યશાયા 62 : 1 (IRVGU)
જ્યાં સુધી સિયોનનું ન્યાયીપણું પ્રભાતનાં તેજની માફક અને યરુશાલેમનો ઉધ્ધાર સળગતી મશાલની જેમ પ્રકાશશે નહિ [QBR] ત્યાં સુધી હું છાનો રહીશ નહિ અને હું વિશ્રામ લઈશ નહિ. [QBR]
યશાયા 62 : 2 (IRVGU)
વિદેશીઓ તમારું ન્યાયીપણું અને સર્વ રાજાઓ તમારો મહિમા જોશે. [QBR] અને યહોવાહ તને પસંદ કરેલા નવા નામથી બોલાવશે. [QBR]
યશાયા 62 : 3 (IRVGU)
તું યહોવાહના હાથમાં શોભાયમાન તાજ અને તારા ઈશ્વરના હાથનો રાજમુગટ થઈશ. [QBR]
યશાયા 62 : 4 (IRVGU)
હવેથી તું “તજેલું” કે તારો દેશ ફરીથી “ઉજ્જડ” કહેવાશે નહિ. [QBR] ખરેખર, તું હવે “મારો આનંદ તેનામાં છે,” અને તારો દેશ “પરિણીત” કહેવાશે, [QBR] કેમ કે યહોવાહ તારા પર પ્રસન્ન છે અને તારા દેશનાં લગ્ન થશે. [QBR]
યશાયા 62 : 5 (IRVGU)
જેમ જુવાન કુંવારીને પરણે છે, તેમ તારા દીકરા તને પરણશે. [QBR] જેમ વર કન્યાથી હર્ષ પામે છે, તેમ તારા ઈશ્વર તારાથી હર્ષ પામશે. [QBR]
યશાયા 62 : 6 (IRVGU)
હે યરુશાલેમ, મેં તારા કોટ ઉપર ચોકીદારો મૂક્યા છે; [QBR] તેઓ દિવસે કે રાત્રે કદી શાંત રહેશે નહિ. [QBR] યહોવાહને યાદ દેવડાવનારાઓ, તમારે વિશ્રામ લેવો નહિ. [QBR]
યશાયા 62 : 7 (IRVGU)
જ્યાં સુધી તે યરુશાલેમને ફરીથી સ્થાપે અને પૃથ્વી પર તેને સ્તુત્ય કરે, [QBR] ત્યાં સુધી તેને વિશ્રામ આપવો નહિ. [QBR]
યશાયા 62 : 8 (IRVGU)
યહોવાહે પોતાના જમણા હાથના તથા પોતાના સમર્થ ભુજના શપથ લીધા છે, [QBR] “નિશ્ચિત પણે હું ફરીથી તારું ધાન્ય તારા શત્રુઓને ખાવા દઈશ નહિ. [QBR] જે દ્રાક્ષારસને માટે તેં મહેનત કરી છે તે પરદેશીઓ પીશે નહિ. [QBR]
યશાયા 62 : 9 (IRVGU)
કેમ કે ધાન્ય લણનારા જ તે ખાશે અને યહોવાહની સ્તુતિ કરશે [QBR] અને દ્રાક્ષાને ભેગી કરનારા મારા પવિત્રસ્થાનનાં આંગણામાં દ્રાક્ષારસ પીશે.” [QBR]
યશાયા 62 : 10 (IRVGU)
દરવાજામાં થઈને, દરવાજામાં થઈને આવો! લોકોને માટે માર્ગ તૈયાર કરો! [QBR] બાંધો, સડક બાંધો, પથ્થરો વીણી કાઢો! [QBR] પ્રજાઓને માટે ધ્વજા ઊંચી કરો. [QBR]
યશાયા 62 : 11 (IRVGU)
જુઓ, યહોવાહે પૃથ્વીના છેડા સુધી આ પ્રગટ કર્યું છે: [QBR] “સિયોનની દીકરીને કહો, 'જો તારો તારનાર આવે છે! [QBR] જો, તેનું ઈનામ તેની સાથે છે અને તેનું પ્રતિફળ તેની આગળ છે.'” [QBR]
યશાયા 62 : 12 (IRVGU)
તે તેઓને “પવિત્ર પ્રજા,” “યહોવાહના ઉદ્ધાર પામેલા લોકો” કહેશે; અને તું “શોધી કાઢેલું,” “ન તજાયેલ નગર” કહેવાશે. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12

BG:

Opacity:

Color:


Size:


Font: