ઊત્પત્તિ 49 : 1 (IRVGU)
યાકૂબે તેના દીકરાઓને બોલાવીને કહ્યું, “તમે ભેગા થાઓ કે ભવિષ્યમાં તમારું શું થશે તે હું તમને કહી જણાવું. [QBR]
ઊત્પત્તિ 49 : 2 (IRVGU)
“યાકૂબના પુત્રો, તમે એકઠા થાઓ અને સાંભળો. તમારા પિતા ઇઝરાયલને સાંભળો. [QBR2]
ઊત્પત્તિ 49 : 3 (IRVGU)
રુબેન, તું મારો જયેષ્ઠ પુત્ર, મારું બળ તથા મારા સામર્થ્યમાં પ્રથમ છે, [QBR] ગૌરવમાં તથા તાકાતમાં તું ઉત્કૃષ્ટ છે. [QBR]
ઊત્પત્તિ 49 : 4 (IRVGU)
તું વહેતા પાણી જેવો અસ્થિર હોવાથી અગ્રીમસ્થાનની પ્રતિષ્ઠા પામશે નહિ, [QBR] તું તારા પિતાની પથારીએ ગયો અને તેને ભ્રષ્ટ કરી; તેં આવું દુરાચરણ કર્યું તેથી સૌ કરતાં તારું સ્થાન ઊતરતું રહેશે. [QBR2]
ઊત્પત્તિ 49 : 5 (IRVGU)
શિમયોન તથા લેવી ભાઈઓ છે. હિંસાખોરીના હથિયારો તેઓની તરવારો છે. [QBR]
ઊત્પત્તિ 49 : 6 (IRVGU)
તેથી હે મારા આત્મા તું અલગ રહે, તેઓની બેઠકોમાં સામેલ ન થા. જો કે મારા હૃદયમાં તેઓને માટે ગર્વ તો છે. [QBR] તેઓએ ક્રોધમાં માણસની હત્યા કરી છે. [QBR] ઉન્મત્તાઈથી બળદની નસ કાપી નાખીને તેને લંગડો કર્યો છે. [QBR]
ઊત્પત્તિ 49 : 7 (IRVGU)
તેઓનો ક્રોધ શાપિત થાઓ, કેમ કે તે ઉગ્ર હતો - તેઓનો રોષ શાપિત થાઓ - કેમ કે તેઓ નિર્દય હતા. હું તેઓને યાકૂબના સંતાનોમાંથી અલગ કરીશ અને ઇઝરાયલમાં તેઓને વિખેરી નાખીશ. [QBR2]
ઊત્પત્તિ 49 : 8 (IRVGU)
યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે. [QBR] તારો હાથ તારા શત્રુઓનો નાશ કરશે. [QBR] તારા ભાઈના પુત્રો તને નમન કરશે. [QBR]
ઊત્પત્તિ 49 : 9 (IRVGU)
યહૂદા સિંહનું બચ્ચું છે. મારા દીકરા, તું શિકારનું ભોજન પતાવીને આવ્યો છે. [QBR] તે સિંહ તથા સિંહણની જેમ શાંતિથી નીચે બેઠો છે. [QBR] તેને ઉઠાડવાની હિંમત કોણ કરશે? [QBR]
ઊત્પત્તિ 49 : 10 (IRVGU)
જ્યાં સુધી શીલો આવશે નહિ ત્યાં સુધી યહૂદાથી રાજદંડ અલગ થશે નહિ, [QBR] લોકો તેની આધીનતામાં રહેશે. [QBR]
ઊત્પત્તિ 49 : 11 (IRVGU)
તેણે તેના વછેરાને દ્રાક્ષવેલાએ બાંધ્યો છે, [QBR] તેણે તેના વસ્ત્ર દ્રાક્ષારસમાં ધોયાં છે [QBR] અને તેનો ઝભ્ભો દ્રાક્ષોના રસરૂપી રક્તમાં ધોયો છે. [QBR]
ઊત્પત્તિ 49 : 12 (IRVGU)
દ્રાક્ષારસને લીધે તેની આંખો લાલ [QBR] અને દૂધને લીધે તેના દાંત શ્વેત થશે. [QBR2]
ઊત્પત્તિ 49 : 13 (IRVGU)
ઝબુલોન સમુદ્રના કાંઠાની પાસે રહેશે. [QBR] તે વહાણોને સારુ બંદરરૂપ થશે [QBR] અને તેની સરહદ સિદોન સુધી વિસ્તારવામાં આવશે. [QBR2]
ઊત્પત્તિ 49 : 14 (IRVGU)
ઇસ્સાખાર બળવાન ગધેડો, [QBR] ઘેટાંના વાડાની વચ્ચે સૂતેલો છે. [QBR]
ઊત્પત્તિ 49 : 15 (IRVGU)
તેણે સારી આરામદાયક જગ્યા અને [QBR] અને સુખપ્રદ પ્રદેશ જોયો છે. [QBR] તે બોજો ઊંચકવાને તેનો ખભો નમાવશે; [QBR] અને તે વૈતરું કરનારો ગુલામ થશે. [QBR2]
ઊત્પત્તિ 49 : 16 (IRVGU)
ઇઝરાયલનાં અન્ય કુળોની માફક, [QBR] દાન તેના લોકોનો ન્યાય કરશે. [QBR]
ઊત્પત્તિ 49 : 17 (IRVGU)
દાન માર્ગની બાજુમાંના સાપ જેવો, [QBR] અને સીમમાં ઊડતા ઝેરી સાપ જેવો થશે, [QBR] તે ઘોડાની એડીને એવો ડંખ મારશે, [QBR] કે તેનો સવાર લથડી પડશે. [QBR]
ઊત્પત્તિ 49 : 18 (IRVGU)
હે ઈશ્વર, મેં તમારા ઉદ્ધારની રાહ જોઈ છે. [QBR2]
ઊત્પત્તિ 49 : 19 (IRVGU)
ગાદ પર હુમલાખોરો હુમલો કરશે, [QBR] પણ ગાદ પ્રતિકાર કરીને તેમને પછાડશે. [QBR]
ઊત્પત્તિ 49 : 20 (IRVGU)
આશેરનું અન્ન પુષ્ટિકારક થશે; [QBR] અને તે રાજવી મિષ્ટાન પૂરા પાડશે. [QBR]
ઊત્પત્તિ 49 : 21 (IRVGU)
નફતાલી છૂટી મૂકેલી હરણી છે, [QBR] તે ઉત્તમ વચનો ઉચ્ચારે છે. [QBR2]
ઊત્પત્તિ 49 : 22 (IRVGU)
યૂસફ ફળદ્રુપ ડાળી છે; [QBR] તે ઝરા પાસેના વૃક્ષ પરની ફળવંત ડાળી છે, [QBR] આ ડાળી દીવાલ પર વિકસે છે. [QBR]
ઊત્પત્તિ 49 : 23 (IRVGU)
ધનુર્ધારીઓએ તેના પર હુમલો કર્યા, [QBR] અને તેના પર તીરંદાજી કરી, તેને ત્રાસ આપ્યો [QBR] અને તેને સતાવ્યો. [QBR]
ઊત્પત્તિ 49 : 24 (IRVGU)
પણ તેનું ધનુષ્ય સ્થિર રહેશે, [QBR] પણ યાકૂબના સામર્થ્યવાન ઈશ્વરના હાથે એ તીરો નાકામયાબ કર્યા. [QBR] અને તે ઘેટાંપાળક તથા ઇઝરાયલનો ખડક થયો. [QBR]
ઊત્પત્તિ 49 : 25 (IRVGU)
તારા પિતાના ઈશ્વર જે તારી સહાય કરશે તેમનાંથી, [QBR] એટલે સર્વશક્તિમાન ઈશ્વર જે ઉપર આકાશના આશીર્વાદોથી [QBR] તથા નીચે ઊંડાણના આશીર્વાદોથી, [QBR] જાનવરો તથા સંતાનોના આશીર્વાદોથી તને વેષ્ટિત કરશે. [QBR]
ઊત્પત્તિ 49 : 26 (IRVGU)
તારા પિતાના આશીર્વાદ મારા પૂર્વજોના આશીર્વાદો કરતાં અતિ વિશેષ થયેલા છે, [QBR] તે અનંતકાળિક પર્વતોની અતિ દૂરની સીમા સુધી વિસ્તરેલા છે; [QBR] તેઓ યૂસફના શિર પર રહેશે, [QBR] આ આશીર્વાદો પોતાના ભાઈથી જુદા કરાયેલા યૂસફના માથા પર મુગટ સમાન થશે. [QBR]
ઊત્પત્તિ 49 : 27 (IRVGU)
બિન્યામીન પશુને ફાડી ખાનાર ભૂખ્યા વરુ જેવો છે: [QBR] સવારે તે શત્રુઓનો શિકાર કરશે; અને સંધ્યાકાળે લૂંટ વહેંચશે.” [PE][PS]
ઊત્પત્તિ 49 : 28 (IRVGU)
એ સર્વ ઇઝરાયલનાં બાર કુળ છે; તેઓના પિતાએ તેઓને જે કહ્યું અને તેઓને જે આશીર્વાદો આપ્યાં તે એ છે. તેણે પ્રત્યેકને તેઓની યોગ્યતા પ્રમાણેના આશીર્વાદ આપ્યાં.
ઊત્પત્તિ 49 : 29 (IRVGU)
પછી તેણે તેઓને સૂચનો આપીને કહ્યું, “હું મારા પૂર્વજો પાસે જવાનો છું; એફ્રોન હિત્તીના ખેતરમાંની ગુફામાં મારા પિતૃઓની પાસે,
ઊત્પત્તિ 49 : 30 (IRVGU)
એટલે કનાન દેશમાં મામરેની સામેના માખ્પેલા ખેતરમાં જે ગુફા એફ્રોન હિત્તીના ખેતર સહિત ઇબ્રાહિમે કબરસ્તાનને માટે વેચાતી લીધી હતી તેમાં મને દફનાવજો. [PE][PS]
ઊત્પત્તિ 49 : 31 (IRVGU)
ત્યાં મારા દાદા ઇબ્રાહિમને તથા દાદી સારાને દફનાવવામાં આવેલા છે. વળી મારા પિતા ઇસહાક તથા માતા રિબકાને દફનાવેલા છે. ત્યાં મેં લેઆને પણ દફનાવી છે.
ઊત્પત્તિ 49 : 32 (IRVGU)
એ ખેતર તથા તેમાંની ગુફા હેથના લોકો પાસેથી ખરીદવામાં આવ્યા હતાં.”
ઊત્પત્તિ 49 : 33 (IRVGU)
જયારે યાકૂબે તેના દીકરાઓને સૂચનો તથા અંતિમ વાતો કહેવાનું પૂરું કર્યું ત્યારે તેણે પોતાના પલંગ પર લંબાવીને પ્રાણ છોડ્યો અને પોતાના પૂર્વજોની સાથે ભળી ગયો. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33

BG:

Opacity:

Color:


Size:


Font: