Jeremiah 28 : 1 (IRVGU)
વળી તે જ વર્ષે યહૂદિયાના રાજા સિદકિયાના શાસનની શરૂઆતમાં ચોથા વર્ષના પાંચમા મહિનામાં ગિબયોનના વતની આઝ્ઝુરના દીકરા હનાન્યા પ્રબોધકે યહોવાહના ઘરમાં યાજકો અને બધા લોકોની હાજરીમાં કહ્યું કે,
Jeremiah 28 : 2 (IRVGU)
“સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે; 'બાબિલના રાજાની ઝૂંસરીં મેં તારા પરથી હઠાવી લીધી છે.
Jeremiah 28 : 3 (IRVGU)
બે વર્ષની અંદર હું બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહોવાહના ભક્તિસ્થાનનાં પાત્રો આ સ્થળેથી લૂંટીને બાબિલ લઈ ગયો હતો તે સર્વ પાત્રો અહીં હું પાછા લાવીશ.
Jeremiah 28 : 4 (IRVGU)
તેમ જ હું યહૂદિયાના રાજા યહોયાકીમના દીકરા યકોન્યાને તેમ જ બાબિલમાં બંદીવાસમાં ગયેલા યહૂદિયાના બધા લોકોને હું આ સ્થળે પાછા લાવીશ, 'કેમ કે હું બાબિલના રાજાની ઝૂંસરી ભાગી નાખીશ.'' એવું યહોવાહ કહે છે.
Jeremiah 28 : 5 (IRVGU)
ત્યારે જે યાજકો અને લોકો યહોવાહના ઘરમાં ઊભા રહેલા હતા તે સર્વની સમક્ષ યર્મિયા પ્રબોધકે હનાન્યા પ્રબોધકને જવાબ આપ્યો.
Jeremiah 28 : 6 (IRVGU)
યર્મિયાએ કહ્યું કે, “હા આમેન! યહોવાહ એ પ્રમાણે કરો. અને યહોવાહના ભક્તિસ્થાનનાં પાત્રો તથા જેઓ બંદીવાસમાં ગયા છે. તે બધા લોકોને બાબિલમાંથી આ સ્થળે પાછા લાવીને, ભવિષ્યનાં તમારાં જે વચનો તમે કહ્યાં છે તે પૂરાં કરો.
Jeremiah 28 : 7 (IRVGU)
તેમ છતાં જે વચન હું તમારા કાનોમાં અને આ સર્વ લોકોના કાનોમાં કહું છે તે સાંભળો.
Jeremiah 28 : 8 (IRVGU)
તારા અને મારા પહેલાં થઈ ગયેલા પ્રાચીન પ્રબોધકોએ ઘણાં દેશો વિરુદ્ધ પ્રબોધ કર્યો હતો. અને મોટા રાજ્યોની વિરુદ્ધ યુદ્ધ, દુકાળ તથા મરકી વિષે ભવિષ્ય કહ્યું હતું.
Jeremiah 28 : 9 (IRVGU)
જે પ્રબોધક સુખશાંતિ વિષે ભવિષ્ય કરે છે અને તેના શબ્દો સાચા પડે છે, ત્યારે જ તે યહોવાહે મોકલેલો પ્રબોધક છે એમ જણાશે.”
Jeremiah 28 : 10 (IRVGU)
પછી હનાન્યા પ્રબોધકે યર્મિયાની ગરદન પર મૂકેલી ઝૂંસરી લઈ અને તેને ભાંગી નાખી.
Jeremiah 28 : 11 (IRVGU)
હનાન્યાએ બધા લોકો સમક્ષ કહ્યું, “યહોવાહ આ પ્રમાણે કહે છે કે; 'આ પ્રમાણે બે વર્ષ પછી હું બાબિલના રાજા નબૂખાદનેસ્સારની ઝૂંસરી બધી પ્રજાઓની ગરદન પરથી ભાંગી નાખીશ.”' એ પછી યર્મિયા પ્રબોધક પોતાને રસ્તે ચાલ્યો ગયો.
Jeremiah 28 : 12 (IRVGU)
વળી હનાન્યા પ્રબોધકે યર્મિયા પ્રબોધકની ગરદન પરની ઝૂંસરી ભાંગી નાખ્યા પછી યહોવાહનું વચન યર્મિયા પાસે આ પ્રમાણે આવ્યું કે,
Jeremiah 28 : 13 (IRVGU)
“તું હનાન્યા પાસે જઈને તેને કહે કે, 'યહોવાહ કહે છે કે; તેં લાકડાની ઝૂંસરી ભાંગી નાખી છે, પરંતુ હું તેની જગ્યાએ લોખંડની ઝૂંસરીઓ બનાવીશ.”
Jeremiah 28 : 14 (IRVGU)
કેમ કે સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; બાબિલના રાજા નબૂખાદનેસ્સારની સેવા કરવા માટે મેં આ સર્વ પ્રજાઓની ગરદન પર લોખંડની ઝૂંસરી મૂકી છે. તેઓ તેના દાસ થશે. વળી જંગલમાંનાં પશુઓ પણ મેં તને આપ્યાં છે.”
Jeremiah 28 : 15 (IRVGU)
પછી યર્મિયા પ્રબોધકે હનાન્યા પ્રબોધકને કહ્યું, “સાંભળ હે હનાન્યા, યહોવાહે તને મોકલ્યો નથી પણ તું જૂઠી વાત પર આ લોકને વિશ્વાસ કરાવે છે.
Jeremiah 28 : 16 (IRVGU)
તેથી યહોવાહ કહે છે; 'હું પૃથ્વીના પૃષ્ઠ પરથી તને ફેંકી દઈશ. આ વર્ષે તું મૃત્યુ પામીશ. કેમ કે તું યહોવાહની વિરુદ્ધ ફિતૂરનાં વચન બોલ્યો છે.”
Jeremiah 28 : 17 (IRVGU)
અને તે જ વર્ષના સાતમા મહિનામાં હનાન્યા પ્રબોધક મૃત્યુ પામ્યો.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17