ચર્મિયા 22 : 1 (IRVGU)
યહોવાહ આ પ્રમાણે કહે છે કે; તું અહીંથી ઊતરીને યહૂદિયાના રાજાના મહેલમાં જા અને ત્યાં આ વચન બોલ.
ચર્મિયા 22 : 2 (IRVGU)
અને કહે કે, હે યહૂદિયાના રાજા, દાઉદના રાજ્યાસન પર બેસનાર તું અને તારા દાસો તથા તારા લોકો જેઓ આ દરવાજામાં થઈને અંદર આવે છે તે તમે યહોવાહનું વચન સાંભળો.
ચર્મિયા 22 : 3 (IRVGU)
યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “ન્યાયથી અને સદાચારથી ચાલો, લૂંટાયેલાને જુલમીના હાથમાંથી બચાવો; પરદેશી, અનાથ અને વિધવા પ્રત્યે અન્યાય કે હિંસા કરો નહિ અને આ સ્થાને નિર્દોષનું લોહી ન પાડો. [PE][PS]
ચર્મિયા 22 : 4 (IRVGU)
જો તમે ખરેખર આ પ્રમાણે કરશો તો દાઉદના રાજ્યાસન પર બિરાજનાર રાજાઓ રથોમાં અને ઘોડા પર સવારી કરી આ મહેલના દરવાજામાં થઈને અંદર આવશે. અને તે, તેઓના ચાકરો અને તેઓના લોકો પણ અંદર આવશે.
ચર્મિયા 22 : 5 (IRVGU)
પણ જો તમે આ વચનો તરફ ધ્યાન નહિ આપો તો યહોવાહ કહે છે કે, હું મારા પોતાના સમ ખાઈને કહું છું કે, “આ મહેલ ખંડેર બની જશે. [PE][PS]
ચર્મિયા 22 : 6 (IRVGU)
યહૂદિયાના રાજમહેલ વિષે યહોવાહ કહ્યું છે કે; [QBR] 'તું મારે મન ગિલ્યાદ જેવો છે, લબાનોનનું શિર છે. તેમ છતાં હું તને વેરાન [QBR] અને વસ્તીહીન નગરો જેવું બનાવી દઈશ. [QBR]
ચર્મિયા 22 : 7 (IRVGU)
હું તારો નાશ કરવા માટે શસ્ત્ર સજેલા વિનાશકોને તૈયાર કરીશ. [QBR] તેઓ તારા ઉત્તમ અરેજવૃક્ષોને કાપી અને અગ્નિમાં નાખી દેશે. [PE][PS]
ચર્મિયા 22 : 8 (IRVGU)
ઘણી પ્રજાઓ આ નગરની પાસે થઈને જશે અને તે સર્વ લોકો એકબીજાને કહેશે કે, “યહોવાહે શા માટે આ મોટા નગરના આવા હાલ કર્યા છે?”
ચર્મિયા 22 : 9 (IRVGU)
ત્યારે તેઓ જવાબ આપશે કે, ''તેઓએ પોતાના ઈશ્વર યહોવાહ સાથેના કરારનો ત્યાગ કર્યો છે. અને અન્ય દેવોની સેવાપૂજા કરી.” [QBR]
ચર્મિયા 22 : 10 (IRVGU)
યહૂદિયાના લોકો જે મૃત્યુ પામ્યા છે તેને માટે રડો નહિ, તેમ જ તેનો શોક પણ ન કરશો; પણ જે સ્વદેશમાંથી જાય છે તેને માટે હૈયાફાટ રુદન કરો, [QBR] કેમ કે તે કદી પાછો આવવાનો નથી. તે ફરી પોતાની જન્મભૂમિ જોવા પામશે નહિ.'' [PE][PS]
ચર્મિયા 22 : 11 (IRVGU)
કેમ કે યહૂદિયાના રાજા યોશિયાનો દીકરો શાલ્લુમ જેણે પોતાના પિતા યોશિયાની જગ્યાએ રાજ કર્યું; અને આ સ્થાનમાંથી ગયો, તેના વિષે યહોવાહ આ પ્રમાણે કહે છે, ''તે ત્યાંથી પાછો આવશે નહિ.
ચર્મિયા 22 : 12 (IRVGU)
પણ જે ઠેકાણે તેઓ તેને બંદીવાન કરીને લઈ ગયા છે. તે દેશમાં જ મૃત્યુ પામશે અને આ ભૂમિને કદી જોવા પામશે નહિ.” [QBR]
ચર્મિયા 22 : 13 (IRVGU)
જે માણસ પોતાનું ઘર અન્યાયથી તથા પોતાની મેડીઓ અનીતિથી બાંધે છે; [QBR] જે પોતાના પડોશી પાસે વેઠ કરાવે છે. અને તેની મજૂરી તેને આપતો નથી. તે માણસને અફસોસ! [QBR]
ચર્મિયા 22 : 14 (IRVGU)
તે કહે છે, હું મારા માટે વિશાળ મકાન તથા મોટી મેડીઓ બાંધીશ, [QBR] પછી તે તેમાં પોતાને સારુ બારીઓ મૂકે છે. અને તેની છત પર અરેજકાષ્ટનાં પાટિયાં જડે છે. અને તેને લાલ રંગ લગાડે છે.” [PE][PS]
ચર્મિયા 22 : 15 (IRVGU)
તું અરેજકાષ્ટના મહેલો બાંધીને સિદ્ધિ મેળવવા ઇચ્છે છે એથી શું તારું રાજ્ય ટકશે? [QBR] શું તારા પિતાએ ખાધુંપીધું નહોતું અને નીતિ તથા તે ન્યાયથી વ્યવહાર કરતો નહોતો? તેથી જ તે સુખી થયો. [QBR]
ચર્મિયા 22 : 16 (IRVGU)
તેણે ગરીબો તથા લાચારને ન્યાય આપ્યો તેથી તે સમયે તે સુખી હતો. મને ઓળખવો તે એ જ છે કે નહિ? એમ યહોવાહ કહે છે. [PE][PS]
ચર્મિયા 22 : 17 (IRVGU)
પણ લૂંટી લેવું, નિર્દોષનું લોહી પાડવું, [QBR] અને જુલમ તથા અત્યાચાર કરવા સિવાય બીજા કશા પર તારી આંખો તથા તારું હૃદય લાગેલાં નથી.
ચર્મિયા 22 : 18 (IRVGU)
તે માટે યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમ વિષે યહોવાહ કહે છે કે; તેને સારુ “ઓ, મારા ભાઈ!” અથવા “ઓ, મારી બહેન!” એવું બોલીને વિલાપ કરશે નહિ. અથવા “ઓ, મારા માલિક!” અને “ઓ, મારા રાજા!” એમ કહીને કોઈ તેને માટે વિલાપ કરશે નહિ. [QBR]
ચર્મિયા 22 : 19 (IRVGU)
એક ગધેડાને દાટવામાં આવે છે તેમ તેને દાટવામાં આવશે, [QBR] તેને ઘસડીને યરુશાલેમના દરવાજા બહાર નાખી દેવામાં આવશે. [QBR]
ચર્મિયા 22 : 20 (IRVGU)
તું લબાનોનના પહાડ પર ચઢીને હાંક માર. બાશાનમાં જઈને પોકાર કર; [QBR] અબારીમ પર્વત પરથી હાંક માર, કેમ કે તારા બધા મિત્રો નાશ પામશે. [QBR]
ચર્મિયા 22 : 21 (IRVGU)
જ્યારે તુ સમૃદ્ધ થતો હતો ત્યારે હું તારી સાથે બોલ્યો, પણ તેં કહ્યું, “હું નહિ સાંભળું.” [QBR] તારી યુવાનીથી તારી રીતભાત એવી હતી કે તેં કદી મારું કહ્યું કર્યું નથી. [QBR]
ચર્મિયા 22 : 22 (IRVGU)
પવન તારા સર્વ પાળકોને ઘસડી લઈ જશે. તારા સર્વ મિત્રોને ગુલામો તરીકે લઈ જવામાં આવશે. [QBR] નિશ્ચે તારી દુષ્ટતાને કારણે તારી બદનામી થશે અને તું શરમ અનુભવશે. [QBR]
ચર્મિયા 22 : 23 (IRVGU)
હે લબાનોનમાં રહેનારી તથા એરેજવૃક્ષોમાં પોતાનો માળો બાંધનારી, [QBR] જ્યારે તને પ્રસૂતાના જેવી પીડા તથા કષ્ટ થશે ત્યારે તારી દશા, કેવી દયાજનક થશે.” [PE][PS]
ચર્મિયા 22 : 24 (IRVGU)
આ યહોવાહ ની જાહેરાત છે “જેમ હું જીવતો છું” “જો યહૂદિયાના રાજા, યહોયાકીમનો દીકરો કોનિયા મારા જમણા હાથ પરની મુદ્રિકા હોત, તોપણ મેં તેને ત્યાંથી દૂર કર્યો હોત.
ચર્મિયા 22 : 25 (IRVGU)
તું જેનાથી ડરે છે અને જે તારો જીવ લેવા તાકે છે તે બાબિલના રાજા નબૂખાદનેસ્સાર અને ખાલદીઓના હાથમાં હું તને સોંપી દઈશ.
ચર્મિયા 22 : 26 (IRVGU)
જે દેશમાં તારો જન્મ થયો નહોતો એવા પારકા દેશમાં હું તને તથા તારી માતાને પણ ફેંકી દઈશ. અને ત્યાં તમે મૃત્યુ પામશો. [PE][PS]
ચર્મિયા 22 : 27 (IRVGU)
અને જે દેશમાં પાછા આવવાને તેમના જીવ ઝૂરે છે, તે ભૂમિમાં તેઓ પાછા આવશે નહિ. [QBR]
ચર્મિયા 22 : 28 (IRVGU)
આ માણસ કોનિયા, તે તુચ્છ અને ફૂટેલા ઘડા જેવો છે શું? તે અણગમતા પાત્ર જેવો હશે શું? [QBR] તેને તથા તેના વંશજોને દૂરના અજાણ્યા પ્રદેશમાં ફેંકી દેવામાં આવ્યા છે જે તેઓ જાણતા નથી? [QBR]
ચર્મિયા 22 : 29 (IRVGU)
હે ભૂમિ, ભૂમિ, ભૂમિ! તું યહોવાહનાં વચન સાંભળ. [QBR] યહોવાહ આ પ્રમાણે કહે છે કે; લખી રાખો કે આ માણસ કોનિયા; નિ:સંતાન મૃત્યુ પામશે. [QBR]
ચર્મિયા 22 : 30 (IRVGU)
તે માણસ જીવનમાં આગળ વધશે નહિ કે તેના વંશનો કોઈ સફળ થશે નહિ [QBR] કે જે દાઉદના રાજ્યાસન પર બેસે અથવા ફરીથી યહૂદીઓ પર રાજ કરે.” [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30

BG:

Opacity:

Color:


Size:


Font: