Isaiah 30 : 1 (IRVGU)
યહોવાહ કહે છે, “બળવાખોર સંતાનોને અફસોસ!” [QBR] “તેઓ યોજનાઓ કરે છે, પણ મારી નહિ; તેઓ અન્ય દેશો સાથે સંધિઓ કરે છે, પણ તે મારા આત્માને અનુસરીને નહિ, [QBR] તેથી તેઓ પાપ ઉપર પાપ ઉમેરે છે. [QBR]
Isaiah 30 : 2 (IRVGU)
તેઓ મને પૂછયા વિના મિસરમાં ચાલ્યા જાય છે. [QBR] તેઓ ફારુનથી રક્ષણ મેળવવા અને મિસરની છાયામાં શરણ શોધે છે. [QBR]
Isaiah 30 : 3 (IRVGU)
તેથી ફારુનનું રક્ષણ તે તારા માટે શરમરૂપ [QBR] અને મિસરની છાયામાં આશ્રય તને અપમાનરૂપ થશે. [QBR]
Isaiah 30 : 4 (IRVGU)
જો કે તેના સરદારો સોઆનમાં છે અને તેના સંદેશવાહકો હાનેસ પહોંચ્યા છે. [QBR]
Isaiah 30 : 5 (IRVGU)
તોપણ જે લોકોથી તેઓને મદદ મળવાની નથી, જેઓ સહાયકારને ઉપયોગી થવાના નથી, [QBR] પણ લજ્જાસ્પદ તથા અપમાનકારક છે, તેઓનાથી તેઓ સર્વ લજ્જિત થશે.” [PE][PS]
Isaiah 30 : 6 (IRVGU)
નેગેવનાં પશુઓ વિષે ઈશ્વરવાણી: [QBR] દુઃખ તથા સંકટનો દેશ કે જેમાંથી સિંહ તથા સિંહણ, નાગ તથા ઊડતા સર્પ આવે છે, તેમાં થઈને તેઓ, [QBR] જે લોકોથી તેમને મદદ થઈ શકે નહિ, [QBR] તેઓની પાસે ગધેડાની પીઠ પર પોતાનું દ્રવ્ય, તથા ઊંટોની પીઠ પર પોતાના ખજાના લાદીને લઈ જાય છે. [QBR]
Isaiah 30 : 7 (IRVGU)
પણ મિસરની સહાય વ્યર્થ છે; [QBR] તે માટે મેં તેનું નામ બેસી રહેનારી રાહાબ પાડ્યું છે. [QBR]
Isaiah 30 : 8 (IRVGU)
પ્રભુએ મને કહ્યું, હવે ચાલ, તેઓની રુબરુ એક પાટી પર લખ અને તેને ટીપણાંમા કોતરી નાખ, [QBR] જેથી તે ભવિષ્યમાં સદાને માટે સાક્ષી તરીકે રહે. [QBR]
Isaiah 30 : 9 (IRVGU)
કેમ કે આ લોકો બળવાખોર, જૂઠાં સંતાનો છે, [QBR] તેઓ યહોવાહનું શિક્ષણ સાંભળવાને ચાહતા નથી એવા છે. [QBR]
Isaiah 30 : 10 (IRVGU)
તેઓ દૃષ્ટાઓને કહે છે, “તમે દર્શન જોશો નહિ;” [QBR] અને પ્રબોધકોને કહે છે, “અમને સત્યની સીધી ભવિષ્યવાણી કહેશો નહિ; [QBR] પણ અમને મીઠી મીઠી વાતો કહો અને ઠગાઈની ભવિષ્યવાણી કહો; [QBR]
Isaiah 30 : 11 (IRVGU)
માર્ગમાંથી નીકળી જાઓ; રસ્તા પરથી બાજુએ ખસી જાઓ; [QBR] અમારી આગળથી ઇઝરાયલના પવિત્રને દૂર કરો.” [QBR]
Isaiah 30 : 12 (IRVGU)
તેથી ઇઝરાયલના પવિત્ર એવું કહે છે, [QBR] “કેમ કે તમે આ વાતને નકારો છો [QBR] અને જુલમ પર તથા કુટિલતા પર ભરોસો અને આધાર રાખો છો, [QBR]
Isaiah 30 : 13 (IRVGU)
માટે તમારાં આ પાપ [QBR] ઊંચી ભીંતમાં પડેલી પહોળી ફાટ જેવાં છે, [QBR] તે ભીંત પળવારમાં અકસ્માતે તૂટી પડે છે, તેના જેવા તમારા હાલ થશે. [QBR]
Isaiah 30 : 14 (IRVGU)
કુંભારનું વાસણ તૂટી જાય છે તે પ્રમાણે તે તેને ભાગી નાખશે; [QBR] અને દયા રાખ્યા વગર તેના એવી રીતે ચૂરેચૂરા કરશે કે, [QBR] એના કકડામાંથી ચૂલામાંથી આગ લેવા માટે ઠીકરું સરખુંય મળશે નહિ. [QBR]
Isaiah 30 : 15 (IRVGU)
પ્રભુ યહોવાહ ઇઝરાયલના, પવિત્ર કહે છે કે, [QBR] “પાછા ફરવાથી અને શાંત રહેવાથી તમે બચી જશો; શાંત રહેવામાં તથા ભરોસો રાખવામાં તમારું સામર્થ્ય હશે. [QBR] પણ તમે એમ કરવા ચાહ્યું નહિ. [QBR]
Isaiah 30 : 16 (IRVGU)
ઊલટું તમે કહ્યું, 'ના, [QBR] અમે તો ઘોડેસવાર થઈને નાસી જવાના,' તે માટે તમે નાસશો જ; [QBR] અને તમે કહ્યું, 'અમે વેગવાન ઘોડા પર સવારી કરવાના,' તે માટે જે કોઈ તમારી પાછળ પડનાર છે તેઓ પણ વેગવાન થશે. [QBR]
Isaiah 30 : 17 (IRVGU)
એકની ધમકીથી એક હજાર નાસી જશે; [QBR] પાંચની ધમકીથી તમે બધા નાસી જશો [QBR] અને તમે માત્ર પર્વત પરના ધ્વજદંડ જેવા અને ડુંગર પર નિશાનના જેવા થોડા જ રહી જશો.” [QBR]
Isaiah 30 : 18 (IRVGU)
તે માટે યહોવાહ તમારા પર દયા કરવાની રાહ જોશે. તેથી તમારા પર કૃપા કરવા માટે તે ઉચ્ચસ્થાને બેસશે. [QBR] કેમ કે યહોવાહ ન્યાયના ઈશ્વર છે; જેઓ તેમની વાટ જુએ છે તેઓ સર્વ પરમસુખી છે. [QBR]
Isaiah 30 : 19 (IRVGU)
હે યરુશાલેમમાં સિયોન પર રહેનારી પ્રજા, તું ફરી રડીશ નહિ. [QBR] તારા પોકારનો અવાજ સાંભળીને તે તારા પર દયા કરશે જ કરશે. તે સાંભળતાં જ તને ઉત્તર આપશે. [QBR]
Isaiah 30 : 20 (IRVGU)
જોકે યહોવાહ તમને સંકટરૂપી રોટલી તથા વિપત્તિરૂપી પાણી આપે છે, [QBR] તોપણ તમારા શિક્ષક ફરી સંતાશે નહિ, પણ તમારી આંખો તમારા શિક્ષકને જોશે. [QBR]
Isaiah 30 : 21 (IRVGU)
જ્યારે તમે જમણી કે ડાબી બાજુ ફરશો ત્યારે તમારા કાન તમારી પાછળથી આવતા આવા અવાજને સાંભળશે કે, [QBR] “આ માર્ગ છે, તે પર તમે ચાલો.” [QBR]
Isaiah 30 : 22 (IRVGU)
વળી તમે ચાંદીની મૂર્તિઓ પર મઢેલા પડને તથા તમારી સોનેરી મૂર્તિઓ પર ચઢાવેલા ઢોળને અશુદ્ધ કરશો. [QBR] તું તેમને અશુદ્ધ વસ્તુની જેમ ફેંકી દેશે. તું તેને કહેશે, “અહીંથી ચાલી જા.” [QBR]
Isaiah 30 : 23 (IRVGU)
જે ભૂમિમાં તું તારું બીજ વાવશે, તે પર તે વરસાદ વરસાવશે [QBR] તથા તે ભૂમિમાં પુષ્કળ અનાજ અને રોટલી ઉત્પન્ન કરશે, [QBR] તે દિવસે તારાં જાનવરો મોટાં બીડમાં ચરશે. [QBR]
Isaiah 30 : 24 (IRVGU)
ભૂમિ ખેડનાર બળદો અને ગધેડાં મોસમ પ્રમાણેનો, [QBR] સલૂણો તથા સારી પેઠે ઊપણેલો ચારો ખાશે. [QBR]
Isaiah 30 : 25 (IRVGU)
વળી કતલને મોટે દિવસે જ્યારે બુરજો પડશે [QBR] સર્વ ઊંચા પર્વત પર અને સર્વ ઊંચા ડુંગર પર પાણીનાં નાળાં અને ઝરણાં વહેશે. [QBR]
Isaiah 30 : 26 (IRVGU)
ચંદ્રનું અજવાળું સૂર્યના અજવાળા સરખું થશે અને સૂર્યનું અજવાળું સાતગણું, સાત દિવસના અજવાળા સમાન થશે. [QBR] યહોવાહ પોતાના લોકોના ઘાને પાટા બાંધશે અને તેઓના ઘા મટાડશે તે દિવસે એમ થશે. [QBR]
Isaiah 30 : 27 (IRVGU)
જુઓ, યહોવાહનું નામ બળતા રોષ તથા ઊડતા ધુમાડા સાથે દૂરથી આવે છે. [QBR] તેઓના હોઠો કોપથી ભરેલા છે અને તેમની જીભ બળતા અગ્નિ સરખી છે. [QBR]
Isaiah 30 : 28 (IRVGU)
તેઓનો શ્વાસ ગળા સુધી પહોંચતી ઊભરાતી નદી જેવો છે, [QBR] જેથી તે વિનાશની ચાળણીએ પ્રજાઓને ચાળે; લોકોના મુખમાં ભ્રાંતિકારક લગામ નાખવામાં આવશે. [QBR]
Isaiah 30 : 29 (IRVGU)
પર્વની રાત્રે જેમ ગીતો ગવાય છે તેમ ગાયન કરશો [QBR] અને યહોવાહના પર્વત પર ઇઝરાયલના ખડકની પાસે વાંસળી વગાડતા વગાડતા જનાર માણસની જેમ તમે મનમાં આનંદ કરશો. [QBR]
Isaiah 30 : 30 (IRVGU)
યહોવાહ પોતાની વિજયી ગર્જના સંભળાવશે અને [QBR] ઉગ્ર કોપથી, બળતા અગ્નિની જવાળાથી, આંધીથી, મુશળધાર વરસાદથી તથા કરાથી તે શત્રુઓને પોતાના ભુજનું સામર્થ્ય દેખાડશે. [QBR]
Isaiah 30 : 31 (IRVGU)
કેમ કે યહોવાહની વાણીથી આશૂર ભયભીત થશે, તે તેને સોટીથી મારશે. [QBR]
Isaiah 30 : 32 (IRVGU)
યહોવાહ જે નીમેલી લાકડીનો ફટકો તેને મારશે તેનો દરેક ફટકો [QBR] ખંજરી તથા વીણાના સૂર સાથે મારવામાં આવશે; અને થથરાવી નાખનારી લડાઈઓમાં તે તેઓની સાથે લડશે. [QBR]
Isaiah 30 : 33 (IRVGU)
કેમ કે પૂર્વકાળથી સળગનાર સ્થાન તૈયાર કરી રાખેલું છે. હા, તે રાજાને માટે તૈયાર કરેલું છે; અને ઈશ્વરે તેને ઊંડું તથા પહોળું કર્યું છે. [QBR] એની ચિતામાં અગ્નિ તથા પુષ્કળ લાકડા છે. [QBR] યહોવાહનો શ્વાસ ગંધકના પ્રવાહની જેમ તેને સળગાવે છે. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33

BG:

Opacity:

Color:


Size:


Font: