Isaiah 52 : 1 (IRVGU)
[QS]હે સિયોન, જાગૃત થા, જાગૃત થા, તારા સામર્થ્યથી વેષ્ટિત થા; [QE][QS]હે યરુશાલેમ, પવિત્ર નગર, તારાં સુંદર વસ્ત્રો પહેરી લે; [QE][QS]કેમ કે હવે પછી બેસુન્નતી તથા અશુદ્ધ કદી તારામાં પ્રવેશ કરશે નહિ. [QE]
Isaiah 52 : 2 (IRVGU)
[QS]હે યરુશાલેમ, તારા પરની ધૂળ ખંખેરી નાખ, ઊઠ અને બેસ: [QE][QS]હે સિયોનની બંદીવાન દીકરી, તારી ગરદન પરની સાંકળ કાઢી નાખ. [QE]
Isaiah 52 : 3 (IRVGU)
[QS]કેમ કે યહોવાહ કહે છે, “તમે મફત વેચાયા હતા અને નાણાં વિના તમે છોડાવી લેવામાં આવશો.” [QE]
Isaiah 52 : 4 (IRVGU)
[QS]કેમ કે પ્રભુ યહોવાહ એવું કહે છે, “શરૂઆતમાં મારા લોકો મિસરમાં અસ્થાયી વસવાટ કરવા માટે ગયા હતા; [QE][QS]આશૂરે હમણાં જ તેમના ઉપર જુલમ કર્યો.” [QE]
Isaiah 52 : 5 (IRVGU)
[QS]આ યહોવાહની ઘોષણા છે: “હવે અહીં મારે શું કરવું, કેમ કે મારા લોકને વિના કારણે લઈ જવામાં આવ્યા છે? તેઓના અધિકારીઓ બૂમ પાડે છે અને મારા નામની સતત આખો દિવસ નિંદા કરે છે.” આ યહોવાહની ઘોષણા છે. [QE]
Isaiah 52 : 6 (IRVGU)
[QS]તેથી મારા લોકો મારું નામ જાણશે; [QE][QS]તેઓ તે દિવસે જાણશે કે મેં જ આ કહ્યું હતું. હું જ તે છું!” [QE]
Isaiah 52 : 7 (IRVGU)
[QS]સુવાર્તાનો સંદેશ લાવનારનાં પગલાં પર્વતો પર કેવાં શોભાયમાન છે, [QE][QS]જે શાંતિની જાહેરાત કરે છે, જે વધામણીના સમાચાર લાવે છે, જે ઉદ્ધારની વાત જાહેર કરે છે, [QE][QS]જે સિયોનને કહે છે, “તારા ઈશ્વર રાજ કરે છે!” [QE]
Isaiah 52 : 8 (IRVGU)
[QS]સાંભળ, તારા ચોકીદારો પોકારે છે, તેઓ સાથે હર્ષનાદ કરે છે, [QE][QS]કેમ કે યહોવાહ કેવી રીતે સિયોનમાં પાછા આવે છે, તે તેઓ નજરોનજર જોશે. [QE]
Isaiah 52 : 9 (IRVGU)
[QS]હે યરુશાલેમનાં ખંડિયેર, તમે સર્વ હર્ષનાદ કરી ગાયન કરો; [QE][QS]કેમ કે યહોવાહે પોતાના લોકોને દિલાસો આપ્યો છે; તેમણે યરુશાલેમનો ઉદ્ધાર કર્યો છે. [QE]
Isaiah 52 : 10 (IRVGU)
[QS]યહોવાહે સર્વ દેશોને જોતાં પોતાનો પવિત્ર ભુજ ઉઘાડો કર્યો છે; આખી પૃથ્વી આપણા ઈશ્વરે કરેલો ઉધ્ધાર નિહાળશે. [QE]
Isaiah 52 : 11 (IRVGU)
[QS]જાઓ, જાઓ ત્યાંથી બહાર જાઓ; કોઈ અશુદ્ધ વસ્તુને અડકશો નહિ; [QE][QS]તેઓની મધ્યેથી બહાર જાઓ; તમે જેઓ યહોવાહનાં પાત્રો ઊંચકનારા છો તે, તમે શુદ્ધ થાઓ. [QE]
Isaiah 52 : 12 (IRVGU)
[QS]કેમ કે તમારે ઉતાવળથી નીકળવાનું નથી કે ગભરાટમાં છોડવાનું નથી; [QE][QS]કેમ કે યહોવાહ તમારી આગળ જાય છે; અને ઇઝરાયલના ઈશ્વર તમારા પીઠરક્ષક થશે. [QE]
Isaiah 52 : 13 (IRVGU)
[QS]જુઓ, મારો સેવક ડહાપણથી વર્તશે અને સફળ થશે; [QE][QS]તે ઊંચો અને ઉન્નત થશે, તે અતિ ગૌરવશાળી થશે. [QE]
Isaiah 52 : 14 (IRVGU)
[QS]જે પ્રમાણે લોકો તને જોઈને ભયભીત થયા - [QE][QS]તેનું રૂપ માણસનાં રૂપ કરતા અલગ હતું, તેથી તેનો દેખાવ એવો હતો કે માણસ જ ન લાગે. [QE]
Isaiah 52 : 15 (IRVGU)
[QS]તેથી ઘણા દેશો તેને જોઈને આશ્ચર્યચકિત થશે; રાજાઓ તેને કારણે પોતાના મુખ બંધ રાખશે. [QE][QS]કારણ કે તેઓને જે કહેવામાં આવ્યું નહોતું તે તેઓ જોશે અને જે તેઓએ સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે. [QE]
❮
❯