યશાયા 65 : 1 (IRVGU)
“જેઓ મને પૂછતા નહોતા તેઓ મારે વિષે તપાસ કરે છે; જેઓ મને શોધતા નહોતા તેઓને મળવા હું તૈયાર હતો. [QBR] જે પ્રજાએ મને નામ લઈને બોલાવ્યો નહિ તેને મેં કહ્યું, 'હું આ રહ્યો! [QBR]
યશાયા 65 : 2 (IRVGU)
જે માર્ગ સારો નથી તે પર જેઓ ચાલે છે, પોતાના વિચારો અને યોજનાઓ પ્રમાણે જેઓ ચાલ્યા છે! [QBR] એ હઠીલા લોકોને વધાવી લેવા મેં આખો દિવસ મારા હાથ ફેલાવ્યા. [QBR]
યશાયા 65 : 3 (IRVGU)
તે એવા લોકો છે જે નિત્ય મને નારાજ કરે છે, [QBR] તેઓ બગીચાઓમાં જઈને બલિદાનનું અર્પણ કરે છે અને ઈંટોની વેદી પર ધૂપ ચઢાવે છે. [QBR]
યશાયા 65 : 4 (IRVGU)
તેઓ રાત્રે કબરોમાં બેસી રહીને રાતવાસો કરે છે [QBR] તેઓ ભૂંડનું માંસ ખાય છે તેની સાથે ધિક્કારપાત્ર વસ્તુઓનો સેરવો તેઓના પાત્રોમાં હોય છે. [QBR]
યશાયા 65 : 5 (IRVGU)
તેઓ કહે છે, 'દૂર રહો, મારી પાસે આવશો નહિ, કેમ કે હું તમારા કરતાં પવિત્ર છું.' [QBR] આ વસ્તુઓ મારા નસકોરામાં ધુમાડા સમાન, આખા દિવસ બળતા અગ્નિ જેવી છે. [QBR]
યશાયા 65 : 6 (IRVGU)
જુઓ, એ મારી આગળ લખેલું છે: [QBR] હું તેઓને એનો બદલો વાળ્યા વિના, શાંત બેસી રહેનાર નથી; હું તેઓને બદલો વાળી આપીશ. [QBR]
યશાયા 65 : 7 (IRVGU)
હું તેઓનાં પાપોને તથા તેઓના પૂર્વજોનાં પાપોનો બદલો વાળી આપીશ,” એમ યહોવાહ કહે છે. [QBR] “જેઓએ પર્વતો પર ધૂપ બાળ્યો છે અને ટેકરીઓ પર મારી નિંદા કરી તેનો બદલો વાળીશ. [QBR] વળી હું તેઓની અગાઉની કરણીઓને તેઓના ખોળામાં માપી આપીશ.” [QBR]
યશાયા 65 : 8 (IRVGU)
આ યહોવાહ કહે છે: “જેમ દ્રાક્ષનાં ઝૂમખાંમાં નવો દ્રાક્ષારસ મળે છે, [QBR] ત્યારે કોઈ કહે છે, 'તેનો નાશ કરશો નહિ, કેમ કે તેમાં રસ છે,' [QBR] તેમ હું મારા સેવકોને માટે કરીશ, જેથી તેઓ સર્વનો નાશ ન થાય. [QBR]
યશાયા 65 : 9 (IRVGU)
હું યાકૂબનાં સંતાન અને યહૂદિયાનાં સંતાનોને લાવીશ, તેઓ મારા પર્વતોનો વારસો પામશે. [QBR] મારા પસંદ કરેલા લોકો તેનો વારસો પામશે અને મારા સેવકો ત્યાં વસશે. [QBR]
યશાયા 65 : 10 (IRVGU)
જે મારા લોકોએ મને શોધ્યો છે, તેઓને માટે શારોનનાં ઘેટાંના ટોળાંના બીડ સમાન [QBR] અને આખોરની ખીણ જાનવરોનું વિશ્રામસ્થાન થશે. [QBR]
યશાયા 65 : 11 (IRVGU)
પણ તમે જેઓ યહોવાહનો ત્યાગ કરનારા છો, જે મારા પવિત્ર પર્વતને વીસરી ગયા છો, [QBR] જે ભાગ્યદેવતાને માટે મેજ પાથરો છો અને વિધાતાની આગળ મિશ્ર દ્રાક્ષારસ ધરો છો [QBR]
યશાયા 65 : 12 (IRVGU)
તેઓને એટલે તમને તરવારને માટે હું નિર્માણ કરીશ અને તમે સર્વ સંહારની આગળ ઘૂંટણે પડશો, [QBR] કારણ કે જ્યારે મેં તમને હાંક મારી ત્યારે તમે ઉત્તર આપ્યો નહિ; જયારે હું બોલ્યો ત્યારે તમે સાંભળ્યું નહિ; [QBR] પણ તેને બદલે, મારી દૃષ્ટિમાં જે ખરાબ હતું તે તમે કર્યું અને હું જે ચાહતો નહોતો તે તમે પસંદ કર્યું.” [QBR]
યશાયા 65 : 13 (IRVGU)
આ પ્રભુ યહોવાહ કહે છે: [QBR] જુઓ, મારા સેવકો ખાશે, પણ તમે ભૂખ્યા રહેશો; [QBR] જુઓ, મારા સેવકો પીશે, પણ તમે તરસ્યા રહેશો; [QBR] જુઓ, મારા સેવકો આનંદ કરશે, પણ તમે લજ્જિત થશો. [QBR]
યશાયા 65 : 14 (IRVGU)
જુઓ, મારા સેવકો હૃદયના ઉમળકાથી હર્ષનાદ કરશે, [QBR] પણ તમે હૃદયની પીડાને લીધે રડશો અને આત્મા કચડાઈ જવાને લીધે વિલાપ કરશો. [QBR]
યશાયા 65 : 15 (IRVGU)
તમે તમારું નામ મારા પસંદ કરાયેલાઓને શાપ આપવા માટે મૂકી જશો; અને હું, પ્રભુ યહોવાહ, તમને મારી નાખીશ, [QBR] હું મારા સેવકોને બીજા નામથી બોલાવીશ. [QBR]
યશાયા 65 : 16 (IRVGU)
જે કોઈ પૃથ્વી પર આશીર્વાદ માગશે તે મારા, એટલે સત્યના ઈશ્વર દ્વારા આશીર્વાદ પામશે. [QBR] જે કોઈ પૃથ્વી પર શપથ લેશે તે મારા, એટલે સત્યના ઈશ્વરને નામે શપથ લેશે, [QBR] કારણ કે અગાઉની વિપત્તિઓ વીસરાઈ ગઈ છે, કેમ કે તેઓ મારી આંખોથી સંતાડવામાં આવી હશે. [PE][PS]
યશાયા 65 : 17 (IRVGU)
કેમ કે જુઓ, હું નવાં આકાશ અને નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું; [QBR] અને અગાઉની બિનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ કે તેઓ મનમાં આવશે નહિ. [QBR]
યશાયા 65 : 18 (IRVGU)
પણ હું જે ઉત્પન્ન કરવા જઈ રહ્યો છું, તેનાથી તમે સર્વકાળ આનંદ કરશો અને હરખાશો. જુઓ, હું યરુશાલેમને આનંદમય તથા તેના લોકોને હર્ષમય ઉત્પન્ન કરું છું. [QBR]
યશાયા 65 : 19 (IRVGU)
હું યરુશાલેમથી આનંદ પામીશ અને મારા લોકોથી હરાખાઈશ; [QBR] તેમાં ફરીથી રુદન કે વિલાપનો અવાજ સાંભળવામાં આવશે નહિ. [QBR]
યશાયા 65 : 20 (IRVGU)
ત્યાં ફરી કદી નવજાત બાળક થોડા દિવસ જીવીને મૃત્યુ પામશે નહિ; [QBR] કે કોઈ વૃદ્ધ માણસ પોતાના સમય અગાઉ મૃત્યુ પામશે નહિ. [QBR]
યશાયા 65 : 21 (IRVGU)
તેઓ ઘર બાંધશે અને તેમાં રહેશે અને તેઓ દ્રાક્ષાવાડીઓ રોપશે અને તેનાં ફળ ખાવા પામશે. [QBR]
યશાયા 65 : 22 (IRVGU)
તેઓ ઘર બાંધશે અને તેમાં બીજા વસશે નહિ; તેઓ રોપે અને બીજા ખાય, એવું થશે નહિ, [QBR] કેમ કે વૃક્ષના આયુષ્યની જેમ મારા લોકોનું આયુષ્ય થશે. મારા પસંદ કરાયેલા પોતાના હાથોનાં કામોનાં ફળનો ભોગવટો લાંબા કાળ સુધી કરશે. [QBR]
યશાયા 65 : 23 (IRVGU)
તેઓ નકામી મહેનત કરશે નહિ, કે નિરાશાને જન્મ આપશે નહિ. [QBR] કેમ કે તેઓનાં સંતાનો અને તેઓની સાથે તેઓના વંશજો, યહોવાહ દ્વારા આશીર્વાદ પામેલા છે. [QBR]
યશાયા 65 : 24 (IRVGU)
તેઓ હાંક મારે, તે અગાઉ હું તેઓને ઉત્તર આપીશ; અને હજુ તેઓ બોલતા હશે, એટલામાં હું તેઓનું સાંભળીશ. [QBR]
યશાયા 65 : 25 (IRVGU)
વરુ તથા ઘેટું સાથે ચરશે અને સિંહ બળદની જેમ ઘાસ ખાશે; [QBR] પણ ધૂળ સાપનું ભોજન થશે. [QBR] મારા આખા પવિત્ર પર્વતમાં તેઓ ઉપદ્રવ કે વિનાશ કરશે નહિ.” એવું યહોવાહ કહે છે. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25

BG:

Opacity:

Color:


Size:


Font: