Genesis 46 : 1 (IRVGU)
ઇઝરાયલ પોતાના કુટુંબકબીલા અને સર્વ સહિત બેર-શેબા આવ્યો. અહીં તેણે પોતાના પિતા ઇસહાકના ઈશ્વરને અર્પણો ચઢાવ્યાં.
Genesis 46 : 2 (IRVGU)
ઈશ્વરે ઇઝરાયલને રાત્રે સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, “યાકૂબ, યાકૂબ.” તેણે કહ્યું, “હું અહીં છું.”
Genesis 46 : 3 (IRVGU)
તેમણે કહ્યું, “હું પ્રભુ, તારા પિતાનો ઈશ્વર છું. મિસરમાં જતા બીશ નહિ, કેમ કે ત્યાં હું તારાથી વિશાળ પ્રજા ઉત્પન્ન કરીશ.
Genesis 46 : 4 (IRVGU)
હું તારી સાથે મિસરમાં આવીશ અને હું ત્યાંથી નિશ્ચે તારા વંશજોને પાછા લાવીશ. મિસરમાં તારા મૃત્યુસમયે યૂસફ તારી પાસે હશે.”
Genesis 46 : 5 (IRVGU)
યાકૂબ બેર-શેબાથી રવાના થયો. તેને લઈ જવાને જે ગાડાં ફારુને મોકલ્યાં હતાં તેમાં ઇઝરાયલના પુત્રોએ પોતાના પિતા યાકૂબને, પોતાના બાળકોને તથા પોતાની પત્નીઓને બેસાડ્યાં.
Genesis 46 : 6 (IRVGU)
તેમનાં જાનવરો તથા જે સંપત્તિ તેઓએ કનાન દેશમાં મેળવી હતી તે લઈને યાકૂબ તથા તેની સાથે તેના વંશજો મિસરમાં આવ્યા.
Genesis 46 : 7 (IRVGU)
તેના દીકરા તથા તેની સાથે તેના દીકરાના દીકરા, તેની દીકરીઓ તથા તેના દીકરાઓની દીકરીઓને તથા તેના સર્વ સંતાનને તે તેની સાથે મિસરમાં લાવ્યો.
Genesis 46 : 8 (IRVGU)
જે ઇઝરાયલપુત્રો મિસરમાં આવ્યા તેઓનાં નામ આ છે: યાકૂબ તથા તેના દીકરા: યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રુબેન;
Genesis 46 : 9 (IRVGU)
રુબેનના દીકરા: હનોખ, પાલ્લૂ, હેસરોન તથા કાર્મી;
Genesis 46 : 10 (IRVGU)
શિમયોન તથા તેના દીકરા: યમુએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર તથા કનાની પત્નીનો દીકરો શાઉલ;
Genesis 46 : 11 (IRVGU)
લેવી તથા તેના દીકરા: ગેર્શોન, કહાથ તથા મરારી;
Genesis 46 : 12 (IRVGU)
યહૂદા તથા તેના દીકરા: એર, ઓનાન, શેલા, પેરેસ તથા ઝેરા, (પણ એર તથા ઓનાન કનાન દેશમાં મરણ પામ્યા. પેરેસના દીકરા હેસરોન તથા હામૂલ હતા);
Genesis 46 : 13 (IRVGU)
ઇસ્સાખાર તથા તેના દીકરા: તોલા, પુવાહ, યોબ તથા શિમ્રોન;
Genesis 46 : 14 (IRVGU)
ઝબુલોન તથા તેના દીકરા: સેરેદ, એલોન તથા યાહલેલ.
Genesis 46 : 15 (IRVGU)
આ લેઆથી પાદ્દાનારામમાં જન્મેલા દીકરા તથા તેની દીકરી દીના. તેઓ સર્વ મળીને તેત્રીસ જણ હતાં.
Genesis 46 : 16 (IRVGU)
ગાદ તથા તેના દીકરા: સિફયોન, હાગ્ગી, શૂની, એસ્બોન, એરી, અરોદી તથા આરએલી;
Genesis 46 : 17 (IRVGU)
આશેર તથા તેના દીકરા: યિમ્ના, યિસ્યા, યિસ્વી, બરિયા તથા તેઓની બહેન સેરા; અને બરિયાના દીકરા: હેબેર તથા માલ્કીએલ.
Genesis 46 : 18 (IRVGU)
લાબાને તેની દીકરી લેઆને જે દાસી ઝિલ્પા આપી હતી તેનાં સંતાનો એ છે. તેઓ તેને યાકૂબ દ્વારા થયાં, તેઓ સર્વ મળીને સોળ જણ હતાં;
Genesis 46 : 19 (IRVGU)
યાકૂબની પત્ની રાહેલના દીકરા: યૂસફ તથા બિન્યામીન;
Genesis 46 : 20 (IRVGU)
યૂસફના મિસર દેશમાં જન્મેલા દીકરાઓ મનાશ્શા તથા એફ્રાઇમ. તેઓને ઓનના યાજક પોટીફારની દીકરી આસનાથે જન્મ આપ્યો હતો;
Genesis 46 : 21 (IRVGU)
બિન્યામીનના દીકરા: બેલા, બેખેર, આશ્બેલ, ગેરા, નામાન, એહી, રોશ, મુપ્પીમ, હુપ્પીમ તથા આર્દ.
Genesis 46 : 22 (IRVGU)
તેઓ રાહેલના દીકરા, જે યાકૂબ દ્વારા થયા. તેઓ સર્વ મળીને ચૌદ જણ હતા;
Genesis 46 : 23 (IRVGU)
દાન તથા તેનો દીકરો હુશીમ;
Genesis 46 : 24 (IRVGU)
નફતાલી તથા તેના દીકરા: યાહસેલ, ગૂની, યેસેર તથા શિલ્લેમ.
Genesis 46 : 25 (IRVGU)
લાબાને તેની દીકરી રાહેલને જે દાસી બિલ્હા આપી તેના દીકરા એ છે જેઓ યાકૂબ દ્વારા તેને થયા. તે સર્વ મળીને સાત જણ હતા.
Genesis 46 : 26 (IRVGU)
યાકૂબના દીકરાઓની પત્નીઓ સિવાય કનાનમાં જન્મેલાં જે સર્વ માણસ યાકૂબ સાથે મિસરમાં આવ્યાં તેઓ છાસઠ જણ હતાં.
Genesis 46 : 27 (IRVGU)
યૂસફના દીકરા જે મિસર દેશમાં તેને જન્મ્યા હતા, તે બે હતા. યાકૂબના ઘરનાં સર્વ માણસો જે મિસરમાં આવ્યાં તેઓ સિત્તેર હતાં.
Genesis 46 : 28 (IRVGU)
યાકૂબે તેની આગળ યહૂદાને યૂસફની પાસે મોકલ્યો કે તે આગળ જઈને ગોશેનનો માર્ગ બતાવે અને તેઓ ગોશેન દેશમાં આવ્યા.
Genesis 46 : 29 (IRVGU)
યૂસફે તેના રથ તૈયાર કર્યા અને તેના પિતા ઇઝરાયલને મળવાને તે ગોશેનમાં આવ્યો. પિતાને જોઈને યૂસફ ભેટીને ઘણી વાર સુધી રડ્યો.
Genesis 46 : 30 (IRVGU)
ઇઝરાયલે યૂસફને કહ્યું, “મેં તારું મુખ જોયું અને તું હજી હયાત છે. હવે મારું મરણ ભલે આવે.”
Genesis 46 : 31 (IRVGU)
યૂસફે તેના ભાઈઓને તથા તેના પિતાના ઘરનાંને કહ્યું, “હું જઈને ફારુનને જણાવીને કહીશ કે, 'મારા ભાઈઓ તથા મારા પિતાના ઘરનાં જે કનાન દેશમાં હતાં તેઓ મારી પાસે આવ્યાં છે.
Genesis 46 : 32 (IRVGU)
તેઓ ભરવાડ છે અને જાનવરો પાળનારા છે. તેઓ તેમનાં બકરાં, અન્ય જાનવરો તથા તેઓનું જે સર્વ છે તે બધું લાવ્યા છે.'
Genesis 46 : 33 (IRVGU)
અને એમ થશે કે, જયારે ફારુન તમને બોલાવે અને તમને પૂછે, તમારો વ્યવસાય શો છે?'
Genesis 46 : 34 (IRVGU)
ત્યારે તમારે આ પ્રમાણે કહેવું, 'તારા ચાકરોનો એટલે અમારો તથા અમારા પિતૃઓનો વ્યવસાય નાનપણથી તે અત્યાર સુધી જાનવરો પાળવાનો છે.' આ પ્રમાણે કહેશો એટલે તમને ગોશેન દેશમાં રહેવાની પરવાનગી મળશે. કેમ કે મિસરીઓ ભરવાડોને ધિક્કારે છે.”
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34