હિબ્રૂઓને પત્ર 1 : 1 (IRVGU)
{ઈશ્વરનું વચન તેમના પુત્ર મારફતે} [PS] પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે ઈશ્વર અનેક વાર વિવિધ રીતે વાત કરી હતી.
હિબ્રૂઓને પત્ર 1 : 2 (IRVGU)
તે આ છેલ્લાં સમયમાં પુત્ર કે, જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યાં અને વળી જેમનાં વડે તેમણે વિશ્વ પરના લોકોને ઉત્પન્ન કર્યા, તેમના દ્વારા આપણી સાથે બોલ્યા છે.
હિબ્રૂઓને પત્ર 1 : 3 (IRVGU)
તેઓ ઈશ્વરના મહિમાનું તેજ તથા તેમના વ્યક્તિત્વની આબેહૂબ પ્રતિમા છે, પોતાના પરાક્રમના શબ્દથી તેઓ સર્વને નિભાવી રાખે છે; તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત કરી, આપણને શુદ્ધ કરી, મહાન પિતાની જમણી તરફ ઉચ્ચસ્થાને બિરાજેલા છે. [PS]
હિબ્રૂઓને પત્ર 1 : 4 (IRVGU)
{ઈશ્વરના પુત્રનું અજોડપણું} [PS] તેમને સ્વર્ગદૂતો કરતાં જેટલાં પ્રમાણમાં ઉચ્ચતમ નામ વારસામાં મળ્યું છે, તેટલાં પ્રમાણમાં તે તેઓ કરતાં ઉત્તમ છે.
હિબ્રૂઓને પત્ર 1 : 5 (IRVGU)
કેમ કે ઈશ્વરે સ્વર્ગદૂતોને ક્યારે એવું કહ્યું કે, 'તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે?' [PE][PS] અને વળી, 'હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે?' [PE][PS]
હિબ્રૂઓને પત્ર 1 : 6 (IRVGU)
વળી જયારે તે પ્રથમજનિતને દુનિયામાં લાવે છે, ત્યારે તે કહે છે કે, 'ઈશ્વરના સર્વ સ્વર્ગદૂતો તેમનું ભજન કરો.'
હિબ્રૂઓને પત્ર 1 : 7 (IRVGU)
વળી સ્વર્ગદૂતો સંબંધી તે એમ કહે છે કે, 'તે પોતાના સ્વર્ગદૂતોને વાયુરૂપ, અને પોતાના સેવકોને અગ્નિની જ્વાળારૂપ કરે છે.' [PE][PS]
હિબ્રૂઓને પત્ર 1 : 8 (IRVGU)
પણ પુત્ર વિષે તે કહે છે, 'ઓ ઈશ્વર, તમારું રાજ્યાસન સનાતન છે અને તમારો રાજદંડ ન્યાયનો દંડ છે.
હિબ્રૂઓને પત્ર 1 : 9 (IRVGU)
તમે ન્યાયીપણા પર પ્રેમ રાખ્યો છે અને અન્યાય પર દ્વેષ કર્યો છે, એ માટે ઈશ્વરે, એટલે તમારા ઈશ્વરે, તમને તમારા સાથીઓ કરતાં અધિક ગણીને આનંદરૂપી તેલથી અભિષિક્ત કર્યા છે. [PE][PS]
હિબ્રૂઓને પત્ર 1 : 10 (IRVGU)
વળી, ઓ પ્રભુ, તમે આરંભમાં પૃથ્વીનો પાયો નાખ્યો, અને આકાશો તમારા હાથની કૃતિ છે.
હિબ્રૂઓને પત્ર 1 : 11 (IRVGU)
તેઓ નાશ પામશે, પણ તમે કાયમ રહો છો; તેઓ સર્વ વસ્ત્રની માફક જીર્ણ થઈ જશે;
હિબ્રૂઓને પત્ર 1 : 12 (IRVGU)
તમે ઝભ્ભાની જેમ તેઓને વાળી લેશો; અને વસ્ત્રની જેમ તેઓ બદલાશે; પણ તમે એવા અને એવા જ છો, તમારાં વર્ષોનો કદી અંત આવશે નહિ.' [PE][PS]
હિબ્રૂઓને પત્ર 1 : 13 (IRVGU)
પણ ઈશ્વરે કયા સ્વર્ગદૂતને કદી એમ કહ્યું કે, 'હું તારા શત્રુઓને તારા પગ નીચે કચડું નહિ, ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ?' [PE][PS]
હિબ્રૂઓને પત્ર 1 : 14 (IRVGU)
શું તેઓ સર્વ સેવા કરનારા આત્મા નથી? તેઓને ઉદ્ધારનો વારસો પામનારાઓની સેવા કરવા માટે બહાર મોકલવામાં આવ્યા નથી? [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14

BG:

Opacity:

Color:


Size:


Font: