Isaiah 7 : 1 (IRVGU)
યહૂદિયાના રાજા ઉઝિયાના દીકરા યોથામના દીકરા આહાઝના સમયમાં, અરામના રાજા રસીન તથા ઇઝરાયલના રાજા રમાલ્યાનો દીકરો પેકાહ યરુશાલેમની સામે લડવાને ચઢી આવ્યા; પણ તેઓ તેના પર ફતેહ પામી શક્યા નહિ.
Isaiah 7 : 2 (IRVGU)
દાઉદના વંશના રાજાને એ ખબર મળી કે, અરામ એફ્રાઇમ સાથે મળી ગયો છે. ત્યારે તેનું મન અને તેના લોકોનાં મન જેમ વનનાં વૃક્ષો પવનથી કંપે એમ ગભરાયાં.
Isaiah 7 : 3 (IRVGU)
ત્યારે યહોવાહે યશાયાને કહ્યું, “તું તારા પુત્ર શાર-યાશૂબને લઈને તમે બંને ધોબીના ખેતરને રસ્તે આવતા ઉપલા કુંડના નાળાના છેડા આગળ આહાઝને મળવા જાઓ.
Isaiah 7 : 4 (IRVGU)
તું તેને કહે કે, 'સાવધ રહે, શાંત રહે, ગભરાઈશ નહિ અને આ હોલવાઈ જતી મશાલના બે છેડાથી, એટલે અરામના રસીન તથા રમાલ્યાના દીકરા પેકાના રોષથી ભયભીત ન થા.
Isaiah 7 : 5 (IRVGU)
અરામે, એફ્રાઇમે તથા રમાલ્યાના દીકરાએ તારા પર વિપત્તિ લાવવાની મસલત કરીને, કહ્યું છે કે
Isaiah 7 : 6 (IRVGU)
“આપણે યહૂદિયા પર ચઢી જઈને તેને ત્રાસ પમાડીએ અને આપણે માટે તેમાં ભંગાણ પાડીએ અને ત્યાં ટાબએલના દીકરાને રાજા બનાવીએ.”
Isaiah 7 : 7 (IRVGU)
પણ પ્રભુ યહોવાહ કહે છે કે, “એમ થશે નહિ; અને તે યોજના સફળ થશે નહિ,
Isaiah 7 : 8 (IRVGU)
કારણ કે અરામનું શિર દમસ્કસ છે અને દમસ્કસનું શિર રસીન છે. અને પાંસઠ વર્ષમાં એફ્રાઇમ નાશ પામશે અને પ્રજાની ગણતરી રહેશે નહિ.
Isaiah 7 : 9 (IRVGU)
એફ્રાઇમનું શિર સમરુન છે અને સમરુનનું શિર રમાલ્યાનો દીકરો છે. જો તમે વિશ્વાસમાં સ્થિર રહેશો નહિ તો તમે સુરક્ષિત રહેશો નહિ.”'”
Isaiah 7 : 10 (IRVGU)
પછી યહોવાહે આહાઝ સાથે ફરીથી વાત કરી,
Isaiah 7 : 11 (IRVGU)
“તું તારે માટે તારા ઈશ્વર યહોવાહ પાસે ચિહ્ન માગ; ચાહે તો ઊંડાણમાંથી અથવા ચાહે તો ઊંચાણમાંથી માગ.”
Isaiah 7 : 12 (IRVGU)
પરંતુ આહાઝે કહ્યું, “હું માગીશ નહિ, કે યહોવાહની પરીક્ષા કરીશ નહિ.”
Isaiah 7 : 13 (IRVGU)
પછી યશાયાએ જવાબ આપ્યો, “હે દાઉદના વંશજો સાંભળો, તમે માણસોની ધીરજની પરીક્ષા કરો છો તે શું પૂરતું નથી? કેમ કે તમે હવે મારા ઈશ્વરની ધીરજની પરીક્ષા કરવા માગો છો?”
Isaiah 7 : 14 (IRVGU)
તેથી પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે: જુઓ, કુમારી ગર્ભવતી થઈને, પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુએલ પાડવામાં આવશે.
Isaiah 7 : 15 (IRVGU)
તે ખોટું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, ત્યારે તે દહીં અને મધ ખાશે.
Isaiah 7 : 16 (IRVGU)
એ બાળક ખોટું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, તે અગાઉ જે બે રાજાથી તું ભયભીત થાય છે તેઓનો દેશ ઉજ્જડ થઈ જશે.
Isaiah 7 : 17 (IRVGU)
એફ્રાઇમ યહૂદાથી જુદો પડ્યો ત્યાર પછી આવ્યા નહોતા એવા દિવસો યહોવાહ તારા પર, તારી પ્રજા પર તથા તારા પિતાના કુટુંબ પર લાવશે, એટલે તે આશૂરના રાજાને લાવશે.”
Isaiah 7 : 18 (IRVGU)
વળી તે સમયે યહોવાહ મિસરની નદીના છેડાઓ પર જે માખી છે તેને અને આશૂરમાંથી જે મધમાખીઓ છે તેમને યહોવાહ સીટી વગાડીને બોલાવશે.
Isaiah 7 : 19 (IRVGU)
તેઓ બધી આવીને, કોતરોમાં, ખડકોની ફાટોમાં, સર્વ કાંટાનાં છોડવાઓમાં અને સર્વ બીડોમાં ભરાઈ રહેશે.
Isaiah 7 : 20 (IRVGU)
તે દિવસે પ્રભુ ફ્રાત નદીને પેલે પારથી ભાડે રાખેલા અસ્ત્રા વડે, એટલે આશૂરના રાજા વડે, તમારું માથું અને પગોના વાળ મૂંડી નાખશે; અને દાઢી પણ કાઢી નાખશે.
Isaiah 7 : 21 (IRVGU)
તે દિવસે માણસ એક વાછરડી અને બે ઘેટાં પાળશે.
Isaiah 7 : 22 (IRVGU)
અને તેઓના દૂધની પુષ્કળ આવકને લીધે તે દહીં ખાશે, જે બધા દેશમાં બાકી રહ્યા હશે તેઓ સર્વ દહીં અને મધ ખાશે.
Isaiah 7 : 23 (IRVGU)
તે સમયે, એમ થશે કે જ્યાં એક હજાર રૂપિયાના એક હજાર દ્રાક્ષાવેલા રોપેલા હતા, તેવી દરેક જગ્યા કાંટા અને ઝાંખરાંનું સ્થાન થઈ જશે.
Isaiah 7 : 24 (IRVGU)
પુરુષો ધનુષ લઈને ત્યાં શિકાર કરવા જશે, કારણ કે આખી ભૂમિ કાંટા અને ઝાંખરાં થશે.
Isaiah 7 : 25 (IRVGU)
તે સર્વ ટેકરાઓ જે પાવડાથી ખોદવામાં આવતા, ત્યાં કાંટા અને ઝાંખરાંની બીક હતી નહિ; પણ ત્યાં બળદો તથા ઘેટાંને ચરવાની જગ્યા થઈ પડશે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25