યશાયા 56 : 1 (IRVGU)
યહોવાહ એવું કહે છે, “ન્યાયનું પાલન કરો, પ્રામાણિકપણે વર્તો; કેમ કે મારું તારણ પાસે છે અને મારું ન્યાયીપણું પ્રગટ થશે.
યશાયા 56 : 2 (IRVGU)
જે માણસ એ પ્રમાણે વર્તે છે અને જે તેને ચુસ્ત રીતે વળગી રહે છે, જે સાબ્બાથને અપવિત્ર ન કરતાં તેને પાળે છે અને ભૂંડું કરવાથી પોતાનો હાથ પાછો રાખે છે તે આશીર્વાદિત છે.”
યશાયા 56 : 3 (IRVGU)
વળી જે પરદેશી યહોવાહનો અનુયાયી બનેલો છે તે એવું ન કહે કે, “યહોવાહ મને પોતાના લોકથી નિશ્ચે જુદો પાડશે.” કોઈ ખોજાએ એમ ન કહેવું કે, “જુઓ, હું તો સુકાયેલુ ઝાડ છું.”
યશાયા 56 : 4 (IRVGU)
કેમ કે “જે ખોજાઓ મારા સાબ્બાથો પાળે છે અને જે મને ગમે છે તેને પસંદ કરે છે તથા મારા કરારને દૃઢતાથી વળગી રહે છે, તેઓ વિષે યહોવાહ કહે છે -
યશાયા 56 : 5 (IRVGU)
તેમને તો હું મારા ઘરમાં તથા મારા કોટમાં દીકરા તથા દીકરીઓ કરતાં ઉત્તમ સ્મારક તરીકે સ્થાપીશ; જે નષ્ટ થાય નહિ એવું અનંતકાળનું સ્મારક હું તેને આપીશ.”
યશાયા 56 : 6 (IRVGU)
વળી જે પરદેશીઓ જોડાયાં છે કે તેઓ યહોવાહની સેવા કરવા માટે અને જેઓ યહોવાહના નામ પર પ્રેમ કરે છે, તેમની આરાધના કરે છે તે, દરેક જે કોઈ સાબ્બાથને અપવિત્ર ન કરતાં તેને પાળે છે અને જે મારા કરારને દૃઢતાથી વળગી રહે છે -
યશાયા 56 : 7 (IRVGU)
તેઓને હું મારા પવિત્ર પર્વત પર લાવીશ અને મારા પ્રાર્થનાના ઘરમાં તેઓને આનંદ કરાવીશ; તેઓનાં દહનાર્પણો તથા તેઓનાં બલિદાનો મારી વેદી પર માન્ય થશે, કેમ કે મારું ઘર તે સર્વ દેશનાઓ માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે.
યશાયા 56 : 8 (IRVGU)
પ્રભુ યહોવાહ જે ઇઝરાયલનાં વિખેરાઈ ગયેલાઓને ભેગા કરે છે તે એવું કહે છે: “તેના ભેગા થયેલા ઉપરાંત હું હજી તેની પાસે બીજાઓને લાવીને ભેગા કરીશ.”
યશાયા 56 : 9 (IRVGU)
ખેતરનાં સર્વ હિંસક પશુઓ, વનમાંનાં હિંસક પશુઓ આવો અને ફાડી ખાઓ!
યશાયા 56 : 10 (IRVGU)
તેઓના સર્વ ચોકીદારો અંધ છે; તેઓ સમજતા નથી; તેઓ સર્વ મૂંગા કૂતરા છે; જે ભસી શકતા નથી: તેઓ સપનાં જુએ છે, સૂઈ રહેનારા, ઊંઘણશી છે.
યશાયા 56 : 11 (IRVGU)
તેઓ ખાઉધરા કૂતરા છે; તેઓ કદી ધરાતા નથી; તેઓ બુદ્ધિ વિનાના ઘેટાંપાળકો છે; તેઓ સર્વ પોતપોતાને માર્ગે, દરેક અન્યાયથી લાભ મેળવવા લાલચ કરે છે.
યશાયા 56 : 12 (IRVGU)
“આવો” તેઓ કહે છે, “આપણે દ્રાક્ષાસવ અને દારૂ પીઈએ; આવતીકાલનો દિવસ આજના જેવો, વળી તે કરતાં પણ મહાન થશે.”
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12