Isaiah 43 : 1 (IRVGU)
પણ હવે હે યાકૂબ, તારા ઉત્પન્નકર્તા અને હે ઇઝરાયલ, તારા બનાવનાર યહોવાહ એવું કહે છે, [QBR] “તું બીશ નહિ, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે; મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે. [QBR]
Isaiah 43 : 2 (IRVGU)
જ્યારે તું પાણીમાં થઈને જઈશ, ત્યારે હું તારી સાથે હોઈશ; અને તું નદીઓમાં થઈને જઈશ, ત્યારે તેઓ તને ડુબાડશે નહિ. [QBR] જ્યારે તું અગ્નિમાં ચાલીશ, ત્યારે તને આંચ લાગશે નહિ અને જ્વાળા તને બાળશે નહિ. [QBR]
Isaiah 43 : 3 (IRVGU)
કેમ કે હું યહોવાહ તારો ઈશ્વર છું, હું ઇઝરાયલનો પવિત્ર તારો ઉધ્ધારનાર છું. [QBR] મેં તારા ઉદ્ધારના બદલામાં મિસર આપ્યો છે, તારે બદલે કૂશ તથા સબા આપ્યાં છે. [QBR]
Isaiah 43 : 4 (IRVGU)
કેમ કે તું મારી દૃષ્ટિમાં મૂલ્યવાન તથા સન્માન પામેલો છે, મેં તારા પર પ્રેમ કર્યો છે. [QBR] તેથી હું તારે બદલે માણસો અને તારા જીવને બદલે લોકો આપીશ. [QBR]
Isaiah 43 : 5 (IRVGU)
તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું; [QBR] હું તારાં સંતાન પૂર્વથી લાવીશ અને પશ્ચિમથી તેઓને એકત્ર કરીશ. [QBR]
Isaiah 43 : 6 (IRVGU)
હું ઉત્તરને કહીશ, 'તેઓને છોડી દે;' અને દક્ષિણને કહીશ, 'તેઓને અટકાવીશ નહિ;' [QBR] મારા દીકરાઓને વેગળેથી અને મારી દીકરીઓને પૃથ્વીને છેડેથી લાવ, [QBR]
Isaiah 43 : 7 (IRVGU)
જે સર્વને મારા નામમાં બોલાવવામાં આવ્યા છે, જેઓને મેં મારા મહિમાને અર્થે ઉત્પન્ન કર્યા છે તેઓને લાવ; મેં તેઓને બનાવ્યા છે; હા મેં તેઓને પેદા કર્યા છે. [QBR]
Isaiah 43 : 8 (IRVGU)
જે લોકો આંખો હોવા છતાં અંધ છે અને કાન છતાં બધિર છે, તેઓને આગળ લાવ. [QBR]
Isaiah 43 : 9 (IRVGU)
સર્વ પ્રજાઓ એકઠી થાઓ અને લોકો ભેગા થાઓ. [QBR] તેઓમાંથી કોણ આવી વાત જાહેર કરે અને અગાઉ બનેલી બિના અમને કહી સંભળાવે? [QBR] તેઓ પોતાને સાચા ઠરાવવા પોતાના સાક્ષીઓ હાજર કરે અને તેઓ સાંભળીને કહે, 'એ ખરું છે.' [QBR]
Isaiah 43 : 10 (IRVGU)
યહોવાહ કહે છે, “તમે મારા સાક્ષી છો,” અને મારા સેવકને મેં પસંદ કર્યો છે, [QBR] જેથી તમે મને જાણો અને મારો ભરોસો કરો તથા સમજો કે હું તે છું. [QBR] મારા અગાઉ કોઈ ઈશ્વર થયો નથી અને મારી પાછળ કોઈ થવાનો નથી. [QBR]
Isaiah 43 : 11 (IRVGU)
હું, હું જ યહોવાહ છું; અને મારા વિના બીજો કોઈ ઉધ્ધારક નથી. [QBR]
Isaiah 43 : 12 (IRVGU)
મેં તો જાહેર કર્યું છે, બચાવ કર્યો છે અને સંભળાવ્યું છે, કે તમારામાં કોઈ અન્ય દેવ નથી. [QBR] તમે મારા સાક્ષી છો” અને “હું જ ઈશ્વર છું” એમ યહોવાહ કહે છે. [QBR]
Isaiah 43 : 13 (IRVGU)
વળી આજથી હું તે છું [QBR] અને કોઈને મારા હાથમાંથી છોડાવનાર કોઈ નથી. હું જે કામ કરું છું તેને કોણ ઊંધું વાળશે?” [QBR]
Isaiah 43 : 14 (IRVGU)
તમારો ઉદ્ધાર કરનાર, ઇઝરાયલના પવિત્ર કહે છે: [QBR] “તમારે માટે હું બાબિલને મોકલીશ અને તેઓને બંદીવાસના રૂપમાં નીચે લઈ જઈશ [QBR] અને બાબિલનો આનંદ, વિલાપના ગીતમાં ફેરવાઈ જશે. [QBR]
Isaiah 43 : 15 (IRVGU)
હું યહોવાહ, તમારો પવિત્ર, ઇઝરાયલને ઉત્પન્ન કરનાર, તમારો રાજા છું.” [QBR]
Isaiah 43 : 16 (IRVGU)
જે યહોવાહ સમુદ્રમાં માર્ગ અને જબરાં પાણીમાં રસ્તો કરી આપે છે, [QBR]
Isaiah 43 : 17 (IRVGU)
જે રથ અને ઘોડાને, લશ્કરને તથા શૂરવીરને બહાર લાવે છે તે હું છું. તેઓ બધા સાથે પડી જશે; [QBR] તેઓ ફરી ઊઠશે નહિ; તેઓ બુઝાઈ ગયા છે, તેઓ દિવેટની જેમ હોલવાયા છે. [QBR]
Isaiah 43 : 18 (IRVGU)
તમે અગાઉની વાતોનું સ્મરણ કરશો નહિ, પુરાતન બિનાઓ ધ્યાનમાં લેશો નહિ. [QBR]
Isaiah 43 : 19 (IRVGU)
જુઓ, હું એક નવું કામ કરનાર છું; તે હમણાં શરૂ થશે; શું તમે તે સમજી શકતા નથી? [QBR] હું તો અરણ્યમાં માર્ગ તથા ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ. [QBR]
Isaiah 43 : 20 (IRVGU)
જંગલનાં હિંસક પશુઓ, શિયાળો તથા શાહમૃગો મને માન આપશે, [QBR] કારણ કે, મારા પસંદ કરેલા લોકોને પીવા માટે [QBR] હું અરણ્યમાં પાણી તથા ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપું છું. [QBR]
Isaiah 43 : 21 (IRVGU)
મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે, [QBR] જેથી તેઓ મારી સ્તુતિ કરશે. [QBR]
Isaiah 43 : 22 (IRVGU)
પણ હે યાકૂબ, તેં મને વિનંતી કરી નથી; હે ઇઝરાયલ, તું મારાથી કાયર થઈ ગયો છે. [QBR]
Isaiah 43 : 23 (IRVGU)
તારાં દહનાર્પણોનાં એક પણ ઘેટાંને તું મારી પાસે લાવ્યો નથી; [QBR] તેમ તારા યજ્ઞોથી તેં મને માન આપ્યું નથી. મેં ખાદ્યાર્પણ માગીને તારા પર બોજો ચઢાવ્યો નથી, કે ધૂપ માગીને તને કાયર કર્યો નથી. [QBR]
Isaiah 43 : 24 (IRVGU)
તેં મારા માટે નાણાં ખર્ચ્યા નથી, અગર વેચાતું લીધું નથી, કે તારા યજ્ઞોની ચરબીથી મને તૃપ્ત કર્યો નથી; [QBR] પરંતુ તેં મારા પર તારા પાપનો બોજો મૂક્યો છે અને તારા અન્યાયે મને કાયર કર્યો છે. [QBR]
Isaiah 43 : 25 (IRVGU)
હું, હા, હું એ જ છું, જે પોતાની ખાતર તારા અપરાધોને ભૂંસી નાખું છું; અને તારાં પાપોને હું સંભારીશ નહિ. [QBR]
Isaiah 43 : 26 (IRVGU)
જે થયું તે મને યાદ કરાવ. આપણે પરસ્પર વિવાદ કરીએ; તું તારી હકીકત રજૂ કર જેથી તું ન્યાયી ઠરે. [QBR]
Isaiah 43 : 27 (IRVGU)
તારા આદિપિતાએ પાપ કર્યું અને તારા આગેવાનોએ મારી વિરુદ્ધ અપરાધ કર્યો છે. [QBR]
Isaiah 43 : 28 (IRVGU)
તેથી મેં અભિષિક્ત સરદારોને ભ્રષ્ટ કર્યા છે; હું યાકૂબને વિનાશના બંધનમાં તથા ઇઝરાયલીઓને નિંદાપાત્ર કરી નાખીશ. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

BG:

Opacity:

Color:


Size:


Font: