ચર્મિયા 33 : 1 (IRVGU)
વળી યર્મિયા હજી કેદી તરીકે રક્ષકઘરના ચોકમાં હતો ત્યારે બીજી વાર યહોવાહનું વચન તેની પાસે આવ્યું.
ચર્મિયા 33 : 2 (IRVGU)
“યહોવાહ જે જગતના ઉત્પન્ન કરનાર, તેનો રચનાર અને તેને સ્થિર કરનાર છે. તેમનું નામ યહોવાહ છે; તે કહે છે કે,
ચર્મિયા 33 : 3 (IRVGU)
''તું મને હાંક માર અને હું તને જવાબ આપીશ. અને જે મોટી અને ગૂઢ વાતો તું જાણતો નથી તે હું તને જણાવીશ.
ચર્મિયા 33 : 4 (IRVGU)
આથી આ નગરનાં ઘરો અને યહૂદિયાના રાજાઓના મહેલો જે મોરચાઓની સામે તથા તરવારની સામે રક્ષણ મેળવવા માટે તોડી નંખાયાં હતાં. તેઓ વિષે ઇઝરાયલના ઈશ્વર કહે છે કે,
ચર્મિયા 33 : 5 (IRVGU)
તેઓ ખાલદીઓ વિરુદ્ધ લડાઈ કરવા આવ્યા પણ જેઓને મેં મારા કોપથી અને ક્રોધથી હણ્યા છે. અને જેઓના આચરેલાં દુષ્કૃત્યોને લીધે મેં આ નગર છોડી દીધું છે. તેઓના મૃતદેહોથી તે ઘરો ભરાઈ જશે. [PE][PS]
ચર્મિયા 33 : 6 (IRVGU)
છતાંપણ જો હું તને આરોગ્ય તથા કુશળતા બક્ષીશ અને તેઓને નીરોગી કરીશ. હું તેઓને પૂર્ણ શાંતિ, ભરપુરી અને વિશ્વાસુપણાનો અનુભવ કરાવીશ.
ચર્મિયા 33 : 7 (IRVGU)
હું યહૂદિયા અને ઇઝરાયલને ફરીથી બાંધીશ અને તેઓની પરીસ્થિતિ ફેરવીને તેઓને ઉજ્જવળ ભવિષ્ય આપીશ.
ચર્મિયા 33 : 8 (IRVGU)
તેઓએ મારી વિરુદ્ધ જે બધાં પાપો અને દુષ્કૃત્યો કર્યાં છે તેઓને શુદ્ધ કરીશ તથા તેઓને ક્ષમા આપીશ.
ચર્મિયા 33 : 9 (IRVGU)
હું તેઓનું સર્વ વાતે હિત કરું છું તે વિષે જયારે પૃથ્વી પરની બધી પ્રજાઓ સમક્ષ આ નગર મને આનંદનું, સ્તુતિનું અને ગૌરવનું કારણ થઈ પડશે. અને તેનું જે હિત અને ભલું હું કરું છું તેને લીધે તેઓ ભયભીત થઈને કંપી ઊઠશે.'' [PE][PS]
ચર્મિયા 33 : 10 (IRVGU)
યહોવાહ કહે છે ''જેને તું નિર્જન, પશુહીન અને ઉજ્જડ સ્થાન કહે છે. એવા આ સ્થાનમાં એટલે યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમની નિર્જન, વસ્તીહીન, પશુહીન અને ઉજ્જડ શેરીઓમાં,
ચર્મિયા 33 : 11 (IRVGU)
હર્ષ તથા આનંદનો સાદ, વરવધૂનો કિલ્લોલ કરતો સાદ અને સૈન્યોના યહોવાહની સ્તુતિ કરો, કેમ કે યહોવાહ સારા છે તેમની કૃપા સદાકાળ ટકે છે,' એવું કહેનારોનો સાદ અને યહોવાહના ઘરમાં આભારાર્થાર્પણો લાવનારોનો સાદ હજી સંભળાશે. કેમ કે આગલા વખતમાં હતું તેમ હું દેશનો બંદીવાસ ફેરવી નાખીશ. એમ યહોવાહ કહે છે. [PE][PS]
ચર્મિયા 33 : 12 (IRVGU)
સૈન્યોના યહોવાહ કહે છે કે; વસ્તી વગરના અને પશુ વગરના ઉજ્જડ થયેલા એવા આ સ્થાનમાં તથા તેના નગરોમાં ફરીથી ઘેટાંબકરાંને આરામ કરાવતાં ભરવાડોનું આશ્રયસ્થાન થશે.
ચર્મિયા 33 : 13 (IRVGU)
પહાડી દેશમાં, શફેલાનાં નગરોમાં અને નેગેબ અને બિન્યામીન પ્રદેશમાં, યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમની ચારેતરફના સ્થળોએ ઘેટાં ગણનારાના હાથ નીચે ટોળાં ફરી હારબંધ ચાલશે.'' [PE][PS]
ચર્મિયા 33 : 14 (IRVGU)
યહોવાહ કહે છે કે, “જુઓ! એવો સમય આવશે કે'' ''જે સમયે ઇઝરાયલના તથા યહૂદિયાના હકમાં સારું કરવાનું મેં આપેલું વચન હું પૂર્ણ કરીશ.
ચર્મિયા 33 : 15 (IRVGU)
તે સમયે હું દાઉદના કુળમાં એક ન્યાયીપણાનો અંકુર ઉગાવીશ. જે નીતિ અને ન્યાયીપણાથી રાજ કરશે.
ચર્મિયા 33 : 16 (IRVGU)
તે સમયે યહૂદિયાનો ઉદ્ધાર થશે તથા યરુશાલેમ નિર્ભય રહેશે. 'યહોવાહ આપણું ન્યાયીપણું' એ નામથી તેઓ ઓળખાશે.”' [PE][PS]
ચર્મિયા 33 : 17 (IRVGU)
કેમ કે યહોવાહ આ પ્રમાણે કહે છે, ''ઇઝરાયલની ગાદીએ બેસનાર પુરુષની ખોટ દાઉદના કુટુંબમાં કદી પડશે નહિ,
ચર્મિયા 33 : 18 (IRVGU)
તેમ જ મારી સમક્ષ દહનાર્પણ ચઢાવનાર, ખાર્ઘાર્પણ બાળનાર અને નિત્ય યજ્ઞ કરનારની ખોટ લેવી યાજકોમાં પડશે નહિ.” [PE][PS]
ચર્મિયા 33 : 19 (IRVGU)
વળી યહોવાહનું વચન યર્મિયા પાસે આ પ્રમાણે આવ્યું કે,
ચર્મિયા 33 : 20 (IRVGU)
''યહોવાહ કહે છે કે; જો તમે દિવસ સાથેનો તથા રાત સાથેનો મારો કરાર તોડશો, તો દિવસ અને રાત નિયત સમયે થશે નહિ.
ચર્મિયા 33 : 21 (IRVGU)
એ જ પ્રમાણે તેના રાજ્યસન પર રાજ કરનાર કોઈ દીકરો ન હોવાથી મારા સેવક દાઉદ સાથેના તથા મારા સેવકો લેવી યાજકો સાથેનો મારા કરારોનો ભંગ થાય.
ચર્મિયા 33 : 22 (IRVGU)
આકાશમાંના અસંખ્ય તારાઓની જેમ અથવા સમુદ્રની અગણિત રેતીની જેમ હું મારા સેવક દાઉદના વંશજો અને મારી સેવા કરનાર લેવીઓની સંખ્યામાં વૃદ્ધિ કરીશ.” [PE][PS]
ચર્મિયા 33 : 23 (IRVGU)
વળી યહોવાહનું વચન યર્મિયા પાસે આવ્યું કે,
ચર્મિયા 33 : 24 (IRVGU)
''લોકો શું કહે છે તે તું ધ્યાનમાં લેતો નથી? તેઓ કહે છે કે 'જે બે ગોત્રને યહોવાહે પસંદ કર્યાં હતાં તેઓનો તેણે અનાદર કર્યો છે?' અને એમ તેઓ મારા લોકની હાંસી કરે છે કે, તેઓની નજરમાં મારી પ્રજા ગણતરીમાં ન ગણાય.' [PE][PS]
ચર્મિયા 33 : 25 (IRVGU)
હું યહોવાહ આ કહું છું કે, જો દિવસ તથા રાત સાથેનો મારો કરાર ટકે નહિ. અને જો મેં પૃથ્વી તથા આકાશના નિયમો નિર્ધારિત કર્યા નહિ હોય,
ચર્મિયા 33 : 26 (IRVGU)
ત્યારે હું યાકૂબના અને મારા સેવક દાઉદના સંતાનોનો એટલે સુધી ત્યાગ કરીશ કે, હું તેઓના સંતાનોમાંથી ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના વંશજો પર સરદારો થવા માટે કોઈને પસંદ કરીશ નહિ. કેમ કે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ અને તેઓ પર દયા કરીશ નહિ.”' [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26

BG:

Opacity:

Color:


Size:


Font: