Isaiah 46 : 1 (IRVGU)
[QS]બેલ નમી જાય છે, નબો વાંકો વળે છે; તેમની મૂર્તિઓ [QE][QS]જાનવરો પર લાદવામાં આવે છે. આ બધી મૂર્તિઓને લઈ જાય છે તે થાકેલાં જાનવરોને માટે એ મૂર્તિઓ ભારરૂપ છે. [QE]
Isaiah 46 : 2 (IRVGU)
[QS]તેઓ બધા વાંકા વળે છે અને ઘૂંટણે પડે છે; તેઓ પોતાની મૂર્તિઓને બચાવી શકતા નથી, [QE][QS]પણ તેઓ પોતે બંદીવાન થયા છે. [QE]
Isaiah 46 : 3 (IRVGU)
[QS]હે યાકૂબના વંશજો અને યાકૂબના વંશજોમાંથી શેષ રહેલા સર્વ મારું સાંભળો, [QE][QS]તમારા જન્મ અગાઉ, ગર્ભસ્થાનથી લઈને મેં તમને ઊંચકી લીધા છે: [QE]
Isaiah 46 : 4 (IRVGU)
[QS]તમારા વૃધ્ધાવસ્થા સુધી હું તે જ છું અને તમારા વાળ સફેદ થતાં સુધી હું તમને ઊંચકી લઈશ. [QE][QS]મેં તમને બનાવ્યા છે અને હું તમને સહાય કરીશ, હું તમને સુરક્ષિત સ્થાને ઊંચકી જઈશ. [QE]
Isaiah 46 : 5 (IRVGU)
[QS]તમે કોની સાથે મને સરખાવશો? અને મારા જેવું બીજું કોણ છે, જેની સાથે મારી સરખામણી કરશો? [QE]
Isaiah 46 : 6 (IRVGU)
[QS]લોકો થેલીમાંથી સોનું ઠાલવે છે અને ત્રાજવાથી ચાંદી જોખે છે. [QE][QS]તેઓ લુહારને કામે રાખે છે અને તે તેમાંથી દેવ બનાવે છે; તેઓ તેને પગે લાગે છે અને પ્રણામ કરે છે. [QE]
Isaiah 46 : 7 (IRVGU)
[QS]તેઓ મૂર્તિને પોતાના ખભા પર ઊંચકે છે; તેઓ તેને પોતાના સ્થાનમાં મૂકે છે અને તે ત્યાં જ ઊભી રહે છે અને ત્યાંથી ખસતી નથી. [QE][QS]તેઓ તેની આગળ હાંક મારે છે પણ તે ઉત્તર આપી શકતી નથી કે કોઈને સંકટમાંથી બચાવી શકતી નથી. [QE]
Isaiah 46 : 8 (IRVGU)
[QS]હે બળવાખોર લોકો, આ બાબતો પર વિચાર કરો; તેની અવગણના કરશો નહિ. [QE]
Isaiah 46 : 9 (IRVGU)
[QS]પુરાતન કાળની વસ્તુઓ વિષે વિચાર કરો, [QE][QS]કેમ કે હું ઈશ્વર છું અને બીજો કોઈ નથી, હું ઈશ્વર છું અને મારા જેવો કોઈ નથી. [QE]
Isaiah 46 : 10 (IRVGU)
[QS]હું આરંભથી પરિણામ જાહેર કરનાર અને જે થયું નથી તેની ખબર આપનાર છું. [QE][QS]હું કહું છું, “મારી યોજના પ્રમાણે થશે અને મારી ઇચ્છા પ્રમાણે હું કરીશ.” [QE]
Isaiah 46 : 11 (IRVGU)
[QS]હું પૂર્વથી એક શિકારી પક્ષીને તથા દૂર દેશમાંથી મારી પસંદગીના માણસને બોલાવું છું; [QE][QS]હા, હું બોલ્યો છું; હું તે પરિપૂર્ણ કરીશ; મેં તે નક્કી કર્યું છે, હું તે પણ કરીશ. [QE]
Isaiah 46 : 12 (IRVGU)
[QS]હે હઠીલા લોકો, જે યોગ્ય છે તે કરવાથી દૂર રહેનારા, મારું સાંભળો. [QE]
Isaiah 46 : 13 (IRVGU)
[QS]હું મારું ન્યાયીપણું પાસે લાવું છું; તે દૂર રહેનાર નથી અને હવે હું તમારો ઉધ્ધાર કરવાનો છું; [QE][QS]અને હું સિયોનનો ઉધ્ધાર કરીશ અને મારી સુંદરતા ઇઝરાયલને આપીશ. [QE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

BG:

Opacity:

Color:


Size:


Font: