ચર્મિયા 49 : 1 (IRVGU)
આમ્મોનના લોકો વિષે યહોવાહ આ પ્રમાણે કહે છે; [QBR] ઇઝરાયલને કોઈ સંતાન નથી? શું તેને કોઈ વારસ નથી? તો પછી મિલ્કોમ ગાદનો પ્રદેશ શા માટે કબજે કરવા દે અને ત્યાં વસવા દે? [QBR]
ચર્મિયા 49 : 2 (IRVGU)
તેથી જુઓ, એવો સમય આવી રહ્યો છે [QBR] જ્યારે આમ્મોનના પાટનગર રાબ્બાહમાં યુદ્ધનો રણનાદ ગાજી રહેશે અને એ ઉજ્જડ ટેકરી બની જશે. અને તેમની દીકરીઓને અગ્નિમાં બાળી નાંખવામાં આવશે. [QBR] અને જેઓએ ઇઝરાયલનો વારસો ભોગવ્યો હતો તેઓનો વારસો ઇઝરાયલ ભોગવશે. એમ યહોવાહ કહે છે. [QBR]
ચર્મિયા 49 : 3 (IRVGU)
''હે હેશ્બોન, વિલાપ કર. આમ્મોનમાંનું આય નગર નાશ પામ્યું છે! રાબ્બાહની દીકરીઓ રુદન કરો, શોકનાં વસ્ત્રો પહેરો, [QBR] રડતાં રડતાં વાડામાં આમતેમ દોડો, [QBR] કેમ કે મિલ્કોમ, તેના યાજકો અને અમલદારો સર્વ બંદીવાસમાં જશે. [QBR]
ચર્મિયા 49 : 4 (IRVGU)
તમારા બળનું તમને શા માટે અભિમાન છે? હે અવિશ્વાસી દીકરી તારું બળ નાશ પામશે, [QBR] તું દ્રવ્ય પર ભરોસો રાખીને કહે છે કે, મારી સામો કોણ આવશે?' [QBR]
ચર્મિયા 49 : 5 (IRVGU)
જુઓ, પરંતુ સૈન્યોના પ્રભુ યહોવાહ કહે છે કે, હું તમારા પર વિપત્તિ લાવીશ. [QBR] ''હું દરેક બાજુએથી તારા પર વિપત્તિઓ લાવીશ. દરેક તેનાથી બીને નાસી જશે. [QBR] અને નાસી જનારાઓની સંભાળ રાખનારું કોઈ નહિ હોય. [QBR]
ચર્મિયા 49 : 6 (IRVGU)
પરંતુ પાછળથી હું આમ્મોનીઓનું ભાગ્ય ફેરવી નાખીશ'' એમ યહોવાહ કહે છે. [QBR]
ચર્મિયા 49 : 7 (IRVGU)
અદોમના લોકો વિષે સૈન્યોના યહોવાહ કહે છે; ''તેમાનમાં કશી બુદ્ધિ રહી નથી? [QBR] તેમના સમજુ પુરુષો સમજણ ખોઈ બેઠા છે? તેઓનું ડહાપણ શું જતું રહ્યું છે? [QBR]
ચર્મિયા 49 : 8 (IRVGU)
હે દદાનના રહેવાસીઓ, નાસો, પાછા ફરો. એકાંત જગ્યામાં જાઓ. [QBR] કેમ કે એસાવના વંશજોની સજાનો સમય આવ્યો છે અને હું તેઓના પર વિનાશ ઉતારનાર છું. [QBR]
ચર્મિયા 49 : 9 (IRVGU)
જ્યારે દ્રાક્ષ ઉતારનાર આવે છે ત્યારે તેઓ થોડી દ્રાક્ષ વેલ પર રહેવા દેતા નથી? [QBR] જો રાતે ચોર આવે છે તો તેને જોઈએ એટલું શું ચોરી નહિ જાય? [QBR]
ચર્મિયા 49 : 10 (IRVGU)
પરંતુ હું એસાવને ખાલી કરી નાખીશ. મેં તેના ગુપ્ત સ્થાનો ખુલ્લાં કર્યા છે. [QBR] તેને સંતાવાની જગ્યા રહેશે નહિ, તેનાં બાળકો, તેના ભાઈઓ, તેના પડોશીઓ, સર્વ નાશ પામશે અને તેઓ બધા સમાપ્ત થઈ જશે. [QBR]
ચર્મિયા 49 : 11 (IRVGU)
તારાં અનાથ બાળકોને અહીં મૂકી જા, હું તેમને સંભાળીશ. તારી વિધવાઓએ મારો વિશ્વાસ રાખવો.'' [PE][PS]
ચર્મિયા 49 : 12 (IRVGU)
યહોવાહ કહે છે; ''જુઓ, જેણે સજાનો પ્યાલો પીવો ન જોઈએ તે પણ નિશ્ચે પીશે, શું તને સજા થયા વગર રહેશે? તારે સજા ચોક્કસ ભોગવવી જ પડશે, તારે એ પ્યાલો ચોક્કસ પીવો જ પડશે.
ચર્મિયા 49 : 13 (IRVGU)
કેમ કે, હું મારા જીવના સમ ખાઈને કહું છું કે'' એમ યહોવાહ કહે છે ''બોસ્રાહ વિસ્મિત, નિંદારૂપ, શાપરૂપ અને ઉજ્જડ થઈ જશે અને બધાં નગરો સદા ઉજ્જડ થઈ જશે.'' [QBR]
ચર્મિયા 49 : 14 (IRVGU)
મેં યહોવાહ પાસેથી આ સંદેશો સાંભળ્યો છે, તેમણે બધા દેશોમાં સંદેશાવાહક મોકલ્યા છે; [QBR] '''સર્વ એકત્રિત થાઓ અને તેના પર ચઢાઈ કરો; લડાઈ માટે ઊઠો.' [QBR]
ચર્મિયા 49 : 15 (IRVGU)
કેમ કે જુઓ, મેં તને પ્રજાઓમાં કનિષ્ઠ અને મનુષ્યમાં તુચ્છ કર્યો છે. [QBR]
ચર્મિયા 49 : 16 (IRVGU)
હે ખડકની ફાટોમાં વસનાર, ઊંચા શિખરોને આશરે રહેનાર, તારા અંતરના અભિમાને તને ખોટે રસ્તે દોરવ્યો છે, [QBR] તું તારો માળો ગરુડના જેટલો ઊંચો બાંધે, [QBR] તોપણ હું તને ત્યાંથી નીચો પાડીશ.'' એમ યહોવાહ કહે છે. [QBR]
ચર્મિયા 49 : 17 (IRVGU)
તેથી અદોમ વિસ્મયપાત્ર બનશે. ત્યાં થઈને જતા આવતા સર્વ વિસ્મય પામશે. [QBR] અને તેની સર્વ વિપત્તિઓ જોઈને ફિટકાર કરશે. [QBR]
ચર્મિયા 49 : 18 (IRVGU)
યહોવાહ કહે છે કે સદોમ અને ગમોરાનો તથા તેમની આસપાસના ગામોનો નાશ થયો તેમ, [QBR] તેમાં કોઈ વસશે નહિ. ત્યાં કોઈ માણસ ફરી ઘર નહિ કરે. [QBR]
ચર્મિયા 49 : 19 (IRVGU)
જુઓ, સિંહ યર્દનની ઝાડીમાંથી સદાય લીલાછમ ચરાણમાં ચઢી આવે છે! [QBR] હું પણ અચાનક અદોમને ત્યાંથી નસાડીશ અને જેને મેં પસંદ કર્યો છે તેને હું તેના પર ઠરાવીશ. [QBR] કેમ કે, મારા સમાન બીજું કોણ છે? અને મારે સારુ મુદ્દત બીજું કોણ ઠરાવે છે. મારી બરોબરી કરી શકે એવો ઘેટાંપાળક કોણ છે? [QBR]
ચર્મિયા 49 : 20 (IRVGU)
તે માટે યહોવાહનો જે સંકલ્પ તેણે અદોમ વિરુદ્ધ કર્યો છે. તે સાંભળો, [QBR] જે ઇરાદા તેમણે તેમાનના રહેવાસીઓ વિરુદ્ધ કર્યા છે. [QBR] નાનામાં નાના ઘેટાંને પણ ઘસડી જવાશે [QBR] અને તેઓની સાથે તેઓનું રહેઠાણ ઉજ્જડ કરી નંખાશે. [QBR]
ચર્મિયા 49 : 21 (IRVGU)
અદોમના પતનના અવાજથી પૃથ્વી થથરશે; [QBR] તેનો અવાજ લાલ સમુદ્ર સુધી સંભળાય છે. [QBR]
ચર્મિયા 49 : 22 (IRVGU)
જુઓ, તે ગરુડની જેમ ઊડીને આવશે અને બોસ્રાહ સામે પોતાની પાંખો ફેલાવશે. [QBR] અને તે દિવસે અદોમના યોદ્ધાઓ પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ ગભરાઈ જશે. [QBR]
ચર્મિયા 49 : 23 (IRVGU)
દમસ્કસ વિષેની વાત; ''હમાથ અને આર્પાદ લજ્જિત થયાં છે. કેમ કે તેમણે માઠા સમાચાર સાંભળ્યા છે. [QBR] તેઓ વિખેરાઈ ગયા છે! સમુદ્ર પર ખેદ છે તે શાંત રહી શકતો નથી. [QBR]
ચર્મિયા 49 : 24 (IRVGU)
દમસ્કસ લાચાર બની ગયું છે; તેના સર્વ લોકો પાછા ફરીને નાસે; [QBR] પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ તેને કષ્ટ તથા વેદના થાય છે. [QBR]
ચર્મિયા 49 : 25 (IRVGU)
તેના લોક કહે છે, ''આનંદનું નગર જે એક સમયે ખૂબ ગૌરવવંતું હતું તે કેવું ત્યાગી દેવામાં આવ્યું છે?'' [QBR]
ચર્મિયા 49 : 26 (IRVGU)
સૈન્યોના યહોવાહ કહે છે, ''તે દિવસે તેના જુવાન માણસો મહોલ્લાઓમાં મૃત્યુ પામશે. [QBR] અને યોદ્ધાઓ નાશ પામશે. [QBR]
ચર્મિયા 49 : 27 (IRVGU)
અને હું દમસ્કસની દીવાલો પર આગ લગાડીશ અને તે બેનહદાદના મહેલોને બાળીને ભસ્મ કરશે.'' [QBR]
ચર્મિયા 49 : 28 (IRVGU)
કેદાર અને હાસોરના વિષે યહોવાહ બાબિલના રાજા નબૂખાદરેસ્સારને કહે છે કે, હવે બાબિલનો રાજા નબૂખાદરેસ્સાર આ જગ્યાઓનો નાશ કરશે; [QBR] ''ઊઠો અને કેદાર પર ચઢાઈ કરો અને પૂર્વ તરફના લોકનો નાશ કરો. [QBR]
ચર્મિયા 49 : 29 (IRVGU)
તેનું સૈન્ય તેઓના તંબુઓ તથા ટોળાને લઈ જશે. તેઓના સર્વ સામાનને તથા તેઓની કનાતોને લઈ જશે. [QBR] તેઓનાં ઊંટોને તેઓ પોતાને માટે લઈ જશે. તેઓ પોકારીને કહેશે કે ચારેબાજુ ભય છે.' [QBR]
ચર્મિયા 49 : 30 (IRVGU)
યહોવાહ કહે છે; હે હાસોરના વતનીઓ, નાસો , દૂર જતા રહો, એકાંત જગ્યામાં વસો. [QBR] ''કેમ કે બાબિલના રાજા નબૂખાદરેસ્સારે તમારી વિરુદ્ધ તમારો નાશ કરવા માટે કાવતરું રચ્યું છે. નાસી જાઓ, પાછા જાઓ. [QBR]
ચર્મિયા 49 : 31 (IRVGU)
યહોવાહ કહે છે, ઊઠો અને જે પ્રજા સ્વસ્થ અને નિશ્ચિંત છે તેના પર હુમલો કરો. [QBR] જેઓને દરવાજા નથી કે ભૂંગળો નથી અને જેઓ એકલા રહે છે. [QBR]
ચર્મિયા 49 : 32 (IRVGU)
માટે તેઓનાં ઊંટો લૂંટાશે અને તેઓની સર્વ સંપત્તિ લૂંટાશે. [QBR] અને જેઓની દાઢીના ખૂણા કાપેલા છે તેઓને હું ચારેકોર વિખેરી નાખીશ, [QBR] અને દરેક બાજુએથી તેઓના પર આફત ઉતારીશ.'' એમ યહોવાહ કહે છે. [QBR]
ચર્મિયા 49 : 33 (IRVGU)
''હાસોર શિયાળવાંની બોડ બની જશે, સદાકાળ માટે તે વેરાન પ્રદેશ બની જશે, [QBR] કોઈ ત્યાં વસશે નહિ કે કોઈ ત્યાં ઘર નહિ બનાવે.'' [PE][PS]
ચર્મિયા 49 : 34 (IRVGU)
યહૂદિયાના રાજા સિદકિયાના અમલની શરૂઆતમાં એલામ વિષે યહોવાહનું જે વચન યર્મિયા પ્રબોધક પાસે આવ્યું તે આ છે,
ચર્મિયા 49 : 35 (IRVGU)
''સૈન્યોના યહોવાહ કહે છે; જુઓ, હું તેઓના બળના મુખ્ય આધાર એલામના ધનુષ્યને ભાંગી નાખીશ. [QBR]
ચર્મિયા 49 : 36 (IRVGU)
આકાશની ચારે દિશાઓથી ચાર વાયુ હું એલામ પર મોકલીશ. [QBR] અને એ ચારે વાયુઓ તરફ હું તેઓને વિખેરી નાખીશ. [QBR] અને જ્યાં એલામથી નાઠેલા માણસો નહિ જાય, એવો કોઈ દેશ હશે નહિ. [QBR]
ચર્મિયા 49 : 37 (IRVGU)
તેઓના શત્રુઓથી તથા જેઓ તેઓનો જીવ લેવા શોધે છે. તેઓને હું એલામથી ભયભીત કરીશ. [QBR] અને હું વિપત્તિ , હા, મારો ભારે ક્રોધ તેમના પર લાવીશ. એવું યહોવાહ કહે છે [QBR] ''હું તેઓનો નાશ થતાં સુધી તેઓના પર તરવાર મોકલીશ. [QBR]
ચર્મિયા 49 : 38 (IRVGU)
યહોવાહ કહે છે કે, હું એલામમાં મારું રાજ્યાસન સ્થાપીશ. અને તેમાંથી રાજાનો અને અમલદારોનો સંહાર કરીશ.'' એમ યહોવાહ કહે છે. [QBR]
ચર્મિયા 49 : 39 (IRVGU)
''પણ પાછલા વર્ષોમાં હું એલામનો બંદીવાસ ફેરવી નાખીશ.'' એમ યહોવાહ કહે છે. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39

BG:

Opacity:

Color:


Size:


Font: