Jeremiah 21 : 1 (IRVGU)
જ્યારે સિદકિયા રાજાએ માલ્કિયાના દીકરા પાશહૂરને તથા માસેયા યાજકના દીકરા સફાન્યાને યર્મિયાની પાસે મોકલીને કહેવડાવ્યું કે,
Jeremiah 21 : 2 (IRVGU)
“કૃપા કરીને તું યહોવાહને અમારી તરફથી પૂછ, કેમ કે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર અમારી સામે યુદ્ધ કરે છે કદાચ યહોવાહ પોતાનાં સર્વ અદ્દ્ભુત કૃત્યો પ્રમાણે અમારી સાથે એવી રીતે વર્તશે કે જેથી તે રાજાને પાછા જવું પડે.”
Jeremiah 21 : 3 (IRVGU)
ત્યારે યર્મિયાએ તેઓને કહ્યું કે, સિદકિયાને જઈને આ પ્રમાણે કહેજો કે,
Jeremiah 21 : 4 (IRVGU)
'યહોવાહ ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે; “જુઓ, લડાઈનાં જે શસ્ત્રો તમારા હાથમાં છે, જે શસ્ત્રો વડે તમે કોટની બહાર તથા બાબિલના રાજાની સાથે ઘેરો ઘાલનાર ખાલદીઓ સામે લડો છો તે હું પાછાં ફેરવીશ. તેઓને આ નગરની મધ્યમાં એકઠા કરીશ.
Jeremiah 21 : 5 (IRVGU)
લાંબા કરેલા હાથથી તથા બળવાન ભુજથી ક્રોધ તથા જુસ્સાથી તથા ભારે રોષથી હું જાતે તમારી સામે લડીશ.
Jeremiah 21 : 6 (IRVGU)
આ નગરમાં રહેનારા માણસો તથા પશુઓને હું મારી નાખીશ. તેઓ મોટી મરકીથી મૃત્યુ પામશે.
Jeremiah 21 : 7 (IRVGU)
ત્યારબાદ યહોવાહ કહે છે કે હું યહૂદિયાના રાજા સિદકિયાને, તેના સેવકોને તથા જે લોક આ નગરમાં મરકીથી, તરવારથી તથા દુકાળથી બચ્યા છે તેઓને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં તથા જેઓ તેનો જીવ શોધે છે તેઓના હાથમાં સોંપીશ અને તે તેઓને તરવારથી મારી નાખશે. તેમના પર તે ક્ષમા, દયા કે કરુણા દર્શાવશે નહિ.
Jeremiah 21 : 8 (IRVGU)
આ લોકને તારે કહેવું કે, યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “જુઓ, હું તમારી આગળ જીવનનો માર્ગ અને મરણનો માર્ગ બન્ને મૂકું છું.
Jeremiah 21 : 9 (IRVGU)
જે કોઈ આ શહેરમાં રહેશે તે તરવારથી, દુકાળથી તથા મરકીથી મૃત્યુ પામશે, પણ જે કોઈ તેમને ઘેરો ઘાલનાર ખાલદીઓને શરણે જશે તે જીવતો રહેશે. અને તેનો જીવ તે લૂંટ તરીકે ગણશે.
Jeremiah 21 : 10 (IRVGU)
કેમ કે આ નગરનું ભલું નહિ, પણ વિનાશ કરવાને મેં મારું મુખ ફેરવ્યું છે' એમ યહોવાહ કહે છે. 'તેને બાબિલના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે અને તે બાળી દેવામાં આવશે.
Jeremiah 21 : 12 (IRVGU)
વળી યહૂદિયાના રાજાના વંશજો વિષે યહોવાહનું વચન સાંભળો. હે દાઉદના ઘરના, યહોવાહ કહે છે કે; સવારે ન્યાય કરો, જે માણસ જુલમીઓના હાથે લૂંટાઈ ગયો છે તેને તેના હાથમાંથી છોડાવો, રખેને તમારાં દુષ્ટ કૃત્યોને કારણે મારો રોષ અગ્નિની પેઠે સળગી ઊઠશે તેને હોલવનાર કોઈ મળશે નહિ.
Jeremiah 21 : 13 (IRVGU)
જુઓ, હે ખીણમાં રહેનારી, હે મેદાનમાંના ખડકમાં રહેનારી હું તારી વિરુદ્ધ છું” એમ યહોવાહ કહે છે જે કોઈ કહે છે કે, કોણ મારા પર હુમલો કરી શકે એમ છે?” “અથવા કોણ અમારાં ઘરોમાં પ્રવેશી શકે એમ છે?' તેઓની વિરુદ્ધ હું છું
Jeremiah 21 : 14 (IRVGU)
હું તમારાં કૃત્યોનાં ફળ પ્રમાણે શિક્ષા કરીશ”__ એમ યહોવાહ કહે છે. “હું તેના જંગલમાં અગ્નિ સળગાવીશ અને તે પોતાની આસપાસની સર્વ વસ્તુઓને બાળી નાખશે.”
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14