ચર્મિયા 6 : 1 (IRVGU)
“હે બિન્યામીનના લોકો, યરુશાલેમમાંથી જીવ બચાવવા નાસી જાઓ, તકોઆમાં રણશિંગડું વગાડો. [QBR] અને બેથ-હાક્કેરેમ પર અગ્નિ સળગાવીને ચેતવણી આપો. કેમ કે ઉત્તર તરફથી વિપત્તિ તથા મહાવિનાશ આવે છે. [QBR]
ચર્મિયા 6 : 2 (IRVGU)
સિયોનની દીકરી સુંદર તથા કોમળ છે, તેઓનો હું નાશ કરીશ. [QBR]
ચર્મિયા 6 : 3 (IRVGU)
ઘેટાંપાળકો અને તેઓનાં ટોળાં તેઓની પાસે જશે; [QBR] તેઓ તેની ફરતે તંબુઓ નાખશે. દરેક જણ પોતાની જગ્યાએ ચરશે. [QBR]
ચર્મિયા 6 : 4 (IRVGU)
યહોવાહના નામે તેની સામે ચઢાઈ કર. ઊઠ, આપણે મધ્યાહને તેના પર હુમલો કરીએ. [QBR] આપણને અફસોસ! સૂર્યાસ્ત થવા લાગ્યો છે. સંધ્યાની છાયા લંબાતી જાય છે. [QBR]
ચર્મિયા 6 : 5 (IRVGU)
ઊઠો, આપણે તેના પર રાતે હુમલો કરીને તેના મહેલોનો નાશ કરીએ. [QBR]
ચર્મિયા 6 : 6 (IRVGU)
સૈન્યોના ઈશ્વર યહોવાહ આ પ્રમાણે કહે છે; તેનાં વૃક્ષો કાપી નાખો અને યરુશાલેમ વિરુદ્ધ મોરચા ઊભા કરો. [QBR] આ નગર તો દંડને પાત્ર છે કેમ કે એમાં જુલમ સિવાય બીજું કશું નથી. [QBR]
ચર્મિયા 6 : 7 (IRVGU)
જેમ ઝરો પાણીથી ઊભરાય છે તેમ એ દુષ્ટતાથી ઊભરાય છે. [QBR] નગરમાં મારઝૂડ અને લૂંટફાટનો અવાજ સંભળાય છે, વેદના તથા જખમ મારી આગળ નિત્ય થાય છે. [QBR]
ચર્મિયા 6 : 8 (IRVGU)
માટે હે યરુશાલેમ આ ચેતવણી પર તું ધ્યાન આપ, [QBR] રખેને હું તારો ત્યાગ કરીને તને ઉજ્જડ તથા વેરાન પ્રદેશ બનાવી મૂકું. [QBR]
ચર્મિયા 6 : 9 (IRVGU)
સૈન્યોના ઈશ્વર યહોવાહ કહે છે; ઇઝરાયલમાં જે થોડા બાકી રહેલા હશે તેઓને દ્રાક્ષની પેઠે વીણીને લઈ જવામાં આવશે. [QBR] દ્રાક્ષા તોડનારની પેઠે તું તારો હાથ ફરી ડાળખી પર ફેરવ. [QBR]
ચર્મિયા 6 : 10 (IRVGU)
કોને કહું અને કોને ચેતવણી આપું કે તેઓ સાંભળે? તેઓના કાન બેસુન્નત છે; કે તેઓ સાંભળી શકતા નથી. [QBR] ધ્યાન આપો!” જુઓ, યહોવાહનું વચન તેમની પાસે તેઓને સુધારવા માટે આવ્યું પણ તેઓએ તેને સ્વીકાર્યું નહિ. [QBR]
ચર્મિયા 6 : 11 (IRVGU)
પણ હું યહોવાહના રોષથી ભરપૂર છું, હું તેને અંદર દબાવી શકતો નથી. [QBR] મહોલ્લાના લોકો પર અને ટોળે વળતા યુવાનો પર તેનો ઊભરો કાઢ. [QBR] કેમ કે પુરુષ તથા સ્ત્રી અને ઘરડાઓ સુદ્ધાં બધા જ પકડાઈ જશે. [QBR]
ચર્મિયા 6 : 12 (IRVGU)
તેઓનાં ઘરો અને તેઓનાં ખેતરો તથા પત્નીઓ બીજાઓને સોંપવામાં આવશે. [QBR] કેમ કે હું આ દેશના લોકોને શિક્ષા કરીશ. એમ યહોવાહ કહે છે. [QBR]
ચર્મિયા 6 : 13 (IRVGU)
કેમ કે તેઓ બધા નાનાથી માંડીને છેક મોટા સુધી સર્વ લોભી છે. [QBR] અને પ્રબોધકોથી યાજકો સુધી સર્વ જુઠાણું ચલાવે છે. [QBR]
ચર્મિયા 6 : 14 (IRVGU)
કંઈ શાંતિ ન હોવા છતાં શાંતિ એમ કહીને તેઓ મારા લોકોના ઘાને 'શાંતિ! શાંતિ!' છે એમ કહીને ઉપર છલ્લા રુઝાવે છે. [QBR]
ચર્મિયા 6 : 15 (IRVGU)
તેઓએ ધિક્કારપાત્ર કૃત્ય કર્યું હતું માટે શું તેઓ શરમિંદા થયા? તેઓ બિલકુલ શરમિંદા થયા નહિ; વળી શું થયું છે તે તેઓ સમજ્યા નહિ. [QBR] તેથી તેઓ પડનારા ભેગા પડશે. હું જ્યારે તેમને સજા કરીશ ત્યારે તેઓ ઠોકર ખાઈને પડી જશે,” એમ યહોવાહ કહે છે. [QBR]
ચર્મિયા 6 : 16 (IRVGU)
યહોવાહ કહે છે; માર્ગોમાં ઊભા રહીને જુઓ; ભૂતકાળના માર્ગો વિષે પૂછો. [QBR] 'આવો ઉત્તમ માર્ગ ક્યાં છે?' તેની શોધ કરીને તે માર્ગે ચાલો. એટલે તમારા આત્માને શાંતિ મળશે. [QBR] પણ લોકો કહે છે, “અમે તે માર્ગે ચાલીશું નહિ.” [QBR]
ચર્મિયા 6 : 17 (IRVGU)
મેં તમારા પર ચોકીદારો નીમ્યા અને કહ્યું કે, રણશિંગડાનો અવાજ સાંભળો. [QBR] પરંતુ તમે કહ્યું, “અમે તે તરફ ધ્યાન આપીશું નહિ.” [QBR]
ચર્મિયા 6 : 18 (IRVGU)
આથી યહોવાહે કહ્યું, ''હે પ્રજાઓ, તમે સાંભળો, અને જાણી લો કે મારા લોકોના શા હાલ થવાના છે. [QBR]
ચર્મિયા 6 : 19 (IRVGU)
હે પૃથ્વીના લોકો, સાંભળો જુઓ, આ લોકો પર હું વિપત્તિ એટલે એમના કાવાદાવાનું ફળ લાવીશ. [QBR] તેઓએ મારાં વચનોનો સ્વીકાર કર્યો નથી. તેઓએ મારાં નિયમશાસ્ત્રનો ત્યાગ કર્યો છે. [QBR]
ચર્મિયા 6 : 20 (IRVGU)
શેબાથી લોબાન તથા દૂર દેશથી અગરુ મારી પાસે શા માટે લાવો છો? હું તમારા દહનાર્પણને માન્ય કરીશ નહિ. [QBR] અને તમારાં બલિદાનોથી હું પ્રસન્ન થતો નથી. [QBR]
ચર્મિયા 6 : 21 (IRVGU)
તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે; તેથી હું મારા એ લોકોને ઠોકર ખવડાવીશ [QBR] અને તેઓ પિતા અને પુત્ર બન્ને તેનાથી ઠોકર ખાઈને પડી જશે પડોશી અને તેના મિત્રો બધા જ નાશ પામશે. [QBR]
ચર્મિયા 6 : 22 (IRVGU)
યહોવાહ આ પ્રમાણે કહે છે; જુઓ, ઉત્તરમાંથી એક પ્રજા આવી રહી છે [QBR] અને પૃથ્વીના છેક છેડેથી એક બળવાન પ્રજા ચઢી આવશે. [QBR]
ચર્મિયા 6 : 23 (IRVGU)
તેઓ ધનુષ્ય તથા ભાલા ધારણ કરે છે. તેઓ ક્રૂર અને નિર્દય છે, [QBR] તેઓનો અવાજ સમુદ્રની ગર્જના જેવો છે. તેઓ ઘોડાઓ પર સવારી કરે છે. હે સિયોનની દીકરી જેમ શૂરવીર લડાઈને માટે સજ્જ થાય છે તેમ તેઓ તારી વિરુદ્ધ લડાઈ કરવા તૈયાર છે. [QBR]
ચર્મિયા 6 : 24 (IRVGU)
અમે તે વિશેના સમાચાર સાંભળ્યા છે. અમારાં ગાત્રો શિથિલ થઈ ગયાં છે. અમને જાણે પ્રસૂતિની જેવી પીડા થાય છે. [QBR]
ચર્મિયા 6 : 25 (IRVGU)
બહાર ખેતરોમાં જશો નહિ, રસ્તાઓ પર મુસાફરી કરશો નહિ, [QBR] કેમ કે સર્વત્ર શત્રુની તરવારનો ભય લાગે છે. [QBR]
ચર્મિયા 6 : 26 (IRVGU)
હે મારા લોકની દીકરી શોકનાં વસ્ત્રો ધારણ કરી રાખમાં બેસ. જેમ કોઈ પોતાના એકના એક દીકરાને માટે શોક તથા આક્રંદ કરે તેમ તું કર. [QBR] કેમ કે આપણા પર લૂંટારા એકાએક ચઢી આવશે. [QBR]
ચર્મિયા 6 : 27 (IRVGU)
મેં તને મારા લોકમાં પારખનાર તથા કોટરૂપ કર્યો છે જેથી તું તેઓના માર્ગ જાણે અને તેનું મૂલ્યાંકન કરે. [QBR]
ચર્મિયા 6 : 28 (IRVGU)
એ બધા અધમ બંડખોરો છે અને તેઓ ચાડી કરતા ફરે છે. [QBR] તેઓ પિત્તળ જેવા અને લોખંડ જેવા છે. તેઓ સર્વ દુષ્ટ છે. [QBR]
ચર્મિયા 6 : 29 (IRVGU)
ધમણ ચાલે છે અને વેગથી હવા ફૂંકે છે; સીસું અગ્નિથી બળી ગયું છે. [QBR] ગાળનાર ગાળવાને વ્યર્થ મહેનત કરે છે. કેમ કે દુષ્ટોને કાઢવામાં આવ્યા નથી. [QBR]
ચર્મિયા 6 : 30 (IRVGU)
તેઓને “નકામી ચાંદી,” કહેવામાં આવશે કેમ કે યહોવાહે તેઓનો નકાર કર્યો છે.”' [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30

BG:

Opacity:

Color:


Size:


Font: