Isaiah 29 : 1 (IRVGU)
અરે અરીએલ, અરીએલ, દાઉદની છાવણીના નગર, તને અફસોસ! [QBR] એક પછી એક વર્ષ વીતી જવા દો; વારાફરતી પર્વો આવ્યા કરો. [QBR]
Isaiah 29 : 2 (IRVGU)
પછી હું અરીએલને સંકટમાં નાખીશ, ત્યાં શોક અને વિલાપ થઈ રહેશે; [QBR] અને તે મારી આગળ વેદી જેવું જ થશે. [QBR]
Isaiah 29 : 3 (IRVGU)
હું તારી આસપાસ ફરતી છાવણી રાખીશ [QBR] અને કિલ્લા બાંધી તને ઘેરો નાખીશ અને તારી સામે મોરચા ઊભા કરીશ. [QBR]
Isaiah 29 : 4 (IRVGU)
તને નીચે પાડવામાં આવશે અને તું ભૂમિમાંથી બોલશે; ધૂળમાંથી તારી ધીમી વાણી સંભળાશે. [QBR] તારો અવાજ ભૂમિમાંથી સાધેલા અશુદ્ધ આત્માના જેવો આવશે અને તારો બોલ ધીમે સ્વરે ધૂળમાંથી આવશે. [QBR]
Isaiah 29 : 5 (IRVGU)
વળી તારા પર ચઢાઈ કરનારાઓ ઝીણી ધૂળના જેવા અને તને પીડા આપનારાનો સમુદાય પવનમાં ઊડી જતાં ફોતરાંના જેવો થશે. [QBR] હા, તે અચાનક અને પળવારમાં થશે. [QBR]
Isaiah 29 : 6 (IRVGU)
સૈન્યોના યહોવાહ [QBR] મેઘગર્જના, ધરતીકંપ, મોટા અવાજ, વંટોળિયા, આંધી અને ગળી જનાર અગ્નિની જ્વાળાઓ મારફતે તને સજા કરશે. [QBR]
Isaiah 29 : 7 (IRVGU)
જે સર્વ પ્રજાઓ અરીએલની સામે લડે છે; [QBR] એટલે જે સર્વ તેની તથા તેના કિલ્લાની સામે લડીને તેને સંકટમાં નાખે છે, [QBR] તેઓનો સમુદાય સ્વપ્ન જેવો અને રાત્રીના આભાસ જેવો થઈ જશે. [QBR]
Isaiah 29 : 8 (IRVGU)
જેમ ભૂખ્યા માણસને સ્વપ્ન આવે છે કે તે ખાય છે; પણ જ્યારે તે જાગે છે ત્યારે તો તે ભૂખ્યો ને ભૂખ્યો જ હોય છે. [QBR] જેમ તરસ્યાને સ્વપ્ન આવે છે, તેમાં તે પાણી પીએ છે; પણ જ્યારે તે જાગે છે ત્યારે હજી તે તરસને કારણે બેભાન જેવી અવસ્થામાં હોય છે. [QBR] તે પ્રમાણે સિયોન પર્વતની સામે લડનારી સર્વ પ્રજાઓના સમુદાયને થશે. [QBR]
Isaiah 29 : 9 (IRVGU)
વિસ્મિત થઈને અચંબો પામો; પોતાને અંધ કરીને દૃષ્ટિહીન થઈ જાઓ! [QBR] ભાન ભૂલેલા થાઓ, પણ દ્રાક્ષારસથી નહિ; લથડિયાં ખાઓ પણ દારૂથી નહિ. [QBR]
Isaiah 29 : 10 (IRVGU)
કેમ કે યહોવાહે ભર ઊંઘનો આત્મા તમારી પર રેડ્યો છે. [QBR] તેમણે તમારી આંખો એટલે પ્રબોધકોને બંધ કર્યા છે અને તમારાં શિર એટલે દ્રષ્ટાઓને ઢાંકી દીધા છે. [PE][PS]
Isaiah 29 : 11 (IRVGU)
આ સર્વનું દર્શન તમારી આગળ મહોરથી બંધ કરેલા લેખના જેવું છે; લોકો જે ભણેલા છે તેને તે આપીને કહે છે, “આ વાંચ.” તે કહે છે, “હું તે વાંચી શકતો નથી, કારણ કે તે પર મહોર મારેલી છે.”
Isaiah 29 : 12 (IRVGU)
પછી તે લેખ અભણને આપવામાં આવે છે અને તેને કહે છે, “આ વાંચ,” તે કહે છે, “મને વાંચતા આવડતું નથી.” [QBR]
Isaiah 29 : 13 (IRVGU)
પ્રભુ કહે છે, “આ લોકો તેમના મુખથી જ મારી પાસે આવે છે [QBR] અને કેવળ હોઠોથી મને માન આપે છે, પરંતુ તેઓએ પોતાનું હૃદય મારાથી દૂર રાખ્યું છે. [QBR] તેઓ મારો જે આદર કરે છે તે માત્ર માણસોએ શીખવેલી આજ્ઞા છે. [QBR]
Isaiah 29 : 14 (IRVGU)
તેથી, જુઓ, આ લોકમાં અદ્દભુત કામ, હા, મહાન તથા અજાયબ કામ ફરીથી કરવાનો છું. [QBR] તેઓના જ્ઞાનીઓનું ડહાપણ નષ્ટ થશે અને તેઓના બુદ્ધિમાનોની બુદ્ધિનો લોપ થઈ જશે. [QBR]
Isaiah 29 : 15 (IRVGU)
જેઓ યહોવાહથી પોતાની યોજનાઓ સંતાડવાને ઊંડો વિચાર કરે છે [QBR] અને જેઓ અંધકારમાં કામ કરે છે. તેઓ કહે છે, “અમને કોણ જુએ છે, અમારા વિષે કોણ જાણે છે? તેઓને અફસોસ! [QBR]
Isaiah 29 : 16 (IRVGU)
તમે વસ્તુઓને ઊંધી સીધી કરો છો! શું કુંભાર માટીની બરાબર ગણાય, [QBR] એવી રીતે કે, કૃત્યો પોતાના કર્તા વિષે કહે, “તેણે મને બનાવ્યો નથી,” [QBR] અથવા જે વસ્તુની રચના થયેલી છે તે પોતાના રચનારને કહેશે કે, “તે મને સમજી શકતો નથી?” [QBR]
Isaiah 29 : 17 (IRVGU)
થોડી જ વારમાં, [QBR] લબાનોન વાડી થઈ જશે અને વાડી વન થઈ જશે. [QBR]
Isaiah 29 : 18 (IRVGU)
તે દિવસે બધિરજનો પુસ્તકનાં વચનો સાંભળશે [QBR] અને અંધની આંખો ગહન અંધકારમાં જોશે. [QBR]
Isaiah 29 : 19 (IRVGU)
દીનજનો યહોવાહમાં આનંદ કરશે [QBR] અને દરિદ્રી માણસો ઇઝરાયલના પવિત્રમાં હરખાશે. [QBR]
Isaiah 29 : 20 (IRVGU)
કેમ કે જુલમીનો અંત આવ્યો છે અને નિંદકને ખતમ કરવામાં આવ્યો છે. જે કોઈ દુષ્ટતા કરવાનું ચાહે છે તેઓ સર્વને નાબૂદ કરવામાં આવશે, [QBR]
Isaiah 29 : 21 (IRVGU)
તેઓ તો દાવામાં માણસને ગુનેગાર ઠરાવનાર છે. તેને માટે જાળ બિછાવે છે [QBR] તેઓ દરવાજા આગળ ન્યાય ઇચ્છે છે પરંતુ ન્યાયને ખાલી જુઠાણાથી નીચે પાડે છે. [QBR]
Isaiah 29 : 22 (IRVGU)
તેથી જેણે ઇબ્રાહિમનો ઉદ્ધાર કર્યો, તે યહોવાહ યાકૂબના કુટુંબ વિષે કહે છે: [QBR] “યાકૂબને કદી શરમાવું પડશે નહિ, તેનો ચહેરો ઊતરી જશે નહિ. [QBR]
Isaiah 29 : 23 (IRVGU)
પરંતુ જ્યારે પોતાની મધ્યે પોતાના સંતાનો એટલે મારા હાથની કૃતિઓને જોશે, ત્યારે તેઓ મારા નામને પવિત્ર માનશે. [QBR] તેઓ યાકૂબના પવિત્રને પવિત્ર માનશે અને ઇઝરાયલના ઈશ્વરના આદરમાં ઊભા રહેશે. [QBR]
Isaiah 29 : 24 (IRVGU)
આત્મામાં જેઓ ભૂલા પડેલા હતા તેઓ સમજ પામશે અને ફરિયાદીઓ ડહાપણ પામશે.” [PE]
❮
❯