Genesis 10 : 1 (IRVGU)
Genesis 10 : 2 (IRVGU)
નૂહના દીકરા, શેમ, હામ અને યાફેથની વંશાવળી આ પ્રમાણે છે. જળપ્રલય પછી તેઓને જે દીકરાઓ થયા તે આ હતા. ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ, યાફેથના દીકરાઓ હતા.
Genesis 10 : 3 (IRVGU)
આસ્કનાજ, રીફાથ તથા તોગાર્મા, ગોમેરના દીકરાઓ હતા.
Genesis 10 : 4 (IRVGU)
એલિશા, તાર્શીશ, કિત્તીમ અને દોદાનીમ, યાવાનના દીકરાઓ હતા.
Genesis 10 : 5 (IRVGU)
તેઓના વંશના લોકો પોતપોતાની ભાષા, કુળો અને તેઓના પ્રદેશો પ્રમાણે દરિયા કિનારાના વિભાગોમાં અલગ અલગ સ્થળે વિસ્તર્યા હતા.
Genesis 10 : 6 (IRVGU)
કૂશ, મિસરાઈમ, પૂટ અને કનાન, હામના દીકરાઓ હતા.
Genesis 10 : 7 (IRVGU)
કૂશના દીકરાઓ સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા હતા. રામાના દીકરા શેબા તથા દદાન હતા.
Genesis 10 : 8 (IRVGU)
કૂશનો દીકરો નિમ્રોદ, પૃથ્વી પરનો પહેલો શક્તિશાળી યોદ્ધો હતો.
Genesis 10 : 9 (IRVGU)
તે યહોવાહની આગળ બળવાન શિકારી હતો. એ માટે કહેવાય છે કે, “નિમ્રોદ યહોવાહની આગળ બળવાન શિકારી જેવો હતો.”
Genesis 10 : 10 (IRVGU)
તેણે શિનઆર દેશના બાબિલ, એરેખ, આક્કાદ તથા કાલ્નેહ પર સૌ પ્રથમ પોતાના રાજ્યની સ્થાપના શરૂઆત કરી હતી.
Genesis 10 : 11 (IRVGU)
ત્યાંથી તે આશૂરમાં ગયો અને નિનવે, રહોબોથ ઈર, કાલા,
Genesis 10 : 12 (IRVGU)
રેસેન, જે નિનવે તથા કાલાની વચમાં હતું, તે સર્વ નગરો તેણે બાંધ્યાં. તેમાં રેસેન એક મોટું નગર હતું.
Genesis 10 : 13 (IRVGU)
મિસરાઈમ તે લૂદીમ, અનામીમ લહાબીમ, નાફતુહીમ,
Genesis 10 : 14 (IRVGU)
પાથરુસીમ, કાસ્લુહીમ (તેનામાંથી પલિસ્તીઓનો ઉદ્દભવ થયો હતો) તથા કાફતોરીમ એ સર્વનો પિતા હતો.
Genesis 10 : 15 (IRVGU)
કનાનનો પ્રથમ દીકરો સિદોન હતો અને પછી હેથ,
Genesis 10 : 16 (IRVGU)
વળી યબૂસી, અમોરી, ગિર્ગાશી,
Genesis 10 : 17 (IRVGU)
હિવ્વી, આરકી, સિની,
Genesis 10 : 18 (IRVGU)
આરવાદી, સમારી તથા હમાથીનો પણ તે પિતા હતો. ત્યાર પછી કનાનીઓનાં કુટુંબો વિસ્તાર પામ્યા.
Genesis 10 : 19 (IRVGU)
કનાનીઓની સરહદ સિદોનથી ગેરાર જતા ગાઝા, સદોમ, ગમોરા, આદમા તથા સબોઈમ જતા લાશા સુધી હતી.
Genesis 10 : 20 (IRVGU)
આ પ્રમાણે હામના દીકરા, પોતાનાં કુટુંબો પ્રમાણે, પોતાની ભાષા પ્રમાણે, તેઓના દેશોમાં તથા પોતપોતાના લોકોમાં વસેલા હતા.
Genesis 10 : 21 (IRVGU)
શેમને પણ દીકરાઓ થયા. તેનો મોટો ભાઈ યાફેથ હતો. શેમ હેબેરના બધા લોકોનો પૂર્વજ હતો.
Genesis 10 : 22 (IRVGU)
શેમના દીકરાઓ, એલામ, આશૂર, આર્પાકશાદ, લૂદ તથા અરામ હતા.
Genesis 10 : 23 (IRVGU)
અરામના દીકરાઓ ઉસ, હૂલ, ગેથેર અને માશ હતા.
Genesis 10 : 24 (IRVGU)
આર્પાકશાદ શેલાનો પિતા અને શેલા હેબેરનો પિતા હતો.
Genesis 10 : 25 (IRVGU)
હેબેરને બે દીકરા થયા. એકનું નામ પેલેગ, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયાં. તેના ભાઈનું નામ યોકટાન હતું.
Genesis 10 : 26 (IRVGU)
યોકટાન તે આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરા;
Genesis 10 : 27 (IRVGU)
હદોરામ, ઉઝાલ, દિકલાહ;
Genesis 10 : 28 (IRVGU)
ઓબાલ, અબિમાએલ, શેબા;
Genesis 10 : 29 (IRVGU)
ઓફીર, હવીલા અને યોબાબનો પિતા હતો. એ સર્વ યોકટાનના દીકરા હતા.
Genesis 10 : 30 (IRVGU)
મેશાથી આગળ જતા પૂર્વનો પહાડ સફાર આવેલો છે. ત્યાં સુધી તેઓનો વસવાટ હતો.
Genesis 10 : 31 (IRVGU)
પોતાના કુટુંબો પ્રમાણે, પોતાની બોલી પ્રમાણે, પોતાના દેશો તથા પોતાના લોકો પ્રમાણે આ શેમના દીકરાઓ છે.
Genesis 10 : 32 (IRVGU)
તેઓની વંશાવળી પ્રમાણે અને તેઓના પ્રદેશો પ્રમાણે એ બધા નૂહના દીકરાઓનાં કુટુંબો છે. જળપ્રલય પછી પૃથ્વી પરના લોકોના વિવિધ વિભાગો થયા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32