Jeremiah 15 : 1 (IRVGU)
પછી યહોવાહે મને કહ્યું કે, “જો મૂસા તથા શમુએલ મારી સમક્ષ ઊભા રહે, તોપણ હું આ લોકો પર દયા કરવાનો નથી. તેઓને મારી નજર સમક્ષથી દૂર લઈ જા, તેઓ દૂર જતા રહે.
Jeremiah 15 : 2 (IRVGU)
અને જયારે તેઓ તને એમ કહે કે, અમે ક્યાં જઈએ? ત્યારે તું તેઓને કહેજે કે, યહોવાહ આ પ્રમાણે કહે છે; [QBR] જેઓ મરણને માટે નિર્માણ થયેલા છે તેઓ મરણ તરફ; જેઓ તરવારને માટે નિર્માણ થયેલા છે તેઓ તરવાર તરફ; [QBR] જેઓ દુકાળને માટે તેઓ દુકાળ તરફ; અને જેઓ બંદીવાસમાં જવા નિર્માણ થયેલા છે તેઓએ બંદીવાસમાં જવું.' [PE][PS]
Jeremiah 15 : 3 (IRVGU)
હું આ લોકોને માટે ચાર પ્રકારની વિપત્તિ લાવીશ. એટલે મારી નાખવા માટે તરવાર, ઘસડી લઈ જવા સારુ કૂતરાઓ, ખાઈ જવા અને નાશ કરવા સારુ આકાશનાં પક્ષીઓ તથા પૃથ્વી પરનાં શ્વાપદો.
Jeremiah 15 : 4 (IRVGU)
વળી યહૂદિયાના રાજા હિઝકિયાના દીકરા, મનાશ્શાને લીધે એટલે યરુશાલેમમાં તેણે કરેલાં દુષ્ટ કાર્યોને લીધે, હું તેઓને પૃથ્વીના સર્વ રાજ્યોમાં આમતેમ રખડાવીશ. [QBR]
Jeremiah 15 : 5 (IRVGU)
હે યરુશાલેમ, તારા પર કોણ દયા કરશે? કોણ તારે માટે શોક કરશે? [QBR] તારી ખબર અંતર પૂછવા કોણ આવશે? [QBR]
Jeremiah 15 : 6 (IRVGU)
યહોવાહ કહે છે, તમે મારો ત્યાગ કર્યો છે અને મારા તરફથી પાછા હઠી ગયા છો. [QBR] તેથી તમારી વિરુદ્ધ મારો હાથ ઉઠાવીને હું તમારો વિનાશ કરીશ. હું પશ્ચાતાપ કરતાં થાકી ગયો છું. [QBR]
Jeremiah 15 : 7 (IRVGU)
દેશની ભાગોળોમાં મેં તેઓને સૂપડાથી ઝાટક્યા છે; [QBR] મેં મારા લોકોને નિ:સંતાન તથા નષ્ટ કર્યા છે; જો તેઓ પોતાના દુષ્ટ માર્ગોમાંથી પાછા ફરશે નહિ તો હું તેમનો નાશ કરીશ. [QBR]
Jeremiah 15 : 8 (IRVGU)
હું તેઓની વિધવાઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી કરીશ. લૂંટારાઓને હું જુવાનોની માતાઓ પર લાવ્યો છું. [QBR] મેં તેઓના પર એકાએક દુ:ખ અને ભય આણ્યાં છે. [QBR]
Jeremiah 15 : 9 (IRVGU)
જેણે સાત દીકરાઓને જન્મ આપ્યો હતો તે ઝૂરે છે, તેણે પ્રાણ છોડ્યો છે. દિવસ છતાં તેનો સૂર્ય અસ્ત પામ્યો છે. [QBR] તે લજ્જિત તથા વ્યાકુળ થઈ છે. તેઓના શત્રુઓ આગળ જેઓ હજુ જીવતા હશે તેઓને તરવારને સ્વાધીન કરીશ. [QBR] એમ યહોવાહ કહે છે. [QBR]
Jeremiah 15 : 10 (IRVGU)
હે મારી મા, મને અફસોસ! તેં મને આખા જગત સાથે ઝગડો તથા તકરાર કરનાર પુરુષ થવાને જન્મ આપ્યો છે. [QBR] મેં વ્યાજે ધીર્યું નથી કે તેઓએ મને વ્યાજે આપ્યું નથી, તેમ છતાં તેઓ બધાં મને શાપ આપે છે. [QBR]
Jeremiah 15 : 11 (IRVGU)
યહોવાહે કહ્યું; શું હું તારા હિતને અર્થે તને સામર્થ્ય નહિ આપું? [QBR] નિશ્ચે વિપત્તિના સમયે તથા સંકટ સમયે હું વૈરીઓ પાસે તારી આગળ વિનંતી કરાવીશ. [QBR]
Jeremiah 15 : 12 (IRVGU)
શું કોઈ માણસ લોખંડ એટલે ઉત્તર દેશમાંથી લાવેલું લોખંડ તથા કાંસુ ભાંગી શકે? [QBR]
Jeremiah 15 : 13 (IRVGU)
હું તારું સર્વ દ્રવ્ય અને ખજાનાઓને લૂંટાવી દઈશ. [QBR] તારી સર્વ સીમામાં કરેલા તારા પાપને લીધે આ તારી શિક્ષા હશે. [QBR]
Jeremiah 15 : 14 (IRVGU)
હું તમને અજાણ્યા દેશમાં તમારા શત્રુઓની સેવા કરાવીશ. [QBR] કેમ કે મારો ક્રોધરૂપી અગ્નિ ભભૂકી ઊઠયો છે. અને તે તમારા પર બળશે. [QBR]
Jeremiah 15 : 15 (IRVGU)
હે યહોવાહ, તમે મારું બધું જાણો છો! મને યાદ કરો અને મને મદદ કરો. મને સતાવનારા પર મારા બદલે વેર લો. [QBR] તમારી ધીરજ ખાતર મને દૂર કરશો નહિ. યાદ રાખો કે, તમારે લીધે મેં નિંદા સહન કરી છે. [QBR]
Jeremiah 15 : 16 (IRVGU)
તમારાં વચનો મને પ્રાપ્ત થયા, મેં તે ખાધાં. [QBR] અને તેથી મારા હૃદયમાં હર્ષ તથા આનંદ ઉત્પન્ન થયો. કેમ કે હે સૈન્યોના ઈશ્વર, યહોવાહ, તમારા નામથી હું ઓળખાઉ છું. [QBR]
Jeremiah 15 : 17 (IRVGU)
મોજમજા કરનારાઓની સંગતમાં હું બેઠો નહિ કે હરખાયો નહિ. [QBR] મારા પરના તારા હાથને લીધે હું એકલો બેઠો. તમે મને ક્રોધથી ભરપૂર કર્યો છે. [QBR]
Jeremiah 15 : 18 (IRVGU)
મને નિરંતર કેમ દુઃખ થાય છે. અને મારો ઘા સારો થતો નથી કે રુઝાતો કેમ નથી? [QBR] તમે મારા પ્રત્યે કપટી વહેળાના પાણી જેવા થશો શું? [QBR]
Jeremiah 15 : 19 (IRVGU)
તેથી યહોવાહે આ પ્રમાણે કહ્યું કે, યર્મિયા, જો તું પસ્તાવો કરીશ તો હું તને પાછો લાવીશ. અને મારી આગળ તું ઊભો રહીશ. [QBR] અને જો તું હલકામાંથી મૂલ્યવાન અલગ કરીશ તો તું મારા મુખ જેવો થઈશ. [QBR] તેઓ તારા તરફ ફરશે. પણ તું તેઓની તરફ ફરીશ નહિ. [QBR]
Jeremiah 15 : 20 (IRVGU)
હું તને એ લોકો સામે પિત્તળની ભીંતરૂપ બનાવીશ, તેઓ તારી સામે લડશે. [QBR] પણ તને હરાવી નહિ શકે. કેમ કે તને બચાવવા તથા તને છોડાવવા હું તારી સાથે છું. એમ યહોવાહ કહે છે. [QBR]
Jeremiah 15 : 21 (IRVGU)
વળી હું તને દુષ્ટ માણસોના હાથમાંથી બચાવીશ. અને ભયંકરોના હાથમાંથી હું તને ઉગારીશ.” [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

BG:

Opacity:

Color:


Size:


Font: