાણીથી બાપ્તિસ્મા આપવા મોકલ્યો, તેમણે જ મને કહ્યું હતું કે, જેમનાં પર તું આત્માને ઊતરતા તથા રહેતા જોશે, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે.
યોહાન 1 : 34 (IRVGU)
મેં જોયું છે અને સાક્ષી આપી છે કે આ જ ઈશ્વરના દીકરા છે.'
યોહાન 1 : 35 (IRVGU)
ઈસુના પ્રથમ શિષ્યો વળી બીજે દિવસે યોહાન પોતાના બે શિષ્યોની સાથે ઊભો હતો.
યોહાન 1 : 36 (IRVGU)
તેણે ઈસુને ચાલતા જોઈને કહ્યું કે, 'જુઓ, ઈશ્વરનું હલવાન!'
યોહાન 1 : 37 (IRVGU)
તે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને ઈસુની પાછળ ગયા.
યોહાન 1 : 38 (IRVGU)
ઈસુએ ફરીને તેઓને પાછળ આવતા જોઈને કહ્યું કે, 'તમે શું શોધો છો?' તેઓએ તેમને કહ્યું, 'રાબ્બી 'એટલે ગુરુજી,' તમે ક્યાં રહો છો?'
યોહાન 1 : 39 (IRVGU)
તેમણે તેઓને કહ્યું કે, 'આવી અને જુઓ.' માટે તેઓ ગયા અને ઈસુ જ્યાં રહેતા હતા તે જોયું; તે દિવસે તેઓ ઈસુની સાથે રહ્યા; તે સમયે આશરે સાંજના ચાર વાગ્યા હતા.
યોહાન 1 : 40 (IRVGU)
જે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને તેમની પાછળ ગયા હતા, તેઓમાંનો એક સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા હતો.
યોહાન 1 : 41 (IRVGU)
તેણે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને કહ્યું કે, 'મસીહ એટલે ખ્રિસ્ત અમને મળ્યા છે.'
યોહાન 1 : 42 (IRVGU)
તે તેને ઈસુ પાસે લઈ આવ્યો. ઈસુએ તેની સામે જોઈને કહ્યું કે, 'તું યોનાનો દીકરો સિમોન છે. તું કેફા *એટલે પથ્થર કહેવાશે.'
યોહાન 1 : 43 (IRVGU)
ઈસુ ફિલિપ અને નથાનિયેલને તેડે છે બીજે દિવસે ઈસુને ગાલીલમાં જવાની ઇચ્છા થઈ અને તેમણે ફિલિપને મળીને કહ્યું કે, 'મારી પાછળ આવ.'
યોહાન 1 : 44 (IRVGU)
હવે ફિલિપ તો બેથસાઈદાનો એટલે આન્દ્રિયા તથા પિતરના શહેરનો હતો.
યોહાન 1 : 45 (IRVGU)
ફિલિપે નથાનિયેલને મળીને કહ્યું કે, 'નિયમશાસ્ત્રમાં જેમનાં સબંધી મૂસાએ તથા પ્રબોધકોએ લખેલું છે તેઓ, એટલે નાસરેથના ઈસુ, યૂસફના દીકરા, અમને મળ્યા છે.'
યોહાન 1 : 46 (IRVGU)
નથાનિયેલે તેને પૂછ્યું, 'શું નાસરેથમાંથી કંઈ સારું નીકળી શકે?' ફિલિપ તેને કહે છે કે, 'આવ અને જો.'
યોહાન 1 : 47 (IRVGU)
ઈસુ નથાનિયેલને પોતાની પાસે આવતો જોઈને તેને વિષે કહે છે, 'જુઓ, આ સાચો ઇઝરાયલી છે, એનામાં કંઈ કપટ નથી!'
યોહાન 1 : 48 (IRVGU)
નથાનિયેલે ઈસુને કહ્યું કે, 'તમે મને ક્યાંથી ઓળખો છો?' ઈસુએ તેને જવાબ આપ્યો, 'ફિલિપે તને બોલાવ્યો તે પહેલાં, તું અંજીરી નીચે હતો, ત્યારે મેં તને જોયો.'
યોહાન 1 : 49 (IRVGU)
નથાનિયેલે તેમને જવાબ આપ્યો, 'ગુરુજી, તમે ઈશ્વરના દીકરા છો; તમે ઇઝરાયલના રાજા છો.'
યોહાન 1 : 50 (IRVGU)
ઈસુએ તેને કહ્યું કે, 'મેં તને અંજીરી નીચે જોયો એવું કહ્યું તેથી શું તું વિશ્વાસ કરે છે? આ કરતાં તું મોટી બાબતો જોશે.'
યોહાન 1 : 51 (IRVGU)
ઈસુએ તેને કહ્યું, 'હું તને ખરેખર કહું છું કે, તું સ્વર્ગ ઊઘડેલું અને ઈશ્વરના સ્વર્ગદૂતોને માણસના દીકરા (ઈસુ) ઉપર ચઢતાં અને ઊતરતા જોશે.'
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51