Isaiah 1 : 1 (IRVGU)
Isaiah 1 : 2 (IRVGU)
યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ અને હિઝકિયાની કારકિર્દીમાં આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ વિષે જે સંદર્શન થયું તે. હે આકાશો અને પૃથ્વી સાંભળો; કારણ કે યહોવાહ બોલ્યા છે: “મેં બાળકોને ઉછેરીને મોટાં કર્યાં પણ તેઓએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે.
Isaiah 1 : 3 (IRVGU)
બળદ પોતાના માલિકને ઓળખે છે અને ગદર્ભ પોતાના માલિકની ગભાણને ઓળખે છે, પણ ઇઝરાયલ જાણતો નથી, ઇઝરાયલ સમજતો નથી.”
Isaiah 1 : 4 (IRVGU)
ઓહ! પ્રજાઓ, પાપીઓ, અપરાધોથી લદાયેલા લોકો, હે ખોટું કરનારનાં સંતાનો, હે સ્વછંદી સંતાનો! તેઓએ યહોવાહનો ત્યાગ કર્યો છે, ઇઝરાયલના પવિત્ર ઈશ્વરને ધિક્કાર્યા છે. તેઓ વિમુખ થઈને પાછા ફરી ગયા છે.
Isaiah 1 : 5 (IRVGU)
શું હજુ તમારે વધારે માર ખાવો છે કે તમે બળવો કર્યા કરો છો? આખું માથું રોગિષ્ઠ, આખું હૃદય કમજોર છે.
Isaiah 1 : 6 (IRVGU)
પગના તળિયાથી તે માથા સુધી કોઈ અંગ સાજું નથી; ફક્ત ઘા અને સોળ તથા પાકેલા જખમ છે; તેમને દબાવીને પરુ કાઢવામાં આવ્યું નથી, ઘા સાફ કર્યા નથી, નથી પાટા બાંધ્યા કે નથી તેમને તેલથી નરમ કરવામાં આવ્યા.
Isaiah 1 : 7 (IRVGU)
તમારો દેશ ઉજ્જડ થઈ ગયો છે; તમારાં નગરો આગથી બાળી નાખવામાં આવ્યાં છે; તમારી હાજરીમાં તમારાં ખેતરોને પારકાઓએ ખેદાનમેદાન કરી નાખ્યાં છે - તેથી તમારી ભૂમિ ઉજ્જડ થઈ ગઈ છે.
Isaiah 1 : 8 (IRVGU)
સિયોનની દીકરી દ્રાક્ષાવાડીના માંડવા જેવી, કાકડીની વાડીના માળા જેવી, ઘેરેલા નગર જેવી છે.
Isaiah 1 : 9 (IRVGU)
જો સૈન્યોના યહોવાહે આપણે માટે નાનો સરખો શેષ રહેવા દીધો ન હોત, તો આપણે સદોમ અને ગમોરાના જેવા થઈ ગયા હોત.
Isaiah 1 : 10 (IRVGU)
હે સદોમના રાજકર્તાઓ, તમે યહોવાહની વાત સાંભળો; હે ગમોરાના લોકો, આપણા ઈશ્વરના નિયમ પ્રત્યે કાન દો:
Isaiah 1 : 11 (IRVGU)
યહોવાહ કહે છે, “મારી આગળ તમે અસંખ્ય યજ્ઞો કરો છો તે મારે શા કામના?” “હું ઘેટાના દહનાર્પણથી તથા પુષ્ટ જાનવરોના મેદથી ધરાઈ ગયો છું; અને બળદો, હલવાન, તથા બકરાનું રક્ત મને પ્રસન્ન કરતું નથી.
Isaiah 1 : 12 (IRVGU)
જયારે તમે મારી સંમુખ આવો છો, ત્યારે મારાં આંગણાં તમે પગ નીચે કચડો છો, એમ કરવાનું કોણે તમારી પાસે માગ્યું છે?
Isaiah 1 : 13 (IRVGU)
તમારા વ્યર્થ અર્પણો લાવશો નહિ; ધૂપ તો મને ધિક્કારપાત્ર લાગે છે; ચંદ્રદર્શન તથા સાબ્બાથની સભાઓ! હું આ દુષ્ટ સભાઓ સહન કરી શકતો નથી.
Isaiah 1 : 14 (IRVGU)
તમારા ચદ્રદર્શનને અને તમારાં પર્વોને મારો આત્મા ધિક્કારે છે; તેઓ મને બોજારૂપ છે; હું તે સહન કરીને થાકી ગયો છું.
Isaiah 1 : 15 (IRVGU)
તેથી જ્યારે તમે પ્રાર્થનામાં હાથ જોડશો, ત્યારે હું મારી નજર ફેરવી લઈશ. જો કે તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, તો પણ હું સાંભળનાર નથી; કેમ કે તમારા હાથ રક્તથી ભરેલા છે.
Isaiah 1 : 16 (IRVGU)
સ્નાન કરો અને શુદ્ધ થાઓ; મારી આંખ આગળથી તમારાં દુષ્ટ કાર્યો દૂર કરો; ભૂંડું કરવું બંધ કરો;
Isaiah 1 : 17 (IRVGU)
સારું કરતા શીખો; ન્યાય શોધો, જુલમથી દુ:ખી થયેલાંને મદદ કરો, અનાથને ઇનસાફ આપો, વિધવાની હિમાયત કરો.”
Isaiah 1 : 18 (IRVGU)
યહોવાહ કહે છે, “આવો, આપણે વિવાદ કરીએ” “તમારાં પાપ જો કે લાલ વસ્ત્રના જેવાં હોય, તો પણ તેઓ હિમ સરખાં શ્વેત થશે; જો તે કિરમજના જેવાં રાતાં હોય, તો પણ તેઓ ઊન સરખાં થશે.
Isaiah 1 : 19 (IRVGU)
જો તમે ખુશીથી મારી આજ્ઞા પ્રમાણે કરશો, તો તમે ભૂમિની ઉત્તમ પેદાશ ખાશો;
Isaiah 1 : 20 (IRVGU)
પણ જો તમે ઇનકાર કરશો અને બળવો કરશો, તો તમે તરવારથી માર્યા જશો,” કેમ કે આ યહોવાહના મુખનું વચન છે.
Isaiah 1 : 21 (IRVGU)
વિશ્વાસુ નગર કેમ વ્યભિચારી થઈ ગયું છે! તે ઇનસાફથી, ન્યાયપણાથી ભરપૂર હતું, પણ હવે તે ખૂનીઓથી ભરપૂર છે.
Isaiah 1 : 22 (IRVGU)
તારી ચાંદી ભેળસેળવાળી થઈ ગઈ છે, તારો દ્રાક્ષારસ પાણીથી મિશ્રિત થયેલો છે.
Isaiah 1 : 23 (IRVGU)
તારા રાજકર્તાઓ બળવાખોર અને ચોરોના સાથીઓ થયા છે; તેઓમાંના દરેક લાંચના લાલચુ છે અને નજરાણાં પાછળ દોડે છે; તેઓ અનાથનું રક્ષણ કરતા નથી, અને વિધવાઓની ન્યાયી અરજ તેઓ સાંભળતા નથી.
Isaiah 1 : 24 (IRVGU)
તેથી સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના સામર્થ્યવાન પ્રભુ, એવું કહે છે: “તેઓને અફસોસ! હું મારા શત્રુઓ પર વેર વાળીશ અને મારા દુશ્મનોને હું બદલો વાળી આપીશ;
Isaiah 1 : 25 (IRVGU)
તારા પર હું મારો હાથ ઉગામીશ, તારામાંથી ભેળસેળ અને સર્વ અશુદ્ધિઓ દૂર કરીશ.
Isaiah 1 : 26 (IRVGU)
આદિકાળની જેમ હું તારા ન્યાયાધીશોને, અને પૂર્વકાળની જેમ તારા મંત્રીઓને પાછા લાવીશ; ત્યાર પછી તારું નામ ન્યાયી અને વિશ્વાસુ નગર કહેવાશે.”
Isaiah 1 : 27 (IRVGU)
સિયોન ઇનસાફથી, અને પ્રભુ પાસે તેના પાછા ફરનારા ન્યાયીપણાથી ઉદ્વાર પામશે.
Isaiah 1 : 28 (IRVGU)
પણ બળવાખોરો તથા પાપીઓનો વિનાશ થશે અને યહોવાહથી વિમુખ થનાર નાશ પામશે.
Isaiah 1 : 29 (IRVGU)
“કેમ કે જે એલોન વૃક્ષોને તમે ચાહતા હતા તેને લીધે તમે શરમાશો અને જે બગીચાને તમે પસંદ કર્યા હતા તેઓથી તમે લજ્જિત થશો.
Isaiah 1 : 30 (IRVGU)
જે એલોન વૃક્ષનાં પાંદડાં ખરી પડે છે, અને જે બગીચામાં પાણી નથી, તેના જેવા તમે થશો.
Isaiah 1 : 31 (IRVGU)
વળી જે બળવાન છે તે શણના કચરા જેવો અને તેનું કામ ચિનગારી જેવું થશે; તેઓ બન્ને સાથે બળશે અને તેને હોલવનાર કોઈ મળશે નહિ.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31