યશાયા 48 : 1 (IRVGU)
હે યાકૂબનાં સંતાનો, આ સાંભળો, [QBR] જેઓને ઇઝરાયલના નામથી બોલવવામાં આવ્યા છે અને યહૂદિયાના ઝરાથી નીકળી આવેલા છો; [QBR] તમે જેઓ યહોવાહના નામે સમ ખાઓ છો અને ઇઝરાયલના ઈશ્વરને આહવાન આપો છો, [QBR] પણ નિષ્ઠાપૂર્વક કે ન્યાયની રીતે નહિ. [QBR]
યશાયા 48 : 2 (IRVGU)
કેમ કે તેઓ પોતાને પવિત્ર નગરના લોકો કહેવડાવે છે [QBR] અને ઇઝરાયલના ઈશ્વર પર ભરોસો રાખે છે; જેનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે. [QBR]
યશાયા 48 : 3 (IRVGU)
મેં અગાઉની બિનાઓને પ્રગટ કરી હતી; તે મારા મુખેથી નીકળી હતી અને મેં તેઓને જાહેર કરી હતી; [QBR] પછી મેં અચાનક તે પૂરી કરી અને તેઓ તેમાંથી પસાર થયા. [QBR]
યશાયા 48 : 4 (IRVGU)
કારણ કે મને ખબર છે કે તમે હઠીલા હતા, [QBR] તાર ગળાના સ્નાયુઓ લોખંડ જેવા અને તારું કપાળ પિત્તળ જેવું છે. [QBR]
યશાયા 48 : 5 (IRVGU)
તેથી મેં તમને પુરાતન કાળથી જાહેર કર્યું હતું; તે થયા પહેલાં મેં અગાઉથી તમને કહી સંભળાવ્યું હતું, [QBR] જેથી તમે કહી ના શકો કે, “મારી મૂર્તિએ તેઓને આ કર્યુ છે,” અથવા “મારી કોરેલી મૂર્તિએ તથા ઢાળેલી મૂર્તિએ તે ફરમાવ્યાં છે.” [QBR]
યશાયા 48 : 6 (IRVGU)
તમે તે સાંભળ્યું છે; આ સર્વ પુરાવા જુઓ; અને શું તમે એ સ્વીકારશો નહિ કે મેં જે કહ્યું તે સત્ય છે? હવેથી હું તમને નવી અને ગુપ્ત રાખેલી બિનાઓ કે જે તમે જાણી નથી, તે તમને કહી સંભળાવું છું. [QBR]
યશાયા 48 : 7 (IRVGU)
હમણાં, તે ઉત્પન્ન થઈ છે, અગાઉથી તે નહોતી અને આજ સુધી તેં તે સાંભળી પણ નહોતી, [QBR] તેથી તું એમ કહી શકીશ નહિ, “હા, હું તે જાણતો હતો.” [QBR]
યશાયા 48 : 8 (IRVGU)
વળી તેં કદી સાંભળ્યું નહિ; તેં જાણ્યું નહિ; તારા કાન આ બાબતો વિષે અગાઉથી ઊઘડ્યા નહિ. [QBR] કેમ કે હું જાણતો હતો કે તું તદ્દન કપટી અને જન્મથી તું બંડખોર છે. [QBR]
યશાયા 48 : 9 (IRVGU)
મારા નામની ખાતર હું મારો કોપ મુલતવી રાખીશ અને મારા સન્માનની ખાતર હું તારો નાશ કરવામાં ધીરજ રાખીશ. [QBR]
યશાયા 48 : 10 (IRVGU)
જુઓ, મેં તને ચોખ્ખો કર્યો છે, પણ ચાંદીની માફક નહિ; મેં તને વિપત્તિરૂપી ભઠ્ઠીમાં શુદ્ધ કર્યો છે. [QBR]
યશાયા 48 : 11 (IRVGU)
મારા પોતાની ખાતર, મારા પોતાની ખાતર હું તે કાર્ય કરીશ; કેમ કે હું કેવી રીતે મારું નામ અપમાનિત થવાની મંજૂરી આપી શકું? [QBR] હું મારો મહિમા બીજા કોઈને આપીશ નહિ. [QBR]
યશાયા 48 : 12 (IRVGU)
હે યાકૂબ અને મારા બોલાવેલા ઇઝરાયલ, મારું સાંભળો: [QBR] હું તે જ છું; હું જ પ્રથમ, હું જ છેલ્લો છું. [QBR]
યશાયા 48 : 13 (IRVGU)
હા, મારે હાથે પૃથ્વીનો પાયો નાખ્યો અને મારે જમણે હાથે આકાશોને પ્રસાર્યાં; [QBR] જ્યારે હું તેઓને બોલાવું છું ત્યારે તેઓ એકસાથે ઊભા થાય છે. [QBR]
યશાયા 48 : 14 (IRVGU)
તમે સર્વ એકત્ર થાઓ અને સાંભળો; તમારામાંથી કોણે આ બાબતો જાહેર કરી છે? [QBR] યહોવાહના સાથીઓ બાબિલ વિરુદ્ધ તેનો હેતુ પૂરો કરશે. તે ખાલદીઓ વિરુદ્ધ યહોવાહની ઇચ્છા પૂર્ણ કરશે. [QBR]
યશાયા 48 : 15 (IRVGU)
હું, હા, હું જ તે બોલ્યો છું, મેં તેને બોલાવ્યો છે, હું તેને લાવ્યો છું અને તે સફળ થશે. [QBR]
યશાયા 48 : 16 (IRVGU)
મારી પાસે આવો, આ સાંભળો; [QBR] પ્રારંભથી હું ગુપ્તમાં બોલ્યો નથી; તે થયું ત્યારથી હું ત્યાં છું; [QBR] અને હવે પ્રભુ યહોવાહે મને અને તેમના આત્માને મોકલ્યા છે. [QBR]
યશાયા 48 : 17 (IRVGU)
તારો ઉદ્ધાર કરનાર યહોવાહ, ઇઝરાયલના પવિત્ર આ કહે છે: “હું યહોવાહ તારો ઈશ્વર છું, જે તને સફળ કેવી રીતે થવું તે તને શીખવું છું. [QBR] તારે જે માર્ગે જવું જોઈએ તે પર હું તને લઈ જાઉં છું. [QBR]
યશાયા 48 : 18 (IRVGU)
જો તેં મારી આજ્ઞાઓ પાળી હોત તો કેવું સારું! [QBR] પછી તારી શાંતિ અને સમૃદ્ધિ એક નદીની જેવી વહેતી હોત અને તારો ઉધ્ધાર સમુદ્રનાં મોજાં જેવો થાત. [QBR]
યશાયા 48 : 19 (IRVGU)
તારાં વંશજો રેતી જેટલા અસંખ્ય અને તારા પેટના સંતાન રેતીના કણ જેટલાં અસંખ્ય થાત; [QBR] તેઓનું નામ મારી સંમુખથી નાબૂદ થાત નહિ કે મારી આગળથી કપાઈ જાત નહિ. [QBR]
યશાયા 48 : 20 (IRVGU)
બાબિલમાંથી બહાર નીકળો, ખાલદીઓની પાસેથી નાસી જાઓ! [QBR] હર્ષનાદના અવાજથી આ જાહેર કરો! આ વાત પ્રગટ કરો, પૃથ્વીના છેડા સુધી તેને પ્રગટ કરો [QBR] અને કહો, “યહોવાહે પોતાના સેવક યાકૂબનો ઉદ્ધાર કર્યો છે. [QBR]
યશાયા 48 : 21 (IRVGU)
તે તેઓને રણમાં દોરી લઈ ગયા તો પણ તેઓ તરસ્યા રહ્યા નહિ; [QBR] તેમણે તેઓને માટે ખડકમાંથી પાણી વહેવડાવ્યું; [QBR] વળી તેમણે ખડક ફાડ્યો અને પાણી ખળખળ વહ્યું. [QBR]
યશાયા 48 : 22 (IRVGU)
યહોવાહ કહે છે, “દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી.” [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22

BG:

Opacity:

Color:


Size:


Font: