ચર્મિયા 2 : 1 (IRVGU)
યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું અને કહ્યું, [QBR]
ચર્મિયા 2 : 2 (IRVGU)
''તું જઈને યરુશાલેમના કાનોમાં પોકારીને કહે કે, 'યહોવાહ આ પ્રમાણે કહે છે કે; [QBR] અરણ્યમાં, ઉજ્જડ પ્રદેશમાં, તું મારી પાછળ ચાલતી હતી, [QBR] તે વખતે યુવાવસ્થામાં જે તારો પ્રેમ તથા વિવાહસંબંધ થતી વખતની તારી પ્રીતિ તે હું તારા લાભમાં યાદ કરું છું [QBR]
ચર્મિયા 2 : 3 (IRVGU)
ઇઝરાયલ યહોવાહને માટે પવિત્ર છે. અને તેમના પાકની પહેલી ફસલ છે. [QBR] જે સર્વ તેને ખાઈ જાય છે તેઓ દોષિત ઠરશે! તેઓ પર આફત આવશે એમ યહોવાહ કહે છે. [QBR]
ચર્મિયા 2 : 4 (IRVGU)
હે યાકૂબનાં કુટુંબો તથા ઇઝરાયલના સર્વ કુળસમૂહો, યહોવાહનું વચન સાંભળો; [QBR]
ચર્મિયા 2 : 5 (IRVGU)
યહોવાહ કહે છે; તમારા પિતૃઓને મારામાં કયો દોષ માલૂમ પડ્યો છે કે તેઓ મને તજીને દૂર ચાલ્યા ગયા? [QBR] તેઓ વિસાત વગરની મૂર્તિઓની પાછળ ગયા છે અને પોતે પણ વ્યર્થ થયા છે? [QBR]
ચર્મિયા 2 : 6 (IRVGU)
તેઓએ પૂછ્યું નહી કે, “યહોવાહ ક્યાં છે, જે અમને મિસરમાંથી સલામત બહાર લાવ્યા? [QBR] જે અમને અરણ્યમાં, ઉજ્જડ તથા [QBR] ખાડાટેકરાવાળી ભૂમિમાં, નિર્જળ તથા અંધકારની ભૂમિમાં, [QBR] જ્યાં કોઈ માણસ ક્યારેય જતું નહોતું કે જ્યાં કોઈ માણસે ક્યારેય વસવાટ કર્યો નથી તેમાં થઈને ચલાવ્યાં તે યહોવાહ ક્યાં છે?” [QBR]
ચર્મિયા 2 : 7 (IRVGU)
હું તમને ફળદ્રુપ ભૂમિમાં તેનું ફળ તથા તેની ઊપજ ખાવા માટે લાવ્યો! [QBR] પણ તમે તેમાં પ્રવેશ કરી અને મારી ભૂમિને અશુદ્ધ કરી તથા મારા વારસાને ઘૃણાપાત્ર બનાવી દીધો! [QBR]
ચર્મિયા 2 : 8 (IRVGU)
યાજકોએ કદી પૂછ્યું નથી કે, “યહોવાહ ક્યાં છે?” શાસ્ત્રના જાણકારોએ મને ઓળખ્યો નથી. [QBR] અને અધિકારીઓએ મારી સામે બળવો કર્યો છે. પ્રબોધકોએ બઆલને નામે પ્રબોધ કર્યો. અને જે હિતકારક નથી તેની પાછળ તેઓ ગયા. [QBR]
ચર્મિયા 2 : 9 (IRVGU)
આથી હું તમારી સાથે વિવાદ કરીશ એમ યહોવાહ કહે છે. અને હું તમારા દીકરાઓના દીકરાઓ સાથે વિવાદ કરીશ. [QBR]
ચર્મિયા 2 : 10 (IRVGU)
પેલી પાર કિત્તીમના દ્રિપોમાં જઈને જુઓ અને કેદારમાં મોકલીને ખંતથી શોધો [QBR] અને જુઓ કે આવું કદી બન્યું છે ખરું? [QBR]
ચર્મિયા 2 : 11 (IRVGU)
શું કોઈ પ્રજાએ પોતાના દેવોને બદલ્યા છે? જો કે તેઓના દેવો તો દેવો જ નથી પણ જેનાથી હિત થતું નથી તેને સારુ, [QBR] મારા લોકોએ તો પોતાનું ગૌરવ બદલ્યું છે. [QBR]
ચર્મિયા 2 : 12 (IRVGU)
ઓ આકાશો, આ બાબતને લીધે તમે વિસ્મય પામો અને ધ્રૂજો એવું યહોવાહ કહે છે. [QBR]
ચર્મિયા 2 : 13 (IRVGU)
કેમ કે મારા લોકોએ મારી વિરુદ્ધ બે દુષ્ટ પાપ કર્યાં છે; તેઓએ મને એટલે જે જીવનજળનું ઝરણું છે તેનો ત્યાગ કર્યો છે, [QBR] અને જેમાં જળ રહી શકતું નથી એવા ટાંકાં તેઓએ પોતાને માટે ખોદ્યા છે! [QBR]
ચર્મિયા 2 : 14 (IRVGU)
શું ઇઝરાયલ દાસ છે? તે શું શેઠના ઘરમાં જન્મેલો દાસ છે? તે શા માટે લૂંટાઈ ગયો છે? [QBR]
ચર્મિયા 2 : 15 (IRVGU)
તરુણ સિંહોએ તેની સામે ગર્જના કરી છે, તેઓએ તેની ભૂમિ વેરાન કરી છે. [QBR] તેનાં નગરો બાળી નંખાયેલાં છે તેઓમાં કોઈ રહેતું નથી. [QBR]
ચર્મિયા 2 : 16 (IRVGU)
વળી નોફના તથા તાહપન્હેસના લોકોએ તારી ખોપરી ભાંગી નાખી છે. [QBR]
ચર્મિયા 2 : 17 (IRVGU)
જ્યારે યહોવાહ તારા ઈશ્વર માર્ગમાં તને ચલાવતા હતા ત્યારે તેં તેમને ત્યજી દીધા [QBR] તેથી શું તું જ આ દશા તારી પર લાવ્યો નથી? [QBR]
ચર્મિયા 2 : 18 (IRVGU)
તેથી હવે, મિસરના માર્ગે જઈને નાઈલ નદીનું પાણી પીવાનું તારે શું કામ છે? [QBR] અને આશૂરના માર્ગે જઈને ફ્રાત નદીનું પાણી પીવાનું તારે શું કામ છે? [QBR]
ચર્મિયા 2 : 19 (IRVGU)
તારાં પોતાનાં જ દુષ્કૃત્યોનાં પરિણામ તું ભોગવશે, તથા તારા અવિશ્વાસુપણાનાં કામોનો તને ઠપકો મળશે. માટે તારે સમજી લેવું કે, [QBR] તેં યહોવાહ તારા ઈશ્વરને ત્યજી દીધા છે. અને તને તેમનું ભય નથી. એ કેટલું અનિષ્ટ અને કડવું છે. એમ પ્રભુ એટલે સૈન્યોનો ઈશ્વર યહોવાહ કહે છે. [QBR]
ચર્મિયા 2 : 20 (IRVGU)
પ્રાચીન કાળમાં મેં તારી ઝૂંસરી ભાંગી નાખી; અને મેં તારાં બંધનો તોડી નાખ્યાં. તે છતાં તેં કહ્યું કે, [QBR] “હું તમારી સેવા કરીશ નહિ” કેમ કે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા વૃક્ષની નીચે તેં વ્યભિચાર કર્યો છે. [QBR]
ચર્મિયા 2 : 21 (IRVGU)
પણ મેં પોતે તને પસંદ કરી રોપ્યો ત્યારે તું ઉત્તમ દ્રાક્ષવેલો, તદ્દન અસલ બીજ હતો. [QBR] તો તું કેમ બદલાઈને મારી પ્રત્યે દ્રાક્ષવેલાનો નકામો છોડ થઈ ગયો છે! [QBR]
ચર્મિયા 2 : 22 (IRVGU)
જો તું પોતાને ખારાથી ધૂએ તથા પોતાને ખૂબ સાબુ લગાવે, [QBR] તોપણ તારા પાપના ડાઘ મારી નજર સમક્ષ છે. એમ પ્રભુ યહોવાહ કહે છે. [QBR]
ચર્મિયા 2 : 23 (IRVGU)
તું કેવી રીતે કહી શકે કે, 'હું અશુદ્ધ થયો નથી! હું બઆલની પાછળ ચાલ્યો નથી?' [QBR] નીચાણમાં તારો માર્ગ જો તેં જે કર્યું છે તે સમજ, તું તો વેગવાન સાંઢણીના જેવો આમતેમ ભટકે છે. [QBR]
ચર્મિયા 2 : 24 (IRVGU)
તું જંગલમાં ઊછરેલી ગધેડી છે, જે કામાતુર થઈને વાયુ સૂંઘ્યા કરે છે. [QBR] જ્યારે તે મસ્ત હોય છે ત્યારે તેને કોણ રોકી શકે? જે કોઈ તેને શોધે છે તે થાકી જશે નહિ. પોતાની ઋતુમાં તે તેઓને મળશે. અને ઊભી રહેશે. [QBR]
ચર્મિયા 2 : 25 (IRVGU)
તું તારા પગને ખુલ્લાં તથા તારા ગળાને તૃષિત થવા ન દે. [QBR] પણ તું કહે છે, “મને આશા નથી! જરા પણ નથી, કેમ કે અજાણ્યાઓ પ્રત્યે મેં પ્રીતિ કરી છે અને તેઓની પાછળ હું જઈશ.” [QBR]
ચર્મિયા 2 : 26 (IRVGU)
ચોર પકડાય અને તે લજવાય છે, તેમ ઇઝરાયલના લોકોને, [QBR] એટલે તેઓ, તેઓના રાજાઓ, તેઓના રાજકુમારો, તેઓના યાજકો અને તેઓના પ્રબોધકોને શરમ લાગે છે. [QBR]
ચર્મિયા 2 : 27 (IRVGU)
તેઓ થડને કહે છે “તું મારો પિતા છે,” અને પથ્થરને કહે છે “તેં મને જન્મ આપ્યો છે.” [QBR] તમે મારી તરફ મુખ નહિ પણ પીઠ ફેરવી છે, તથાપિ તેઓ પોતાના સંકટના સમયમાં કહેશે કે, “ઊઠો અમને બચાવો” [QBR]
ચર્મિયા 2 : 28 (IRVGU)
પણ તારા જે દેવો તેં તારે માટે બનાવ્યા છે તેઓ ક્યાં છે? તેઓ જો તારા સંકટમાં તને બચાવે તો ભલે તેઓ ઊઠે, [QBR] કેમ કે હે યહૂદિયા જેટલાં તારાં નગર છે તેટલાં તારા દેવો પણ છે! [QBR]
ચર્મિયા 2 : 29 (IRVGU)
તમે શા માટે મારી સાથે વિવાદ કરો છો? તમે સર્વએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે, એમ યહોવાહ કહે છે. [QBR]
ચર્મિયા 2 : 30 (IRVGU)
મેં તમારા લોકોને માર્યા તે વ્યર્થ છે. તેઓએ શિક્ષા ગણકારી નથી. [QBR] તમારી તરવાર ભૂખ્યા સિંહની જેમ તમારા પ્રબોધકોને ખાઈ ગઈ છે. [QBR]
ચર્મિયા 2 : 31 (IRVGU)
હે મારા વંશજ, તમે યહોવાહનું વચન જુઓ, શું હું ઇઝરાયલ માટે વેરાન વગડા જેવો કે ઘોર અંધકારની ભૂમિરૂપ હતો? [QBR] મારા લોકો શા માટે કહે છે કે, “અમે સ્વતંત્ર થયા છીએ, ફરી તારી પાસે આવીશું નહિ?” [QBR]
ચર્મિયા 2 : 32 (IRVGU)
શું કુંવારી કન્યા કદી પોતાનાં ઘરેણાં અથવા નવવધૂ પોતાના કમરપટા ભૂલે? [QBR] તેમ છતાં મારી પ્રજા ઘણા દિવસોથી મને ભૂલી ગઈ છે. [QBR]
ચર્મિયા 2 : 33 (IRVGU)
પ્રેમ શોધવા સારુ તું પોતાનો માર્ગ કેવો બરાબર રાખે છે. [QBR] તે માટે દુષ્ટ સ્ત્રીઓને પણ તું તારા પાપી માર્ગો શીખવે છે. [QBR]
ચર્મિયા 2 : 34 (IRVGU)
વળી તારા વસ્ત્રોમાં નિર્દોષ ગરીબ માણસનું લોહી મળી આવ્યું છે. [QBR] તેઓ ખાતર પાડતા હતા ત્યારે તેઓ તને જડ્યાં એમ તો નહિ પણ આ સર્વ ઉપર તે લોહી છે. [QBR]
ચર્મિયા 2 : 35 (IRVGU)
તેમ છતાં તું કહે છે, “હું નિર્દોષ છું, તેમનો કોપ મારા પરથી નિશ્ચે ઊતર્યો છે.” [QBR] “તું કહે છે કે મેં પાપ નથી કર્યું” પણ જો હું તારો ન્યાય કરીશ.” [QBR]
ચર્મિયા 2 : 36 (IRVGU)
તું શા માટે તારો માર્ગ બદલવા માટે આમતેમ ભટકે છે? [QBR] તું આશ્શૂરથી લજ્જિત થયો હતો, તેમ તું મિસરથી પણ લજ્જિત થઈશ. [QBR]
ચર્મિયા 2 : 37 (IRVGU)
તારો હાથ તારે માથે રાખીને તું તેની પાસેથી નીકળી જઈશ. [QBR] કેમ કે જેના પર તે વિશ્વાસ મૂક્યો હતો તેઓને યહોવાહે નાકબૂલ કર્યા છે. તેઓ તરફથી તને કોઈ મદદ મળશે નહિ. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37

BG:

Opacity:

Color:


Size:


Font: