Hosea 10 : 1 (IRVGU)
ઇઝરાયલ ફાલેલો તથા ફળતો દ્રાક્ષાવેલો છે. તેણે ફળની અધિકતા પ્રમાણે, વધારે અને વધારે વેદીઓ બાંધી છે. તેની જમીનની ફળદ્રુપતાના પ્રમાણમાં, તેણે સુશોભિત પવિત્રસ્તંભો બનાવ્યા છે.
Hosea 10 : 2 (IRVGU)
તેઓનું હૃદય કપટી છે; હવે તેઓ પોતાના અપરાધની સજા ભોગવશે. યહોવાહ તેઓની વેદીઓ તોડી નાખશે; તે તેઓનાં ભજનસ્તંભોનો નાશ કરશે.
Hosea 10 : 3 (IRVGU)
કેમ કે હવે તેઓ કહેશે, “અમારે કોઈ રાજા નથી, કેમ કે અમે યહોવાહથી બીતા નથી. અને રાજા પણ અમારે માટે શું કરી શકે છે?”
Hosea 10 : 4 (IRVGU)
તેઓ મિથ્યા વચનો બોલે છે કરાર કરતી વખતે જૂઠા સમ ખાય છે. તેઓના ચુકાદાઓ ખેતરના ચાસમાં ઊગી નીકળતા ઝેરી છોડ જેવા હોય છેે.
Hosea 10 : 5 (IRVGU)
બેથ-આવેનના વાછરડાઓને કારણે, સમરુનના લોકો ભયભીત થશે. કેમ કે તેના માટે શોક કરે છે, તેઓના દબદબાને લીધે, વ્યભિચારી યાજકો આનંદ કરતા હતા, પણ તેઓ ત્યાં રહ્યા નથી.
Hosea 10 : 6 (IRVGU)
કેમ કે મહાન રાજાને માટે બક્ષિસ તરીકે તેને આશૂર લઈ જવામાં આવશે. એફ્રાઇમ બદનામ થશે, ઇઝરાયલ પોતાની જ સલાહને લીધે લજ્જિત થશે.
Hosea 10 : 7 (IRVGU)
પાણીની સપાટી પરના લાકડાના પાટિયાની જેમ, સમરુનનો રાજા નાશ પામ્યો છે
Hosea 10 : 8 (IRVGU)
ઇઝરાયલના પાપના કારણે ભક્તિસ્થાનો નાશ પામશે. તેમની વેદીઓ ઉપર કાંટા અને ઝાંખરાં ઊગી નીકળશે. લોકો પર્વતોને કહેશે કે, “અમને ઢાંકી દો!” અને ડુંગરોને કહેશે કે, અમારા પર પડો!”
Hosea 10 : 9 (IRVGU)
“ઇઝરાયલ, ગિબયાના દિવસોથી તું પાપ કરતો આવ્યો છે; શું ગિબયામાં દુષ્ટ કૃત્યો કરનારાઓ સામે યુદ્ધ કરવું ન પડે એ મતલબથી તેઓ ત્યાં પડી રહ્યા છે!
Hosea 10 : 10 (IRVGU)
મારી મરજીમાં આવશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ. જ્યારે તેઓ પોતાના બે અન્યાયને કારણે બંધનમાં હશે ત્યારે પ્રજાઓ તેઓની વિરુદ્ધ એકત્ર થશે.
Hosea 10 : 11 (IRVGU)
એફ્રાઇમ એક તાલીમ પામેલી વાછરડી કે જેને અનાજ મસળવાના ખળામાં ફરવાનું ગમે છે તેના જેવો છે, મેં તેની સુંદર ગરદન પર ઝૂંસરી મૂકી છે. હું એફ્રાઇમ પર ઝૂંસરી મૂકીશ; યહૂદા ખેડશે; યાકૂબ કઠણ જમીન તોડશે.
Hosea 10 : 12 (IRVGU)
પોતાને સારુ નેકી વાવો, વિશ્વાસનીયતાનાં ફળ લણો. તમારી પડતર જમીન ખેડો, કેમ કે તેઓ આવે અને તમારા પર નેકી વરસાવે ત્યાં સુધી, યહોવાહને શોધવાનો સમય છે.
Hosea 10 : 13 (IRVGU)
તમે દુષ્ટતા ખેડી છે; તમે અન્યાયના ફળની કાપણી કરી છે. તમે કપટનાં ફળ ખાધાં છે. કેમ કે તેં તારી યોજનાઓ પર, તારા મોટા સૈન્ય પર ભરોસો રાખ્યો છે.
Hosea 10 : 14 (IRVGU)
તારા લોકો મધ્યે કોલાહલ થશે, જેમ યુદ્ધને દિવસે શાલ્માને બેથ-આર્બેલનો નાશ કર્યો, તેમ તારા કિલ્લેબંધ નગરોનો નાશ થશે. માતાઓ તેઓનાં બાળકોને પછાડીને તેઓના ચૂરેચૂરા કરશે.
Hosea 10 : 15 (IRVGU)
કેમ કે, તારી અતિશય દુષ્ટતાને કારણે, હે બેથેલ, તારી સાથે પણ એવું જ કરશે. જ્યારે તે દિવસ આવશે ત્યારે ઇઝરાયલના રાજાનો સંપૂર્ણ નાશ થઈ જશે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15