Isaiah 42 : 1 (IRVGU)
જુઓ, આ મારો સેવક છે, એને હું નિભાવી રાખું છું; એ મારો પસંદ કરેલો છે, એના પર મારો જીવ પ્રસન્ન છે: [QBR] તેનામાં મેં મારો આત્મા મૂક્યો છે; તે વિદેશીઓમાં ન્યાય પ્રગટ કરશે. [QBR]
Isaiah 42 : 2 (IRVGU)
તે બૂમ પાડશે નહિ કે પોતાનો અવાજ ઊંચો કરશે નહિ, તથા રસ્તામાં પોતાની વાણી સંભળાવશે નહિ. [QBR]
Isaiah 42 : 3 (IRVGU)
છુંદાયેલા બરુને તે ભાંગી નાખશે નહિ અને મંદ મંદ સળગતી દિવેટને તે હોલવશે નહિ: [QBR] તે વિશ્વાસુપણાથી ન્યાય કરશે. [QBR]
Isaiah 42 : 4 (IRVGU)
તે નિર્બળ થશે નહિ કે નિરાશ થશે નહિ [QBR] ત્યાં સુધી તે પૃથ્વી પર ન્યાય સ્થાપે નહિ; [QBR] અને ટાપુઓ તેના નિયમની વાત જોશે. [QBR]
Isaiah 42 : 5 (IRVGU)
આ ઈશ્વર યહોવાહ, [QBR] આકાશોને ઉત્પન્ન કરનાર અને તેઓને પ્રસારનાર, પૃથ્વી તથા તેમાંથી જે નીપજે છે તેને ફેલાવનાર; [QBR] તે પરના લોકોને શ્વાસ આપનાર તથા જે જીવે છે તેઓને જીવન આપનારની આ વાણી છે. [QBR]
Isaiah 42 : 6 (IRVGU)
“મેં યહોવાહે, તેને ન્યાયીપણામાં બોલાવ્યો છે અને તેનો હાથ હું પકડી રાખીશ, [QBR] હું તારું રક્ષણ કરીશ, વળી તને લોકોનાં હકમાં કરારરૂપ અને વિદેશીઓને પ્રકાશ આપનાર કરીશ, [QBR]
Isaiah 42 : 7 (IRVGU)
જેથી તું અંધજનોની આંખોને ઉઘાડે, બંદીખાનામાંથી બંદીવાનોને [QBR] અને કારાગૃહના અંધકારમાં બેઠેલાઓને બહાર કાઢે. [QBR]
Isaiah 42 : 8 (IRVGU)
હું યહોવાહ છું, એ જ મારું નામ છે; [QBR] હું મારું ગૌરવ બીજાને તથા મારી સ્તુતિ કોરેલી મૂર્તિઓને આપવા દઈશ નહિ. [QBR]
Isaiah 42 : 9 (IRVGU)
જુઓ, અગાઉની બિનાઓ થઈ ચૂકી છે, [QBR] હવે હું નવી ઘટનાઓની ખબર આપું છું. [QBR] તે ઘટનાઓ બન્યા પહેલાં હું તમને તે કહી સંભાળવું છું.” [QBR]
Isaiah 42 : 10 (IRVGU)
યહોવાહની સમક્ષ નવું ગીત ગાઓ અને પૃથ્વીના છેડા સુધી તેમના સ્તોત્ર ગાઓ; [QBR] સમુદ્રમાં પર્યટન કરનાર તથા તેમાં સર્વ રહેનારા ટાપુઓ તથા તેઓના રહેવાસીઓ. [QBR]
Isaiah 42 : 11 (IRVGU)
અરણ્ય તથા નગરો પોકાર કરશે, કેદારે વસાવેલાં ગામડાં હર્ષનાદ કરશે! [QBR] સેલાના રહેવાસીઓ ગાઓ, પર્વતોનાં શિખર પરથી તેઓ બૂમ પાડો. [QBR]
Isaiah 42 : 12 (IRVGU)
તેઓ યહોવાહને મહિમા આપે અને ટાપુઓમાં તેમની સ્તુતિ પ્રગટ કરે. [QBR]
Isaiah 42 : 13 (IRVGU)
યહોવાહ વીરની જેમ બહાર આવશે; તે યોદ્ધાની જેમ આવેશને પ્રગટ કરશે; [QBR] તે મોટેથી પોકારશે, હા, તે રણનાદ કરશે; તે પોતાના વૈરીઓને પોતાનું પરાક્રમ બતાવશે. [QBR]
Isaiah 42 : 14 (IRVGU)
હું ઘણીવાર સુધી છાનો રહ્યો છું; શાંત રહીને મેં પોતાને કબજે રાખ્યો છે; લાંબા વખત સુધી હું શાંત રહ્યો છું, [QBR] હવે હું જન્મ આપનાર સ્રીની જેમ પોકારીશ; હું હાંફીશ તથા ઝંખના કરીશ. [QBR]
Isaiah 42 : 15 (IRVGU)
હું પર્વતોને તથા ડુંગરોને ઉજ્જડ કરીશ અને તેમની સર્વ લીલોતરીને સૂકવી નાખીશ; [QBR] અને હું નદીઓને બેટ કરી નાખીશ અને તળાવોને સૂકવી નાખીશ. [QBR]
Isaiah 42 : 16 (IRVGU)
જે માર્ગ અંધજનો જાણતા નથી તે પર હું તેઓને ચલાવીશ; જે માર્ગોની તેઓને માહિતી નથી, તેઓ પર હું તેઓને ચાલતા કરીશ. [QBR] તેઓની સંમુખ હું અંધકારને અજવાળારૂપ અને ખરબચડી જગાઓને સપાટ કરીશ. [QBR] આ બધાં કામ હું કરવાનો છું અને તેઓને પડતા મૂકીશ નહિ. [QBR]
Isaiah 42 : 17 (IRVGU)
જેઓ કોરેલી મૂર્તિઓ પર ભરોસો રાખે છે અને ઢાળેલી મૂર્તિઓને કહે છે, “તમે અમારા દેવ છો,” [QBR] તેઓ પાછા ફરશે, તેઓ લજ્જિત થશે. [QBR]
Isaiah 42 : 18 (IRVGU)
હે બધિરજનો, સાંભળો; અને હે અંધજનો, નજર કરીને જુઓ. [QBR]
Isaiah 42 : 19 (IRVGU)
મારા સેવક જેવો આંધળો કોણ? મારા મોકલેલા સંદેશવાહક જેવો બધિર કોણ છે? [QBR] મારા કરારના સહભાગી જેવો અંધ અને યહોવાહના સેવક જેવો અંધ કોણ છે? [QBR]
Isaiah 42 : 20 (IRVGU)
તેં ઘણી બાબતો જોઈ છે પણ તેમને નિહાળી નથી, તારા કાન ઉઘાડા છે, પણ તું સાંભળતો નથી. [QBR]
Isaiah 42 : 21 (IRVGU)
યહોવાહ પોતાના દૃઢ હેતુને લીધે, નિયમશાસ્ત્રનું માહાત્મ્ય વધારવા તથા તેના ન્યાયની સ્તુતિ કરવા રાજી થયા. [QBR]
Isaiah 42 : 22 (IRVGU)
પણ આ લોક ખુવાર થયેલા તથા લૂંટાયેલા છે; [QBR] તેઓ સર્વ ખાડાઓમાં ફસાયેલા, કારાગૃહોમાં પુરાયેલા છે; [QBR] તેઓ લૂંટ સમાન થઈ ગયા છે, તેમને છોડાવનાર કોઈ નથી અને “તેઓને પાછા લાવો” એવું કહેનાર કોઈ નથી. [QBR]
Isaiah 42 : 23 (IRVGU)
તમારામાંનો કોણ આને કાન દેશે? ભવિષ્યમાં કોણ ધ્યાન દઈને સાંભળશે? [QBR]
Isaiah 42 : 24 (IRVGU)
કોણે યાકૂબને લૂંટારાઓને સોંપ્યો છે તથા ઇઝરાયલને લૂંટનારાઓને સ્વાધીન કર્યો છે? [QBR] જે યહોવાહની વિરુદ્ધ આપણે પાપ કર્યું છે તેમણે શું એમ કર્યું નથી? [QBR] તેઓ તેમના માર્ગોમાં ચાલવાને રાજી નહોતા અને તેમના નિયમશાસ્ત્રનું કહેવું તેઓએ સાંભળ્યું નહિ. [QBR]
Isaiah 42 : 25 (IRVGU)
માટે તેમણે પોતાનો ઉગ્ર કોપ તથા યુદ્ધનો ખેદ તેમના પર રેડી દીધો. [QBR] તેમણે તેને ચારેતરફ સળગાવી દીધો, તોપણ તે સમજ્યો નહિ; વળી તેને બાળ્યો, તોપણ તેણે પરવા કરી નહિ. [PE]
❮
❯