Jeremiah 48 : 1 (IRVGU)
ઇઝરાયલના ઈશ્વર યહોવાહ મોઆબ વિષે આ પ્રમાણે કહે છે કે; [QBR] ''નબોને અફસોસ, તે નષ્ટ થઈ ગયું છે. કિર્યાથાઈમ લજ્જિત થયું છે અને પાયમાલ થયું છે. [QBR] તેનો કિલ્લો તોડી પાડવામાં આવ્યો છે. [QBR]
Jeremiah 48 : 2 (IRVGU)
મોઆબનું ગૌરવ હવે રહ્યું નથી, હેશ્બોનમાં મોઆબના શત્રુઓએ એના પતનની યોજના ઘડી છે. [QBR] તેઓ કહે છે 'ચાલો, આપણે તેને રાષ્ટ્ર તરીકે ભૂંસી નાખીએ. માદમેન નગરને પણ ચૂપ કરવામાં આવશે; શત્રુઓની તરવાર તારો પીછો કરશે.' [QBR]
Jeremiah 48 : 3 (IRVGU)
સાંભળો! હોરોનાયિમમાંથી પોકાર સંભળાય છે ત્યાં લૂંટ અને ભારે વિનાશ છે. [QBR]
Jeremiah 48 : 4 (IRVGU)
મોઆબ નષ્ટ થઈ ગયું છે, સોઆર સુધી તેનાં બાળકોનું આક્રંદ સંભળાય છે. [QBR]
Jeremiah 48 : 5 (IRVGU)
કેમ કે તેઓ રડતાં રડતાં લૂહીથના ઢોળાવો પર ચઢે છે. અને તેઓ દુ:ખથી વિલાપ કરતાં કરતાં હોરોનાયિમના ઢોળાવો ઊતરે છે. [QBR]
Jeremiah 48 : 6 (IRVGU)
નાસો, તમારો જીવ લઈને નાસો. વગડાનાં જંગલી વૃક્ષ જેવા થાઓ. [QBR]
Jeremiah 48 : 7 (IRVGU)
કેમ કે તમે પોતાની સંપત્તિ અને કામો પર વિશ્વાસ રાખ્યો છે, તમને પણ પકડવામાં આવશે. [QBR] તમારા મૂંગા દેવ કમોશ દેશવટે જશે, તેના યાજકો અને અમલદારો તેની સાથે જશે. [QBR]
Jeremiah 48 : 8 (IRVGU)
દરેક નગર પર વિનાશ ઊતરશે, એક પણ શહેર બચવા પામશે નહિ. [QBR] ખીણ નાશ પામશે અને મેદાન પાયમાલ થશે. એવું યહોવાહ કહે છે. [QBR]
Jeremiah 48 : 9 (IRVGU)
મોઆબને પાંખો આપો કે તે ઊડી જાય. [QBR] તેનાં નગરો વસ્તી વિનાના ઉજ્જડ થઈ જશે.
Jeremiah 48 : 10 (IRVGU)
જે કોઈ યહોવાહનું કામ પૂરા દિલથી કરતા નથી તે શાપિત થાઓ! જે માણસ તરવારથી રક્તપાત કરતા નથી તે શાપિત થાઓ! [QBR]
Jeremiah 48 : 11 (IRVGU)
મોઆબ પોતાની તરુણાવસ્થાથી સ્વસ્થ રહ્યો છે. તે દ્રાક્ષારસ જેવો છે. [QBR] તેને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડવામાં આવ્યો નથી. તેનો સ્વાદ હંમેશ જેવો જ રહ્યો છે; અને તેની સુગંધ બદલાઈ નથી.
Jeremiah 48 : 12 (IRVGU)
યહોવાહ કહે છે કે, તેથી જુઓ, એવો સમય આવે છે કે'' જે સમયે હું તેઓની પાસે ઊલટસુલટ કરનારા મોકલીશ. તેઓ તેને ઊલટપાલટ કરશે. તેઓ તેના પાત્રો ખાલી કરશે. તેમની બરણીઓ ફોડી નાખશે. [PE][PS]
Jeremiah 48 : 13 (IRVGU)
જેમ ઇઝરાયલીઓ બેથેલ પર વિશ્વાસ રાખી અને ફજેત થયા છે. તેમ કમોશ પર વિશ્વાસ રાખીને મોઆબ ફજેત થશે. [QBR]
Jeremiah 48 : 14 (IRVGU)
અમે શૂરવીરો અને યુદ્ધમાં પરાક્રમી પુરુષો છીએ એવું તમે કેવી રીતે કહી શકો છો'? [QBR]
Jeremiah 48 : 15 (IRVGU)
જે રાજાનું નામ સૈન્યોના યહોવાહ છે તે કહે છે કે, [QBR] મોઆબ ઉજ્જડ થયો છે. અને તેનાં નગરોમાં શત્રુઓ ઘૂસી ગયા છે. તેના શ્રેષ્ઠ જુવાનો, [QBR] કતલ થવા માટે જ ઊતરી ગયા છે. [QBR]
Jeremiah 48 : 16 (IRVGU)
હવે મોઆબનો વિનાશ હાથવેંતમાં છે, એનું પતન વાયુવેગે આવી રહ્યું છે. [QBR]
Jeremiah 48 : 17 (IRVGU)
હે મોઆબની આસપાસના લોક, તેનું નામ જાણનારા, વિલાપ કરો. [QBR] અને કહો કે, શક્તિનો દંડ, સૌંદર્યની છડી કેવી ભાગી ગઈ છે.' [QBR]
Jeremiah 48 : 18 (IRVGU)
હે દીબોનમાં રહેનારી દીકરી, તમારા સન્માનજનક સ્થાન ઉપરથી નીચે ઊતરી અને તરસી થઈને બેસ. [QBR] કેમ કે મોઆબનો વિનાશ કરનાર આવી પહોંચ્યો છે. અને તેણે તારા કિલ્લાઓનો નાશ કર્યો છે. [QBR]
Jeremiah 48 : 19 (IRVGU)
હે અરોએરના લોકો, રસ્તે ઊભા રહીને ચોકી કરો, નાસી જતા લોકોને પૂછો. શું થયું છે?' [QBR]
Jeremiah 48 : 20 (IRVGU)
મોઆબ લજ્જિત થઈ ગયું છે. તેની પાયમાલી થઈ ગઈ છે. રડો વિલાપ કરો. [QBR] આર્નોનમાં ખબર આપો કે, મોઆબ ઉજ્જડ થયો છે. [QBR]
Jeremiah 48 : 21 (IRVGU)
સપાટ પ્રદેશ પરના નગરો તે હોલોન, યાહસાહ, મેફાઆથ, [QBR]
Jeremiah 48 : 22 (IRVGU)
દીબોન, નબો, બેથ દિબ્લાથાઈમ છે. [QBR]
Jeremiah 48 : 23 (IRVGU)
ક્રિયા-થાઈમ, બેથ-ગામૂલ, બેથ-મેઓન, [QBR]
Jeremiah 48 : 24 (IRVGU)
કરીઓથ, બોસ્રાહ, અને મોઆબના સર્વ નગરો જે નજીકમાં હોય કે દૂર હોય છે, આ બધાને સજા થઈ છે. [QBR]
Jeremiah 48 : 25 (IRVGU)
મોઆબનું શિંગ કાપી નાખવામાં આવ્યું છે, અને તેનો ભુજ ભાંગી નાખવામાં આવ્યો છે.'' એવું યહોવાહ કહે છે. [PE][PS]
Jeremiah 48 : 26 (IRVGU)
તેને ભાનભૂલેલો બનાવી દો, તેણે યહોવાહની વિરુદ્ધ બડાઈ મારી છે. મોઆબ પોતાની ઊલટીમાં આળોટશે અને લોકોની હાંસીનું પાત્ર થશે.
Jeremiah 48 : 27 (IRVGU)
શું તેં ઇઝરાયલની હાંસી કરી નહોતી? શું તે તેઓને ચોરોમાંથી મળી આવ્યો હતો? હા, જ્યારે પણ તેં તેમના વિષે વાત કરી છે ત્યારે તેં તારી ગરદન હલાવી છે. [QBR]
Jeremiah 48 : 28 (IRVGU)
હે મોઆબના લોકો, તમારાં નગરો છોડી ખડકો પર વસો. [QBR] અને ખાડાના મોંની બાજુમાં પોતાના માળા બાંધીને કબૂતરોના જેવા તમે થાઓ. [QBR]
Jeremiah 48 : 29 (IRVGU)
અમે મોઆબના ગર્વ વિષે સાંભળ્યું છે. તે અતિ ગર્વિષ્ઠ છે. [QBR] તેનું અભિમાન, ઘમંડ, અહંકાર, ઉદ્ધતાઈ વિષે અમે સાંભળ્યું છે.'' [PE][PS]
Jeremiah 48 : 30 (IRVGU)
યહોવાહ કહે છે કે; હુંતેનો ક્રોધ જાણું છું. તેની બડાઈ બધી ખોટી છે, અને તેનાં કાર્યો બધાં પોકળ છે. [QBR]
Jeremiah 48 : 31 (IRVGU)
અને તેથી હું મોઆબને માટે ચિંતા કરું છું. સમગ્ર મોઆબ માટે હું પોક મૂકીને રડું છું [QBR] અને કીર હેરેસના માણસો માટે હું શોક કરું છું.'' [QBR]
Jeremiah 48 : 32 (IRVGU)
હે સિબ્માહના દ્રાક્ષાવાડી, હું યાઝેરના કરતાં પણ તારે માટે વધુ વિલાપ કરું છું. તારી ડાળીઓ સમુદ્રની પાર ફેલાયેલી છે. [QBR] તેઓ યાઝેરના સમુદ્ર સુધી પહોંચી તથા ઉનાળાનાં તારાં ફળ પર તથા તારી દ્રક્ષાની ઊપજ પર વિનાશ આવી પડ્યો છે. [QBR]
Jeremiah 48 : 33 (IRVGU)
ફળદ્રુપ ખેતરમાંથી તથા મોઆબની ભૂમિમાંથી ખુશી અને આનંદ અદ્રશ્ય થઈ ગયાં છે, [QBR] ''દ્રાક્ષાકુંડોમાં દ્રાક્ષારસ પિલાતો બંધ પાડ્યો છે. કોઈ દ્રાક્ષ ગૂંદતા ગૂંદતાં આનંદના પોકારો કરશે નહિ તેઓનો લલકાર આનંદનો હશે નહિ. [PE][PS]
Jeremiah 48 : 34 (IRVGU)
હેશ્બોનથી એલઆલેહ સુધી અને ત્યાંથી યાહાસ સુધી સોઆરથી હોરોનાયિમ સુધી, અને ત્યાંથી એગ્લાથ શલી-શીયા સુધી ભય અને વેદનાના પોકારો સંભળાય છે. નિમ્રીમનાં પાણી સુકાઈ જશે.
Jeremiah 48 : 35 (IRVGU)
યહોવાહ કહે છે કે, મોઆબમાં જેઓ ઉચ્ચસ્થાનમાં બલિદાનો આપે છે. અને જેઓ પોતાના દેવો આગળ ધૂપ બાળે છે. તે સર્વને હું નષ્ટ કરીશ.'' [PE][PS]
Jeremiah 48 : 36 (IRVGU)
આથી મારું હૃદય મોઆબ અને કીર-હેરેસ માટે શોક કરે છે. કેમ કે જે પુષ્કળ ધન તેઓએ પ્રાપ્ત કર્યું હતું તેઓની સર્વ સંપત્તિ નાશ પામી છે.
Jeremiah 48 : 37 (IRVGU)
હા, દરેક માણસનું માથું બોડાયું છે અને બધા માણસની દાઢી મૂંડવામાં આવી છે. તેઓના હાથે ઘા થયેલો છે. અને દરેકની કમરે ટાટ વીંટળાયેલું છે. [PE][PS]
Jeremiah 48 : 38 (IRVGU)
મોઆબનાં સર્વ ધાબાંઓ પર અને શેરીઓમાં બધે વિલાપ સંભળાય છે, કેમ કે, મેં મોઆબને અપ્રિય પાત્રને પેઠે ભાંગી નાખ્યો છે.'' એમ યહોવાહ કહે છે. [QBR]
Jeremiah 48 : 39 (IRVGU)
''તેઓ વિલાપ કરે છે કે, તેને કેવો ભાંગી નાખવામાં આવ્યો છે! તેઓએ લજવાઈને કેવી રીતે પોતાની પીઠ ફેરવી છે! આથી પોતાની આસપાસના સર્વ લોકમાં મોઆબ ઉપહાસ તથા વિસ્મયરૂપ થશે.'' [PE][PS]
Jeremiah 48 : 40 (IRVGU)
યહોવાહ આ પ્રમાણે કહે છે કે, '' જુઓ, તે ગરુડની જેમ ઊડી આવશે. અને મોઆબ સામે પોતાની પાંખો ફેલાવશે. [QBR]
Jeremiah 48 : 41 (IRVGU)
કરીયોથને જીતી લેવામાં આવ્યું છે, તેના કિલ્લાઓ પર છાપો મારીને કબજે કર્યા છે. [QBR] તે સમયે મોઆબના શૂરવીરોનું હૃદય પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીના જેવું થશે. [QBR]
Jeremiah 48 : 42 (IRVGU)
પછી પ્રજા તરીકે મોઆબ નષ્ટ થશે. કેમ તેણે યહોવાહની વિરુદ્ધ બડાઈ કરી છે. [QBR]
Jeremiah 48 : 43 (IRVGU)
યહોવાહ કહે છે કે, હે મોઆબના રહેવાસી, તારા માર્ગમાં ભય, ફાંદા અને ખાડા આવી પડ્યા છે.'' [QBR]
Jeremiah 48 : 44 (IRVGU)
''જે કોઈ ભયથી નાસી જશે તે ખાડામાં પડશે, [QBR] જે ખાડામાંથી ઊભો થઈને બહાર આવશે તે પકડાઈ જશે, [QBR] કેમ કે હું તેના પર એટલે મોઆબ પર તેના શાસનનું વર્ષ લાવીશ. એવું યહોવાહ કહે છે. [QBR]
Jeremiah 48 : 45 (IRVGU)
નાસી ગયેલા અસહાય નિર્વાસિતો હેશ્બોનની છાયા તળે વિસામો લે છે, [QBR] હેશ્બોનમાંથી અગ્નિ અને સીહોનમાંથી જ્વાળાઓ નીકળીને, મોઆબની સીમ અને ગર્વિષ્ઠ લોકનાં માથાં ખાઈ જાય છે. [QBR]
Jeremiah 48 : 46 (IRVGU)
હે મોઆબ, તને અફસોસ! કમોશના લોકો નષ્ટ થયા છે. [QBR] કેમ કે તમારા દીકરાઓ અને દીકરીઓને બંદીવાસમાં લઈ જવામાં આવ્યા છે. [QBR]
Jeremiah 48 : 47 (IRVGU)
પરંતુ યહોવાહ કહે છે કે'' પાછલા વર્ષોમાં હું મોઆબનો બંદીવાસ ફેરવી નાખીશ,'' [QBR] અહીં મોઆબ વિષેની વાત પૂરી કરાય છે. [PE]
❮
❯