હિબ્રૂઓને પત્ર 10 : 1 (IRVGU)
કેમ કે જે સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાયા નિયમશાસ્ત્રમાં છે ખરી, પણ તે વસ્તુઓની ખરી પ્રતિમા તેમાં નહોતી, માટે જે બલિદાનો વર્ષોવર્ષ તેઓ હંમેશા કરતા હતા તેથી તેઓથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને નિયમશાસ્ત્ર કદી સમર્થ નહોતું.
હિબ્રૂઓને પત્ર 10 : 2 (IRVGU)
જો એમ હોત, તો બલિદાનો કરવાનું શું બંધ ન થાત? કેમ કે એક વખત પવિત્ર થયા પછી ભજન કરનારાઓનાં અંતઃકરણમાં ફરી પાપોની કંઈ અંતઃવાસના થાત નહિ.
હિબ્રૂઓને પત્ર 10 : 3 (IRVGU)
પણ તે બલિદાનોથી વર્ષોવર્ષ પાપોનું ફરીથી સ્મરણ થયા કરે છે.
હિબ્રૂઓને પત્ર 10 : 4 (IRVGU)
કેમ કે ગોધાઓનું તથા બકરાઓનું લોહી પાપો દૂર કરવાને સમર્થ નથી. [PE][PS]
હિબ્રૂઓને પત્ર 10 : 5 (IRVGU)
એ માટે દુનિયામાં આવતાં જ તે કહે છે, 'તમે બલિદાન તથા અર્પણની ઇચ્છા રાખી નહિ, પણ મારે માટે તમે શરીર તૈયાર કર્યું છે.
હિબ્રૂઓને પત્ર 10 : 6 (IRVGU)
દહનાર્પણ તથા પાપાર્થાર્પણથી તમે પ્રસન્ન થતાં ન હતા.
હિબ્રૂઓને પત્ર 10 : 7 (IRVGU)
ત્યારે મેં કહ્યું કે, 'ઓ ઈશ્વર, જુઓ, શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખ્યું છે, તમારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો છું. [PE][PS]
હિબ્રૂઓને પત્ર 10 : 8 (IRVGU)
ઉપર જયારે તેમણે કહ્યું કે, 'બલિદાનો, અર્પણો, દહનાર્પણો, પાપાર્થાર્પણો જે નિયમશાસ્ત્ર પ્રમાણે કરાય છે તેઓની ઇચ્છા રાખી નહિ અને તેઓથી તમે પ્રસન્ન થતાં ન હતા.
હિબ્રૂઓને પત્ર 10 : 9 (IRVGU)
ત્યારે તેમણે કહ્યું કે, 'જો, તમારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવું છું;' બીજાને સ્થાપવા સારુ પહેલાને તે રદ કરે છે.
હિબ્રૂઓને પત્ર 10 : 10 (IRVGU)
તે ઇચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વખત અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે. [PE][PS]
હિબ્રૂઓને પત્ર 10 : 11 (IRVGU)
દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને એ જ બલિદાનો વારંવાર આપતા ઊભો રહે છે, પરંતુ એ બલિદાનો પાપોને દૂર કરવાને કદાપિ સક્ષમ નથી.
હિબ્રૂઓને પત્ર 10 : 12 (IRVGU)
પણ ઈસુ તો, પાપોને કાજે એક બલિદાન સદાકાળને માટે આપીને, ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.
હિબ્રૂઓને પત્ર 10 : 13 (IRVGU)
હવે પછી તેમના વેરીઓને તેમના પગ નીચે કચડવામાં આવે ત્યાં સુધી તે રાહ જુએ છે.
હિબ્રૂઓને પત્ર 10 : 14 (IRVGU)
કેમ કે જેઓ પવિત્ર કરાય છે તેઓને તેમણે એક જે અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કરી દીધાં છે. [PE][PS]
હિબ્રૂઓને પત્ર 10 : 15 (IRVGU)
પવિત્ર આત્મા પણ આપણને સાક્ષી આપે છે, કેમ કે તેમણે કહ્યું હતું કે,
હિબ્રૂઓને પત્ર 10 : 16 (IRVGU)
'તે દિવસોમાં જે કરાર હું તેઓની સાથે કરીશ તે એ જ છે કે, હું મારા નિયમો તેઓના હૃદયપટ પર લખીશ અને તેઓના મનમાં મૂકીશ, એમ પ્રભુ કહે છે.' [PE][PS]
હિબ્રૂઓને પત્ર 10 : 17 (IRVGU)
પછી તે કહે છે કે, 'તેઓનાં પાપ તથા તેઓના અન્યાયને હું ફરી યાદ કરીશ નહિ.' [PE][PS]
હિબ્રૂઓને પત્ર 10 : 18 (IRVGU)
હવે જ્યાં તેઓના પાપ માફ થયા છે, ત્યાં ફરી પાપને સારુ બીજા અર્પણની જરૂરિયાત નથી. [PS]
હિબ્રૂઓને પત્ર 10 : 19 (IRVGU)
{પ્રભુ ઈસુનું બલિદાન પાપ દૂર કરે છે} [PS] મારા ભાઈઓ, તેણે આપણે માટે પડદામાં થઈને, એટલે પોતાના શરીરમાં થઈને, એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે.
હિબ્રૂઓને પત્ર 10 : 20 (IRVGU)
તે માર્ગમાં થઈને ઈસુના રક્તદ્વારા પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે;
હિબ્રૂઓને પત્ર 10 : 21 (IRVGU)
વળી ઈશ્વરના ઘર પર આપણે માટે એક મોટો યાજક છે,
હિબ્રૂઓને પત્ર 10 : 22 (IRVGU)
તેથી દુષ્ટ અંતઃકરણથી છૂટવા માટે હૃદયો પર છંટકાવ પામીને તથા સ્વચ્છ પાણીથી શરીર ધોઈને, આપણે ખરા હૃદયથી અને વિશ્વાસના પૂરા નિશ્ચય સાથે ઈશ્વરના સાન્નિધ્યમાં જઈએ. [PE][PS]
હિબ્રૂઓને પત્ર 10 : 23 (IRVGU)
આપણે આશાની કરેલી કબૂલાતમાં દ્રઢ રહીએ, કેમ કે જેમણે આશાવચન આપ્યું તે વિશ્વાસપાત્ર છે.
હિબ્રૂઓને પત્ર 10 : 24 (IRVGU)
પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા માટે પરસ્પર ઉત્તેજન પ્રાપ્ત થાય માટે આપણે એકબીજાનો વિચાર કરીએ.
હિબ્રૂઓને પત્ર 10 : 25 (IRVGU)
જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તમે તે દિવસ પાસે આવતો નિહાળો તેમ તેમ તમે વિશેષ પ્રયત્ન કરો. [PE][PS]
હિબ્રૂઓને પત્ર 10 : 26 (IRVGU)
કેમ કે આપણને સત્યની ઓળખ પ્રાપ્ત થયા પછી પણ જો આપણે જાણીજોઈને પાપ કરીએ, તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી,
હિબ્રૂઓને પત્ર 10 : 27 (IRVGU)
પણ ન્યાયચૂકાદાની ભયાનક પ્રતિક્ષા તથા વૈરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ બાકી રહેલું છે. [PE][PS]
હિબ્રૂઓને પત્ર 10 : 28 (IRVGU)
જે કોઈ મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરતો, તેના પર દયા રખાતી ન હતી, પણ બે કે ત્રણ જણની સાક્ષીથી તેને મોતની સજા કરવામાં આવતી હતી.
હિબ્રૂઓને પત્ર 10 : 29 (IRVGU)
તો જેણે ઈશ્વરના પુત્રને પગ નીચે કચડ્યા છે અને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયા હતા તેમને અશુદ્ધ ગણ્યા છે અને જેણે કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત શિક્ષાને પાત્ર થશે, તે વિષે તમે શું ધારો છો? [PE][PS]
હિબ્રૂઓને પત્ર 10 : 30 (IRVGU)
કેમ કે 'બદલો વાળવો એ મારું કામ છે, હું બદલો વાળી આપીશ.' ત્યાર બાદ ફરી, 'પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે,' એવું જેમણે કહ્યું તેમને આપણે ઓળખીએ છીએ.
હિબ્રૂઓને પત્ર 10 : 31 (IRVGU)
જીવતા ઈશ્વરના હાથમાં પડવું એ અતિ ભયંકર છે. [PE][PS]
હિબ્રૂઓને પત્ર 10 : 32 (IRVGU)
પણ પહેલાના દિવસોનું સ્મરણ કરો, કે જેમાં તમે પ્રકાશિત થયા પછી,
હિબ્રૂઓને પત્ર 10 : 33 (IRVGU)
પહેલાં તો નિંદાઓથી તથા સંકટથી તમે અપમાનરૂપ જેવા થયા અને પછી તો જેઓને સતાવાયા હતા તેઓના ભાગીદાર થઈને દુઃખોનો ભારે હુમલો સહન કર્યો.
હિબ્રૂઓને પત્ર 10 : 34 (IRVGU)
કેમ કે જેઓ બંધનમાં હતા તેઓ પ્રત્યે તમે કરુણા દર્શાવી અને તમારી સંપત્તિની લૂંટ કરાઈ તેને તમે આનંદથી સહન કર્યું, કેમ કે તમે એ જાણતા હતા, કે તમારે માટે તેના કરતા વધારે યોગ્ય તથા સર્વકાળ રહેનારું ધન સ્વર્ગમાં રાખી મૂકવામાં આવેલું છે. [PE][PS]
હિબ્રૂઓને પત્ર 10 : 35 (IRVGU)
એ માટે તમારા વિશ્વાસના ફળરૂપી જે મોટો બદલો તમને મળવાનો છે, તેને નાખી ન દો.
હિબ્રૂઓને પત્ર 10 : 36 (IRVGU)
કેમ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને આશાવચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે.
હિબ્રૂઓને પત્ર 10 : 37 (IRVGU)
કેમ કે જે આવવાના છે, તે તદ્દન થોડીવારમાં જ આવશે અને વિલંબ કરશે નહિ. [PE][PS]
હિબ્રૂઓને પત્ર 10 : 38 (IRVGU)
પણ મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે; જો તે પાછો હટે, તો તેનામાં મારા જીવને આનંદ થશે નહિ. [PE][PS]
હિબ્રૂઓને પત્ર 10 : 39 (IRVGU)
પણ આપણે પાછા હઠીને નાશ પામનારા નથી, પણ જીવના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા છીએ. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39

BG:

Opacity:

Color:


Size:


Font: